SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ (92) ૧૧૨ પ્રબુદ્ધ જીવન ઉપચાગ’ એ આત્મલક્ષી લક્ષણ છે * જૈન પરિભાષામાં ‘ઉપયોગ' શબ્દનું ખૂબ મહત્ત્વ કાર્ય. છે. સાચી રીતે વિચાર કરતાં લાગે કે ક્ષણેક્ષણે માનવજીવો ઉપયોગ રાખતા હોય તો ! કર્મના બંધ કેટલા આછે થાય ? ઉપયોગના અર્થ ઉપસહાયક અને યોગ=જોડાવું – જોડાણ. આ જોડાણ કર્યાં કરવું? આત્મા સાથેનું સમજપૂર્વકનું મનનું જોડાણ તેને ‘ઉપયોગ' કહેવાય, ‘ઉપયોગ 'ના બીજી રીતે ઘણા અર્થો થાય છે. અપ્રમતાવસ્થા, લક્ષ્ય, એકાગ્રતા, તવૃત્તિ, અખંડ સભાનપણું, મનની સ્થિરતા, વિવેકપૂર્વકનું વલણ, આત્માભિમુખતા, દિવ્ય અને પવિત્ર વિચાર, દરેક કાર્યમાં જયણા યા યત્ના, સાધ્યને ચેતનની સાથે જોડે તે જ સાચા ઉપયોગ. ‘ઉપયોગ’ દ્રારા જ્ઞાનીપુરુષ કે સાધક આત્મા પેાતાના સાધ્યને મેળવી શકે છે, અને ક્ષણેક્ષણે ઉપયોગની જાગૃતિ હાવાથી તે આત્મા કર્મના બંધ પણ એછે કરે છે. મન, વચન અને કાયાની દરેક ક્રિયામાં ઉપયોગ રાખવો ખૂબ જરૂરી છે. ચેતન તત્ત્વ જડ દેહમાં રહેલ છે. છતાં આ જડ દેહ દ્વારા જ સાધકે સાધ્યને સાધવાનું છે. પણ સાધકે તેને ક્ષણેક્ષણે ઉપયેગે રાખવાનો છે. દેહની પ્રવૃત્તિમાં ઉપયોગ, મનની પ્રવૃત્તિમાં ઉપયોગ, અને વચનની પ્રવૃત્તિમાં ઉપયોગ, જે ‘ઉપયોગ' તત્ત્વના અભાવ થાય તો આત્મા કર્મબંધથી બંધાતો જાય છે. પણ એ જ ‘ઉપયોગ’ અન્તર્મુખ બને, આત્મલક્ષી બને તો આત્મા કર્મક્ષય કરતા જાય છે. પરિણામે મોક્ષપ્રાપ્તિ થાય છે, જેમ કે પ્રસન્નરચંદ્ર રાજધિ મનથી ઉપયોગ ચૂકયા તે તે દુર્ગતિના સેાપાન ઊતરવા લાગ્યા પણ એ જ મુનિને જાગૃતિ આવી, સભાન બન્યા, ‘ઉપયોગ 'ને સાચી રીતે ને સમજપૂર્વક જીવનમાં મૂકયા તો તે ત્વરિત ગતિએ સર્વોચ્ચ શિખરે પહોંચી ગયા. આવાં કંઈક દષ્ટાંતો આપણી સમક્ષ છે. તેનું વારંવાર ચિંતન, મનન કરવાથી આપણા જીવનને સાચા માર્ગે લઈ જઈશું. આપણે ઘણીવાર આપણી કડવી વાણીથી સામાના આત્માને દુ:ખ આપીએ છીએ. સત્તાથી આપણે સામી વ્યકિતના મનને ત્રાસ આપીએ છીએ. ત્રાસ આપનાર વ્યકિત એમ જ માને છેકે સામી વ્યકિત અક્કલ વગરની છે, પણ એ માનવું શું ભૂલભરેલું નથી ? સામી વ્યકિત કદાચ વધુ ઝઘડો થશે એ કારણે ગમ ખાઈ જતી હોય, અગર તે આપણા મનને દુ:ખ આપવા ઈચ્છતી ન હોય તો તે મૌન રહે છે. એનો અર્થ એ નથી કે તે સમજતી નથી. પણ તે પાતાની વાણીમાં ‘ઉપયોગ’ રાખે છે દ્રૌપદીએ બાલવામાં ઉપયોગ ન રાખ્યું. તો મહાભારત સર્જાયું. વાણી બાલવામાં તે ઘણા ઉપયોગ રાખવા જરૂરી છે. જેમ મનમાં આવે તેમ બાલ્યે રાખવું એ શાનના સાચા ‘ઉપયોગ ’ નથી. જો પ્રમાદ આવે તો ઉપયોગ અવરાઈ જાય, માટે પ્રમાદ ન આવી જાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. ‘ઉત્તરાધ્યયન ’સૂત્રમાં ભગવાન મહાવીર એમના પટ્ટધર શિષ્ય ગૌતમસ્વામીને કહે છે, ‘હું ગૌતમ ! તું ક્ષણમાત્રને પણ પ્રમાદ ન કરીશ.' આ શું સૂચવે છે? ક્ષણેક્ષણે તારા આત્માને જાગૃત રાખજે, એટલે કે ઉપયોગ રાખજે. મનથી, વચનથી અને કાયાથી આત્મા સભાન રહેતા કર્મના બંધ હળવા પડે છે. આપણી કાયાથી કરવાનું કોઈ પણ કાર્ય હોય, પણ જો આત્મા સજાગ હોય તો કર્મબંધ ઘણું ઓછું કરે છે. રાચીમાચીને ગર આનંદથી કાયાના ઉપયોગ થાય તો આત્મા કર્મબંધનથી બંધાતા તા. ૧૬-૯-૦૩ 12 જાય છે. નંદીષેણ મુનિ કાયાના ઉપભોગ માટે ઉપયોગ ન રાખ્યો તા તે સંસારના બંધનમાં ફસાઈ ગયા, પણ એક દિવસ તે ઉપભાગના ફંદામાંથી છૂટી ગયા. તેના ઉપયોગ સજાગ બન્યો અને તેની સંસારનાવ મુકિતના પંથે વહેતી થઈ. આપણે આત્મા અનેક ઉપાધિઓમાંથી મુકત બને છે અને પોતાનાં મન, વચન અને કાયાને આત્મા સાથે જોડી દેવાનો ઉપયોગ રાખે છે, તે આત્મા કર્મબંધનથી હળવા બને છે. આપણે એક બાજુ મેોટી તપસ્યા કરીએ છીએ, અને બીજી બાજુ વાણીારા, મનદ્વારા આપણે આપણા ઉપયોગ ન રાખીએ તો ધાર્યું ફળ નથી મળતું અને ઘણીવાર લાભને બદલે હાનિ થાય છે. ચીલે ચાલે જેમ મેાટી મોટી તપશ્ચર્યા કરીએ છીએ પણ જો એ તપમાં ‘ઉપયોગ ’ હશે. તા સાચી સમજ, ભાવ અને જાગૃતિ પ્રગટશે અને સમજણપૂર્વક કરેલી તપશ્ચર્યા અનેક કર્મના ભૂકો કરી નાખશે. ભાવ, સમજ, જાગૃતિ ચિત્તામાં ટકી ગયાં ત્યાં આપણી ચિત્તની પ્રસન્નતા પ્રગટી ઊઠશે, ત્યારે દરેક જીવે પ્રત્યે મૈત્રી, ક ુણા અને પ્રેમ જાગશે. પરંતુ કરેલી તપશ્ચર્યામાં જો ઉપયોગ ન રાખ્યો તે તપશ્ચર્યાનું જેટલું પુણ્યકર્મ બંધાવું જોઈએ તેટલું નહિ બંધાય. આપણે આપણા જીવનમાં સફળતા મેળવવી હોય તે આપણે આપણા દરેડ કાર્યમાં, ખાવા – પીવામાં, દુ:ખમાં—સુખમાં, આશા-નિરાશામાં કે ઊઠતાં–બેસતાં આપણે આપણા આત્માને જાગૃત રાખવા ખૂબ જરૂરી છે. ૨ાપણે ૨૨ાપણા ધાર્મિક પર્વની ઉજવણી એ રીતે કરીએ કે આપણે આત્મા આપણા દરેક કાર્યમાં ‘ઉપયોગવાળા' રહી શકે, આ ક્ષમાના પર્વના દિવસે સૌ જીવોને ક્ષમા આપીએ! આપણાં જીવનને સાચી રીતે જોતાં શીખીએ! અને દોષોને ઈ નાખીએ તે આપણે ‘ઉપયોગ ’ રાખ્યો સફળ ગણાશે, અને આપણા પુરુષાર્થ --ભાનુમતી દલાલ [જૈન મહિલા સમાજના મુખપત્ર ‘વિકાસ ’માંથી સાભાર] ' લેખે લાગશે, ભગવાન... ભગવાન ! મારી આંખોને તારા રંગાની મિજબાની મળી છે; કાનને તારું સંગીત મયું છે, નાક અને જીભને સુગંધિત પુષ્પો અને ષડ્રસ ભાજનના રવાદ મળ્યા છે... હે નાથ ! તારી આ સૃષ્ટિ મને બહુ માહક થઈ પડી છે. તારાં પાણી, તારા પવન અને એ બન્નેને ધારણ કરનાર આ પૃથ્વી મને મુગ્ધ કરે છે, આ ગિરિમાળા, મોટા સાગરો, હિમથી આચ્છાદિત પર્વતનાં શિખરો, તેજસ્વી સૂર્ય, આ બધું મને ભવ્ય ને સુંદર લાગે છે. પૃથ્વીનાં ભુવને ભુવન, ગ્રહ - ઉપગ્રહે! અને ના ચકી રહ્યાં છે. ત્યાં બધે ચેતનનાં મોજાં ઊછળી રહ્યાં છે. * બધે, હે ભગવાન, તારું જ રક્ષણ અને નિયમન હું જોઈ રહ્યો છું. તારું સૌંદર્ય મને બધે તલ્લીન કરે છે. દાદુ * હું પાપી છું, હું કમનસીબ છું, મને કંઈ આવડતું નથી એવું માન્યા કરવું એ વિદ્યા અથવા અજ્ઞાનતાનું લક્ષણ છે. એ જ અજ્ઞાન ઘણી નકામી કુશંકાએ અને કાલ્પનિક દુ:ખોના શૂળમાં રહેલું છે. ખરી વાત તો એ છે કે આપણાં બધાંમાં અપાર શકિત ભરેલી છે. મહાપુણ્યને યોગે ચાપણને મનુષ્યજન્મ મળેલા છે. શાનરૂપ પરમાત્માનાં આપણે અંશ છીએ. આપણા આત્મા એ ખુદ પરમેશ્વરને સમાવડિયો છે. આપણે તો ધારીએ તે કરી શકીએ. એકનાથ માલિક: શ્રી મુંબઇ જૈન યુવક સંઘ. મુદ્રક અને પ્રકાશક : શ્રી ચીમનલાલ જે. શાહ. પ્રકાશનસ્થળ : ૩૮૫, સરદાર વી. પી. રોડ, મુંબઈ-૪. ટે નં. ૩૫૦૨૯૬ મુદ્રણસ્થાન : ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કટ, મુંબઈ–૧.
SR No.525958
Book TitlePrabuddha Jivan 1973 Year 34 Ank 17 to 24 and Year 35 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1973
Total Pages278
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy