SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ પ્રબુદ્ધ જીવન છે, અને ધર્મક્ષેત્ર કુરુક્ષેત્ર બની જાય છે એ વધારામાં! અને ભગવાન મહાવીરનો ધર્મ તો સમતા અને અહિંસાનો ધર્મ છે, એટલે પછી એમાં આવા ઝનૂનને અવકાશ જ કયાંથી હોય ? તેમાં ય આ તો ભગવાન મહાવીરના પચીસસામા નિર્વાણ-કલ્યાણકની દેશવ્યાપી ઉજવણીના અવસર ! ત્યાં તે આવા વિરોધ કે આવી જેહાદ હાઈ જ શકે કેવી રીતે? એનું તે ઊલટું, ઉમળકાથી સ્વાગત જ કરવું ઘટે. ઝાઝું શું કહીએ? અંતરથી પ્રાર્થીએ કે આ ઉજવણી સામેને, ફૂલને રૂંધવા જેવા કે પરબને તાળાબંધી કરવા જેવા, સમજણ વગરના વિરોધ શાંત થઈ જાય અને ભગવાન મહાવીરના ધર્મસંદેશને ઠેરઠેર પહેાચતા કરવાની ભાવના અને શકિત સૌમાં પ્રગટે! હિસા અને વેર - વિરોધથી સંતપ્ત જગતને અત્યારે આ સંદેશ ખૂબ ખૂબ શાંતિ આપી શકે એમ છે. અને આ સંદેશને લેકવ્યાપી બનાવવા માટે અત્યારના યુગ ખૂબ અનુકૂળ યુગ છે. રતિલાલ દીપચંદ દેસાઈ [તા. ૩૦-૮-’૭૩ના “ગુજરાત સમાચાર,’ના “ઈંટ અને ઈમારત” વિભાગમાંથી અગત્યના ભાગ સાભાર ઉષ્કૃત]. પરિચય પુસ્તિકાની સંસ્કારયાત્રા (પરિચય ટ્રસ્ટ તરફથી સતત પંદર વર્ષ થયાં દર મહિને વિવિધ વિષયાની માહિતી આપતી બે પરિચય પુસ્તિકાઓ પ્રગટ કરવામાં આવે છે. આ ટ્રસ્ટે આવી સાડા ત્રણસો જેટલી પુસ્તિકા પ્રગટ કરી છે; તેની ઉજવણી અર્થે આ ૧૯મીએ એક સમારંભ યોજાયો છે. તે પ્રસંગ નિમિત્તે આ પ્રવૃત્તિનો પરિચય કરાવતા લેખ અત્રે આપ્યો છે.) પરિચય પુસ્તિકાની લગભગ દોઢ દાયકાની સંસ્કારયાત્રા પર નજર કરતાં અનેક સ્મૃતિ। તાજી થાય છે. લગભગ ત્રણ દાયકા ઉપરનું એક દશ્ય મારી કલ્પનામાં ચિતરાઈ રહે છે. શેઠ ચી. ના. વિદ્યાવિહારના બે છાત્રા : એક કૅલેજિયન, બીજો માધ્યમિક શાળામાં. શાળા અને કૉલેજ વચ્ચે એ કક્ષાએ જ્ઞાનની ભૂમિકાએ જે અંતર હોય છે એવું કશું અંતર એ બન્ને વચ્ચે ન હતું. સાહિત્ય એ બન્નેના શાખનેા વિષય. મારી સાથે પણ સંબંધની અનેક કડીઓમાં એ અગ્રસ્થાને. એ બે વિઘાર્થીઓ તે ભાઈ યશવંત દોશી ને વાડીલાલ ડગલી. સદીઓથી અડીખમ રહેતી આવેલી અને હવે ભાંગવા માંડેલી આપણી ગ્રામધરતીમાંથી એ બન્ને નગરના વાતાવરણમાં આવ્યા હતા, પરંતુ નિસર્ગને ખાળે ઊછરનારમાં જે સહજ સૂઝ હોય, વસ્તુના હાર્દ સુધી પહોંચવાની જે સમજ, શકિત ને ધગશ હાય, વિશાળ ક્ષિતિજો પર નજર નાખતા રહેવાની ને ઋતુઓનાં ચક્રમણાનાં રહસ્યોનો તાગ લેવાની જે શકિત હોય તે એ બન્નેમાં સહજ હતી, અને એ તે વખતની એમની નાની નિબંધિકાઓ, સંવાદો, નાટિકાઓ, કે વાર્તાઓ દ્વારા અભિવ્યકિત પણ પામતી. મૌલિકતાની ચમક એ બન્નેની રાખ, વાણી અને વર્તનમાં અવારનવાર દેખાતી અને એથી છાત્રામાં સ્વાભાવિક રીતે જ એ બન્ને નેતા તરીકેનું બિરુદ પામ્યા હતા. એ પછી વર્ષો વીત્યાં, ભાઈ યશવંતે શિક્ષણકાર્ય અપનાવ્યું, ભાઈ વાડીલાલે વિદેશ જઈ અર્થશાસ્ત્રના ઉચ્ચ અભ્યાસ કરી દેશમાં પાછા આવી જીવનપ્રવૃતિ તરીકે પત્રકારિત્વને અપનાવ્યું. એ દરમ્યાન વિદ્યાર્થીકાળની એમની મૈત્રી અને એમના રસે। વિકસતા જ ગયા હતા. ભાઈ વાડીલાલના કલ્પનાજગતમાં અનેક નગર: ને મહાનગરોનાં શિલ્પ કંડારાતાં જતાં હતાં. એ બધાં માટે અઢળક ધન જોઈએ, એની એ બેઉમાંથી એકે પાસે સગવડ ન હતી, પરંતુ એમની સર્જકતા ને કલ્પનાએ એમના સમાનધર્માના જગતમાં એમને વિહરતા કરી દીધા અને તેમાંથી એમને અનેક નવી મૈત્રીઓ લાધી, વિદ્યાર્થીકાળના એક એમના જૂના સાથી ભાઈ જયવદન * તકતાવાળા સાથે પેાતાની અનેક યોજનાઓની અવારનવાર એ ચર્ચા કરવા માંડયા, ને તેમાંથી જન્મી પરિચય પુસ્તિકાની પ્રજાજીવનમાં સંસ્કારની સરવાણીએ વહેતી કરતી પ્રવૃત્તિ. આજે આ પ્રવૃત્તિએ લગભગ દોઢ દાયકાની મજલ કાપ છે, લગભગ સાડાત્રણસેા જેટલી પુસ્તિકાઓથી એની યાત્રા દિપ્તમત્ત બની છે. એમાં ગ્રંથસમીક્ષા માટેનું સામયિક “ગ્રંથ ” ઉમેરાતાં એ બન્ને જ્ઞાનોપાસકના સ્વપ્ને એક વિશેષ આકાર ધારણ કર્યો છે. પુરુષાર્થની એક હૃદયંગમ ગાથા જેવી આ પ્રવૃત્તિઓ આપણા વિઘાજગત સમક્ષ જે નવી ક્ષિતિજો ઉઘાડી છે, અને આપણા બહુજન સમાજની રેતાળ રણમાં લુપ્ત થઈ ગયેલી સરસ્વતીને જે રીતે વહેતી કરી છે તે દોઢ દાયકા જેટલા ટૂંકા ગાળામાં કેટલું બધું થઈ શકે છે તેના સુંદર ઉદાહરણરૂપ છે. તા: ૧૬-૯૭૩ સર્જક સાહિત્ય સાથે સંબંધ ધરાવનાર વ્યકિત જ દેવળ લેખક નામને પાત્ર છે એવા ભ્રમને પરિચય પુસ્તિકાઓ દૂર કર્યાં છે. સામાન્ય સંજોગામાં જે લોકો પોતાના પત્રવ્યવહાર કે આફ્રિકામ કે રાજનીશી સિવાય બીજા કોઈ કામ માટે લેખિની હાથમાં ન લે તેવા પોતપોતાના ક્ષેત્રના સારા જાણકારોને પ્રયત્નપૂર્વક શેાધી કાઢી તેમની લેખિની પાસેથી ઉત્તમ સારસ્વત ભેટ મેળવવી એ પરિચય પુસ્તિકા પ્રવૃત્તિની એક મેાટી સિદ્ધિ છે. એણે ગુજરાતી ભાષામાં વિવિધ જ્ઞાનકોશાની રચના માટેઉત્તમ ભૂમિકા સર્જી છે. ભવિષ્યના ઇતિહાસકાર વીસમી સદીના ઉત્તરાર્ધમાં ગુજરાતના સાંસ્કૃતિક જીવનઘડતરમાં જે સંસ્થાએ કે પ્રવૃત્તિઓની નોંધ લેશે તેની નજર પરિચય પુસ્તિકાની પ્રવૃત્તિ લાંબા વખત સુધી કૌતુક ને મુગ્ધતાથી રોકયા વિના ભાગ્યે જ રહેશે. ૩૦૦ પુસ્તિકાઓનો કિડો વટાવી જતાં આ પ્રવૃત્તિના સંચાલકોને એ પ્રવૃત્તિ સાથે સંલગ્ન એવા લેખકો અને કાર્યકરોનું સ્નેહ - સંમેલન યોજવાના જે વિચાર આવ્યો છે તે પણ આ પ્રવૃત્તિમાં રહેલી અનેક ભવ્ય શકયતાઓનું ચાપણને દર્શન કરાવશે જ, અને આજે છિન્નભિન્ન થતું જણાતું આપણુ પ્રજાજીવન કેમ સુદઢ બને, કેમ પ્રાણવાન બને અને સાચા જ્ઞાનના સ્પર્શથી કેમ દીપ્તિમત બને તેનું આપણને દર્શન કરાવશે અને અનેક નવી સ્નેહરશ્મિ દિશાએ આપણી દષ્ટિને આકર્ષી રહેશે. તેરમી સર્વોદય શિક્ષણ વ્યાખ્યાનમાળા સર્વોદય શિક્ષણ સંઘ, બ્લેવેવ્સ્કી લૉ જ થિયેાસેાફિકલ સારાયટીના સંયુકત ઉપક્રમે તેરમી સર્વોદય શિક્ષણ વ્યાખ્યાનમાળા બેસ્ટંટ હૉલ, ફ્રેન્ચ બ્રિજ, ચોપાટી ખાતે નીચેના દિવસે સવારના સવા નવ વાગ્યે નીચે મુજબ યોજવામાં આવી છે. તા. ૯ મીએ શ્રી રોહિત મહેતાનું ‘નવયુગનું નૂતન શિક્ષણ ' એ વિષય પર ૐના, ઉષાબહેન મહેતાના પ્રમુખપદે વ્યાખ્યાન યોજાઇ ગયું. દિવસ વકતા – વિષય પ્રમુખ ૧૬ સપ્ટે. રવિવાર ડો. વી. એન. બગડિયા ડૉ. કે. એન. કામદાર ‘ચાલા, બાળકોને સમજીએ ’ તારીખ ૨૩ સપ્ટે. શ્રી નામદેવ હૂટે શ્રી પ્રાગજીભાઈ ડોસા બાળકો અને નાટયકળા’ કવિશ્રી કરસનદાસ માણેક ‘શિક્ષણ અને રાંસ્કાર ’ ૩૦ સપ્ટે. 23 33 આચાર્યશ્રી રામપ્રસાદ બક્ષી ફરળ .. “ કુરળ ” પુસ્તક જે ‘તમિળ વેદ ’ તરીકે ઓળખાય છે, જેને ગુજરાતી અનુવાદ શ્રી કાન્તિલાલ કાલાણીએ કરેલ છે, તે પુસ્તક જેમને જોઈતું હતું તેમણે તેમનાં નામે વ્યાખ્યાનમાળા દરમિયાન ભારતીય વિદ્યા ભવનમાં નોંધાવેલાં, તો ચો પુસ્તક આવી ગયું હોવાથી, સંઘના કાર્યાલયમાંથી તે મેળવી લેવા વિનંતિ છે. મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ to
SR No.525958
Book TitlePrabuddha Jivan 1973 Year 34 Ank 17 to 24 and Year 35 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1973
Total Pages278
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy