________________
તા. ૧૬૫ ૭૧
(૩
પ્રબુદ્ધ જીવન
નિવેદન
શ્રી પરમાનંદભાઈના અવસાન પછી મારી વિનંતિથી અનેક લેખકોએ શ્રાદ્ધાંજલિના લેખો ટૂંકો ગાળા હોવા છતાં પણ લખીને મોકલી આપ્યા છે તે માટે હું સૌને અત્યન્ત આભારી છું. આ અંકમાં શક્ય હતું ત્યાં સુધી બધા લેખાને સમાવેશ કરવાના પ્રયત્ન કર્યો છે. તેમ છતાં સ્થળસંકોચને કારણે અને સ્મૃતિ અંક પ્રગટ કરવામાં વધારે વિલંબ ન થાય તે કારણે થોડાક લેખ આ અંકમાં સમાવી શકાયા નથી, તે હવે પછી પ્રગટ કરવામાં આવશે. કેટલાક લેખો, અતિશય લંબાણના કારણે કયાંક ટૂંકાવવા પડયા છે. શ્રી પરમાનંદભાઇના મિત્રસમુદાય વિશાળ હતા, તેમના પ્રત્યે કેટલી ઊંડી મમતા અને આદર હતા તે આ અંકના લખાણોથી જણાઈ આવશે. તેમની ખાટ કોઈ પૂરી શકે તેમ નથી.
૧
સદ્ગતની મુખ્ય બે પ્રવૃત્તિઓ, પ્રબુદ્ધ જીવન અને પર્યુષણ પર્વ વ્યાખ્યાનમાળા વિષે શું કરવું તેનો વિચાર કરવાનો હતો. મિત્રોનો આગ્રહ હતો કે આ પ્રવૃત્તિઓ ચાલુ રહેવી જોઇએ. પરમાનંદભાઇ આ કામ પાછળ પોતાના બધા સમય અને શકિત આપતા. આ બન્ને પ્રવૃત્તિઓનું જે ઉચ્ચ ધારણ રહ્યું છે તે જાળવી શકાય તો જ તે પ્રવૃત્તિઓ ચાલુ રાખવાની સાર્થકતા લેખાય. તેમનું સ્થાન કોઇ લઈ શકે તેમ નથી. આ કામ માટે મારી યોગ્યતા નથી. મને એટલા સમય ન મળે અને હું પત્રકાર નથી, તેમ પરમાનંદભાઈ જેટલો મારો પરિચય નથી. જૈન યુવક સંઘની કાર્યવાહક સમિતિમાં આ વિશે ખૂબ વિચારણા થઈ. બીજા મિત્રો સાથે પણ મેં' ચર્ચા કરી જોઈ. પંડિત સુખલાલજી, કાકાસાહેબ કાલેલકર, શ્રી ઉમાશંકર જોષી, શ્રી વાડીલાલ ડગલી અને બીજાં ભાઈઓ અને બહેનો, જેમની સાથે આ બાબત વિચારી, તેમની સલાહ રહી કે આ બન્ને પ્રવૃત્તિઓ ચાલુ રાખવી. ઘણાં મિત્રો અને મુંબઈ જૈન યુવક સંઘના સભ્યોએ પૂરો સહકાર અને મદદની ખાતરી આપી. તેથી મુંબઈ જૈન યુવક સંઘની કાર્યવાહક સમિતિએ આ બન્ને પ્રવૃત્તિઓ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. પર્યુષણ પર્વ વ્યાખ્યાનમાળા માટે એટલી મુસીબત નથી લાગતી, પણ ‘પ્રબુદ્ધ જીવન' વિષે મને ચિન્તા રહે છે. હાલ તંત્રી તરીકે મારુ નામ મૂકયું છે. હું મારાથી બનતા બધા પ્રયત્ન કરીશ.
પરમાનંદભાઇને તેમના કામમાં મદદ કરવી એક બાબત હતી. તેની જવાબદારી લેવી બીજી વાત છે. હું આશા રાખું છું કે સોના સહકાર અને શુભભાવનાથી મુંબઈ જૈન યુવક સંઘ, આ બન્ને પ્રવૃત્તિઓથી સમાજની સેવા કરતો રહેશે.
શ્રી પરમાનંદભાઇનું યોગ્ય સ્મારક કરવાનો નિર્ણય કર્યો છે, જેની અપીલ આ અંકના છેલ્લે પાને આપી છે. અત્યાર સુધી લગભગ રૂપિયા એક લાખના વચનો મળી ગયા છે. રૂપિયા અઢી લાખ ભેગા કરવાની ઉમેદ છે. આ ફંડનો ઉપયોગ મુખ્યત્વે પરમાનંદભાઇનું જીવનકાર્ય હતું તેવી પ્રવૃત્તિઓ પ્રબુદ્ધ જીવન, ’પર્યુષણ પર્વ વ્યાખ્યાનમાળા, વિગેરે માટે રહેશે. આ સંબંધે એક ટ્રસ્ટ કરવામાં આવશે,
આ અંકના મુદ્રણમાં જન્મભૂમિ મુદ્રણાલયે આપેલા સહકાર બદલ તેમનો આભાર માનું છું.
દીક્ષા આંદોલનનો અને સત્યાગ્રહને એમ પરમાનંદભાઇના બે ફોટાઓ શ્રી રતિલાલ શેઠે તેમની અંગત ફાઈલમાંથી કાઢી આપ્યા છે, તે બદલ તેમનો હું આભારી છું.
આ સ્મૃતિ અંકનું સંપાદન કરવામાં સંઘના મંત્રી, શ્રી ચીમનલાલ જે. શાહ, શ્રી સુબોધભાઇ એમ. શાહ તથા શ્રી ગીતાબહેન સૂર્યકાન્ત પરીખ અને શ્રી શારદાબહેન બાબુભાઈ શાહ તથા ભાઈ શાન્તિલાલ ટી. શેઠે મદદ કરી છે તે માટે તે સૌનો આભાર માનું છું.
૧૯-૫-૧૯૭૧.
સઘ
સમાચાર
તા. ૬-૫-૭૧ બુધવારની કારોબારીની સભામાં શ્રી પરમાનંદભાઇની ખાલી પડેલી જગ્યામાં શ્રી અમૃતલાલ જે. શાહની પૂરવણી કરવામાં આવી છે અને એ જ સભામાં ઉપ-પ્રમુખ તરીકે શ્રી રતિલાલ ચીમનલાલ કોઠારીને સર્વાનુમતે ચૂંટવામાં આવ્યા છે.
ચીમનલાલ ચકુભાઈ
તા. ૧૨-૪-૭૧ થી તા. ૧૫-૪-૭૧ સુધીની વસંત વ્યાખ્યાનમાળા સંપૂર્ણ સફળતા પામી અને ચારેય દિવસ ટાટા એડીટોરીયમ શ્રોતાઓથી ભરેલા રહ્યો. આ વ્યાખ્યાનમાળાના પ્રવચનોનું સંકલન આગામી અંકમાં કરવામાં આવશે.
૧૯૫-૭૧
બિરાદરી' અને શ્રી મુંબઇ જૈન યુવક સંઘના સંયુકત ઉપક્રમે શનિવાર તા ૮-૫-૭૧ સાંજના ૬ વાગે સંઘના કાર્યાલયમાં “બંગાલની કાલ, આજ અને આવતી કાલ” એ વિષય ઉપર શ્રી શિવકુમાર જોષીનો વાર્તાલાપ રાખવામાં આવ્યો હતો.
학자들
‘પ્રબુદ્ધ જીવન’નું તંત્રીપદ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહે સ્વીકાર્યું છે એ માટે અમે અમારો આનંદ વ્યકત કરીએ છીએ. ‘પ્રબુદ્ધ જીવન’ના હવે પછીનો અંક તા. ૧૫-૬-૭૧ના રોજ પ્રગટ થશે. ત્યાર પછી નિયમિત રીતે પ્રગટ થશે.
ચીમનલાલ જે. શાહ સુમેધભાઇ એમ. શાહ
મંત્રીઓ: મુંબઈ જૈન યુવક સંઘ