________________
પ્રશુક્ષ્મ જીવન
તા. ૧-૧૦-૧૯૭૧
છે. તીર આવવાના માર્ગ જો બંધ નહિ કરાય, તીર મારનારના પોા નહિ લગાવાય તે કાંઈ એક તીર કાઢી નાંખવાથી, ભ્રુગરી જવાશે નહિ; કોઈ બીજું તીર આવીને એ પક્ષીને વીંધી નાંખશે તેના પ્રાણ લેશે. આથી તીર જ્યાંથી —જે દિશાએથી આવ્યું હાય તે માર્ગ બંધ કરવા પણ જરૂરી.
સંયમ અને કરુણામાં આજ તફાવત છે. સંયમ તેના મૂળને -ઉદ્ભવસ્થાનને રોકે છે – બંધ કરે છે; જ્યારે કરુણા અને દયા એક વાર એક તીર ખેંચી કાઢીને જ કૃતકૃત્યતા અનુભવે છે. પરંતુ જ્યાં સંયમ નથી ત્યાં દયા અને કરુણા પણ શ્રેયસ સુધી નથી પહોંચાડી શકતી.
આચાર્ય બૌધિધર્મ ચીન ગયેલા ત્યારે ચીનના રાજા આચાના દર્શને આવેલા. એ રાજા ખૂબ જ ધાર્મિક રુચિવાળા હતો. બૌદ્ધધર્મના વિકાસ અને વિસ્તાર માટે તે રાજાએ ઘણું કર્યું હતું. આચાર્ય બોધિધમે નમસ્કાર કરીને રાજાએ પૂછ્યું : મે ં મારા જીવનમાં અનેક મંદિરો, વિહારો, અનાથાશ્નામે, દવાખાનાં, ધર્મશાળાઓ વગેરે બનાવરાવ્યાં છે. શું તે મારે માટે કલ્યાણકારી બની રહેશે ?
આચાર્ય બોધિધમે કહ્યું : ‘ના.’
રાજાને આચાર્યશ્રી આવેા જવાબ આપશે તેની તો કલ્પના પણ ન હતી. તેણે તો માનેલું કે આચાર્યશ્રી મારાં આ બધાં કાર્યોને ખૂબ જ શ્રેયસ્કર લેખાવશે. આથી પોતે ધાર્યા કરતાં જુદા જ જવાબ સાંભળીને તે રાજા દિગ્મૂઢ બની ગયો. તેણે હિંમત કરીને આચાર્યને પૂછ્યું : આર્ય! મેં ભગવાન તથાગતના સંદેશ ઘેર ઘેર પહોંચાડવા માટે મારા દૂતાને ઠેર ઠેર મોકલ્યા છે અને ભગવાન બુદ્ધની વાણીને લિપિબદ્ધ બનાવીને ( છપાવીને ) હજારો સ્થળાએ તે સાહિત્ય વહેંચાવ્યું છે. મારું આ કાર્ય કોયસ્કર બનશે?
જવાબ આપવામાં આચાર્ય પળભર થેાભ્યા. રાજા વિચારતા હતા કે આ વખતે તે અવશ્ય આચાર્ય મારા પર પ્રસન્ન થશે અને મારાં આ કાર્યને મહાન પુણ્યદાયી લેખાવશે. એટલામાં આચાયૅ ધીરે રહીને જવાબ વાળ્યો : 'ના'.
આ સાંભળીને જ રાજાની ધીરજ ખૂટી ગઈ અને તેને આચાર્ય પર મનમાં રોષ પણ જાગ્યો. તેને થયું કે આ તે કેવા આચાર્ય છે, જે મારાં હરેક પુણ્યકાર્યને બસ નકારતાં જ રહે છે; પરંતુ આચાર્ય ને સ્પષ્ટ રીતે કશું જ કહેવાની તેનામાં હિંમત નહોતી. આથી રાજાએ ફરી વિનમ્રભાવે આચાર્યને પૂછ્યું: ‘તો પછી કૃપા કરીને આપ જ ડ્રોસ્કર માર્ગ કયા છે તે બતાવા,’
આચાર્યે કહ્યું : શીલની સાધના એ જ શ્રેયનો માર્ગ છે. મંદિર, વિહાર, ધર્મપ્રચાર, શાસ્ત્ર, લેખન વગેરે તે કેવળ ઉલ્લાસકારી પ્રવૃત્તિઓ જ છે. શીલની સાધનાથી તેનું મહત્ત્વ વધશે; પરંતુ શીલ-સંયમ વિના આ બધાથી કોય થવાનું નથી.
ભારતમાં ધર્મ અને પુણ્યના નામે જેટલાં દાન થાય છે તેટલાં ભાગ્યે જ દૂનિયાના કોઈ દેશમાં થતાં હશે. આપણા દેશમાં કરોડો રૂપિયાનાં દાન-નિધિ ( ચેરીટેબલ ટ્રસ્ટ) છે. મજૂરી કરીને દસ રૂપિયા કમાવાનું કઠિન છે; પરંતુ આ દેશમાં એક ભિખારીને દસ રૂપિયાનું દાન સહેલાઈથી મળી રહે છે. આ દેશમાં દાન વડે જ બંધાયેલાં હજારો મંદિરો, શાળાઓ, કાલેજા, ધર્મશાળા, હાસ્પિટલો, અનાથાશ્રામે વગેરે નજરે પડે છે.
દાનની આટલી ઉદાર પરંપરા છતાં યે . ભારતમાં સામ્યવાદ અને નકસલવાદ જેવી ખતરનાક વિચારસરણીઓના ઉદ્ભવ એક મહાન આશ્ચર્યની વાત બની રહે છે. આનું એક માત્ર કારણ એ છે કે આ દેશમાં દાનનો પ્રવાહ અવશ્ય જોરદાર રીતે વહેતો રહ્યો છે; પરંતુ લોકોનાં જીવનમાં સંયમની પ્રતિષ્ઠા કરાઈ નથી. ભારતમાં એક વ્યકિત દાનમાં લાખો રૂપિયા અવશ્ય આપી શકે છે; પરંતુ તેને એમ કહેવામાં આવે કે તમેં કાળાંબજાર, નફાખોરી વગેરે રીતે પૈસા કમાવાનું બંધ કરો- પછી ભલે તમે કશું દાન ન કરતા. આ વાત તેને માટે સંભવિત નથી. આમ દાન આપવાનું તેને માટે સ્તંભવિત છે, પણ સંયમ કેળવવાનું સંભવિત નથી.
આ અ-સંયમે જ બુદ્ધિજીવી લોકોનાં દિલમાં ધર્મ પ્રત્યે નફરતની ભાવના પ્રગટાવી છે. આ અ-સંયમ જ દેશમાં તક સલવાદના જન્મદાતા છે.
લોકો જુએ છે કે આ લોકો તેમનું શાષણ કરીને જ ધનવાન બને છે. અને તેમને સૂકા રોટલાનો ટુકડો નાખીને એ ધનપતિએ દાન અને પુણ્ય રળતા હાય છે. વિલાસ પણ એ જ લોકો
{ {
૧૫૭
ભાગવે છે અને ધર્માત્મા પણ એ જ લોકો કહેવડાવે છે. આની પ્રતિક્રિયાએ જ લોકોનાં દિલમાં ધર્મ પ્રત્યેની અનાસ્થા પેદા કરી છે. આથી જ દેશમાં નકસલવાદને તેની પાંખ પસારવાનો મેકો મળેલ છે. આથી સાચી વાત તે એ છે કે સંયમના આધાર પર હાયતા જ કરુણા, દયા, જાપ, ઉપવાસ તથા અન્ય ક્રિયાકાંડોનું મૂલ્ય છે.
પૂર્વનું (પૂર્વના દેશનું જીવન ગરીબીધેર્યું હોવાથી પશ્ચિમ તરફ દોડ જઈ રહી છે; જ્યાં પાશ્ચાત્ય જીવન અમીરીથી છલકાતું હાઈ પૂર્વ તરફ દાટ દઈ રહેલ છે. પરંતુ પૂર્વ કદાચ પશ્ચિમ બની જાય અને પશ્ચિમ પૂર્વ બની રહે તો પણ આ સમશ્યાઓનું નિરાકરણ થનાર નથી; કારણકે પૂર્વે પેાતાની વૈજ્ઞાનિકષ્ટિ ખાઈ નાખી છે; જ્યારે પશ્ચિમ પાસે ધર્મ નથી. હવે જ્યારે પૂર્વ વિજ્ઞાન તરફ ધસી રહેલ છે ત્યારે પશ્ચિમ ધર્મની નજીક આવી રહેલ છે.
પરંતુ પૂર્વે પહેલેથી જ ધર્મમાં વૈજ્ઞાનિક દષ્ટિ ગુમાવેલ છે અને પશ્ચિમ વિજ્ઞાનથી ગળે આવીને માત્ર ધર્મને, બાહ્ય ક્રિયાકાંડાને જ પકડી રહેલ છે. આથી જો પૂર્વ કદાચ પશ્ચિમ બની જાય અને પશ્ચિમ માને કે પૂર્વ બની રહે પણ માનવતા પર ઊતરી આવેલું સંકટ દૂર થવાનું નથી—આ સંકટ જેમનું તેમ જ ચાલુ રહેશે. અંતમાં પણ એક નાનકડી કથા રજૂ કરું છું.
એક ગામમાં એક આસ્તિક અને એક નાસ્તિક રહેતા હતા. બન્ને મહાન વિદ્રાન, પોતપોતાના વિષયાના પ્રતિપાદનમાં વિલક્ષણ હતા; પરંતુ ગામલાકો પરેશાન હતા. ગામલોકો આસ્તિક પાસે જતા તો પોતે આસ્તિક બની જતા, કારણ એ આસ્તિકની દલીલો એવી હતી કે લોકોને આત્મા-પરમાત્મા, પુનર્જન્મ વગેરે બાબતામાં શ્રાદ્ધા બેસી જતી અને એ આસ્તિક જ સાચા છે અને પેલા નાસ્તિક ખોટો છે એમ લોકોને ઠસી જવું.
પરંતુ પેલા નાસ્તિક પણ કાંઈ કાચા પોચા નહોતા. તે પણ તેની પાસે જતા લાકો સમક્ષ એક એકથી ચડિયાતાં અને વજૂદવાળાં લાગે તેવાં પ્રમાણે અને તર્કો રજૂ કરતા, આથી લોકો દ્વિધામાં પડતા. તેમને થતું કે આસ્તિકે તેમને ગુમરાહ બનાવી દીધા છે. અને ખરેખર તો આત્મા–પરમાત્માનું અસ્તિત્વ જ સંભવતું નથી. આ નાસ્તિક સાચું કહી રહેલ છે. વળી પાછા તેઓ આસ્તિક પાસે પહોંચતા અને તે સારો લાગતા અને તેની વાત સાચી લાગતી.
આમ ગામ આખું હેરાન હેરાન થઈ રહ્યું હતું. સમજાતું નહોતું કે આમાં કોને સાચા માનવા અને કોને ખોટા? આથી એક વાર સૌ ગામલોકોએ મળીને વિચાર્યું કે એ બન્ને – આસ્તિક અને નાસ્તિક—મળીને કોણ સાચું અને કોણ ખોટું છે તેના નિર્ણય કરી લે તો જ તેમની આ આફતનો અંત આવે. આથી ગામલાકોએ તેમના પરની આ કાયમી આફ્તનો અંત લાવવા આસ્તિક અને નાસ્તિક બન્નેને સાથે બેસીને ચર્ચા કરાવવાના નિર્ણય કર્યો અને ચર્ચાઓના સમય પણ નક્કી કરી નાખ્યો.
ચર્ચાના નિયત દિવસે બન્નેને એક ઊંચા મંચ પર ચર્ચા કરવા બેસાડયા. તેમની સામે આખું ગામ બેઠું હતું. રાતભર ચર્ચા ચાલી. આસ્તિકે પોતાનાં મંતવ્યો રજ કર્યાં તે નાસ્તિકે પોતાની માન્યતાના ટેકામાં અનેક તર્કો રજ કર્યા. સવાર થવા આવ્યું. આજે આ બન્ને વિદ્રાના અવશ્ય એકમત થશે એવી ગણતરીએ લોકો રાચતા હતા, બન્નેની વાક્છટા પૂર્વ હતી. કેટલાક લોકો એમ માનતા હતા કે હવે આસ્તિક નાસ્તિક બની જશે અને કેટલાક ધારતા હતા કે ના, હવે તે નાસ્તિક જ આસ્તિક બની રહેશે. પરંતુ બન્યું એવું કે આસ્તિક નાસ્તિક થઈ ગયો અને નાસ્તિક આસ્તિક બની ગયો. આથી લોકો ખૂબ જ નિરાશ થયા. અને તેમની મુશીબત તો એની એ જ રહી.
પૂર્વ આજે ધર્મથી પરેશાન છે, તે પશ્ચિમ વિજ્ઞાનથી, આથી સમગ્ર માનવજાત પર એક સંકટ આવી પડયું છે. જો પશ્ચિમ પૂર્વ બની જાય અને પૂર્વ પશ્ચિમ બની રહે તો પણ માનવજાત પરનું એ સંકટ ઓછું થવાનું નથી. જ્યારે સંયમના આધાર હશે, વિજ્ઞાનની દષ્ટિ હશે. ત્યારે એ સંકટ દૂર થશે. બીજી રીતે કહીએ તે પાયામાં-આધાર તરીકે પૂર્વ હશે અને દૃષ્ટિમાં પશ્ચિમ હશે એટલે કે પશ્ચિમની દૃષ્ટિ હશે ત્યારે જ માનવજાત પરનું એ સંકટ દૂર થશે, અને ત્યારે જ માનવજાત એક મહાન વિનાશમાંથી ઉગરશે. મુનિશ્રી રૂપચન્દ્રજી