________________
તા. ૧૬-૮-૧૯૭૧
૧૨૧
આમ છતાં બ્રેઝનેવના અર્થની ચાવી તેમના પ્રવચન પૂર્વે અગાઉથી ૧૯૬૯ના મે મહિનામાં ‘ઈઝરિયાના એક લેખમાં આપવામાં આવી છે. એમાં એવું કહેવામાં આવ્યું હતું કે “જે દેશોએ સંસ્થાનવાદમાંથી પોતાનું સ્વાતંત્ર્ય મેળવેલું છે તે જ વિસ્તારવાદ અને સામ્રાજ્યવાદ સામેના તેમના પિતાના સંયુકત વિરોધ વડે શાંતિને મજબૂત કરશે. ” બેઝનેવે જે વિસ્તારવાદનાં બળોને ઉલ્લેખ કર્યો છે તે સ્પષ્ટપણે ચીન અંગેનો છે. સંખ્યાબંધ એશિયાઈ દેશે સામે ચાલબાજી ગોઠવવાનો તેમની રામે આક્રોપ છે. પિકિંગે તરત તેના જવાબમાં એ આકોપ કર્યો કે બ્રેઝનેવ રામાજ્યવાદને ઉકરડામાં કાંઈક શોધી રહ્યા છે.
જોડાણનો પ્રશ્ન રશિયા પોતે જેને વિસ્તારવાદી માનસ ધરાવતું હોવાનું માને છે તે ચીનને ખાળવાના પ્રયાસરૂપે જે કોઈ એશિયાઈ દેશો રશિયાની નેતાગીરી નીચે રાજકીય સંગઠનમાં જોડાવા તૈયાર હોય તેમને તેમાં જોડવા માગે છે. અમેરિકા પણ એવો પ્રયાસ કરતું રહ્યું છે. “એશિયામાં સોવિયેટ વિદેશનીતિની ભૂમિકા શું ?” એવા પ્રશ્નના જ્વાબમાં એક સેવિયેટ અધિકારીએ તાજેતરમાં એશિયામાંથી અમેરિકાની પિછેહઠના સંદર્ભમાં કહ્યું હતું કે “અમે તે ફકત ખાલી પડેલી જગાઓ જ પૂરીએ છીએ.” પણ રશિયા ચીનની જેમ જ આવું જોડાણ ઊભું કરવામાં સફળ થવાનો સંભવ નથી. અમેરિકા પણ તેમાં રાફળ થયું નથી જ. વધુ ને વધુ રાષ્ટ્રવાદી બનવા જતા એશિયાવાસીઓ કોઈ પણ રાષ્ટ્રની પતંગનું પૂંછડું બનવા માગતા નથી. પછી તે રાષ્ટ્રની વક્રી તાકાત ગમે તેટલી મોટી હોય કે આર્થિક મદદ માટેની તેની ઓફર ગમે તેટલી ઉદાર હોય.
અત્યારની ચિત્તા અત્યારે તે રશિયા અને ભારત બંને અમેરિકા અને ચીન વચ્ચેના રાજકીય સમાધાન અને પશ્ચિમ પાકિસ્તાનમાં જમણેરી સરકારને ચીનના ટેકા વિષે ચિત્તાતુર બનેલા છે. અમેરિકા તરફના ચીનના વલણમાં દેખીતી નરમાશને ઘણા નિરીક્ષકો અગ્નિ એશિયામાં અને છેવટે આફ્રિકામાં રશિયા, ભારત અને અમેરિકાના ભાગે પિતાનું સ્થાન બળવાન બનાવવાની લાંબા ગાળાના ચીનના કાર્યક્રમના પ્રથમ પગલા રૂપે નિહાળે છે.
કંઈક માનસિક ઉન્માદવાળો કોઈ સોવિયેટ અધિકારી બનાવાના નીચેના ક્રમની કલ્પના કરે તેવું બને: - (૧) અમેરિકા અગ્નિ એશિયામાંથી ખરેખર હટી જવા તૈયાર છે અને રશિયા સાથેના પોતાના મુકાબલાની જ ચિત્તા સેવે છે. તેવી ખાતરી થતાં ચીનાઓ કદાચ અમેરિકા સાથે અમુક અંશે એવી રસંવાદિતા સ્થાપવાની તક ઝડપી લે જે બન્ને રાષ્ટ્રને સંખ્યાબંધ રીતે ઉપયોગી થાય.
(૨) જો પ્રમુખ નિકસન અગ્નિ એશિયામાંથી તમામ અમેરિકન ટુકડીઓ પાછી ખેંચી લેવા ઉપરાંત પિતાના તમામ હવાઈદળ અને નૌકાદળના એકમોને પાછા ખેંચી લેવા તત્પર બને (આવી હિલચાલને કોંગ્રેસના નેતાઓ સહિત ઘણાખરા અમેરિકનો આવકારે) તે ચીને હેઈ સરકારને અમેરિકન યુદ્ધ કેદીઓને મુકત કરવાનું સમજાવવા પ્રયાસ કરે અને અમેરિકા સાથેના વેપાર વિસ્તારવા શકિતમાન. રામાધાનકારી વલણ અખત્યાર કરે, આથી રીન અને અમેરિકા બજોના હિતોની સેવા થાય અને કદાચ ચીન અમેરિકા સાથેનો વેપાર વિસ્તારવા શકિતમાન બને અને ચીન યુનોમાં પ્રવેશ કરવા પણ શકિતમાન બને. છેવટે એવી શકયતા પણ રાજય કે પાકિસ્તાનની બાબતમાં અને સોવિયેટ–ચીન ઘર્ષણ બાબતમાં પણ ચીન અને અમેરિકા વચ્ચે કંઈક સહકાર શકય બને.
(૩) પણ અગ્નિ એશિયાના ઘર્ષણનું સંભવિત સમાધાન આખરી પરિસ્થિતિનું માત્ર એક પાસું જ છે. ચીન (તેની પીંગપાંગ
મુત્સદ્દીગીરી છતાં માને છે કે “ચારેય સમુદ્ર હિલોળે ચઢયા છે અને પાંચેય ઉપખંડ ખળભળી ઊઠયા છે.” અને તેની સરકાર લશ્કરી દષ્ટિએ સાવધાનીયુકત પણ રાજકીય દષ્ટિએ આક્રમક એવી ક્રાંતિકારી નીતિ ચાલુ રાખવાની ધારણા રાખી શકાય.
ચીનને ઉદ્દેશ ચીનને પ્રાથમિક ઉદ્દેશ અરબી સમુદ્ર તથા બંગાળના ઉપસાગરમાં સંગીન ચીની હાજરી સ્થાપવાનો છે. આ રીતે ચીન રશિયા (અને અમેરિકાને પણ) ઘેરી લઈ શકે. અને પૂર્વ આફ્રિકાની હજારો માઈલ નજીક જઈ પહોંચે. પૂર્વ આફ્રિકા સમૃદ્ધ અને ઓછી વસતિવાળે પ્રદેશ છે. જેમાં કેટલાક વર્ષોથી ચીન વધુ ને વધુ રસ લઈ રહ્યું છે. આ ઉદ્દેશ ખાતર ચીન યુનું જોખમ ખેડવા અભ્યારે તૈયાર હોય એમ તે કોઈ માનવું જ નથી પણ વ્યાપક રીતે એવું માનવામાં આવે છે કે તે ચીનની વિશ્વવ્યાપી ભૂહરચનાને એક ભાગ છે. ભારતીય વર્તુળોના કહેવા અનુસાર પૂર્વ આફ્રિકામાં અત્યારે ૧૩૫૮૦ ચીનાઓ કામ કરી રહ્યા છે. એવી પણ કંઈક ભીતિ છે કે ચીન ઈરાનમાં એમનની તેમજ નાનાં ગેરીલા જથ્થાને ટેકો આપશે. આવી ચિત્તાથી પ્રેરાઈને જ તાજેતરમાં ભારતના અગ્રગણ્ય ચીની નિષ્ણાતને પૂર્વ આફ્રિકામાં મૂકવામાં આવ્યા છે.
() પૂર્વ પાકિસ્તાનમાં ચાલુ ઘર્ષણ ચીનને આ લક્ષ્યાંક ભણી સાવધાનીપૂર્વક આગળ વધવાની તક પૂરી પાડે છે. આ લડાઈએ પાકિસ્તાનના અર્થતંત્ર ઉપર અસહ્ય બાજો લાધ્યું છે. પૂર્વિય પાંખ સાથે કે તે વિના પાકિસ્તાન રાત્રે નાદારીની સ્થિતિમાં મુકાઈ જશે અને તેને જંગી મદદની જરૂર પડશે. પશ્ચિમ પાકિસ્તાનને ટેકો આપીને તથા ચીનીતરફી પાકિસ્તાની રાજપુરુષ સાથે સહકારથી કામ કરીને ચીન ત્યાં આખરે મજબૂત અને વર્ચસ્વવાળી હાજરી સ્થાપિત કરવા પ્રયાસ કરશે. શેખ મુજીબુર રહેમાનની ગેરહાજરીમાં પૂર્વ પાકિસ્તાન પણ નવી માઓ-તરફી નેતાગીરી માટે સારી તક પૂરી પાડે છે. (ભારત આ પરિસ્થિતિને ખાસ ચિન્તાની નજરે નિહાળે છે કેમકે આનાથી નિશ્ચિતપણે પૂર્વ પાકિસ્તાન અને પશ્ચિમ બંગાળના માકર્સવાદી પક્ષના માઓવાદીઓ ભેગા થાય. આમ થાય તે સ્વતંત્ર સંયુકત બંગાળ માટેનું ભારે દબાણ જન્મ. આથી ચીનને માટે બીજ લોભામણું લક્ષ્યાંક ઊભું થાય એટલું જ નહીં પણ તેનાથી ભારતની એકતા પર જ ખતરો ઊભા થાય.) -
એક દુઃસ્વપ્ન સંભવ છે કે આ ચિત્ર એક ખરાબ સ્વપ્ન જ પુરવાર થાય, પણ એમાં શંકા જ નથી કે અત્યારે ઘણા રશિયન અને ભારતીય નેતાઓ આ દુ:સ્વપ્ન જ નિહાળી રહ્યા છે. ઉન્માદનો ભાગ સામાન્ય રીતે નહીં બનનારાં કેટલાકનો પણ આમાં સમાવેશ થઈ જાય છે. આ ચિત્રને બહુ જ દૂરનું અને તાણીતૂસીને ઊભું કરેલું સમજીને તેને નકારી કાઢનારાઓને એ યાદ આપવા જેવું છે કે છેલ્લાં વીસ વર્ષમાં કેટલીક આવી જ અશક્ય ધટનાઓ’ એશિયામાં બની છે. દાખલા તરીકે સંસ્થાનવાદી શાસનનું ઓચિતું પતન, વિશ્વની ત્રીજી ઔદ્યોગિક સત્તા તરીકે જાપાનને નાટ્યાત્મક ઉદ્ભવ, ચીન રશિયન જૂથનું ભંગાણ અને અગ્નિ એશિયાના જાહેર કર્યા વગરના મોટા યુદ્ધમાં અમેરિકાનું સંડોવાઈ જવું-આ યુદ્ધમાં તો પ્રથમ વિશ્વયુદ્ધ જેટલાં અમેરિકનો માર્યા ગયેલા તેટલા જ અમેરિકને માર્યા ગયા છે.
રશિયા અને અમેરિકાને પરસ્પર સતત મુકાબલામાં સંડોવાઈ જવાને બદલે ઘણા સમાન પ્રશ્ન ચિત્તાઓ અને ઉદ્દેશોને સામને કરવો પડે તેમ છે. અત્યાર સુધીમાં દરેકને સમજાઈ ગયું હશે કે ભારત પર અને એશિયા પર પ્રભાવ પાડવાની તેની પોતાની શકિત મર્યાદિત જ છે. આપણે (અમેરિકા) એ પાઠ આકરા અનુભવે શિખ્યા છીએ અને સામાન્ય રીતે સાવધાનીથી આગળ વધનારા રશિયન નેતાઓ આપણી ભૂલનું પુનરાવર્તન કરે તે સંભવ નથી.
આશા રાખીએ આ સમય જતાં (કદાચ કોઈની ઘટનાની અણધારી મદદથી) આપણે આશા રાખીએ કે રશિયા ભારતમાં પોતાની અત્યારની બિનઅસરકારક ઠંડા યુદ્ધની નીતિ છોડી દેશે અને સોવિયેટ વર્ચસ્વવાળા વિશ્વનું લેનિનવાદી સ્વપ્ન બાજુએ મૂકી દેશે. આખરે ચીનના પંડિતે પણ એ સમજશે કે અગ્નિ એશિયા અને આફ્રિકાના અશાંત જળમાં માછલી પકડવાના તેમના પ્રયાસો નિષ્ફળ અને ભયજનક છે.