________________
4°
૯૮
પ્રભુ જીવન
સર્વધર્મ સમભાવ અને મમભાવ-વ્યાપક અમાં
જીવનનું અને જગતનું સંચાલન અને નિયમન કરનારા તત્ત્વ કે તત્ત્વોની શેંધ કરવાના અને માનવીના આચાર-વિચારન વિશુદ્ધ કરી તેના નિત્ય જીવનમાં સ્નેહ, શાંતિ ને સહકાર પ્રગટાવવાના હેતુથી ધર્મ અને સંપ્રદાય નિર્માણ થયા હશે એમ લાગે છે. જો વૈજ્ઞાનિક દષ્ટિએ વિચારીએ તે પ્રથમ સત્ય શોધવાનો અને પછી તે આચરવાના આ પવિત્ર પ્રયોગ ગણાય. ધર્મને અર્થવિસ્તાર જોતાં વિશાળતા અને વ્યાપકતાના ભાવ પ્રગટે છે, અનેં સંપ્રદાયના વિચાર કરતાં મર્યાદિત મંથન-સંકીર્ણતાનો ખ્યાલ આવે છે. આ બંને શબ્દા ઘણી વાર એક જ અર્થ પ્રગટાવીને વિચારક્ષેત્રે મૂંઝવણ પણ પેદા કરે છે.
દરેક ધર્મની સાથે તેનું તત્ત્વજ્ઞાન અને દરેક સંપ્રદાય સાથે આચાર-વિચાર તથા ક્રિયાકાંડ સંકળાયેલા રહે છે. આમાં ભિન્નતા હાય તે તદ્દન સ્વાભાવિક છે. વિજ્ઞાનીઓના પ્રયોગમાં પણ એમ જ બંને છે. અત્યારે અવકાશમાં જે સંશાધન ચાલી રહ્યું છે તેમાં સીધી રીતે તા રશિયા અનેં અમેરિકા જ બહાર પડયાં છે, પરંતુ વિજ્ઞાનમાં આગળ વધેલા અને આગળ વધવા મથતા લગભગ બધા દેશના અમુક વિજ્ઞાનીએ પાતાની પ્રયોગશાળામાં તે આ વિષયના સંશોધનનું કાર્ય કરે જ છે. અમુક પ્રકારના અભ્યાસ, પ્રયોગ અને સ્ફૂરણાને આધારે વિચારપૂર્વક આ કાર્ય થતું હોય છે. આનાં કાર્યક્ષેત્રે નિરાળાં હોય, સંશોધનની પ્રક્રિયા અને તે માટેના પ્રયોગો પણ જુદા હોય, પરંતુ બધાનું ધ્યેય તે કુદરતનું રહસ્ય પામવાનું, તત્ત્વ શેાધવાનું, એટલે કે ચોક્કસ વિષયમાં સત્યનો સાક્ષાત્કાર કરવાનું જ હાય એમાં શંકા નથી. આમાં માનવજાતના કલ્યાણના ભાવ જો મુખ્ય હોય, અને તે જ હોવા જોઈએ, તે આ બધા પ્રયોગવીરો વચ્ચે, અને જે રાષ્ટ્રો આ પુરુષાર્થ કરતા હોય તે રાષ્ટ્રો વચ્ચે પણ, ‘સર્વધર્મ સમભાવ’અનેં ‘સર્વધર્મ મમભાવ' જેવી સહકારની તથા એકત્વની ભાવના પ્રગટવી જોઈએ. હા, પેાતાની સિદ્ધિદ્વારા સત્ય નહિ, પરંતુ અન્ય કંઈ સાધવું હોય અને રાષ્ટ્રાભિમાન જ કેળવવું કે પાપનું હોય તે સમભાવમમભાવના વિચાર તેઓ ગ્રહણ કરી શકે નહિ.
‘પ્રબુદ્ધ જીવન’ના તા. ૧ જુલાઈના અંકમાં સર્વધર્મ સમભાવ અને મમભાવના સૂત્ર અંગે શ્રી બ્રોકરનું દૃષ્ટિબિંદુ રજૂ થયું છે તે ખરેખર વિચારણીય છે, પરંતુ ધર્મના એક અર્થ અને ઉદ્દેશ આત્મા-પરમાત્મા અને જીવન-મરણનાં ગૂઢ તત્ત્વોની શેધનો હોય; અને બીજો અર્થ નીતિ, સદાચાર અને સદ્ગુણાના પ્રાગટયન હાય તે પહેલા ગર્ભમાંથી નિષ્પન્ન થતા વિચારો, તે અનુસાર બંધાતી માન્યતારા અનેં જે નમ્રતાપૂર્વકની જાગૃતિ પણ હોય તે, તે માટે થતા પ્રયોગો તથા પ્રયત્નોને આપણે તત્ત્વજ્ઞાનરૂપ સમજવા જોઈએ. આમાં ભિન્નતા હોય, ભેદ હાય, કોઈક વાર વિરોધ પણ હાય. પરંતુ એ, અથવા એ પણ, સત્યની જ શેાધ છે, તત્ત્વની જ ખાજ છે. એમ જો સમજીએ તો સમભાવ અને મમભાવની ભાવનાથી આપણે તેનું નિરીક્ષણ-પરીક્ષણ કરી શકીએ.
ધર્મના જે બીજો અર્થ પ્ર્યો છે-નીતિ, સદાચારઅને સદ્ ગુણાના પ્રાગટયના તથા પ્રસારને, તે તે સૌને સ્વીકાર્ય બને એમાં શંકા જ નથી. જગતના બધા ધર્મો સત્ય, પ્રેમ, સંયમ, ત્યાગ, વૈરાગ્ય, મા, ઉદારતા, સહિષ્ણુતા વગેરેનું સમર્થન કરે છે. ધર્મ અને સંપ્રદાયાના અનુયાયીઓ વચ્ચે જ્યારે કોઈ મુદ્દા પર અથડામણ થાય છે,
રમખાણા જેવી સ્થિતિ સર્જાય છે ત્યારે તેનું કારણ, એ ધર્મના તત્ત્વજ્ઞાનનું સત્ય શેાધવા માટેના તેના ભિન્ન પ્રયોગાનું નથી હોતું તેમ સદ્ ગુણ પ્રગટાવનારો તેને આચારધર્મ પણ નિમિત્તરૂપ નથી બનતો, પરંતુ સાંપ્રદાયિક સંકુચિતતામાંથી પ્રગદેલી વિચાહીન સ્પર્ધા, ઈર્ષ્યા, અને તેથીયે વધુ તા તેના આગેવાનોએ પ્રગટાવેલું ઝનૂન જ કારણભૂત બનેલાં હોય છે. આ સ્પર્ધા, ઈર્ષ્યા અને ઝનૂનના નિવારણ માટે સર્વધર્મ સમભાવ અનેં મમભાવની ભાવના પ્રસારવી જરૂરી છે. આપણા વિચારમાં શિથિલતા ન આવે, એટલે કે સત્યશેાધનના બીજાના પ્રયોગ પ્રત્યે સમભાવમમભાવથી નજર રાખવા છતાં આપણા પ્રયોગની તથા અન્યના પ્રયોગોની અવગણના ન થાય અને દરેક પ્રયોગનું મૂલ્ય સ્વતંત્ર ને સ્વચ્છ દૃષ્ટિબિંદુથી આપણે કરી શકીએ તે જરૂરી છે જ; પરંતુ સત્યશોધકમાં અનિવાર્ય રીતે આવશ્યક એવી નમ્રતા, ઉદારતા, મનની વિશાળતા અને સહકારની ભાવના માટે સમભાવ નેં મમભાવનું ઘણું મૂલ્ય છે તે લક્ષમાં રહેવું જોઈએ. ‘તત્ત્વસંશોધનના દરેક પ્રયોગ મારા જેવી વિશુદ્ધ નિષ્ઠાથી થઈ રહ્યો છે' એવા ભાવ કેળવવાથી સત્યશેાધનની પ્રક્રિયામાં અંતરાય પેદા થતા નથી, પરંતુ તેમાં બળ ઉમેરાય છે અને સત્ય કે તેના વંશ જે કોઈ શોધી કાઢે તેને આપણે બિરદાવી શકીએ છીએ તેમ જ તે દ્નારા ને સત્યનો હૃદયથી સ્વીકાર પણ કરી શકીએ છીએ.
સામાજિક, રાજકીય અને આર્થિક વિચારસરણીને ક્ષેત્રે એકબીજા સામે જીવનમરણના જંગ ખેલતી મહાસત્તાઓ પણ અવકાશક્ષેત્રના સંશોધનમાં તે સહકારના જ ભાવ કેળવી રહી છે, અને એકબીજાના સફળ પ્રયોગને તથા સાહસનેં તે બિરદાવે છે તેના મૂળમાં પણ સમભાવ અને મમભાવનું તત્ત્વ જ કામ કરે છે. આપણે ધ્યાનમાં રાખવા જેવું છે કે આ જ મહાસત્તા સંહારસાધનાની શોધમાં આવું વર્તન દાખવતી નથી. સ્પર્ધા તે બંને ક્ષેત્રે થાય છે, પરંતુ સમભાવ નેં મમભાવ તે માનવકલ્યાણના પ્રયોગક્ષેત્રમાં જ છે. આપણે જે ક્ષેત્ર વિષે વિચારીએ છીએ તે ધર્મ-તત્ત્વજ્ઞાનના ક્ષેત્રના વિવિધ પ્રયોગાના હેતુ સત્યશોધન અને આત્મક્લ્યાણ સિવાય બીજો હોઈ શકે નહિ, એટલે ત્યાં તે સમભાવ નેં મમભાવ કેળવવા ને પાપવા અત્યન્ત જરૂરી છે.
૫૦૧ ૧૫૦૧
૫૦૧
૦૧
૩૩૯૯
10
તા. ૧૬-૭–૧૯૭૧
મેહનલાલ મહેતા–સોપાન
સ્વ. પરમાનદ કાપડિયા સ્મારક નિધિમાં આજ સુધીમાં ભરાયેલી રકમા
૧,૧૯,૬૭૧ અગાઉ પ્રકટ થઇ ગયેલી રકમા
૫૧ શ્રી કેશવલાલ બુલાખીદાસ
39
૨૦૧ ચુનીલાલ નારણદાસ વોરા
બાલકૃષ્ણ કે. મહેતા
હરિચંદ એલ. મહેતા-કોલ્હાપુર ” જોરમલ મંગળજી મહેતા
લલિતાબહેન લાલભાઈ શાહ પાંચસોથી નીચેની રકમ
૧,૨૬,૦૭૬
હજુ ઘણાં મિત્ર-સ્નેહીઓનો ફાળો આવવો બાકી રહે છે, જેમણે હજુ સુધી પેાતાનો ફાળા ન મોકલ્યો હોય તેમને સત્વર મેાકલી આપવા વિનંતિ કરવામાં આવે છે.
લી. ચીમનલાલ ચકુભાઈ શાહ પરમાનંદ કાપડિયા સ્મારકનિધિ વતી
માલિક શ્રી મુંબઈ જૈન યુવક સધઃ મુદ્રક અને પ્રકાશક : શ્રી ચીમનલાલ જે. શાહ. પ્રકાશનસ્થળઃ ૩૮૫, સરદાર વી.પી. રોડ, મુંબઇ-૪. ટે. નં. ૩૫૦૨૯૯ મુદ્રણૢસ્થાનઃ ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કાટ, મુખ—૧