SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ અબુ જીવન તા. ૧૧-૭-૧૯૭૧ - - - - - - - == = તેમની રાજ્યપાલશ્રી તરીકેની સ્મૃતિ ગુજરાતમાં તે અંગે જરૂર સંઘરાઈ રહેશે.” પરંતુ આ પ્રકારની દક્ષતા તેમને ગાંધીવાદીની વિશિછતા નથી લાગતી! શ્રીમન્નનારાયણ ગુજરાતને સ્વચ્છ નિષ્પક્ષ અને કાર્યક્ષમ તંત્ર આપશે તે પણ અત્યારના સંજોગોમાં નાનીસૂની વાત નથી. ન ચીમનલાલ ચકુભાઈ આચાર-વિચાર રાજ્યપાલશ્રી ઘંટીએ દળે છે - સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિ તરફથી ગાંધીનગરમાં ખાદી ભવનને આરંભ-સમારંભ તા. ૨૪મીએ જ હતા. એનું ઉદઘાટન કર્યા બાદ રાજયપાલશ્રી શ્રીમન્નારાયણે પોતાના અંગે ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે છેલ્લાં દસ વર્ષથી પિતાના હાથે ઘંટી પર દળેલા લોટની રોટલી ખાઉં છું. એનાથી જરૂરી કસરત મળી રહે છે અને હાથદળના કારણે અનાજનાં પૌષ્ટિક તત્ત્વો જળવાઇ રહે છે. હું ગાયનું જ ઘી વાપરું છું. રાજભવનમાં પણ ગાયનું ઘી વાપરવામાં આવે છે. એમણે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે પોતે દેખાવ કરવા દળતા નથી. તે અંગે શ્રી રવિશંકર મહારાજે જણાવ્યું હતું કે હું એક વખત રાજભવન ગયે તે જોયું કે શ્રીમન્નારાયણજી અને મદાલસા બહેન સામસામાં ઘંટી ઉપર બેસી દળતાં હતાં. તે સમાચાર બીજે દિવસે છાપામાં પ્રગટ થયા. તેના સંધાનમાં તા. ૨૬ મીના 'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’ના અંકમાં ધંટીએ દળતાં તે બંનેને ફેટો પ્રસિદ્ધ થયો છે. રાજયપાલશ્રી દેખાવ ખાતર દળતા નથી તે સ્વીકારી લઈએ તે પણ એ સવાલ ઊભો થયા વિના રહેતા નથી કે એમાં ગાંધીવાદ આચારના સનાતનીપણાથી વિશેષ શું છે? ગાંધીજી પોતે દળતા હતા. અને અનાજ વણ વીણતા હતા. આ પાછળનો એમને હેતુ શ્રમને ગૌરવ આપવાનો અને એ અંગે બુદ્ધિજીવી વર્ગને શરમ ન હોવી જોઇએ તેવો નવો આચાર ઊભું કરવાનો હતો. ખાદી દ્વારા લાખ ગરીબ, બેકાર, અધબકારને રોજી આપવાનો અને વાપરનારાઓમાં સમભાવ પેદા કરવાના હેતુ હતો. એ જ રીતે દેશી માલને ઉત્તેજન આપી દેશના ઉદ્યોગને પ્રોત્સાહન આપવાને હતો. તે પરંતુ ખેદ સાથે આપણે સ્વીકારવું જોઇએ કે શ્રેમને ગૌરવ પ્રાપ્ત થયું નથી. એ પહેલાંના જેટલું હલકું કામ ગણાય છે. શ્રમના ગૌરવની જે વાત કરે છે તેમાંથી મોટા ભાગનાના જીવનમાં તેનો અમલ થતો જોવા મળતો નથી. બુદ્ધિની કક્ષાએ તેમણે પ્રામાણિક સ્વીકાર કરેલ હોય તે પણ આચરણની કક્ષાએ તે પહોંચેલ જોવા મળતો નથી. ખાદીનું કાર્ય રોજી આપવા પૂરતું આર્થિક રહ્યાં છે. બાકી જે ખાદી ઉત્પાદન કરે છે તે કામદારો એને પહેરતા નથી. સતું મિલનું કાપડ પહેરે છે. જે ખાદી પહેરે છે તેમાં બે ત્રણ પ્રકાર છે. એક સાદાઈને વરેલે નાનું સરખું રચનાત્મક વર્ગ, બીજે કાંગ્રેસી તરીકે યુનિફોર્મરૂપે પહેરતે વર્ગ. કોંગ્રેસના ભાગલા પછી શાસક કેંગ્રેસે તેને ફરજિયાત ગણી નથી તેવી સ્થિતિ જોવા મળે છે અને એ જ હવે મુખ્ય કેંગ્રેસ બની રહી છે. આથી જુના કોંગ્રેસી ખાદીને વળગી રહેશે તે પણ નવા તેને અપનાવશે નહિ. ત્રીજો વર્ગ નથી રચનાત્મક સાદાઇવાળો કે નથી કોંગ્રેસી, પણ ગાંધીયુગમાં ખાદી પહેરતે થયેલ તેણે એને ચાલુ રાખી છે. પરંતુ એની પાછળ જે સાદાઇની, સમાનતાની અને સર્વોદયની ભાવના અભિપ્રેત છે તે ખાદીધારીઓના જીવનમાં મોટે ભાગે જોવા મળતી નથી. આથી તે એક રસનાતની આચારની ગરજ સારે છે તેમ કહી શકાય. આ અંગેને એક જાણીતે સટ ટુચકે છે. એક દર્દીને વૈદરાજ દવાનાં પડીકાં આપતા હતા. દર્દી ફરીથી દવા લેવા ગયા ત્યારે વૈદરાજને કહ્યું કે પડીકોને કગળ તમે જાડે વાપરે છે. તેને બદલે પાતળા કાગળમાં પડીકાં વાળી આપો. વૈદ્યરાજને આશ્ચર્ય થયું કે એને જાડા કે પાતળા કાગળ સાથે શી નિસ્બત? પડીકું ફાટી ન જાય માટે જાડો કાગળ વાપરું છું તેની એણે કદર કરવી જોઇએ. દર્દીએ એમના આશ્ચર્યને કરુ ણતામાં ફેરવી નાંખતાં કહ-દવા કડવી લાગે છે એટલે તે ફેકી દઉં છું અને પડીકાનો કાગળ ખાઇ જાઉં છું! જાડા કરતાં પાતળા કાગળ હોય તો. ચાવતાં ફાવે. - કડવી દવા દર્દીઓ ના છૂટકે પી જતા હોય છે પણ જીવનનાં ઉચ્ચ મૂલ્યો એવાં કડવાં હોય છે કે એને આચરવાં વખ જેવાં થઇ પડે છે. આથી એના જે આચારો નક્કી થયા હોય છે તેને પાળીને મૂલ્ય પાળ્યાને સંતોષ લેવાય છે. આચારનું મહત્ત્વ પડીકાંના કાગળ જેવું છે. ઉરચ મૂછો દવા જેવાં છે. પરંતુ એ કડવાં લાગે છે એટલે તેને જતો કરવામાં આવે છે અને આચાર પાળીને મૂલ્ય પાળ્યાને સંતોષ લેવાય છે. ગાંધીમૂલ્યની સ્થિતિ પણ આજે એવી થઈ છે. મંદિરમાં જવામાં જ જેમ ધર્મ સમાઈ જતો નથી તેમ ખાદી પહેરવામાં, કાંતવામાં, દળવામાં કે ગાયનું ઘી કે ઘાણીનું તેલ વાપરવામાં ગાંધીમૂલ્ય સમાઈ જતાં નથી. આજે એ ગાંધી સનાતની આચાર થઈ પડયો છે. રાજયપાલશ્રી ભલે દેખાવ ખાતર દળવાને આચાર ન કરતા હોય, પરંતુ એ ગુજરાતમાં રાજયપાલશ્રીની હેસિયતથી આવ્યા છે. ગાંધીવાદી રાજયપાલ તરીકે એમણે રાજભવનની એવી કોઈ સાદાઈની છાપ ઊભી કરી છે? રાષ્ટ્રપતિ શાસન આવ્યા પછી એમણે દેશી ગાડી વાપરવા માંડી છે, તો તે અગાઉ એ વાપરવામાં વાંધે કયાં આવતું હતું? સરકાર તરફથી રાજયપાલ તરીકે એમને માન્ય ખર્ચા કરવાને હક્ક છે. પરંતુ ગાંધીવાદી તરીકે જાહેર નાણાંને ઉપયોગ કરકસરભર્યો અને બિનજરૂરી ન થવું જોઈએ તેવી નવી પરિપાટી રાજભવનમાં ઊભી થઈ છે ખરી? ગાંધીવાદી તરીકે એ એવી કઈ છા૫ રાજયપાલશ્રી તરીકે મૂકી જવાના છે કે ગુજરાત તેમને યાદ કરશે? | ગુજરાતમાં રાષ્ટ્રપતિ શાસન દાખલ કરવાના પ્રસંગે એમણે જે તટસ્થતા બતાવી અને તે પછી વહીવટમાં જે ગતિ લાવવાનું કાર્ય કરી રહ્યા છે તે જરૂર આવકારપાત્ર છે. એમની રાજયપાલશ્રી તરીકેની સ્મૃતિ ગુજરાતમાં તે અંગે જરૂર સંઘરાઈ રહેશે. પરંતુ એ પ્રકારની દક્ષતા એ ગાંધીવાદીની વિશિષ્ટતા કહી ન શકાય. પાંજાબમાં વિધાનસભાનું વિસર્જન કરી રાષ્ટ્રપતિ શાસન દાખલ કરવાની ભલામણ કરનાર રાજયપાલશ્રીનું પગલું પણ એવું જ ધ્યાનપાત્ર બન્યું છે. આપણે ત્યાં સનાતની આચારને નાહક મહિમા થતો આવ્યું છે. એ માનસની સમાજ ઉપર કેવી મોટી પકડ છે તે ગાંધીવાદી આચારે એવું સનાતનીપણું શરૂ કર્યું છે તે બતાવી આપે છે. બાકી કસરત તરીકે જેમ કઈ રમત રમે, વ્યાયામ કરે એ જેમ નોંધપાત્ર ગણાતું નથી તેમ રાજયપાલશ્રી કસરત તરીકે દાંટી ફેરવે તે મહત્ત્વનું ગણાવું ન જોઈએ. બાકી ઘર-વપરાશની ઈલેકટ્રિક દાંટી આવે છે તેનાથી લેટ ગરમ થઈ જતો નથી અને પૌષ્ટિક તત્ત્વો જળવાઈ રહે છે. કેવળ એ લાભ ખાતર હાથે દળવાની જરૂર ન ગણાય. રાજભવનમાં એવી દાંટી વસાવવાનું મુશ્કેલ નથી. આપણે ત્યાં માણસનું મૂલ્ય તે જે કાર્ય કરતો હોય તેનાથી કરવાને બદલે એ કેવા રગાચારો પાળે છે તેનાથી થતું હોવાથી સમાજમાં દંભ વધી ગયો છે. એમાંથી સમાજને બહાર કાઢવું હોય તે દઢ , આચારના મહિનામાંથી બહાર નીકળવું જોઇશે. એ કહેવા પાછળ રાજયપાલશ્રીને હેતુ પિતાને મહિમા કરવાને નહીં હોય અને કામનો કે સાદાઈને મહિમા કરવાને હશે, તે પણ તે એનાથી સરતો નથી. કેવળ સમાજનાં ચાલ્યા આવતા સનાતની આચારને ખોટો મહિમા થાય છે. ઈશ્વર પેટલીકર
SR No.525956
Book TitlePrabuddha Jivan 1971 Year 32 Ank 17 to 24 and Year 33 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1971
Total Pages312
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy