SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૦ પ્રબુદ્ધ જીવન તા. ૧૯-૭-૧૯૧ આપણે આપીએ છીએ તે એમને વધુપડતો લાગે છે. પરંતુ એટલું સ્પષ્ટ છે કે સામાજિક તેમજ રાજકીય બોજ તે આપણે એકલાએ જ ઉપાડવાનું રહેશે. અને ભગવાન જ છે કે આ બોજો આર્થિક બજ કરતાં કાંઈ કેટલાયે વધારે ભારે છે. - વિદેશના સંઘે પાકિસ્તાનને હાલતુરત મદદ ન આપવાને જે નિર્ણય કર્યો છે તે આવકારદાયક છે. તેમ છતાં કોઈ દેશ પોતે એકલે મંદદ કરવા માગે છે તેના પર પ્રતિબંધ નથી. વળી, એક વાર બાંગલા દેશમાં નામની પૂતળા સરાર ઊભી કરી દેવાય, પછી આખા સંઘ પણ મદદ કરવા તૈયાર નહીં જ થાય એમ કહી શકાય નહીં. સંક્ષેપમાં, મારી નાખીયે યાત્રાની છાપ એ છે કે બીજા કોઈ આપણા માટે આપણી મુસીબતને ઉકેલ લાવી આપશે તેવી આશા ખાટી છે. જે કાંઈ કરવાનું છે તે આપણે જ કરવાનું છે. બીજું આપણે એ વિચારી લેવાનું છે કે બાંગલા દેશમાં જનતાનું દમન ચાલુ રહે તે, તથા તેને લીધે જે આર્થિક, રાજકીય તેમજ સામાજિક પરિણામે આવે તે, આપણા રાષ્ટ્રીય હિતમાં છે ખરાં? પાકિસ્તાન તૂટી જાય તે આપણા રાષ્ટ્રીય હિતમાં છે કે નહીં, એમ પૂછવા જેવું ૨ના નથી. ચાહ્યાખા અને તેના સલાહકાર પોતાના દેશને તેડી નાખવામાં સફળ થઈ ચૂકયા છે. તેમાં હવે કાંઈ બાકી રહ્યું નથી. સવાલ એ છે કે 'પશ્ચિમ પાકિસ્તાન હજીયે પાશવી બળથી બાંગલા દેશ ઉપર કબજો જમાવી રાખવાનો પ્રયત્ન કરે, અને તેનાં માને અને ભવિષ્યમાં જે પરિણામે રમાપણને પણ ભોગવવામાં આવે, ત્યારે શું આપણે કેવળ હાથ જોડીને બેઠા રહી શકીશું? મારા પૂરતું કર્યું કે આ બાબતમાં હું મારા મનમાં બિલકુલ ૨૫ષ્ટ છું. હવે પગલું ભરવામાં વિલંબ કરવા એ ભારતના રાષ્ટ્રીય હિતને ભરે દ્રોહ કરવા બરાબર લેખાશે. ગઈ કાલે યાહ્યાખોરને જે નિવેદન કર્યું છે, તેના પરથી હવે એટલું સાવ સ્પષ્ટ થઈ જાય છે કે બાંગલા દેશમાં એમણે જે સમસ્યા ઉભી કરી છે તેને કોઈ રોષકારક રાજકીય ઉકેલ લાવવાની ને તે એમની ઈછા છે, ન શકિત છે. બાંગલા દેશના ચૂંટાયેલા નેતાઓ સાથે કોઈ સમાધાન ઉપર ૨નાવવાનું તે વિચારતા જ નથી. ઊલટાના તેઓ તે નવી ચૂંટણીના એક ફારસ ઊભું કરવા માગે છે, કે જેથી કાયદેસરને કંઈક સેહામણો રોપ આપી શકાય. પાકિસ્તીનના અત્યારના માંધાતાઓ હવે બાંગલા દેશ પ્રત્યેના પિતાના વલણમાં ફેરફાર કરે તેવી રમાશા રાખવી વ્યર્થ છે. આને લીધે જ આ સવાલને કોઈ રાજકીય ઉકેલ આવવાની આશા પહેલાં કરતાં વધારે ઝાંખી થઈ છે. - આ ભારે ગૂંચવણભરી કટોકટીમાં આપણાં વડા પ્રધાને જે સંયમ, દૂરંદેશી તેમ જ રાજનીતિજ્ઞતાપૂર્વક કામ લીધું છે, તેમાં મને વિદેશમાં જે કઈ મળ્યા તે ભારોભાર વખાણ કરતા હતા. હું પણ એમના વલણની પ્રશંસા કર્યા વિના રહી શકતા નથી. પરંતુ એમણે હવે નક્કી કરી લેવાનું છે કે પગલું ભરવાને રામય હજી પાક છે કે નહીં. પૂર્વ બંગાળીઓને પાકિસ્તાનના સિતમમાંથી ઉગારવાના અને એમની કંટાયેલી લોકશાહી એમને પાછી આપવાના છે પોપકારી હેતુને. લીધે નહીં પણ આપણા પોતાના હિત ખાતર પગલું ભરવાની અનિવાર્યતા ઊભી થઇ છે. યાહ્યાખાને પોતાની આંતરિક અરાજકતાની આપણા દેશમાં નિકાસ કરી દેતા અટકાવવા જોઇએ. આપણા હિસાબે અને જોખમે પિતાની વસ્તીની ફેરવહેંચણી કરતા એમને રોકવા જોઇએ. તદુપરાંત સૌથી વિશેષ તે આપણી રાષ્ટ્રીય સલામતી તથા આપણી રાજકીય, આર્થિક તેમજ સામાજિક સંસ્થાઓ અને પ્રણાલિકાના સંરક્ષણ ખાતર પગલું ભરવાની જરૂર છે હું માન્ય કરું છું કે પગલું ભરવા માટે કઈ ઘડી યોગ્ય છે, તેને નિર્ણય વડા પ્રધાન પિતે જ કરી શકે, કારણ કે તેઓ એકલાં જ બધી બાબતોથી પૂરતાં માહિતગાર હોય અને જુાં જુદાં પાસાંની બધી બાજુએથી મુલવણી કરવાની સ્થિતિમાં તેઓ જ હોય. તેમ છતાં મારા જેવા એક સામાન્ય નાગરિક સામે પણ પાયાની વિચારણીય બાબતે સ્પષ્ટ છે, અને તેના આધારે જ હું આ પગલું ભરવા માટેની હિમાયત કરી રહ્યો છું. જયપ્રકાશ નારાયણ પ્રકીર્ણ નેંધ રાજસ્થાન રાજસ્થાનમાં આશ્ચર્યજનક અને રહસ્યમય ઘટના બની છે. શ્રી મેહનલાલ સુખડિયાએ દેખીતી રીતે, સ્વેચ્છાએ મુખ્યપ્રધાનપદેથી રાજીનામું આપ્યું છે. ઉપરથી જોઈએ તે આવી રીતે રાજીનામું આપવાનું શ્રી સુખડિયાને કોઈ કારણ ન હતું. કેંગ્રેસ વિધાનસભા પક્ષની બહુમતિને વિશ્વાસ તેમણે ગુમાવ્યો નથી. મંત્રીમંડળના તેમના સાથીદારો સાથે એવું કોઈ તીવ્ર મતભેદ જાણે નથી. ૧૭ વર્ષ સુધી સતત લગભગ એકચકે રાજ્યની ધુરા તેમણે સંભાળી છે. અને એકંદરે એક કુશળ નેતા તરીકેની પ્રતિષ્ઠા મેળવી છે. એવા સંજોગોમાં, સ્વેચ્છાએ સત્તાત્યાગ સ્વાભાવિક રીતે પ્રશંસાને પાત્ર થવો જોઈએ; ખાસ કરી, જ્યારે દેશભરમાં સત્તા - લાલસાનું આટલું પ્રાબલ્ય છે; ત્યારે. શ્રી સુખડિયાએ કહ્યું કે તેઓ અંતરના અવાજથી Unr cr urge - સત્તા છોડે છે અને શાસક કેંગ્રેસને સંસ્થાકીય રીતે મજબૂત કરવા પિતાની સેવા આપશે. વિધાન સભાના ઘણા સભ્ય અને મંત્રી મંડળના તેમના સાથીઓએ ઘણે આગ્રહ કરવા છતાં શ્રી સુખડિયા પોતાના નિર્ણયમાં મક્કમ રહ્યા છે. આ સ્થાન ઉપર ચાલુ રહેવા શ્રીમતી ઈન્દિરા ગાંધી અથવા શાસક કોંગ્રેસના વરિષ્ઠ મંડળે શ્રી સુખડિયાને બહુ આગ્રહ કર્યો જણાત નથી. શ્રી સુખડિયા મક્કમ હતા તેથી કદાચ આવો આગ્રહ નિરર્થક માન્ય હશે. શાસક કેંગ્રેસના પાર્લામેન્ટરી બોર્ડે શી સુખડિયાની ભારેભાર પ્રશંસા કરી છે. અને એ રીતે, માનપૂર્વક, સ્વેચછાએ સત્તાત્યાગનું આ ઉદાહરણ અનુકરણીય છે એમ કહેવું જોઈએ. . આ રાજીનામાં પાછળ કોઈ રહસ્ય પણ રહેલું છે એવા સૂરો સંભળાય છે. શ્રીમતિ ઈન્દિરા ગાંધીને પૂર્ણ વિશ્વાસ શ્રી સુખડિયા પ્રાપ્ત કરી શક્યા નથી અને ઈન્દિરા ગાંધીનું આ Operation sukhadia છે એમ પણ કહેવાય છે. લોકસભાની ચૂંટણીમાં ભારે બહુમતિ મેળવ્યા પછી, થાડા મહિના પછી, કેરળ અને તામીલનાડુ સિવાય, બીજા રાજ્યોમાં ચૂંટણી આવી રહી છે ત્યારે એ બધા રાજ્યમાં પણ પોતાનું વર્ચસ્વ જાળવવા, ઈન્દિરા ગાંધી રાજકીય દાવ ખેલી રહ્યા છે એમ કહેવાય છે. સંસ્થા કેંગ્રેસ બે રાજ્યમાંગુજરાત અને માયસેર - સત્તાસ્થાને હતી ત્યાં તેને હઠાવી. પણ જે રાજ્યમાં શાસક કેંગ્રેસ સત્તાસ્થાને છે ત્યાં બધે પણ પેતાના પૂર્ણ વિશ્વાસના માણસે મુખ્ય પદે આવે તે જોવા ઈન્દિરા ગાંધી ઈન્તજાર છે એમ કહેવાય છે. આશ્વના બ્રહ્માનંદ રેડી, મધ્યપ્રદેશના વિદ્યચરણ શુકલ, મહારાષ્ટ્રના વી. પી. નાયક અને રાજસ્થાનના સુખડિયાને સ્થાને પોતાના વિશ્વાસના માણસે મૂકવાની આ શરૂઆત છે એમ કહેવાય છે. લોકસભાની ચૂંટણીમાં માત્ર સંસ્થાકીય સંગઠનથી મેટી બહુમતિ મળી એવું નથી પણ શાસક કૉંગ્રેસ અને ઈન્દિરા ગાંધીની image અને સમાજવાદી કાર્યકમે અગત્યને ભાગ ભજવ્યો છે. એવી image રાજ્યમાં પણ શાસક કેંગ્રેસના નેતાઓની હોય તે ચૂંટણીમાં સફળતા મળવાની શક્યતા વધે એ એક ગણતરી જણાય છે. શ્રી સુખડિયાના કેટલાક સાથીઓ સામે લાંચરુશવતખોરીના ગંભીર આક્ષેપ હતા, તેને શ્રી સુખડિયાએ બચાવ કર્યો અને તેમને રક્ષણ આપ્યું. એમ કહેવાય છે કે શ્રી સુખડિયા સામે એવા કેટલાક આપે છે. એમ પણ કહેવાય છે કે રાજસ્થાનના કેટલાક રાજવીઓ સાથે તેમને હજીનિકટને સંબંધ છે. તેમના નિવાસપ્રદેશ ઉદયપુરમાં તેમની લાગવગ ઓછી થઈ છે. રાષ્ટ્રપતિની ચૂંટણી વખતે તેમણે સંજીવ રેડીને ટેકો આપ્યો હતો. આવાં ઘણાં કારણે આપવામાં આવે છે, જેને લીધે તેમને રાજીનામું આપવું પડયું. આ કારણેમાં વજૂદ હોય કે નહિ, અને કેટલાકમાં છે પણ ખરું
SR No.525956
Book TitlePrabuddha Jivan 1971 Year 32 Ank 17 to 24 and Year 33 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1971
Total Pages312
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy