________________
એ
પ્રભુ
માન્યતા, વિચારો અને કાર્યોદ્રારા આપણા ચારિત્ર્યને ઘડે છે. ચાવશી ભાવના સ્વ સિદ્ધિર્મતિ તારી જેવી જેની ભાવના તેવી તેની સિદ્ધિ. તિલક મહારાજને સ્વરાજ્ય પ્રાપ્ત કરવા માટે શ્રાદ્ધા હતી અને એટલે જ તે આત્માદ્ધાના બળે કેટકેટલી યાતના સહી શક્યા. પૂજ્ય ગાંધીજીને અહિંસા તેમ જ સત્યમાં શ્રદ્ધા હતી અને એ શ્રાદ્ધા જ એમના જીવનનું ધ્યેય પ્રાપ્ત કરવા માટે મેટામાં મોટો આધાર બની શકી. અનેક મહાપુરુષોના દઢ સંકલ્પાની ભીતરમાં આત્મશ્રદ્ધા જ રહેલી હોય છે અને એ શ્રદ્ધાદીપની યાતને અજવાળે જ જીવનમાં આગળ વધતા હોય છે.
ગમે તેવા દુ:ખમાં પણ એ શ્રાદ્ધા આશા, આનંદ અને શાન્તિ પ્રગટાવે છે. પુષ્પ કરતાં પણ એની સુવાસ વધુ મધુર છે. માનવજીવનની સફરમાં એ ધ્રુવતારકરૂપે માર્ગદર્શક બને છે, અને નિરાશારુપી આંધિમાં અટવાઈ પડતાં એ ઉગારી લે છે. શાર્ય, શકિત, સાધુતા, જૉમ, આત્મવિશ્વાસ અને હિંમત-એ સર્વ શ્રદ્ધાના જ વિવિધ પાસા છે.
અધ્યાત્મજીવનના વિકાસમાં પણ શ્રાદ્ધા જ પ્રથમ રાત બને છે. શ્રાદ્ધા ગુરુ બનીને સાધકને આગળ આગળ દોરે છે. આપણી શ્રદ્ધા જ પર રહેલા જ્ઞાનના રહસ્યમય અજ્ઞાત ક્ષિતિજનાં દ્વારા ખોલી આપે છે. સમાજને સદ્ધર બનાવનાર નીતિ, ધર્મ અને તત્વજ્ઞાન પણ એમાંથી જ બળ પ્રાપ્ત કરે છે. જયારે આપણે કોઇમાં પણ શ્રદ્ધા રાખીએ છીએ ત્યારે ખરેખર તો આપણે પ્રભુને જ પૂજતા હાઇએ છીએ. શ્રાદ્ધા જ આપણને અંતિમ સત્ય સાથે સાંકળે છે. આત્મશ્રાદ્ધા એ તે મેટામાં મેટું ઇશ્વરદત્ત વરદાન છે.
સ્વામી વિવેકાનંદ આત્મશ્રદ્ધાના પૂરા ઉપાસક હતા અને એમણે યોગ્ય જ કહ્યું છે: “માનવજાતના સારા ય ઇતિહાસમાં પુરુષોના જીવનમાં જો કોઇ પણ શકિત બળવાન હોય તે તે આત્મશ્રાદ્ધા જ છે. મહાન બનવાની ભાવના સાથે જન્મીનેજ તેઓ મહાન બા હાય છે.” શ્રાદ્ધાના સહારો જ સૌથી વધુ બળવાન છે.
માલતી ખાંડવાળા
શ્રદ્ધાંજલિ
ઋષિકેશ, દેવપ્રપ્રયાગ અનેં બદરીનાથની હિમાલયની યાત્રામાં સ્વનામધન્ય, અજાતશત્રુ ભાઇશ્રી પરમાનંદભાઈ સાથે રહેવાનો સુયોગ મનેં પ્રાપ્ત થયેલ. એ વખતે તેમને નજીકથી જોવાનો મને મેકો મળ્યો. તેમનામાં ચિન્તનની ગંભીરતા, વિચારોની કોષ્ઠતા, રાષ્ટ્રભકિત, ગરીબા પ્રત્યે કણાભાવ-આવા અનેક નૈસગિક ગુણા હતા. હિમાલય પ્રત્યેની તેમની અગાધ નિષ્ઠાના કારણે, તેઓ કહેતા હતા મિયા નામ મધિરાન: તેમના જીવનમાં એક એવી ધારણા હતી કે ગંગાના પવિત્ર સ્ત્રોતની નજીક હિમાલયમાં જ જીવનની અંતિમ સ્થિતિ આવે. આવી ચર્ચા તેઓ અવારનવાર મારી સાથે કરતા હતા. તેમના એકાએક થયેલા અવસાનના કારણે મને અને અમારી હિમાલય એસ્ટ્રોલૉજિકલ રિસર્ચ ઇન્સ્ટીટ્યુટ-દેવપ્રયાગ સંસ્થાને જબરજસ્ત આઘાત લાગ્યો છે. એમના દ્વારા અમારા વિચારોને ખૂબ પાષણ મળતું રહેતું. તેઓ જેનું સંપાદન કરતા હતા તે ‘પ્રબુદ્ધ જીવન' દ્વારા અમે ખરેખર પ્રબુદ્ધ બની રહ્યા હતા. એમની ગેરહાજરી અમને જીવન પર્યંત ખટકશે, એ જીવન્મુલ મહાપુરૂષ હતા. પરમાત્મા તેમના પવિત્ર આત્માને શાંન્તિ અને તેમના કુટુંબીજનોને આ આઘાત સહન કરવાની શકિત આપે એજ પ્રાર્થના.
આચાર્ય પંડિત ચક્રધર જોશી, બદરીનાથ,
*
જીવન
તા. ૧૬-૬-૧૯૭૧
સ્વ. પરમાનંદુ કાપડિયા સ્મારક નિધિમાં આજ સુધીમાં ભરાયેલી રકમ
સ્મારક ફાળાનું લક્ષ્યાંક અઢી લાખ રૂપિયાનું રાખેલું છે. શ્રી પરમાનંદભાઈના વિશાળ મિત્રસમુદાય અને પ્રશંસક વર્ગ જોતાં આટલી રકમ ભેગી થવી મુશ્કેલ હોવી ન જોઈએ. ‘પ્રબુદ્ધ જીવન’ના વાચકો, વ્યાખ્યાનમાળાના સુજ્ઞ શ્રાતા, શ્રી મુંબઈ જૈન યુવક સંઘના શુભેચ્છકો અને બીજા મિત્રા દરેકે પોતાના યથાશકિત ફાળા આપવા જોઈએ. દરેક ભાઈ-બહેનને આગ્રહપૂર્વક મારી વિનંતિ છે કે ફ્કૂલ નહિ તે ફૂલની પાંખડીરૂપે પણ પાતાના ફાળા વિનાવિલંબે મોકલાવી આપી શ્રી પરમાનંદભાઈ પ્રત્યેનું પોતાનું ઋણ અદા કરે અને તેમને અનુરૂપ સ્મારક રચવામાં સહાયભૂત બને. લિ. ચીમનલાલ ચકુભાઈ
પરમાનંદ કાપડિયા સ્મારકનધિ વતી
12
૯૮,૪૫૨- અગાઉ પ્રગટ થયેલી રકમો ૨,૫૦૧/- શાહુ શ્રેયાંસપ્રસાદ જૈન ૧,૦૦૧/- એક સદ્ગૃહસ્થ તરફથી ૧,૦૦૧/- શ્રી નાણાવટી ચેરીટી ફેમિલી ફંડ ૧,૦૦૧/- શ્રી કાંતાબહેન કસ્તુરચંદ ઝવેરી ૧,૦૦૧/- શ્રી અરજણ એન્ડ દેવજી ખીમજી સાર્બનિક ટ્રસ્ટ
૧,૦૦૧/- શ્રી નવલમલ કુંદનમલ ક્રિોદિયા ૧,૦૦૧/- શ્રી શાદિલાલજી જૈન
૧,૦૦૧/- શ્રી મિતાક્ષરાબહેન પ્રકાશભાઈ ગાંધી ૧,૦૦૧/- શેઠ મથુરાદાસ મંગળદાસ પારેખ અને મીસીસ સરલાદેવી મથુરાદાસ પારેખ ટ્રસ્ટ ૧,૦૦૦/- શ્રી કાંતિલાલ છોટાલાલ ઝવેરી ૧,૦૦૦/- શ્રી લાલભાઇ દલપતભાઇ ચેરીટી ટ્રસ્ટ ૫૦૧/- શ્રી એમ. એન. દોશી ચેરીટી ટ્રસ્ટ ૫૦૧/- શ્રી દુર્લભજી કેશવજી ખેતાણી ૫૦૧/- શ્રી બાલકૃષ્ણભાઈ તથા ગુણવંતીબહેન ગાંધી ૫૦૧/- શ્રી અલ્પના ગાંધી અને શ્રી દિનેશ ગાંધી ૫૦૧/- શ્રી મુગટભાઇ વારા ૫૦૧/- શ્રી રસિકલાલ નારેચાણી ૫૦૧/- શ્રી રબ્બર ગુડઝ ટેીંગ કુાં, ૫,૨૦૩/- પાંચસોથી નીચેની રમો
૧,૧૯,૬૭૧/
વિષયસૂચિ
સર્વોદય હંમેલન એક સમાલાચના : ચીમનલાલ ચકુભાઈ બૂંદ સમાની સબદમે લીના મંગળદાસ પ્રકીર્ણ નોંધ : ગુજરાતનું રાજકારણ, ચીમનલાલ ચકુભાઈ બંગલા દેશ, રૂપિયા ૬૦ લાખની ભેદી કહાણી, બજેટ, શ્રી લાલદાસ જમનાદાસ વારા, શ્રી ઘનશ્યામભાઈ ઓઝા. ચૂંટણી થઈ ગઈ : હવે શું ?
બે ધારણવાળું બજેટ સ્વ. પરમાનંદભાઈની શાક સભાના ટૂં કો અહેવાલ. કચ્છી વિશા ઓસવાળ દેરાવાસી જૈન મહાજનના નવા મકાનના ઉદ્ઘાટન સમારંભ
શ્રદ્ધા શ્રાદ્ધાંજલિ
સંકલન : સુબોધભાઈ
એમ. શાહ વાડીલાલ ડગલી
સંકલન : શાંતિલાલ ટી. શેઠ
શાંતિલાલ ટી. શેઠ માલતી ખાંડવાળા
પંડિત ચક્રધર જોષી
પૃષ્ઠ
કા
૬
૬.
૬૯ હર
૭૪
૭૫
૫
ឥ ៖
માલિક શ્રી મુખઈ જૈન યુવક સધઃ મુદ્રક અને પ્રકાશક : શ્રી ચીમનલાલ જે. શાહ, પ્રકાશનસ્થળઃ ૩૮૫, સરદાર વી. પી. રાડ, મુંબઇ-૪. ટે. નં. ૩૫૦૨૯૯
મુદ્રણુસ્થાન : ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કાટ, સુખ–૧