________________
૩૬
પ્રબુદ્ધ જીવન
સાજન્યસ્મૃતિ સ્વ. પરમાન દભાઇ
પરમાનંદભાઈના સૌજન્ય અને સંસ્કારસભર જીવનને કારણે તેમના અનેક મિત્રા અને વિશાળ ચાહકવર્ગને તેમના દેહવિલયથી જાણે પાતાનું જ મૃત્યુ થયું હોય તેવા આંચકા લાગ્યો. જ્ઞાનપ્રચાર એ પરમાનંદભાઈના જીવનનું એક મિશન હતું. આ મહાન કાર્ય તેમણે લગાતાર પચાસ વર્ષ સુધી સફળતાપૂર્વક બજાવ્યું. પ્રાચીન પ્રત્યે દઢ આગ્રહ ધરાવનાર સામાન્ય લોકમાનસ પુરાણી બાબતેને જ સાના જેવી મૂલ્યવાન ગણી તેને ચુસ્ત રીતે વળગી રહે છે. નવાં મૂલ્યો ગમે તેટલા આવકારદાયક હોય તેપણ તેમનું રૂઢ માનસ એ સ્વીકારવા તત્પર નથી થતું. પરમાનંદભાઈરો ‘પ્રબુદ્ધ જીવન’ અને વ્યાખ્યાનમાળા' દ્વારા પ્રગતિશીલ વિચારોની જ્ઞાનગંગા વહાવી. સ્થિતિચુસ્ત લેાકમાનસને આંચકા આપવાનું સાહસ કરીને તેમણે પોતાને જે સાચું લાગ્યું તે હમેશાં નીડરતાપૂર્વક કહ્યું છે. અલબત્ત તેમની રજૂઆતમાં સંયમપૂર્ણ સૌમ્યતા, ચારુતા અને માનવીય ઉચ્ચતા સદા જળવાઈ રહી છે. વર્તમાન અસ્વસ્થ જીવનમાં સત્યના આવા મહાન ઉપાસકની ચિરવિદાય એ ન પૂરી શકાય તેવી ખાટ છે.
શ્રી મુંબઈ જૈન યુવક સંઘ દ્વારા પરમાનંદભાઈએ જે કાર્ય બજાવ્યું, તેનું સંચાલનસૂત્ર આજે સુયોગ્ય વ્યકિતઓ પાસે છે એ આપણુ' સદ્ભાગ્ય છે. આ સૌ કાર્યકરો પરમાનંદભાઈના કાર્યને યોગ્ય રીતે આગળ ધપાવવા યોજના કરી રહ્યા છે એ આનંદની વાત છે. એમની સ્મૃતિને જીવંત રાખવા કઈ એવી યોજના હાથ ધરવામાં આવે કે જેથી એમનું કાર્ય સ્થાયી રૂપથી ચાલી શકે.
ગુજરાતી ભાષા દ્વારા પરમાનંદભાઈએ જે જ્ઞાનસ્રોત વહાવ્યો તેના લાભ અન્ય ભાષા-ભાષીઓને પણ મળે એ હેતુથી એમની સ્મૃતિરૂપે જે સાહિત્યનિર્માણ થાય તે હિન્દીભાષામાં પણ હાય એ ઈચ્છવા જેવું છે. એમના કાર્યોને વેગ આપવામાં જેટલું ધનું મહત્વ છે, તેટલા જ સૌના દિલપૂર્વકના સહકાર પણ આવશ્યક છે. એ પવિત્ર આત્માના અનેક ગુણાનું સ્મરણ કરી શ્રાદ્ધાંજલિ આપતા, એમના કાર્યોમાં વેગ લાવવા સૌપેાતાને ફાળા આપવાન સંકલ્પ કરે.
જેવું તેમનું જીવન શુદ્ધ, સેવાપરાયણ અને સૌજન્યપૂર્ણ હતું તેવું જ વિરલ તેમનું મૃત્યું હતું. આવા મૃત્યુને હું ‘ખંડિત મૃત્યુ કહીશ. મારા જેવા જીવનને છેડે ઊભેલા માણસે આવા રૂડા મૃત્યુને પામવાની અભિલાષા જરૂર રાખ્યું. એમના અવસાને મને એ શીખવ્યું છે કે મૃત્યુ અનિવાર્ય ઘટના છે; કયારે આવશે તે આપણે જાણી શકતા નથી. મારું જીવન શુદ્ધ બને; જે સેવાકાર્ય થઈ શકે તે કરું, પરંતુ દુ:ખ કોઈને પણ ન પહેોંચાડું. એક મિત્રની અંતિમ અંજલિ વેળાએ આથી વિશેષ શું ઇચ્છવાનું હોય?
એમના કાર્યની જવાબદારી એમના વારસદારો યોગ્ય રીતે સંભાળે એમ મેં કહ્યું. હું એવી જવાબદારી તે ન લઈ શકું પરંતુ જે કાર્યકરો આ કામ સંભાળે તે મારી સેવા જરૂર લઈ શકે છે. યથાશકિત સહયોગ આપી શકીશ તા એક મિત્રને સાચી શ્રદ્ધાંજલિ આપ્યાના મને સંતોષ અને આનંદ થશે. રિષભદાસ રાંકા.
(પાના ૩૫ થી
સાધના સહુ કોઈને મુગ્ધ કરતી. મને તો તેમનામાંથી પ્રેરણા જ મળ્યા કરતી...કારણ કે તેઓ પ્રેરણામૂતિ હતા, દષ્ટા હતા, ઉદાર વિચારધારાનાં સ્વામી હતા અને મહાત્માજીની ભાષાને જીવંત રાખનારા વિચારકાબી હતા.
અમે લગભગ એક કલાક બેઠા. તેઓએ ઉભા થતાં કહ્યું: આ શિનવારે તે હું મુંબઈ જવાને છું...તમે મુંબઈ આવે તો મા ઘેર જ આવજો અને પ્રબુદ્ધ જીવન’ માટે કંઈ ને કંઈ લખતાં રહેજો.” મે એમની આજ્ઞા મસ્તકે ચડાવી.
તેનાં પુત્રી ડૉ. ચારૂશીલા ગાડી લઈને આવ્યાં અને તેઓ વિદાય થયાં.
સ્વપ્ન રચ્યું હતું કે આ વખતે મુંબઈ જાઉં ત્યારે તેમને ત્યાં બે ચાર ક્લાક ગાળવા !
38
તા. ૧૬-૫-૭૧
2
હું એમની પાસેથી શું શીખી ?
પૂજ્ય પરમાનંદકાકાના અણધાર્યા અવસાનથી હું અને મારા કુટુંબીજનો ઘેરા શોક અનુભવી રહ્યાં છીએ. આજે આપણી વચ્ચે પરમાનંદકાકા નથી, એ ક્લપના સૌ માટે કષ્ટદાયક થઈ પડી છે. પણ મૃત્યુની કઠોર વાસ્તવિકતા સ્વીકારવી જ રહી.
મારા પિતાશ્રી “જૈન યુવક સંઘ” ના સભ્ય હાવાથી પરમાનંદકાકા સાથે એમને ઘણા સ્નેહસંબંધ હતા, તેઓ જ્યારે પિતાશ્રીને મળતા ત્યારે કુટુંબની દરેક વ્યકિતની ખબર-અંતર પૂછતા. એમાંયે ખાસ કરીને મારા અભ્યાસ તથા ઈતર પ્રવૃત્તિઓમાં ઊંડો રસ લઈ ઝીણવટભરી પૂછપરછ કરતા તેમ જ એ અંગે પૅ તાના આનંદ પણ વ્યકત કરતા.
L
શિક્ષિત બહેનેાની અને એમાં ય અપંગ બહેનેાની પ્રગતિ જોઈ તેઓને ખરેખર ખૂબ ખુશી થતી અને પેાતાના અભિનંદન પાઠવવાનું તેઓ ચૂકતા નહિ. મારી જેમ બહેન અરુણા ઝવેરી, સ્વર્ગસ્થ રેખાબેન વગેરે અપંગ બહેનને તેમની સક્રિય પ્રેરણા પામવાનું સદ્ભાગ્ય મળ્યું હતું.
‘પ્રબુદ્ધ જીવન’ દ્વારા તેઓએ જે વૈચારિક ક્રાંતિ આદરી હતી, એના મારા મન ઉપર ઊંડો પ્રભાવ પડયો છે. નિયમિત પ્રબુદ્ધ જીવન' વાંચવાનું મને સદા આકર્ષણ રહ્યું છે. ધર્મ, સમાજ, માનવજીવન, જૈનદર્શન, જૈન સમાજની સમસ્યાઓ, રાજકારણ ઈત્યાદિ વિષયો પરના તલસ્પર્શી લેખા તે તે વિષય પરત્વેનું વાંચવાથી પોતાનું દષ્ટિબિંદુ ઘડવામાં મને ઘણી મદદ મળી છે. અમુક એક વિષય ઉપર પ્રગટ થતાં ચર્ચાપત્ર વાંચવાના મને અનેરો આનંદ આવે છે. કારણ એક વિષય અંગે જુદી જુદી વ્યકિતઓ શું વિચારે છે એ વિષે એમાંથી ઘણુ માર્ગદર્શન મળે છે. સામાન્ય વ્યકિતઓથી માંડી વિશિષ્ટ વ્યકિતઓના જીવનચરિત્ર આલેખતી વખતે પરમાનંદકાકા જે જિજ્ઞાસા, સન્માન અને રસ દાખવતા એ ખરેખર એક અનુકરણીય ગુણ છે.
સામી વ્યકિઓના વિચારો સ્વીકારવા અગર ન સ્વીકારવાની નિખાલસતા, નીડરતા, નમ્રતા, નવું નવું જાણવાની જિજ્ઞાસા, પ્રગતિશીલતા વગેરે એમના સ્વભાવની લાક્ષણિકતાઓની મારા મન ઉપર ઊંડી છાપ પડી છે.
પર્યુષણ વ્યાખ્યાનમાળા દ્વારા એમણે જે જ્ઞાનયજ્ઞ માંડયા હતા અને ઉત્તમોત્તમ વકતાઓને સાંભળવાની જે તક પૂરી પાડી હતી એનાથી મને અણકīો લાભ મળ્યો છે.
‘જૈન યુવક સંઘ’ની દરેક પ્રવૃતિમાં તેઓ એટલા બધા તા ઓતપ્રોત થઈ ગયેલા કે ‘જૈન યુવક સંઘ’એટલે પરમાનંદકાકા અને ‘પરમાનંદકાકા એટલે ‘જૈન યુવક સંઘ એવી છાપ ઊઠ્યા વગર રહેતી નહિ.
તેઓ ભલે ધર્મના જડ ક્રિયાકાંડના વિરેધી હતા પરંતુ મારી દષ્ટિએ તેમ તેઓ સાચા અર્થમાં ધામિક, સમ્યકદષ્ટા તેમ જ માનવતાવાદી હતા.
અનંતની યાત્રાએ ઊપડી ગયેલા એ આત્માને પ્રભુ પરમ શાંતિ અર્પે એવી અંત:કરણપૂર્વકની પ્રાર્થના.
કુ. જ્યોતિ મેહનલાલ પારેખ
ચાલુ )
પણ સાંસારીઓની કલ્પનામાં માધુર્ય હાય છે, સુરંગભરી રોનક હોય છે... પણ એ સ્વપ્નની આવરદાને! કાંઇ ભરોસો નથી હેતા.
એમ જ બન્યું. આકાશવાણીએ ઘણા દુ:ખદ સમાચાર આપ્યા.
ઓહ્ ! એક ભવ્યાત્માએ ચિરવિદાય લીધી...બધા કાર્યો ને આદર્શો એમને એમ મૂકીને ચિરયૌવનને સ્વામી ચાલ્યો ગયો.
પણ ના ...
એ જીવી રહ્યા છે... એમની સાધના રૂપી કાયામાં તેઓ કદી વિલય પામશે નહિ.
'મેાહનલાલ યુ. ધામી.