SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૬ બુ જીવન તા. ૧-૧-૬૭ એ શરૂ કરેલી આગમાં પણ સરકાર અને લેકસભાના કોંગ્રેસી ઉમેદવાર શ્રી વાડીલાલ જેચંદ ડગલી (આગામી ફેબ્રુઆરી માસમાં થનાર ભારતવ્યાપી ચૂંટણીના સંદર્ભમાં સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર જિલ્લાને લોકસભા માટે મળેલી એક બેઠક માટે બે ઉમેદવારો જાહેર થયા છે. (૧) કેંગ્રેસની મધ્યસ્થ ચૂંટણી સમિતિ દ્વારા પસંદ કરવામાં આવેલ શ્રી વાડીલાલ ડગલી અને (૨) સ્વતંત્ર વ્યકિત તરીકે ઊભા રહેલા ધ્રાંગધ્રા નરેશ. આ બેમાંથી જ પસંદગી કરવાની હોય તે શ્રી વાડીલાલ ડગલીને મતદારોની પસંદગી મળવી ઘટે છે. શ્રી વાડીલાલ ડગલી આપબળે સામાન્ય સ્થિતિમાંથી ઊંચે આવ્યા છે; આજ સુધીની તેમની કારકિર્દી ઉત્તરોત્તર ઉજવળ બનતી રહી છે, ભાઈ વાડીલાલ યુવાન છે, સેવાલક્ષી છે અને કેંગ્રેસ જેવી સંસ્થાનું તેમને પીઠબળ છે. તે વિદ્યાર્થી હતા ત્યારથી તેમને હું જાણું છું. અમારી વચ્ચે આજ સુધી એક પ્રકારની આત્મીયતાનો સંબંધ રહ્યો છે. તદુપરાન્ત પ્રબુદ્ધ જીવન સાથે વર્ષોથી ભાઈ વાડીલાલને નિકટ સંબંધ રહ્યો છે. તેમનું જીવન એક પ્રકારની ભાવનાશીલતાથી પ્રેરિત છે. ધ્રાંગધ્રા નરેશની કારકિર્દી જુદા જ પ્રકારની છે. આમજનતા સાથે તેમને કોઈ સંપર્ક નથી. અમુક નિહિત હિતેના તેઓ પ્રતિનિધિ છે. આવાં કારણોને અંગે પ્રસ્તુત બે ઉમેદવારોમાંથી સુરેન્દ્રનગર જિલ્લાના મતદારો વાડીલાલ ડગલીને જો ચૂંટી કાઢશે તે લોકસભાદ્રારા તેઓ દેશને ઘણી વધારે ઉપયોગી સેવા આપી શકશે એવી આશા સહેજે બંધાય છે. તેમની આજ સુધીની કારકિર્દીના પ્રબુદ્ધ જીવન’ના વાંચકોને જરૂરી ખ્યાલ આવે એ માટે એક મિત્રે તેમની પરિચયનેધ મારી ઉપર મેકલી છે તેને થોડી ટૂંકાવીને નીચે પ્રગટ કરવામાં આવે છે.–પરમાનંદ) વાડીલાલ ડગલીએ જાહેર જીવનમાં ભાગ લેવા માટે સ્ટેટ બૅન્ક ઑફ ઈન્ડિયાના વિકાસ ખાતાના ચીફ ઓફિસરની પદવી તાજેતરમાં છોડી છે. ચાળીસ વર્ષની વયના શ્રી ડગલી અર્થશાસ્ત્રી, પત્રકાર, લેખક, વિચારક અને સંસ્થાના સ્થાપક તથા વહીવટદાર છે. અર્થશાસ્ત્રી તરીકે તેઓ નાણાંની બાબતો અને આયોજનના નિષ્ણાત છે. અઘરામાં અઘરા પ્રશ્નો પણ લોકો સમજી શકે એવી સરળ શૈલીમાં તેમણે ગુજરાતી અને અંગ્રેજી છાપાંમાં વરસ સુધી કટારે લ ખી છે. આ કટારોએ ભારે લોકપ્રિયતા મેળવી છે. ગૃહિણીના અંદાજપત્રથી માંડી આંતરરાષ્ટ્રીય રાજકારણ સુધીના અનેક વિષયો પર મૌલિક વિચારો દર્શાવતા સંખ્યાબંધ લેખે તેમણે લખ્યા છે અને રેડિયો વાર્તાલાપો આપ્યા છે. એમનાં લખાણની ખૂબી એ છે કે તાજગીભર્યા વિચારો સાથે ચિત્તને પ્રસન્ન કરી દે તેવી આકર્ષક શૈલી તેમાં મળે છે. સંસ્થાઓ ચલાવવાની બાબતમાં કાર્યકુશળતા એમનું મુખ્ય સૂત્ર છે. તેમણે અનેક નવાં કામ ઊભાં કર્યા છે અને કુશળતાથી તથા તેજીલી ગતિએ ચલાવ્યાં છે. - વઢવાણ તાલુકાના ખેડું ગામ તેમનું મૂળ વતન. તેમનો જન્મ ૧૯૨૬ના નવેમ્બરની ૨૦મીએ ધાંધુકાના રોજિદ ગામે મોસાળમાં થયો હતો. તેમના પિતાશ્રી જેચંદભાઈ છગનલાલ ડગલી સાધારણ સ્થિતિના હતા. વાડીભાઈ ચૌદ વર્ષના થયા ત્યાં તો તેમના પિતા ગુજરી ગયા. વાડીભાઈ અને ત્રણ નાના ભાઈઓને તેમનાં બાએ મક્કમ મન રાખીને ઉછેર્યા અને ભણવા દીધા. અભ્યાસકાળ કપરી આર્થિક સ્થિતિમાં વીત્યો. શાળામાં અભ્યાસ સુરેન્દ્રનગર, વેરાવળ અને અમદાવાદમાં કરી તેઓ મુંબઈ ગયા. ત્યાં બી. એ. થઈ પૂરતી સગવડ ન હોવા છતાં હિંમત કરીને અમેરિકા ગયા. બર્કલી ખાતે કૅલિફોનિયા યુનિવર્સિટીમાંથી એમ. એ.ની ડિગ્રી મેળવી. અમેરિકામાં જાજરૂ સાફ કરીને અને હોટલના વેઈટર તરીકે, બગીચાના માળી તરીકે તથા ધાબીના મદદનીશ તરીકે કામ કરીને તેમણે અભ્યાસ કર્યો. અમેરિકાથી પાછા આવી તેઓ પ્રેસ ટ્રસ્ટ ઑફ ઈન્ડિયા (પી.ટી. આઈ) માં "તે ડાયા. ૧૯૫૨માં ૨૫ વર્ષની વયે અમદાવાદ ખાતે પી. ટી. આઈ. ના મેનેજર નિમાયા. અઢી વર્ષ પછી તેમને મુંબઈ ખાતે હેડ ઑફિસમાં પી. ટી. આઈ.ના મદદનીશ વ્યાપારતંત્રી અને રૅઈટરના ભારત ખાતેના ફાઈનેન્શિયલ કોરસ્પોન્ડન્ટ (આર્થિક બાબતોના ખબરપત્રી) તરીકેની કામગીરી સોંપાઈ. ૧૯૬૦માં શ્રી ડગલી મુંબઈના અંગ્રેજી દૈનિક “ઈન્ડિયન એકપ્રેસના આર્થિક વિભાગના તંત્રી તરીકે જોડાયા. ત્રણ વર્ષ પછી સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના એ વખતના ચેરમેન શ્રી વેંકટપ્પય્યાના આમંત્રણથી બૅન્કની મુંબઈ ખાતેની વડી કચેરીમાં વિકાસ વિભાગના ચીફ ઓફિસર તરીકે જોડાયા. પંડિત સુખલાલજી સાથે પરિચય શ્રી ડગલીના જીવનની એક મહત્ત્વની ઘટના છે. અમદાવાદમાં શેઠ ચીમનલાલ નગીનદાસ વિદ્યાવિહારમાં અભ્યાસ કરતા ત્યારે ભગવાન મહાવીર વિષે એક મોટો નિબંધ લખી તેઓ પંડિતજી પાસે તેની પ્રસ્તાવના લખાવવા ગયા. આ તેમના પહેલો પરિચય. આમાંથી વિકસેલે. એ પરિચય આજે પિતા-પુત્રના સંબંધ જેવો બની રહ્યો છે. સમાજનું કંઈક કામ નિષ્ઠાથી અને કુશળતાથી કરવું એમાં ધર્મ સમાયેલ છે એવી પંડિતજીની ફિલસૂફી શ્રી ડગલીએ જીવનમાં માર્ગદર્શક સમી માની છે. પોતાની આ ફિલટાફીને કારણે જ પંડિતજીએ શ્રી. ડગલીને લેકસભા માટે ચૂંટણીમાં ઊભા રહેવાને આદેશ આપ્યો છે. શ્રી ડગલી બર્કલીમાં અભ્યાસ કરતા હતા ત્યારે અમેરિકાની યુનિવર્સિટીઓ સમાજ શિક્ષણ માટે જે પુસ્તિકાઓ પ્રગટ કરતી હતી તે જોઈને ગુજરાતીમાં પણ આવું કામ કરવાનો તેમના મનમાં વિચાર ઉદ્ભવ્ય. ૧૯૫૯માં તેમણે પરિચય ટ્રસ્ટની સ્થાપના કરી અને અનેક વિષયોનું જ્ઞાન આપતી પુસ્તિકા ગુજરાતીમાં પ્રગટ કરવાનું શરૂ કર્યું. આજે આઠ વર્ષથી શ્રી ડગલીના સંપાદને નીચે આ પ્રવૃત્તિ ચાલી રહી છે અને અત્યાર સુધીમાં તેમણે ૧૯૦ જેટલી પુસ્તિકાઓ પ્રગટ કરી છે. ટ્રસ્ટની સ્થાપનાથી જ પંડિત સુખલાલજી તેના પ્રમુખ છે અને શ્રી ડગલી તેના મેનેજિંગ ટ્રસ્ટી છે. પરિચય ટ્રસ્ટે શરૂ કરેલી આ લોકશિક્ષણની પ્રવૃત્તિ ગુજરાતમાં જ નહિ પણ ભારતની બીજી ભાષાઓમાં પણ સાવ નવી અને અત્યંત ઉપયોગી હતી તેથી વિદ્રાને, કેળવણીકાર, પત્રકારો અને સમાજસેવકોનું ધ્યાન એની પ્રત્યે તરત ખેંચાયું. ગુજરાતમાં પહેલી જ વાર વ્યવસ્થિત રીતે આવું કામ કરનાર આ સંસ્થાને અદ્વિતીય પ્રતિષ્ઠા પ્રાપ્ત થઈ. શ્રી. ડગલી સ્વ. નાનાભાઈ ભટ્ટ આંબલામાં સ્થાપેલી પાયાની કેળવણીની સંસ્થા ગ્રામ દક્ષિણામૂર્તિના ટ્રસ્ટી છે. આ ઉપરાંત શ્રી. ઢેબરભાઈના પ્રમુખપદે સ્થપાયેલા શ્રી વૈકુંઠભાઈ મહેતા સ્મારક ટ્રસ્ટના તેઓ ટ્રસ્ટી અને મંત્રી છે. આયોજન અંગેના વિશિષ્ટ જ્ઞાનને લીધે શ્રી ડગલીને ગુજરાતના એ વખતના મુખ્ય પ્રધાને સ્વ. શ્રી બળવંતરાય મહેતાએ ગુજરાત રાજયના આયોજન સલાહકાર મંડળના સભ્ય તરીકે જોડાવાનું આમંત્રણ આપ્યું હતું અને ત્યારથી તેઓ તેના સભ્ય છે. શ્રી ડગલીના લખાણમાં વિચારની મૌલિકતા અને શૈલીની આકર્ષકતા બન્ને હોવાથી તેમનાં લખાણ ઉચ્ચ વર્ગોમાં આદર પામ્યાં છે અને સાર્વત્રિક લોકપ્રિયતા પણ પામ્યાં છે. અંગ્રેજી દૈનિક ‘ઈન્ડિયન એકસપ્રેસમાં તંત્રીલેખો લખવા ઉપરાંત તેઓ દર અઠવાડિયે ‘ઈકોનોમિક કલાઈમેટ’ નામની આર્થિક બાબતો અંગેની કટાર લખતા. હતા. ઈન્ડિયન એકસપ્રેસ’ની પાંચ શહેરોમાંથી પ્રગટ થતી આવૃત્તિએમાં આ કટાર પ્રસિદ્ધ થતી હતી. એ જેટલી લોકપ્રિય બનેલી તેટલી જ આર્થિક નીતિના ઘડવૈયાઓ માટે વિચારપ્રેરક બનેલી. આર્થિક બાબતો પરના શ્રી ડગલીના લેખોથી પ્રભાવિત થઈ બૅન્કોની સંસ્થાના સૈમાસિક ધ જર્નલ ઑફ ધ ઈન્ડિયન ઈન્સ્ટિટયુટ ઑફ બેંકન્સ” ના તંત્રી થવાનું તેમને આમંત્રણ આપવામાં આવ્યું. પાંચ વરસથી તેઓ તેના તંત્રી છે. વ્યવસાયને કારણે અર્થતંત્રની પ્રક્રિયાને અંદરથી જોવાની તેમને તક મળી છે. તેમના અભ્યાસ, તાલીમ અને અનુભવને લીધે તેઓ લોકસભાના નિર્ણયમાં સાંગીન ફાળે આપવાની સજજનતા ધરાવે છે. વળી સાધારણ કુટુંબમાંથી આવ્યા છે એટલે સામાન્ય લોકોનાં સુખદુ:ખ પણ સમજે છે. જાહેર કામ માટેના ઉત્સાહ અને ધગશને લીધે તે ઉમેદવારી કરવા પ્રેરાયા છે. આજે જયારે દેશની રાજકીય અને આર્થિક નીતિના ઘડતરમાં નવા વિચારોની અને મક્કમ અમલની જરૂર છે ત્યારે શ્રી ડગલી જેવા યુવાન અને મૌલિક વિચારશકિતવાળા વધુ ને વધુ સભ્યો લોકસભામાં જાય એ દેશના હિતમાં છે.
SR No.525952
Book TitlePrabuddha Jivan 1967 Year 28 Ank 17 to 24 and Year 29 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1967
Total Pages262
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy