________________
૨૪૪
પ્રભુ જીવન
મહાપ્રસ્થાનના પંથ પર-૨૩
✩
થોડે દૂર ગમે ત્યાં પછી એ મળી. એ ઘેડો થોભાવીને મારી રાહ જોતી હતી. જૂની વાતનો તંતુ મેળવી પાછા અમે સાથે ચાલવા લાગ્યાં. એણે જાતજાતની વાતો કરી. એ પોતાની કર્મક્થાન પરિચય આપવા માંગતી નહે!તી, એમાં લજજા કરતાં વિનય ને નમ્રતા વિશેષ હતાં. પણ હું કાંઈ એમ એને છેડું એવા નહેતા. એની બધી વાત હું જાણવા ચાહતા હતા. મારી સાહિત્યકારના પ્રાણ કુતૂહલતાથી જાગી ઊઠયા હતો. એની દુ:ખની વાતમાં પણ મને અત્યન્ત આનંદ મળતો હતો. મારા કલ્પનાપ્રદેશમાં હું એનું નવીન રીતે રૂપાતાંર કરવા માગતા હતા. મારી સંવેદનાનાં બધા આગળા તેણે ઉઘાડી દીધા હતા.
ધીરે ધીરે જતા હતા. એની વાતનું સાતત્ય, એના પ્રાણની ન નિવારી શકાય એવી ભરતી-એના પ્રવાહમાં એની વાત મુકત રીતે વહેતી હતી.
અમારી ચર્ચા સમાજ, સાહિત્ય અને જીવનના સામાન્ય પ્રશ્ન વિષે ચાલતી. એ ઊંચા પ્રકારની વિદુષી સ્ત્રી નહેાતી, પરન્તુ બધા વિષયમાં એની એક સુનિર્દિષ્ટ અને સુદઢ દષ્ટિ હતી, જે મને ચર્ચામાંથી પ્રાપ્ત થઈ. પોતાના જીવનમાંથી જે વસ્તુ તેના હૃદયને પ્રાપ્ત થઈ નહોતી તેને કેવળ તર્કથી માનવા માટે એ જરાય તૈયાર નહોતી. બધી વાતચીતમાંથી એનું સુરુચિસંપન્ન અને ભદ્રં મન ડોકિયાં કરવું હતું. એનું મન અત્યંત સંસ્કારી હતું.
સ્ત્રીઓ પુરુષના સંપર્કમાં આવતાં પ્રફુલ્લિત થાય છે. એન જીવનની જાણકારી પણ કાંઈ ઓછી નહતી. એ ઘણા પ્રદેશેમાં ફરી હતી અને ઘણાં કુટુંબમાં અને સગાંવહાલાંમાં ઉછરીને મેટી થઈ હતી. એક ડોકટર યુવક જોડે તેનાં લગ્ન થયાં હતાં. પશ્ચિમ તરફના એક શહેરમાં તે સંસાર માંડવા ગઈ હતી. જયાં પતિની પાસે હતી ત્યાં ગાયનવાદન, સામાન્ય અંગ્રેજી વાંચતાં લખતાં, ને હિન્દી તથા ઉર્દુ શીખી હતી. એક શિક્ષિકા રાખી હતી. તેની પાસે ભરતગૂંથણ, ચિત્રકામ વગેરે શીખી, પણ તે તે શેડો વખત. એ એનું શાંતિમય ને સુખી જીવન વિધાતાથી સહન થયું નહિ. એના પતિનું અકાળ મૃત્યુ થયું. એને એને ચાંદલા ને ચૂડી બધું છોડીને પાછા આવવું પડયું. જે ઉમરે સ્ત્રીનું મન હંસારનાં સ્વપ્ન ચિત્રો કે, સંતાન ને સંતતિની ભૂખે જે ઉંમરે સ્ત્રીનું માતૃહૃદય વાત્સલ્યભાવે ઉંસિત થઈ ઊઠે, તે ઉંમરમાં એનું આવું ભાવનામય જીવન ઉજજડ થઈ ગયું, એની બધી ગિત રૂધાઈ ગઈ. વાવાઝાડામાં જે પંખીના માળા ઉખડી ગયે, તેને હવે ઝડે ઝાડું આશરો લેવા પડે છે. એ કયારેક સાસરે રહી, કયારેક મામાને ત્યાં, ને થોડો વખત આમ તેમ તે વીતાવતી. હમણાં ના મામાને ત્યાં વધારે સમય રહેવાની એને સગવડ હતી. ત્યાં એને માટે સારું હતું. સવારથી રાત સુધી એ કામકાજના ચક્કરમાં ફસાયલી રહેતી. ઘરને હિસાબ રાખવાને, કોઠારની ચાવી સંભાળવાની, છેકરાછૈયાંની સંભાળ, ફ્સિ ને શાળામાં મોકલવા, રસાઈની વ્યવસ્થા, મેટાભ ઈની સેવ!-આ બધામાં એને નિસાસે નાંખવાના પણ વખત મળતા નહિ. એને થોડુ વૈદુ ને હોમિયાપથી પણ શીખી લીધાં હતાં. એની પાસે ઘણ. લેકો દવા કરાવવા ને એની સલાહ લેવા આવતા. જે ગ!મડામાં તે રહેતી હતી, ત્યાંની સ્ત્રીઓ બપારને વખતે એની પસે સીવણકામ શીખવા આવતી, ને લખતાં વાંચતાં શીખવા પણ આવતી. તે એમની પાસે ચાળી, ફ઼્રૉક વગેરે તૈયાર કરાવતી. આ કામ માટે તેને ઘરકામમાંથી જરાય છૂટ મળતી નહિ. ઘર એને ચોખ્ખું ચંદન જેવું રાખવું પડતું. ઘરમાં કોઈ માંદું પડયું કે તેની સેવા કરવાને ભાર એની ઉપર, ઉત્સવ, પર્વ, પૂજાઅર્ચા, કાંઈ ટાણુ’ હોય, કે કાંઈ પ્રસંગ હોય તો એ બધી વ્યવસ્થાના ભાર એને જ
તા. ૧-૪-૬૭
>>
માથે હોય. વચ્ચે વચ્ચે એ સાસરે જતી, સાસુ એની જોડે પ્રેમથી વર્તતી, દિયર દેરાણી એનું સન્માન કરતા. પણ એમાં સ્વાર્થની ગંધ હતી. એમની ઈચ્છા હતી કે ભાભી આવીને એમની જોડે રહે. ભણીના માસિક ખર્ચના જે પૈસા આવતા હતા, તે તેમના હાથમાં આવે. પણ આ એમના ગુપ્ત સ્વાર્થ રાણીની નજર બહાર નહાતે. પતિના મૃત્યુએ એના સાસરિયા જોડેના સંબંધમાં એક જાતના આડપડદો રચ્યા હતા.
“સાસરે શાષણ ને મામાને ત્યાં શાસન” રાણીએ કહ્યું, “મને યાદ છે કે, થોડો વખત પહેલાં હું પણ ઘણી વિલાસપ્રિય હતી.”
એના મેાઢા તરફ મેં જોયું એટલે એ હસીને બેલી, “વિધવાની વિલાસપ્રિયતા બહુ ખોટી ગણાય, નહિ ? પણ એ તે અતિ સામાન્ય છે. ઉજળાં લૂગડાં પહેરવાં ને ચેટલા વ્યવસ્થિત રાખીને એમાં આનંદ માનવા એમાં કયા ગુને છે? એ ગુના માટે મોટાભાઈએ મને બોલાવીને ચેટલા વગેરે કાઢી નાંખવા કહ્યું, ત્યારે ત્રણ દિવસ હું રડી હતી. મારા વાળ મારા ઢીંચણ સુધી લાંબા હતા. હું જાણું છું કે રડવું એ કરવાદ છે. સર્વત્યાગ કરવામાં જ વિધવાના જીવનની ઉજજવળતા છે તે પણ હું જાણું છું ... પણ” બાલતાં બેાલતાં તેણે મ્લાન હાસ્ય કર્યું.
માસિચટ્ટી અમે પાર કરી હતી, રસ્તા સપાટ હતા. ક્યાંક ક્યાંક ગામડાંનાં ચિહ્ન જણાતાં હતાં. વૃક્ષાની છાયાથી ઢંકાયેલા પહોળા રસ્તો હતા. પર્વતની શિખરમાળા દૂર દૂર સરી ગઈ હતી. ગામડું મેદાન બધે નીરવતા હતી, હૂ હૂ કરતા વાસંતી વાયુ વાતા હતા. હવે રસ્તામાં ઝરણાં આવતાં નહોતાં. રામગંગા નદી પાસે જ હતી, બુડકેદારમાં બપોરનું ભાજન વગેરે પતાવી પાછા હું આગળ ચાલ્યો. આજ કાલ તો સુખ અને સ્વસ્થતા બન્ને મેં મેળવ્યાં હતાં. ઘોડા પર મુસાફરી કરતા હતા, ને દિદિમા પાસેથી રાંધેલા ભાત મળતા હતા, વાસણ પણ માંજવા પડતાં નહાતાં. જે દિવસે દુ:ખમાં હરદ્રારથી અમારી મુસાફરી શરૂ થઈ, તે દિવસે મે સ્વપ્નામાં પણ ધાર્યું નહોતું કે આટલા આનંદમાં મારી યાત્રા પૂરી થશે. ચારુની મા અને ગોપાલદાનું દળ આગળ નીકળી ગયું હતું. મને ઇચ્છા તો થઈ કે દોડતા જઈને એમને પકડી પાડું ને મારા સૌભાગ્યની વાત એમને કહું. ગાપાલદાની ધીરજથી અને સહનશીલતાથી હું ખરેખર મુગ્ધ છું. પણ એક વાતની મને શરમ આવતી હતી. દિવસે દિદિમા ને રાણી રાંધી આપતાં હતાં. ચૌધરીસાહેબ આગ્રહ કરીને ખવડાવવા હતાં. પણ એ માટે એક પણ પૈસા લેવાની તેઓ ચોખ્ખી ના પાડતા હતા. આથી જમતી વખતે મને સંકોચ થતા હતા. મારો સંકોચ અને શરમ જોઈને રાણી પણ અસ્વસ્થ બનતી. મારા સ્વમાનને આધાત ન લાગે એ વિષે એ ઘણી કાળજી રાખતી.
સાંજે અમે નલચટ્ટી પહોંચ્યા. અત્યંત મનોરમ સ્થળ છે. પાસે જ કેળનું જંગલ છે, તેની પૂર્વદિશામાં એક નાની ટપાલ આફિસ છે, ને એની પાસે જ ધર્મશાળા છે. ઘેાડે દૂર એકાંતમાં એક પ્રાચીન મંદિર છે, તેની પાસે સાધુઓના આશ્રમ છે. ઘોડા પરથી ઊતરી અમે ચટ્ટીમાં આવી રાતવાસા કર્યો.
હવે એ મુશ્કેલ પથ નહોતો. પહેલાં જેવું સંકીર્ણ આકાશ ન હતું. પર્વતોની હારમાળા વચ્ચે પ્રાણઘાતક ચઢાણ ઉતરાણ પણ નહોતું. હવે આકાશ દૂર દૂર સુધી દેખાતું હતું. નદીની હવે ગર્જના નહાતી. ઝરણાંના અવિરામ ઝરઝર અવાજ નહાતા, હવે દેશની ખૂબ નજીક અમે આવી પહોંચ્યા હતા. સવારના જ્યારે રાણીની જોડે મુલાકાત થઈ ત્યારે એણે કહ્યું: “હવે જરા આપણે છૂટા રહીશું.