SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૧–૩–૧૭ મહત્ત્વા સંઘર્ષ બહુ ઓછા અનુભવતા હશે. રાજુની કારમી મેથવારી, વિભ કત કુટુમ્બે ગુમાવેલી વૃદ્ધોની હૂંફ, પેાતાની વ્યકિતગત કાંક્ષા ને મેાજશેખ તથા પોતાનાં કૌટુમ્બિક કર્તવ્યો આ બધામાંથી માર્ગ કાઢનારમાં કેટલી ઊંડી સમજ, દષ્ટિ ને સહિષ્ણુતા જોઈએ? કેળવણીની સાચી કસેટી પણ ામાં જ છે ને? કૌટુમ્બિક જીવનની તાલીમ વિષે બોલતાં શ્રીમતી વિનેદીબહેન નીલકંઠે સુખી વૃદ્ધાવસ્થાનું સાફલ્ય શેમાં તે સમજાવ્યું. આ સ્નાતિકાઓ વૃદ્ધ થતાં દર્શ સાસુ કેમ બની શકે એ પણ વિચારવાનું તે છે જ. ત્યાગ ને પ્રેમની માત્રા પણ શિક્ષણ સાથે સિદ્ધા પ્રમાણમાં (direct ratio)માં વધે તો? તે કેવું અદભુત! ઐચ્છિક સેવાના કામમાં સક્રિય થવાની અને બહેનેને માર્ગ બતાવવાની બાબતમાં શ્રીમતી હેમલતા હૈ ગિલ્ટેએ વિશદ વિવેચન કર્યું. તેમના કહેવા મુજબ સ્નાતિકાઓના ફાજલ પડતા સમય ને શકિતના આવા સદુપયોગ વ્યવસ્થિત રીતે થાય તે ખરેખર ઈચ્છનીય છે. એકંદરે બધા વિષય પર ઘણી બહેને એ પૂરા રસ ને નિર્ભયતાથી પોતપોતાનાં મંતવ્યો રજૂ કર્યાં. પણ રાવી રજૂઆતમાં ચિંતનનું ઊંડાણ ને વિષયની વ્યવસ્થિતતા હજી વધવી જોઈએ. વાતેનું પુનરાવર્તન, diversion અને અકારણ લંબાણ થાય ત્યારે એની અસર ઓછી પડે છે. આ દષ્ટિએ પરિષદમાં વંચાનાર “પેપર્સ’ એના સંચાલકોએ અગાઉથી જોઈ લેવા જોઈએ, સુર વાળ દરેક વિભાગનું સંચાલન જુદા જુદા હાથે થવું જોઈએ કે જેથી વધુ ઊંડાણ ને વૈવિધ્યભર્યા દષ્ટિકોણ માણવા મળે. પ્રત્યેક વિભાગના નિષ્ણાતોને આમાં સંચાલન માટે બોલાવવા જેઈએ. આ ઉપરાંત બીજાં પણ એક બે સૂચના ઉમેર્ ' ' ' **** પ ચીમનલાલ જે. શાહ પ્રોધભાઈ એમ. શાહ મંત્રીઓ k ૨૩૫ લગ વિભાગવાર ચર્ચાસભા થાય તો એ દષ્ટિએ મૂળભૂત પ્રશ્નો ગાલણનાં અલગ અલગ ક્ષેત્રમાંથી સ્નાતક થયેલી બહેનની -પણ ચર્ચાય. આમ ચારસો જેટલી શિક્ષિત બહેનો સાથે મળે અને એમના પ્રશ્નો ચર્ચે' એ સારૂ જ છે, પણ એમાંથી શિક્ષિતપણાના અહંકાર કે વાડાબંધી અજાણતા પણ ન જાગવા જોઈએ. છેલ્લે, આ બધું માત્ર બૌદ્ધિક વિલાસ ન રહે અને એમાંથી કોઈ નક્કર કાર્ય પરિણમે એ દષ્ટિએ એનું અનુસરણ (Follow—up) તરત અને દષ્ટિપૂર્વકનું થાય એ અત્યંત જરૂરી છે. આ તો વલેણું થયું, માખણ ઉતારવાનું તે હજી બાકી છેને? બિહાર દુષ્કાળ રાહત અંગે અનુરાધ શ્રી મુંબઈ જૈન યુવક સંઘની કાર્યવાહક સમિતિ તરફથી તા. ૧૧-૩-’૬૭ નાં રોજ મળેલી સભામાં બિહાર દુષ્કાળ રાહત અંગે સંઘના સભ્યો પાસેથી ફાળો ઉઘરાવવાને સર્વાનુમતે ઠરાવ કરવામાં આવ્યો છે. ફાળાની શરૂઆત કાર્યવાહક સમિતિના . હાજર રહેલા સભ્યોથી કરવામાં આવી હતી અને તત્કાળ રૂપિયા એક હજાર જેટલી રકમો નોંધાઈ હતી. આપના 8 ગીતા પરીખ. પાટડી એસ્ટેટ, અમદાવાદ ૬ ) ‘પ્રબુદ્ધ જીવન ” ના તા. ૧-૩-’૬૭ ના અંકમાં “ બિહારનાં દુષ્કાળની ઉત્કટ બનતી જતી કટોકટી ” એ શિર્ષક નીચે ત્યાંના દુષ્કાળની ભીંષણ પરિસ્થિતિનો આછો ખ્યાલ આપતો લેખ પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. કુદરતે સર્જેલા આ પ્રકોપ ખરેખર ભયંકર છે, અકલ્પનીય છે. જુદે જુદે સ્થળેથી મળતાં બિહારનાં દુષ્કાળનાં વર્ણનો સાંભળવા કે વાંચવા મળે છે ત્યારે આપણા દિલના રૂવેવાં ખડાં થઈ જાય છે. આ પરિસ્થિતિને પહોંચી વળવા દેશમાંથી તેમ જ પરદેશોમાંથી જાતજાતની મદદ આવવી કયારનીયે શરૂ થઈ ગઈ છે. પરંતુ મદદનો આ પ્રવાહ જોઈએ તેટલો વેગવાળા નથી. હજી ઘણી વધારે મદદની જરૂર છે. આચાર્ય રજનીશજીનાં પ્રવચનાના કાર્યક્રમ મુંબઈ ખાતે માર્ચ માસની તારીખ ૨૦, ૨૧, ૨૨, ૨૩ એમ ચાર દિવસ માટે સાંજના ૬-૩૦ વાગ્યે ધોબીતળાવ પાસે આવેલા ફ્રાસ મેદાનમાં આચાર્ય રજનીશજીનાં પ્રવચના ગાઠવવામાં આવ્યા છે. શ્રી મુંબઈ જૈન યુવક સંઘના સભ્યોને તથા શુભેચ્છકોને, ‘પ્રબુદ્ધ જીવન’ ના વાંચકોને તથા ચાહકોને અમે આગ્રહભરી પ્રાર્થના કરીએ છીએ કે માનવતાના આ કાર્યમાં આપનો વધુમાં વધુ ફાળે આપો. બિહાર રીલીફ કિંમટી તરફથી સસ્તી રોટી અને મફ્ત રસોડાં સ્થળે સ્થળે ચાલુ થયાં છે. તે ઉપરાંત ત્યાં સાડીઓ, ગરમ કપડાં, ધાબળા, રજાઈ, દવાઓ, પગરખાં વગેરે અનેક ચીજોની જરૂર છે. બિહાર દુષ્કાળ રાહતના આ કાર્યમાં આપને જે કાંઈ આપવું હોય—રોકડ અથવા ચીજવસ્તુ~તે સંઘના કાર્યાલયમાં (૪૫/૪૭, . ધનજી સ્ટ્રીટ મુંબઈ–૩) વિના વિલંબે મોકલી આપશે. આ રીતે જે રકમ ભેગી થશે તે. તથા અનાજ, કપડાં વગેરે જે કાંઈ બીજી ચીજો આવશે તે -બધી યથાસ્થળે પહોંચાડવાની વ્યવસ્થા વિચારવામાં આવી છે. દાતાઓની યાદી પણ પ્રબુદ્ધ જીવનમાં પ્રગટ કરવામાં આવશે. જે કોઈ ગૃહસ્થો ટેલીફોનથી સંપર્ક સાધવા ચાહે તે આપણા સંઘનાં ઉપ-પ્રમુખ શ્રી પરમાનંદભાઈ (ટે. નં. ૩૫૪૮૭૬) તથા સાંઘા મંત્રીઓ શ્રી ચીમનલાલ જે. શાહ (ટે. નં. ૩૨૬૭૯૭..તથા ૩૩૪૯૪૫) અને શ્રી સુબોધભાઈ એમ. શાહ. (ā. નં. ૨૫૬૫૩૬ તથા ૩૬૬૨૮૫) સાથે ટેલીફોન પર પણ પોતાના ફાળો નોંધાવી શકે છે. સૌરાષ્ટ્રમાં માંગરોળ પાસે આવેલા શારદાગ્રામમાં એપ્રિલ માસની તારીખ ૧૪-૧૫-૧૬ એમ ત્રણ દિવસની—આચાર્ય રજનીશજીને અનુલક્ષીને સાધના શિબિર ગાઠવવામાં આવી છે. આ શિબર અંગેની વિગતો માટે જીવન જાગૃતિ કેન્દ્ર, ૫૦૫, કાલબાદેવી રોડ, મુંબઈ - ૨ (ફોન નં. : ૨૨૩૩૪ તથા ૨૬૪૦૬૫) સાથે સંપર્ક સાંધવા વિનંતી છે. મંત્રીઓ, જીવન જાગૃતિ કેન્દ્ર. ચીમનલાલ ચકુભાઇ શાહ-પ્રમુખ પરમાનંદ કુંવરજી કાપડિયા-ઉપપ્રમુખ
SR No.525952
Book TitlePrabuddha Jivan 1967 Year 28 Ank 17 to 24 and Year 29 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1967
Total Pages262
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy