________________
Regd. No. MH, 217 વાર્ષિક લવાજમ રૂા. ૭
પ્રબુદ્ધ જૈન'નું નવસરકરણ વર્ષ ૨૮ : અ કે ૨૨
મુંબઈ, માર્ચ ૧૬, ૧૯૬૭, ગુરૂવાર આફ્રિકા માટે શિલિંગ ૧૨
પ્રબુદ્ધ જીવન
શ્રી મુખઇ જૈન યુવક સંઘનુ... પાક્ષિક મુખપત્ર છૂટક નકલ ૪૦ પૈસા
તંત્રી, પરમાન ંદ કુંવરજી કાપડિયા
સામાન્ય ચૂંટણીનું પરિણામ એટલે નવયુગના આરંભ
તા. ૪-૩-૬૭ શનિવારના રોજ શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તથા જૈન સેાશિયલ ગ્રુપના સંયુકત ઉપક્રમે ધી ગ્રેઈન ઍન્ડ ઑઈલ સીડ્ઝ મરચન્ટ્સ એસોસીએશનના હાલમાં શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહે તાજેતરમાં પસાર થયેલી ભારતવ્યાપી સામાન્ય ચૂંટણીની નીચે મુજબ સમીક્ષા કરી હતી :
ચૂંટણીનાં પરિણામેાની સમીક્ષા
ભાઈઓ અને બહેનો,
જે વિષય અંગે વિચાર કરવા આપણે મળ્યા છીએ તે ઘણા વિશાળ છે, એની જે મુલવણી આપણે કરવાની છે તે, એનાં દૂરગામી પરિણામો જોતાં, અત્યારે સંપૂર્ણ અને સર્વાંગી વિશ્લેષણ કરવું શકય નથી. તેમ છતાં આપણે આ પ્રશ્નનું માત્ર રાજસત્તાની દષ્ટિએ જ નહીં પણ દેશના ભાવિની દષ્ટિએ મૂલ્ય આંકવા પ્રયાસ કરીશું....
આ વેળાની ચૂંટણી ખરેખર એક ઝંઝાવાત જેવી નીવડી છે. દેશમાં સૌ કોઈને એનાં પરિણામેાએ ચોંકાવી મૂકયા છે. અલબત્ત, આ ચૂંટણી ઘણાં આશ્ચર્યા જન્માવશે અને ઘણી રીતે વિશિષ્ટ હશે એવા એંધાણ તો હતાં જ, પણ તેનાં પરિણામે આટલા જબ્બર આઘાત આપશે એવી કલ્પના નહોતી.
. ઘણા લોકો માનતા હતા કે ચૂંટણી વખતે તોફાનો થયા વિના રહેશે નહીં. વળી આ વખતનું મતદાન પણ સમજપૂર્વકનું નહિ થાય એવી કે ઘણા લોકોની ધારણા હતી.
ખુશીની વાત છે કે, મતદાન ખૂબ જ શાન્તિપૂર્વક થયું. સાથેાસાથ એ વાત પણ સ્વીકારવાની રહે છે કે મતદાન મુકતપણે થયું છે. મતદારને પસંદગી માટે બહુ અવકાશ હોતો નથી. રાજકીય પક્ષો તરફથી અથવા સ્વતંત્ર રીતે જે ઉમેદવારો ઊભા હોય તેમાંથી જ પસંદગી કરવાની રહે છે. તે બધા સારી અને લાયક વ્યકિતઓ જ હોય છે એમ નથી હોતું; વળી લોકો શાણપણથી જ મત આપે છે એમ કહી ન શકાય; પણ આ વખતે મત વિચારપૂર્વક (deliberate) તો આપ્યો જ છે. કોઈની યે શેહમાં તણાયા વગર એણે જાગૃતિપૂર્વક–ઈરાદાપૂર્વક—મોટા પ્રમાણમાં મતદાન કર્યું છે. એ રીતે જોઈએ તો લોકશાહીના પાયા સુદૃઢ કરવાની દિશામાં પ્રજાએ કદમ માંડયું છે, જે એક શુભિચહ્ન છે. આટલા સમયના શાસન વિષે કદાચ એમ કહેવાય કે It was a government of the politicians, for the politicians, by the politicians, આના સ્થાને આ ચૂંટણીમાંથી એ જોવા મળે છે કે, ગમે તેવા પ્રચારના વંટોળ વચ્ચે, મતદાર સ્વસ્થતાથી મતદાન કરી શકે છે. એથી પુરવાર એ થાય છે કે સર્વોપરી ઉમેદવાર નહીં પણ મતદાર છે. અને તેથી લિંકને કલ્પેલી લોકોની, લોકો માટેની અને લોકો વડે રચાયેલી સરકાર ' હવે સાચા લોકશાહી અર્થમાં આકાર લેશે એમ આશા બંધાય.
આમ પરિસ્થિતિ હવે પલટાઈ છે. મતદારને પાંચ વરસે સંભારવાનું હવે નહીં પાલવે. આમવર્ગથી અહંર ચાલીને વાત નહીં કરાય. આનું શું પરિણામ આવશે એ તો દૈવ જાણે, પણ એક નવા યુગ આરંભાઈ ચૂક્યા છે એ નિશ્ચિત થઈ ગયું છે.
ગાંધી, નહેરુ જેવા શકવર્તાઓનાં હવે સમય નથી રહ્યો. નવી યુવાન પેઢી જે આવી રહી છે તેને મન તો સ્વાતંત્ર્યની લડતની વાત એ કેવળ ઇતિહાસ જ છે. વીતેલા યુગનાં સેવા ને ત્યાગ એની નજરમાં લાયકાતનું એક માત્ર કારણ રહ્યાં નથી. માત્ર ભૂતકાળની ગરવાઇ (ગ્લોરી) ની વાતો સ ંભળવાને સ્વીકારવા એ તૈયાર નથી.
આ મતદાર હવે ભાવિ ભણી મીટ માંડીને મતદાન કરે છે. આ આઘાત નવી પેઢીએ આપ્યા છે. પણ એણે હજી કોઈ ક્રાંતિ સર્જી નથી. અલબત્ત, એક દષ્ટિએ જેને silent revolution—શાંત ક્રાંતિ—કહી શકાય એની શરૂઆતનો અનુભવ થાય છે ખરો. લોકશાહીનાં સાધનાથી પ્રજાએ આ કરી બતાવ્યું છે. દેશના ભાવિના દોર હવે એણે પાતે જ હાથમાં લીધા છે. એ રીતે મતદાર વામનમાંથી વિરાટ થયો છે. ભૂતકાળની વાતો ઉપર ચૂંટણી લડવાના દિવસો હવે
ગયા છે.
ઈરાદાપૂર્વક કરેલા આ મતદાનમાં લોકોએ કેવળ પક્ષ કે ઉમેદવારને જ નજરમાં નથી રાખ્યા. કયાંક એ પક્ષ જુએ છે, તે કયાંક એ વ્યકિતની મેં મૂલવણી કરે છે. ઉત્તર મુંબઈ (પશ્ચિમ)ની લેક્સભાની બેઠકના ઉમેદવાર શ્રી શાંતિલાલ શાહના વિભાગના છ સફળ ઉમેદવારોને કુલ 'જે મતો મળ્યા એ 'કરતાં શ્રી શાહને લગભગ ૭૦ હજાર મતા ઓછા મળ્યા છે. અહીં આમ ક્રોસ વેટિંગ થયું છે. આ ઉપરથી મતદાર મતદાન કરતી વેળા બરોબર ઈરાદાપૂર્વક જ મત આપે છે એ દેખાઈ આવે છે. મતદારની આ જાગરૂકતા પણ એક આવકારદાયક ચિહ્ન છે.
ચૂંટણીમાં બીજું નોંધદાયક ચિહ્ન એ જોવા મળ્યું છે કે, પ્રજાએ એક મોટુ સાહસ ખેડયું છે. એણે કોંગ્રેસના ઈતિહાસ ને તેના અનુભવી આગેવાનોની કેટલેક દરજો અવગણના કરી છે. સાવ અજાણી એવી વ્યકિતને એણે બેધડક લૂંટયા છે. સ્થિર શાસનની વાત કે દલીલ એણે બહુ ધ્યાનમાં લીધી નથી. એક નવો ને મહાન પ્રયોગ તેણે કર્યો છે. જબ્બર સાહસ ખેડયું છે.
આ સાહસ ખેડવામાં એણે કદાચ શાણપણ નહીં બતાવ્યું હોય તો ય એ સાહસ સાવ ગાંડું તે નથી જ. અમુક રાજ્યોમાં એણે કૉંગ્રેસને ચૂંટી કાઢી છે, તેા કેટલાક રાજ્યોમાંથી કોંગ્રેસને વિદાય કરી દીધી છે, પણ કેન્દ્રમાં તે એણે કૉંગ્રેસ ને જ ચૂંટી છે. કોંગ્રેસને એણે ફરી એક વાર તક આપી છે. રાજ્યામાં એણે પલટાના પ્રયોગ કર્યો છે ને કેન્દ્રમાં કાગ્રેસને કસોટી કરવા સત્તા સોંપી