________________
42
પ્રબુદ્ધ જીવન
૨૧૪
થઈ, પછી આજે એને છેાડતાં હૃદયમાં જાણે ઘણના ઘા વાગતા હતા. ખેર, લગભગ ત્રણ વાગે સ્વામીજી અને ગૈાપાલદાના દલે બધા સામાન ઘેાડાની પીઠ પર લાદી મહેલચૌરી છેડયું, એ વખતે સાંજ પડવા આવી હતી.
ચૌધરીસાહેબના ભાવ ને વર્તન જોઈને મને થયું કે મહેલચૌરીમાં જ રાતવાસેા કરવા પડશે, એ લોકોને કાંઈ ઉતાવળ નહેાતી. મે' રાણીખેત સુધીના એક ઘોડો મારે માટે નક્કી કર્યો હતો. ઘેાડાનું નક્કી કરીને મેં ચૌધરી સાહેબને બૂમ પાડી આખરે એ જવા તૈયાર થયા.
હવે કોઈ વિઘ્ન નહતું. યાત્રા શરૂ કરતાં પાંચ વાગી ગયા. ઘેાડાની પીઠ પર કામળા અને ઝાળા રાખી મે મારા ઘોડાવાળા મહેન્દ્રસિંહને લાઠી આપી. ઘોડાવાળાનો વેશ જોવા જેવા હતા. પછી માથા પર શિવાજીના જેવી પાઘડી બાંધી એક વીરપુરુષની જેમ હું ઘોડા પર ચઢયો. દોરડાનું જીન અને લગામ હતાં. ને ઘોડેસ્વારના હાથમાં ઝાડની એક ડાળીની લાકડી હતી. ખેર, મે' તો ઘેાડાની પૂંછડી પર એક ટકો લગાવ્યા ને કહ્યું “હટ હટ.’
,,
ઘોડો દબાતે પગલે ચાલવા લાગ્યો. થોડે દૂર જઈને પાછળ ફરીને જોઉં છું તે, રાણી સહાસ્ય વદને એના ઘેાડો હાંકીને આવતી હતી. પહાડના એક વળાંકમાં અમે ભેગા થયા. એણે કહ્યું, “આપણે ઘોડા દોડાવીએ એટલે ધૂળ ઉડે, કે જેથી પેલા લોકો આપણને જોઈ ન શકે: તમે શું કહો છો ? ''
મેં કહ્યું. “પણ પછી ? ’'
“પછી વળી શું ? શિરપર ભલેને સન્દેહ ને જોહુકમીના બાજો રહેતા. આપણે આગળ જઈએ.” “પછી ?’
“પછી જોઈશું કે કોના ઘોડો સારો છે.” એમ કહીને તે હસી. મેં કહ્યું મારો જ ઘોડો સારો છે.'
“કુળ સારા છે, તમારા કરતાં તો મારા ઘેાડો તેજી છે.' “મારો ઘોડો ઝડપથી દોડે છે.''
“દાડે તેથી શું વળ્યું. જ્યાં અટકયા કે અધમૂઆ જેવા થઈ જાય.’
સૂર્યદેવ અસ્તાચળે નમતા હતા. કયાંક કયાંક ઝાડે ઝાડે અરણ્ય પક્ષીના સાંધ્ય કિલકિલાટ શરૂ થઈ ગયા હતા. દક્ષિણ તરફ નદીની ઉપર છાયાના અંધકાર જામતા હતા. બે ઘોડાવાળા પાસેપાસે ચાલતા હતા. એ લોકો વાર્તામાં મશગુલ હતા. અમે પણ અમારા ઘોડા પાસે પાસે ચલાવતા હતા. જાણે કેસ્વપ્ન લોકમાંથી બે પક્ષીરાજ અમને બન્નેને લઈને નીચે ઉતરતા હતા. ને ઊતરીને અમને શૂન્યલાકમાં
ઉતારતા હતા.
સ્વર્ગથી વિદાય. મર્ત્યભૂમિનાં આમંત્રણ આવ્યાં હતાં. ત્યાં ફરી પાછા જવું પડશે. એ લહ-કલંક, વિદ્વેષ ને મલિનતા, સામાન્ય સ્નેહ અને મોહના બંધન, શૌખીન મૈત્રી, નગણ્ય આત્મીયતા, આમ છતાં પાછા ત્યાં તો જવું જ પડશે. મહાપ્રસ્થાનના પૌરાણિક માર્ગ છાડીને અમે કર્ણપ્રયાગ આવ્યા હતા. આ માર્ગ ઐતિહાસિક હતા. ઈશાન ખૂણામાં મહેલચારી થઈને આ પથરેખા વર્તમાન સભ્ય ભારતની દિશામાં ચાલી જતી હતી. ને માનવસમાજને સ્પર્શતી હતી. સ્વર્ગના પ્રવાસમાં ઘણા દિવસેા વીતી ગયા હતા. સ્મૃતિની અને વિસ્મૃતિની ગાધૂલિના તેજમાં અમે ઊતરી આવ્યાં હતાં. કાનમાં મર્ત્યભૂમિના ક્ષીણ કલરવ સંભળાતા હતા. જીવનની વિચિત્ર જટિલતા હાથપ્રસારીને બાાવતી હતી. 'ચાલ, પાછા નીચે ઊતરી આવ.'
મહલચારી પાછળ રહી ગયું. ચઢાઈ રસ્તે યાત્રીઓ ધીરે ધીરે ચઢતા હતા. ઘોડાવાળા પાછળ પાછળ આવતા હતા. દક્ષિણમાં પર્વતની ખીણામાં સંધ્યા પછીના અંધકાર ધીમે ધીમે પોતાનું સામ્રાજ્ય ફેલાવતા હતા. સામે જ પર્વતની પેલી પાર પશ્ચિમનું આકાશ લાલ રંગનું બની ગયું હતું. બપારના આસન પર સંધ્યા આવીને બિરાજી હતી. ડાબી તરફના શિખરપ્રદેશમાં ચીડના જંગલમાં ધીમે પવન વચ્ચે વચ્ચે ગૂંજતો હતો. ધાર્યા કરતાં અહીંને રસ્તા વિષેશ પહેાળા હતા, રાણી એના ઘોડા પર મારી પડખે જ હતી. એકવાર એણે પૂછ્યું, “આપણે સાથે રસ્તે જ જઈએ છીએને ? રસ્તો ભૂલ્યાબુલ્યા તો નથી ને ? “આ રસ્તો કંઈ ભૂલાય એવો નથી. સીધે રસ્તો છે.”
અમે ધીરે ધીરે વાર્તાલાપ કરતા હતા, જે વાત કહેતા હતા
તા. ૧૬-૨-૭
તે હું પોતે પણ સાંભળતા હતા. મને લાગે છે કે એ પણ કાન માંડીને પોતાના શબ્દો સાંભળતી હતી. એમજ બને. જ્યારે આપણા શબ્દો આપણે કાને સાંભળીએ છીએ ત્યારે જાણવું જોઈએ કે વાતના ભૂતકાળને આપણે પ્રાપ્ત કરીએ છીએ.
“ચારે બાજુ કેવી સુન્દરતા પથરાઈ છે ? તમારી નજર છે ને ?'' મેં ચારે તરફ જોયું તો ખરું, પણ એ વિસ્મયકર રૂપ બહારનું હતું કે મારા અંતરનું ? નારીમાં રસપ્રકૃતિ સ્વાભાવિક રીતે રહેલી હોય છે. એક પ્રકારની આલ્હાદિની શકિત હોય છે, જે પુર્ષોમાં આનંદ પ્રગટાવે છે, અનુપ્રેરણા જન્માવે છે. મંદિરના સૂતેલા દેવના કાનમાં જાગૃતિનું ગીત ગાય છે. જેમ નદીના માર્ગમાં વર્ષાનુ જળ ઊતરી આવે છે ને તેના અંગેઅંગમાં વેગ આવે છે, ભરતી ઉભરાવે છે. એને સક્રિય બનાવે છે. અને એને પરમલક્ષ્ય તરફ ઘસડી જાય છે. પરન્તુ મારામાં ભરતીમાં તરવાની શકિત કેટલી, એ અધીર ઉદ્ાસ કેટલા? એ લક્ષ્ય કર્યાં? એની ગતિ કઈં તરફ? મને તો ખબર છે, મારી સામે ને પાછળ બન્ને બાજુ મારી જાણી છે, ફકત વચલી ક્ષણ - પરિચયની સ્વલ્પ સીમામાં જ અમારા બન્ને જણની હેરફેર છે. કદાચ ત્યાં અંતરંગતાને થોડો પ્રકાશ પડે છે, કદાચ આલ્હાદિની શકિતની. ક્ષણિક વિહ્વલતાં દેખાય છે. પણ તે પછી બીજું કાંઈ છે નહિ, ને રહેશે પણ નહિ. જે દિવસે પાછા જઈશ, અમે બન્ને જણ બન્નેના જગતમાં ખાવાઈ જશું. મનની પિછાણના જે ડાઘ જે દિવસે રહી જશે ત્યારે આડ પડદાની બન્ને તરફ બેસીને એક જણ શું બીજા એક જણનું મનમાં સ્મરણ કરીને કૌતુકનો અનુભવ નહિ કરે? ને પોતાને વિદ્રુપ નહિ કરે? ઘેાડાની પીઠ પર ઝાડની ડાળીને પ્રહાર કરીને રાણીએ ફરીથી કહ્યું, “આ વખતે તેા તમે ઓળખાતા પણ નથી.”
4
“કેમ ?”
“ સન્યાસીના સંસારી બન્યા છે. ધેાતિયું ને કફની પહેર્યાં છે; માથે પાઘડી બાંધી છે, મને લાગે છે કે એના રંગ એક દિવસ ભગવા હતા, નહિ? પુરુષનું સ્વરૂપ જલદી બદલાઈ જાય છે.” મેં કહ્યું, “કેવળ સ્ત્રીનું સ્વરૂપ જ બદલાતું નથી. પછી એ તીર્થમાં ફરે કે ઘોડા પર બેસે. અસલ તે બધા એક જ અમે બન્ને જણ હસી પડયાં. “આ થોડો વખત સ્વતંત્રતા મળી છે. ગમે તે કહે! પણ મને દિદિમાની ખૂબ બીક લાગે છે.
,
“તમે તે કહેતાં હતાં કે તમે કોઈના તાબેદાર નથી.” “એ તે આર્થિક સ્વાધીનતાની વાત હતી.” રાણીએ કહ્યું, “પણ તમને ખબર છે હું કેટલી હદ સુધી પરાધીન છું તે?”
હું કાંઈ બોલ્યો નહિ.
“આટલી ઉંમર સુધી મે ડગલે ને પગલે અપમાન જ સહન કર્યાં છે. ઘરની બહાર પગ મૂકવાની મના, સગાંવહાલાં, ભાઈ - બનેવી જોડે વાત કરવા પર પણ પ્રતિબંધ, ચેપડી કે છાપાં વાંચું તે પણ કોઈને ગમે નહિ. એ બધાનું કારણ શું તે જાણા છે? મારી ઉમ્મર નાની છે તે. આ ફોઈના મને ખૂબ ધાક છે. કારણ કે દેશમાં જઈને એ મારે વિષે કાંઈ સારું નહિ કહે. ખોટી વાતને જ મોટું રૂપ આપીને બધે રજૂ કરશે. દુ:ખ મારા મિત્રની જેમ હંમેશાં મારી પાસે રહે છે.”
એના નિસાસાથી વાતાવરણ ભારે બની ગયું. મને શું કહેવું તે સૂઝયું નહિ, એટલે મે ચૂપચાપ ઘોડો ચલાવ્યે રાખ્યો.
આ વખતનો રસ્તો શરૂઆતમાં ચઢાણના હતા, ને તે પછી રસ્તો સપાટ હતા, ચાલવામાં કાંઈ વિશેષ કષ્ટ પડતું નહાતું. પણ એ રસ્તામાં અનેક વળાંકો હતા, ને વાંકોચૂકો હતો. કયારેક એ ઘણે દૂર સુધી દેખાતે, તો કયારેક અમે છેક પહાડની અંદર ઘૂસી જતા. અમારા બન્નેના ઘોડા શાન્ત, ને નિરૂપદ્રવી હતા. અને ચલાવવાની જરૂર નહોતી, પોતાની મેળે જ તેઓ વૈરાગીની જેમ ઉદાસીનતાથી ચાલ્યે રાખતા હતા, તેમને ખબર હતી કે, અમારે બહુ દૂર જવાનું છે, અને કયાં જવાનું છે.
અનુવાદક : ડૉ. ચન્દ્રકાન્ત મહેતા
મૂળ બંગાળી : શ્રી પ્રબોધકુમાર સન્યાલ માલિક : શ્રી મુંબઈ જૈન યુવક સંધઃ મુદ્રક પ્રકાશક : શ્રી પરમાન કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળઃ ૪૫–૪૭, ધનજી સ્ટ્રીટ. સુખ—૩, મુદ્રક્ષ્ણસ્યાન ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કોટ, મુંબઇ
12