SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૧૨-૧૭ પ્રબુદ્ધ જીવન ૧૬૭ - - - * * * મેલેરિયાને કારણે આપણને થતી આર્થિક નુકસાનીમાં પણ ૯.૮ ટકાનો બચાવ થયો છે એટલું જ નહીં, વધુ ઉત્પાદન અને ઉત્પાદક શકિતના રૂપમાં આપણને ઘણો મોટો આર્થિક લાભ પણ થયો છે. અનાજમાં ઘઉં, ચોખા જુવાર, બાજરી અને રોકડિયા પાકમાં શેરડી, તમાક, કપાસ, શણ, ચાહ તથા કોલસાના ઉત્પાદનમાં જે કુલ વધારો થયો છે તેના ૧૯૪૯ - ૧૩ નાં ગાળાની સામે ૧૯૬૧ - ૬૨ ના ગાળાના સરેરાશ આંકડા તપાસીએ તે કુલ ૧૦૪.૫ કરોડ રૂપિયાને વધારો થયો છે. તેના દશ ટકા જેટલો ફાળો પણ જો મેલેરિયા નાબુદીના કારણે મૂકીએ તો તેનાથી ૧૦:૪૫ કરોડ રૂપિયા જેટલો આર્થિક લાભ થયો છે એમ ગણી શકાય. Sterilisation : cibulszel * આજે આપણા દેશમાં દશ કરોડથી વધુ પરણેલાં સ્ત્રી-પુરુષ છે, જેમાંથી આશરે નવ કરોડ જેટલાં દંપતિએ ૧૫ થી ૪૫ વરસની વયના પ્રજોત્પત્તિ કરી શકે એવા વિભાગમાં છે. આ નવ કરોડ પૈકી ૪.૨ કરોડ (૪૬.૮ ટકા) દંપતિઓને ચાર અથવા ચારથી વધુ બાળકો છે, ૧.૪ કરોડ (૧૫.૫ ટકા) ને ત્રણ બાળકો છે; એટલે કે, ૫.૬ કરોડ દંપતિને ત્રણથી વધુ બાળકો છે. રાષ્ટ્રના હિતની દષ્ટિએ એક કુટુંબમાં ત્રણથી વધુ બાળકો ન જ હોવા જોઈએ એમ સ્વીકારીએ તે આ ૫.૬ કરોડ દંપતિઓ જેઓ હજી Reproductive વર્ગમાં - સંતતિ નિર્માણની શકયતા ધરાવતા વર્ગમાં–છે તેમને વધુ બાળકો થવા ન જોઈએ. એનો ઉપાય સ્પષ્ટ છે. પતિ અથવા પત્નીએ-ખાસ કરીને પતિએ–વંધ્યીકરણ કરાવી લેવું જોઈએ. સંતતિનિયમનની બીજી પ્રચલિત પદ્ધતિઓ, જેમાં કયારેક પણ નિષ્ફળતા મળવાની ભીતિ રહેલી છે, તે આ વર્ગના દંપત્તિઓ માટે સ્વીકાર્ય બની શકે નહીં. બાકી રહેલાં ૩૪ કરોડ દંપત્તિને એક અથવા બે બાળકો છે. આ દંપતિઓ માટે Intra Uterus Contraceptive Device (I. U. C. D. - ગર્ભનિરોધ આંકડી) જરૂરી છે. એનો અર્થ એમ છે કે ૩૪ કરોડ યુવાન માતાને આપણે આઈ. યુ. સી. ડી. ને ઉપયોગ કરવા તૈયાર કરવી જોઈએ અને એ રીતે બીજા બે કે ત્રણ વર્ષ સુધી તેમને બીજું યા ત્રીજું બાળક ને અવતરે એ જાતનો પ્રબંધ કરવો જોઈએ. આપણે એ ભૂલવું ન જોઈએ કે આપણે ત્યાં લગ્ન અને કુટુંબનિર્માણનું પ્રમાણ ઘણું મેટું લઈને આ વિભાગના દંપત્તિઓની સંખ્યા વરસે વરસ વધતી જાય છે. ઉપર જણાવેલ ૫.૬ કરોડ પિતાઓ પૈકી અડધી સંખ્યાનું પણ ciધ્યીકરણ કરવું અને ૩.૪ કરોડ માતાઓ પૈકી અડધી સંખ્યાને પણ આઈ. યુ. સી. ડી. વાપરવા સમજાવવી–આ સમસ્યાને નાણાંકીય તથા વહીવટી ઉકેલ બહુ વિકટ છે. આપણી હાલ જે ડેમોગ્રાફિક સમસ્યા છે એટલે કે પુરુષ કરતાં સ્ત્રીઓની વસતિનું પ્રમાણ ઘણું વધારે છે તે આપણી સામાજિક તથા આર્થિક રચનામાં સામાન્ય સ્ત્રીસમુદાયની જે પછાત સ્થિતિ છે તેને આભારી છે. નાની વયનાં લગ્ન, સ્ત્રીઓ માટે અનિવાર્ય લેખાતી લગ્નસંબંધની આવશ્યકતા, વધ્યત્વ અંગે લોકોના દિલમાં અનાદાર–અમંગળ ભાવ, પુત્રપ્રાપ્તિની તીવ્ર કામના, વિધવા પુનવિવાહ અંગે હજુ પણ સામાજિક પ્રતિકૂળતા, કુંવારી સ્ત્રીઓ માટે આર્થિક સ્વાતંત્રયને અભાવ, સ્ત્રીઓ સંબંધમાં ઉચ્ચ કેળવણી, વ્યવસાયાત્મક તાલીમ અને સ્વતંત્ર કારકીર્દિ માટે બહુ ઓછી સગવડ અને અવકાશ, વિધવા, ત્યકતા અને લગ્નવિચ્છેદ પામેલી સ્ત્રીઓની કરુ સાજનક પરિસ્થિતિ–આ પ્રકારની સામાજિક પરંપરા અને ધર્મની મહોર પામેલા કુરિવાજો અને રૂઢિઓની આપણે ત્યાં કન્યાના લગ્નની વય, કુટુંબનું કદ, જાતીય અનુબંધ, સ્ત્રીઓની .ઉલ્લાસવિહાણી-સંગીયા જેવી પ્રકૃતિ, આયુષ્યની મર્યાદા અને મૃત્યુપ્રમાણ ઉપર સીધી અને ઘણી મોટી અસર પડે છે. વસતિવધારાની સમશ્યાને આપણે જો મૂળમાંથી હલ કરવી હોય તે સામાજિક, રાજકીય, આર્થિક અને કાયદાની રીતે સ્ત્રીઓને સંપૂર્ણ સ્વતંત્રતા હોવી અનિવાર્ય છે. સ્ત્રી પોતે જ નક્કી કરે કે તે કોને અને કયારે પરણશે, કયારે અને કેટલા બાળકોની તે માતા બનવાનું અને ઉછેરવાનું પસંદ કરશે, અથવા તે માત્ર ઘર સાચવવાનું કામ કરશે કે માત્ર નેકરીધંધો કરશે કે પછી બંને કામ કરવાનું પસંદ કરશે. જો આમ બનશે તે આપણા લગભગ બધાં જ બાળકો wanted children–અપેક્ષાપૂર્વકના બાળકો-હશે ને થોડાં જ બાળકો નિયોજન વગરના અકસ્માતરૂપ હશે. ' નાની વયનાં લગ્ન એ માત્ર સ્ત્રીઓ માટે શારીરિક કરુતાણ જ નહીં, પણ સમાજને માટે પણ ભારે શાપરૂપ છે, પુખ્ત વયની પ્રાપ્તિ–Puberty–અને ગર્ભધારણ કરી શકવાની શારીરિક તૈયારી એટલું જ માત્ર, કોઈ પણ એક સ્ત્રીને પત્ની અને માતા બનવા માટે જે શારીરિક અને માનસિક પાકટતા–Physical and emotional maturity ની જરૂર છે તે માટે પૂરતું નથી. શિક્ષણ અને શાળાની પૂરતી સગવડોના અભાવે–ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં--અને સમાજના મહેણાંટોણાંથી બચવા માટે માબાપે પોતાની દીકરીઓને વહેલામાં વહેલી તકે પરણાવી દે છે-કેમ જાણે કુંવારી દીકરી એક મોટો બોજ ન હોય! ૧૯૨૯ના શારદા એંકટથી આપણે ૧૮ વર્ષથી નાની વયના છોકરાઓ અને ૧૪ વર્ષથી નાની વયની છોકરીઓને પરણાવવા એ સજા કરી શકાય એ ગુન્હો જાહેર કર્યો છે, જો કે એક વાર લગ્ન થઈ ગયું હોય તે પછી તેના લગ્નને ફેક ગણવાનું તેમાં અન્તર્ગત કરવામાં આવ્યું નથી. ત્યારપછી હિન્દુ કોડ બીલ (૧૯૪૮) અને તેના એક ભાગ રૂપે હિન્દુ મેરેજ એંકટ (૧૯૫૫) વખતે પણ આ જ પરિસ્થિતિ કાયમ રહી છે–માત્ર કન્યાની ઓછામાં ઓછી લગ્ન માટેની વય ૧૪ ના બદલે ૧૫ વર્ષની કરવામાં આવી છે. ઉપરની લગ્નવ્યવસ્થા માટે એ જમાનામાં જે કોઈ વ્યાજબી કારણ હશે તે ખરા; પણ આજે તે પરિસ્થિતિમાં પાયાને ફેર પડી ગમે છે અને જ્યારે એક જના રિવાજની આપણા અર્થકારણ અને વસતીના પ્રશ્ન ઉપરની માઠી અસરો સ્પષ્ટપણે જણાઈ આવી 'છે ત્યારે એ રૂઢિને આપણે ચાલુ રહેવા દેવી જોઈએ નહિ, આપણા દેશમાં ભવિષ્યમાં થનારાં તમામ લગ્ન જો એક યા બે વર્ષ માટે મુલત્વી રાખવામાં આવે તે જન્મપ્રમાણ ચોક્કસપણે ઓછું થશે. છોકરીઓ માટેની લગ્નની કાયદેસરની વયમર્યાદા પણ ૧૫ થિી વધારીને ૨૦ વર્ષની કરવાનું ઈચ્છવાયોગ્ય છે. પુખ્તવયની દરેક પરણેલી સ્ત્રી ઓછામાં ઓછા એક બાળકને આવવું કેઆવું ધ્યેય આપણાં પ્રજાજને સ્વીકારે તે ખરેખર ઈચ્છાગ્ય છે. આજે ઉત્તરપ્રદેશમાં સાડીતરથી માંડીને કેરળમાં એકવીસ વર્ષની શારેરાશ વયના ગાળામાં આપણા દેશમાં છોકરીઓ પરણે છે. કેટલાક સમીક્ષણે પરથી એમ જણાય છે કે શહેરી વિસ્તારમાં અને શિક્ષિત કુટુંબમાં છોકરીએ વીસ વર્ષની થયા પછી જ પરણે છે. આપણે આપણી સમગ્ર પ્રજાના આરોગ્યનું ધોરણ ઊંચું લાવવું છે. જન્મપ્રમાણને દર જે આજે ૪૦થી ૪૨ ને છે તેને પણ આપણે ઘટાડીને હવે પછીના દશ વરસમાં, દર વરસે દર હજારે ૨૦ અથવા ૨૫ સુધી લઈ જવો છે, કે જેથી મુશીબતે મળેલા આર્થિક લાભે વસતિવધારાને કારણે ચવાઈ ન જાય. મતલબ કે પ્રત્યેક નાગરિકે એમ સમજવું જોઈએ કે પોતાનું ખાનગીમાં ખાનગી પ્રજોત્પત્તિનું કાર્ય પણ આપણા જાહેર જીવન, કૌટુંબિક જીવન અને રાષ્ટ્રીય તેમ જ આંતરરાષ્ટ્રીય જીવન પર આર્થિક, સામાજિક અને રાજકીય પ્રકારના પ્રચંડ પ્રત્યાઘાત પાડે છે. આમ હોવાથી આ પ્રજોત્પત્તિનું કાર્ય એક મેટી જવાબદારીભરેલા કાર્ય તરીકે લેખાવું ઘટે છે અને જેના પરિણામે ઉપર કુટુંબના સુખ અને સ્વાચ્ય ખાતર તેમ જ દેશની આર્થિક આબાદી અને સમાજની સર્વત્તામુખી અભિવૃદ્ધિ માટે અંકુશ મૂકવાની અનિવાર્ય આવશ્યકતા , ઊભી થઈ છે. અનુવાદક : મૂળ અંગેજી :: સુબોધભાઈ એમ. શાહ : ડે. એસ. ચંદ્રશેખર દરેક પરણેલા છ વર્ષના જાય છે. એ પૈકી એ
SR No.525952
Book TitlePrabuddha Jivan 1967 Year 28 Ank 17 to 24 and Year 29 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1967
Total Pages262
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy