________________
તા. ૧-૧૨-૧૭
ઘણા વિદ્રાન સાક્ષરો અને પંડિતોને સાંભળ્યા છે; પણ એમની ધીમી અને સચાટ વાણીની છટા, અને એમના કંઠનું ને શબ્દનું માધુર્ય કર્યાંય મળ્યું નથી.
પ્રબુદ્ધ જીવન
૧૯૨૪ માં ભાવનગર ખાતે ગુજરાતી સાંહિત્ય પરિષદનું સંમેલન ભરાયલું. શ્રી કમળાશંકર પ્રાણશંકર ત્રિવેદી તેના પ્રમુખ હતા. ને બીજા પણ ઘણા વિદ્રાનો ને પ્રતિષ્ઠિત સાહિત્યકારો ને વકતાઓ હતા. શ્રી રમણભાઈ મહીપતરામ નીલકંઠ, શ્રી આનંદશંકર બાપુભાઈ ધ્રુવ, શ્રી બલંતરાય ક. ઠાકોર, શ્રી કેશવ હર્ષદ ધ્રુવ, શ્રી અરદેશર ખબરદાર ને બીજા પણ ઘણા હતા. સૌએ ઘણાં વિદ્રત્તાભરેલાં વ્યાખ્યાનો આપેલાં, વકતા તરીકે શ્રી કેશવ હર્ષદ ધ્રુવે સુંદર છાપ પાડી. ઘણું જ છટાદાર, અને ગંગાના પ્રવાહ પડતો હોય તેવું એકધારું ને અવિચ્છિન્ન એમનું વક્તવ્ય હતું. આમ છતાં એમના વક્તવ્યમાં પણ કવિ કાન્તનું માધુર્ય ન હતું. મુ. મણિભાઈને કંઠ તેમના હૃદય જેટલા જ કોમળ હતા. એમની શબ્દોની પસંદગી, તેને ગૂંથીને મૂકવાની કળા એમના સ્વમુખે સંભળાતી કાને પડે ત્યારે જાણે ગુજરાતી ભાષા બહુ ગૌરવવતી બની છે એમ લાગતું. એકલા ભાષાશાન ઉપરાંત, એને રજૂ કરવાની રીત ભાષાને વધુ સમૃદ્ધ બનાવે છે.
એમની કવિતામાં પણ વૃત્તાને અનુકૂળ શબ્દોની પસંદગી એ પણ એમનું એક આગવું આકર્ષણ દેખાય છે. “ વહી જતાં ઝરણાં શ્રમને હરે, નિરખતાં રચના નયને ઠરે,
મધુર શબ્દ વિહંગ બધાં કરે, રસિકનાં હૃદયા રસથી ભરે.
35
આ પંકિતઓમાંથી કુદરતનાં જે મનોહર દર્શન થાય છે તે આવા સરળ શબ્દોથી બીજું કોઈ હજી સુધી કરાવી શક્યું નથી. “પ્રણયની પણ તૃપ્તિ થતી નથી,
પ્રણયની અભિલાષ જતી નથી, સમયનું લવ ભાન રહે નહિ,
અવધિ, અંકુશ સ્નેહ સહે નહિં, ”
અહીં પણ માત્ર બે જ પંકિતમાં માનવીજીવનની ગૂઢતા, ગંભીરતા તરફ સરળતાથી અંગુલિનિર્દેષ થયેલા છે તેવી રીતે કયારે ય ફરી થયેલા જાણ્યા નથી.
આ તો એમને એક કુદરતી બક્ષિસ જ હતી એમ માનવું રહ્યું. શ્રી રવીન્દ્રનાથ ટાગોર અને શ્રીમતી સરોજિની નાયડુનું જેવું અંગ્રેજીમાં વકતૃત્વ હતું, એવું જ મુ. મણિભાઈનું ગુજરાતી ભાષાનું વકતૃત્વ હતું, જે સાંભળતાં, જાણે કાનમાં રૂપેરી ઘાંટડીના સૂર ગુંજે, " ડો. અંબાશંકર નાગરદાસ ભટ્ટ
પાણી અને પારા જેટલે ભેદ
કાન્ત આપણા એક માત્ર કલાકાર કવિ છે. કેવળ કવિ અને કલાકાર કવિમાં પાણી અને પારામાં હોય એટલે ભેદ છે. પાણી અને પારો બન્ને પ્રવાહી પણ પાણી કરતાં પારામાં ઘનતા વિશેષ. આપણા કોઈપણ અર્વાચીન કવિની કવિતા કરતાં કાન્તની કવિતામાં ઘનતા વિશેષ છે. કાન્તની કાવ્ય લબત્ત સીમિત છે, પણ સુગ્રથિત છે. એમની કવિતામાં એક તીવ્ર અનુભવ છે અને એ અનુભવને એમણે એની અખિલાઈમાં, એની સમગ્રતામાં વ્યકત કર્યો છે અને એથી જ એમ કહી શકાય કે એમણે અખિલાઈના, સમગ્રતાના અનુભવને વ્યકત કર્યો છે. એમની કાવ્યસૃષ્ટિના, રસવિશ્વના કેન્દ્રમાં એક દર્શન છે. અને એ દર્શન છે નિયતિની કરુણાના અભાવે જીવનના અંતર્ગત કારુણ્યનું. એમાં ગહનતા (sense of mystery) છે, ‘ગહન’ એ કાન્તના પ્રિય શબ્દ છે - ગાંભીર્ય (high seriousness) છે, તીવ્રતા (intensity of emotions) છે, કલાના સંયમ (artistic discipline) છે. એમની કાવ્યશૈલીમાં પરલક્ષિતા (objectivity) અને નાટયાત્મકતા (dramatic element) છે, વસ્તુને અનુકૂળ સ્વરૂપ અને ઉચિત ભાષા છે, પાત્રા અને પ્રસંગાને અનુરૂપ પ્રતીકો છે. એમની કવિતાનાં આ પ્રધાન તત્ત્વા પરથી એની ઘનતાન આંક કાઢી શકાય છે. અને આ તત્ત્વાને કારણે જ કાન્ત આપણા એક માત્ર કલાકાર કવિ છે. નિરંજન ભગત
૧૬૧
āાતિષીઓને પડકાર
તામીલનાડમાં આવેલ મદુરા ખાતે વર્ષોથી વસતા અને તૈયાર કપડાં બનાવવાને મોટા પાયા ઉપર વ્યવસાય ચલાવતા મારા મિત્ર શ્રી ગગુભાઈ પુનશી સાંગેાયે આજના જ્યોતિષીઓને એટલે કે ફલજ્યાતિષીઓને વ્યવસાય કરતા જોષીઓને પડકાર કરતો એક પરિપત્ર મારી ઉપર મોકલ્યો છે. તેમની સાથે શ્રી ખીમજીભાઈ માડણ ભુજપુરીયા દ્વારા મને પ્રથમ પરિચય થયેલા અને ઘેાડાંક વર્ષો પહેલાં અમે માથેરાનમાં થોડા સમય સાથે રહેલા. ગયા ઉનાળામાં પણ મહાબળેશ્વર ખાતે શ્રી ખીમજીભાઈ અને તેમની સાથે દૃશ બાર દિવસ ગાળવાનું બનેલું. તેમની સાથે ચાલતી અનેક વિષયોને લગતી ચર્ચાઓમાં આ જ્યોતિષનો વિષય પણ હોય જ. જ્યોતિષ એટલે લયાતિષ અંગે મારું વલણ ઉદાસીનતાનું—તટસ્થતાનું— છે, અને તેમાં પડવાથી લાભને બદલે નુકસાન વધારે થાય છે એમ સમજીને તેથી હું દૂર રહ્યો છું. તે ખાટી આશાઓ ઊભી કરે છે અને પુરૂષાર્થની વૃત્તિને હણે છે એમ પણ હું માનું છું. બીજી બાજુએ મારા મિત્ર ગગુભાઈ તે આ લયાતિપ કેવળ નૂત જ છે એવી કટ્ટર માન્યતા ધરાવે છે અને તેથી તેમણે આ જયોતિષીઓને અને રેખાશાસ્ત્રીઓને ચેલેન્જ ફેકેલ છે. જેમની ઈચ્છા થાય તે તેમની સાથે નીચેના સરનામે પત્રવ્યવહાર કરી શકે છે: ..
Shree Gagubhai Punshi Sangoy, C/o. Truthful Company, 251, West Masi Street, Madurai-1, Tamilnad. પરમાનંદ
જ્યાતિષીઓને પડકાર
કોઈ પણ જયોતિષી કે હસ્તરેખા—શાસ્રી કોઈ પણ મનુષ્યમાં ભૂતકાળ કે ભવિષ્યકાળ સંબંધે ચાક્કસ રીતે કઈ પણ કહી શકે એમ હું માનતો નથી. એ લોકો જે કંઈ કહે છે તે ચાલાકી પૂર્વકની ધંધાકીય રીતે કહેતા હોય છે. આમાં લોકોને છેતરવા સિવાય બીજું કશું જ દેખાતું નથી.
કેટલાક એમ કહે છે કે જયોતિષીઓ અને હસ્તરેખાશાસ્રીઓ ભવિષ્યકાળ સંબંધે ચાક્કસ કહી શકે નહીં, પણ ભૂતકાળ સંબંધી ચોક્કસ રીતે કહી શકે છે.
પરંતુ માનવીના ભૂતકાળ સંબંધી પણ કોઈ કઈ ચોક્કસ રીતે કહી શકે એમ હું માની શકતો નથી. જ્યાતિષીઓ અને હસ્તરેખાશાસ્ત્રીએ માણસોને પુરૂષાર્થ કરવા પ્રેરવાને બદલે તેમને આળસુ બનાવી રહ્યા છે અને એ રીતે તેઓ દેશને ભારે નુકસાન કરી રહ્યા છે એવા મારો અભિપ્રાય છે.
આમ છતાં જો કોઈ પણ જયાતિષી કે હસ્તરેખા—શાસ્ત્રી પોતે બીજાના જીવન સંબંધીની ખરી હકીકતો કહી શકે છે એમ મને સાબીત કરી આપે તે મારા વિચારો ફેરવવાને હું તૈયાર છું.
મનુષ્યના ભૂતકાળ સંબંધીની સાચી હકીકતો કહી શકે એવા કોઈ પણ જ્યોતિષી કે હસ્તરેખાશાસ્રીને આપ ઓળખતા હો તે તેમને મારી પાસે મેાકલવા હું આપને વિનંતિ કરૂં છું.
હું મારા ટેબલ ઉપર રૂા. ૧૦૦૦ (એક હજાર) મૂકીશ. મારા કોઈ પણ બે કામદારોને બોલાવીશ. તેમના જન્માક્ષરો હાજર કરીશ અને તેમના જીવનનાં ભૂતકાળના દશ સાદા સવાલો પૂછીશ. મારા સવાલા એવા હશે કે જેના બે જવાબ હોઈ શકે નહીં. દા. ત. આ માણસની મા મરી ગઈ છે કે જીવતી છે વગેરે.
જે કોઈ જ્યોતિષી કે હસ્તરેખાશાસ્ત્રી મારા દશ સવાલાના સાચા જવાબ આપશે તે ટેબલ પર રાખેલ રૂ. ૧૦૦૦ તરત જ લઈ જઈ શકે છે. જ્યોતિષીઓને, હસ્તરેખાશાસ્ત્રીઓને તેમ જ જયોતિષમાં ઊંડી શ્રાદ્ધા ધરાવતા મિત્રાને મારો આ પડકાર છે.
વહાલા વાંચક, મારા આ લખાણથી તમારી લાગણી દુભાણી હોય તો તેને માટે હું તમારી ક્ષમા માગું છું.
ગગુભાઈ પુનશી, સાંગાઈ તા. ક. : આ પડકાર તા. ૩૧-૧૨-૬૮ સુધી અમલમાં રહેશે.