________________
તા. ૧-૨-૧૭
બુદ્ધ ન
નૈતિક અને આધ્યાત્મિક મૂલ્યા અંગેના અખિલ ભારતીય પરિસંવાદ
શિક્ષણવિભાગની ચર્ચામાં વિજ્ઞાન, સામાજિક શાસ્ત્રો અને નૈતિક મૂલ્યોના પરસ્પર સંબંધ અંગે તથા શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચે પ્રાચીન સમયના ગુરૂ - શિષ્ય સંબંધે વિકસાવવા માટે વિચારણા કરવામાં આવી હતી. કોઠારી પંચ તથા શ્રીપ્રકાશ સમિતિના અહેવાલે - માં આપવામાં આવેલા ધાર્મિક શિક્ષણ અંગેનાં સૂચનાને આવકાર્ય માનવામાં આવ્યાં હતાં.
ભારતની ભૂમિ એક એવી પૂણ્યભૂમિ છેકે જેમાં સદીઓથી અનેક સંસ્કૃતિના અને જાતિઓને, અનેક ભાષાઓના અને ધર્મના સુભગ સમન્વય થતા આવ્યા છે. સ્વાતંત્ર્ય પછી કમભાગ્યે ભારતની પ્રજા પર ભાષાનું ભાષાવાર પ્રાંતનું—ભૂત સવાર થયું અને આપણે રાષ્ટ્રીય પ્રગતિને બદલે પ્રાદેશિક પ્રગતિને વધુ મહત્ત્વ આપતા થયા. પરિણામે રાષ્ટ્રીય ઐકયની ભાવના દઢ બનવાને બદલે ઢીલી પડતી ગઈ અને આપણે હિંદીઓ તરીકે નહિ પણ ગુજરાતીઓ અને મહારાષ્ટ્રી તરીકે, હિંદીભાષી અને અહિંદીભાષીઓ તરીકે, હિંદુઓ અને શીખા તરીકે વિચારતા થયા. આ બધું પૂરતું ન હોય એમ છેલ્લા થાડા મહિનાઓ દરમિયાન તે એક બાજુ પ્રજાએ એની સાચીખોટી સર્વ ઈચ્છાઓને સંતાષવા ખાતર હિંસાકાંડ આદર્યો અને સરકારે એની સામે હત્યાકાંડ. આને કારણે લોકશાહી અને રાષ્ટ્રીય એક બન્નેના પાયા હચમચી ઊઠયા.
આમ જયારે જનતા અને સરકાર બન્ને સારાસાર વિવેક ગુમાવે ત્યારે સહેજે પ્રશ્ન થાય કે આવી ભયજનક પરિસ્થિતિમાંથી બચવાના ઉપાય શો? આંદોલન, સંસ્થાકીય સુધારાઓ વગેરે અનેક ઉપાયો સૂચવવામાં આવે છે, પણ એ તો સૌ કોઈ સ્વીકારશે કે સાથે! ઉપાય તો એ જ છે કે આપણા સમાજમાં અને સાહિત્યમાં, આપણા અર્થતંત્રમાં, શાસનતંત્રમાં નૈતિક અને આધ્યાત્મિક મૂલ્યોનું પ્રસ્થાપન થાય.
જીવનના વિવિધ ક્ષેત્રમાં આ મૂલ્યો કેવી રીતે અપનાવી શકાય. અને રાજકરણ તથા રાષ્ટ્રજીવનને વધુ સ્વચ્છ કેમ બનાવી શકાય એ અંગે વિચારણા કરવા માટે ભારતીય વિદ્યાભવન તથા ગાંધી સ્મારક નિધિના ઉપક્રમે તા. ૩૦-૧૨-૬૬ થી તા. ૨-૧-૬૭ સુધી એમ ચાર દિવસના અખિલ ભારતીય પરિસંવાદ યાજાયા હતો. એના પેટાવિભાગેામાં ધર્મ અને શિક્ષણ, ખેતી અને અર્થતંત્ર, સાહિત્ય અને પત્રકારત્વ, ગૃહે અને ગૃહિણીઓ, કાયદો અને લાશાહી, હિંદ અને વિશ્વ, સત્તા, નૈતિકતા અને નેતૃત્ત્વ, સામાજિક તંત્ર અને રાષ્ટ્રીય ઐક્ય - એમ અનેકવિધ વિષયોને આવરી લેવામાં આવ્યા. હતા. વળી એમાં ભાગ લેવા માટે દેશના સર્વ રાજ્યોની અને સર્વક્ષેત્રોની બહુશ્રુત અને પ્રતિભાશાળી વ્યકિતઓને નિમંત્રણ આપવામાં આવ્યું હતું. એમાં ધર્મધુરંધરો, પત્રકારો, પ્રાધ્યાપકો, સાહિત્યકારો, સામાજિક કાર્યકરો, રાજદ્વારી નેતાઓ, સર્વોદય કાર્યકર્તાઓ વગેરે સૌના સમાવેશ કરવામાં આવ્યા હતા.
પ્રથમ વિભાગમાં વ્યકિત અને સમાજના ઘડતરમાં નૈતિક અને આધ્યાત્મિક મૂલ્યો કેવા અને કેટલા ભાગ ભજવી શકે, પાશ્ચાત્યૂ સંસ્કૃતિ અને આ મૂલ્યાના મેળ જામે કે નહિ, આ મૂલ્યોના વિકાસમાં ધર્મ અને ધાર્મિક વિધિઓના ફાળા કેટલા વગેરે મૂળભૂત પ્રશ્નોની છણાવટ કરવામાં આવી હતી. ધર્મ અને ધર્મનિરપેક્ષ રાજ્યૂ વચ્ચેના સંબંધ અંગે ચર્ચા કરતાં અનેક વિદ્રાના એ બાબત અંગે એકમત થયા હતા કે ધર્મનિરપેક્ષ રાય એટલે નાસ્તિક કે ધર્મવિરોધી જ રાજય નહિ, પણ નૈતિકતાને પોષતું અને સર્વધર્મસમભાવની ભાવના પર અવલંબનું રાજ્ય. આ દષ્ટિએ જોતાં શાળા-કોલેજોના અભ્યાસક્રમમાં ધાર્મિક શિક્ષણને સ્થાન આપવું જૉઈએ. કે નહિ એ પ્રશ્ન પણ ચર્ચાયો હતો. સર્વસામાન્ય સૂર એ હતો કે કોઈ પણ એક ધર્મનું શિક્ષણ આપવું કદાચ ધર્મનિરપેક્ષતા સાથે સુસંગત ન હોય, પણ વિશ્વના સર્વ ધર્મોના સમાન સિદ્ધાન્તા તથા નૈતિક મૂલ્યો અંગે શિક્ષણ અપાય એ અતિ આવશ્યક છે. આ માટે ખાસ પુસ્તકો તૈયાર કરવાની તથા એમાં વિશ્વના મહાન પુરૂષોના જીવનમાંથી પાવન પ્રસંગેા ટાંકવાની ભલામણ કરવામાં આવી હતી.
૧૯૩
ચર્ચાના પ્રધાન સૂર એ રહ્યો કે, ભારતના વિદ્યાર્થીઓ બીજા કોઈ પણ દેશના વિદ્યાર્થીઓથી બૌદ્ધિક કે નૈતિક રિતે જરા પણ ઉતરતી કક્ષાના નથી; પણ સરકાર હજી એમની શકિતઓનો સદુપયોગ કરી એમને રાષ્ટ્રના નવવિધાનનાં કામ માટે નાથવા સમર્થ બની નથી. આ માટે ગ્રીષ્મ - શિબિરો, શ્રમદાન વગેરેની યોજના કરી શકાય.
રાજકીય પક્ષ અને નેતાઓની વિદ્યાર્થીઓને ભરમાવી એમના પોતાના સંકુચિત હિત માટે ઉપયોગ કરવાની નીતિને તેમ જ વિશ્વવિદ્યાલયોના કામમાં સરાકર તરફથી કરવામાં આવતી દખલને વખોડી કાઢવામાં આવી હતી, સહશિક્ષણના લાભાલાભ તથા એનાથી આવતાં અનિષ્ટ પરિણામોને રોક્વા માટેના પ્રયત્નો પણ વિચારવામાં આવ્યા હતા .
આર્થિક વિભાગમાં, ખેતી, ગ્રામવિકાસ, ઔઘોગીકરણ, માલિકનાકર સંબંધ વગેરે વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. કેટલાકના એવા મત હતા કે, ઉદ્યોગપ્રધાન અર્થતંત્ર કરતાં ખેતીપ્રધાન અર્થતંત્ર આધ્યાત્મિક મૂલ્યોના વિકાસ માટે વધુ અનુકૂળ છે, કારણ ઔઘોગીકરણને લીધે માનવીય મૂલ્યોના નાશ નહિ તોયે હ્રાસ તે થાય જ છે; મનુષ્ય મનુષ્ય મટી યંત્રસમાન અને ભૌતિક સુખ પાછળ ભમતા ભૂત જેવા બની જાય છે. બીજા કેટલાકના મત એવા હતા ઔદ્યોગીકરણમાં મૂળભૂત રીતે કોઈ દોષ નથી. એટલે એનાથી ઉપજતાં અનિષ્ટો નિવારી ન શકાય એમ માનવાને કોઈ કારણ નથી. એક ત્રીજો મત એ જાતને! હતા કે મોટા ઉદ્યોગે અને ગૃહઉદ્યોગે બન્ને જો એકસાથે પોષવામાં આવે તો આપણે ભૌતિક સુખાકારીની સાથે સાંસ્કૃતિક અને નૈતિક મૂલ્યોનો વિકાસ સાધવાને સમર્થ બની શકીએ. આ વિચારના સમર્થનમાં ગાંધીજીના સિદ્ધાન્તા અને જાપાનમાં થયેલા પ્રયોગોના ઉલ્લેખ કરવામાં આવ્યા હતા.
માલિક—ના સંબંધ અંગે બે ત્રણ સૂચને કરવામાં આવ્યા હતાં મેં કામ એ મજુરો માટે વેઠ નહિ પણ આનંદદાયક પ્રવૃત્તિત્ત બની રહે. માલિક—નાકર બન્ને નવા સર્જનને સંતોષ અનુભવતા સહભાગી કાર્યકર્તાઓ બને અને મજુરો, માલિકો, મેનેજરો—બધાં જ અધિકારની સાથે કર્તવ્યને સમજીને આચારસંહિતા અપનાવે.
સાહિત્ય અને લલિતકળાના વિભાગમાં ભારતની જૂદી જૂદી ભાષાઓનાં સાહિત્યનાં વહેણે અને વલણો અંગે રસપ્રદ ચર્ચા થઈ હતી. કેટલાક પ્રકાશકો અને સાહિત્યકારોએ એવું મંતવ્ય વ્યકત કર્યું હતું કે આજનું સાહિત્ય અશ્લીલતા અને ઉચ્છ્વ ખલતા તરફ વધુ ઢળે છે અને આજની કળા શિક્ષણ કરતાં સંભોગને અને બોધ કરતાં પ્રમોદને વધુ પોષે છે. આ અંગે ચલચિત્રોનાં ગીત – સંગીત અને નૃત્યનો તથા યુવાનોની ભાગવૃત્તિને પોષતા સસ્તા નાટકો અને કહેવાતા સાંસ્કૃતિક કાર્યક્રમોનાં ઉદાહરણ ટાંકવામાં આવ્યાં હતાં. સાહિત્યસર્જન અને મનોરંજન પર ઔદ્યોગીકરણ અને શહેરીકરણની અસર અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. પણ સર્વસાધારણ મત એવા હતા કે સમગ્ર દષ્ટિએ જોતાં થોડાક ઉગતા લેખકોને બાદ કરતાં બીજા લેખકો પોતાની જવાબદારી સમજે છે અને લોકમાનસને કેળવવા તથા લોકનીતિને-પાષવાના પ્રયત્નો કરે છે.
પત્રકારત્વ, ચલચિત્ર અને ડિયો - ટેલીવિઝન વગેરે લોકસંપર્કનાં સાધના વિષેની ચર્ચામાં એ વાતના એકમતે સ્વીકાર કરવામાં આવ્યા