________________
(
૧૯ર
કબુજ જીવન
તા. ૧-૨-૭
તમામ પ્રજાને શીરે આવી જ હોય છે, અને તે પ્રજાના પુરુષાર્થની કટી સમાન છે; અને મુકાબલો કરનાર પ્રજા તેમાંથી પાર ઉતરે જ છે. નિરાશાને કશું કારણ નથી. સંઘર્ષને સ્વાભાવિક સમજી તેની વચમાં આદરપૂર્વક છતાં શ્રદ્ધાથી સારું લાગે તે કરતાં શીખીએ તો ભારત સલામત છે.
માણસ શીખે છે એ રીતે શ્રદ્ધાથી ગુરૂની પાસેથી પાઠ શીખતાં અને ભૂલે કરતાં કરતાં. આ બન્ને માર્ગે આપણે તાલીમ પામી રહ્યા છીએ. - નિરાશા છોડીએ, પણ સવાલ એ થશે કે મુસીબતમાંથી માર્ગ તે કાઢવાને છે ને? પહેલી વસ્તુ સમજીએ કે આ દેશના સવાલોના જવાબ આપણે જ આપવાના છે. કોઈપણ એક વ્યકિત નથી કે જે આ દેશના સવાલોના જવાબ આપી શકે. ગાંધીજી કે જવાહરલાલજી હોત તે પણ સવાલોના જવાબ આપવાનું કામ તે આપણે જ કરવું પડતું. તેમનામાં છે [બી હતી કે તેઓ પ્રજાનાં તમામ તને પિતાની સાથે દોરી શકતા હતા અને લઈ જઈ શકતા હતા. ભારતીય નેતૃત્ત્વને આ શીખવાનું બાકી છે. સ્થાનની વ્યકિતગત મહેચ્છાથી બહાર પડેલ કોઈ પણ વ્યકિત મુખ્યમંત્રી બની શકશે, પણ સવાલોના જવાબો તે નહિ આપી શકે. આપણા દેશના નેતૃત્વે આ રીતે અંતરમુખ બની આ ગુણ કેળવવો પડશે. જેટલી માત્રામાં તે પ્રજાને પોતાની સાથે લઈ જઈ શકશે તેટલી જ માત્રામાં દેશની સમસ્યાઓને તે હલ કરી શકશે.
લોકોમાં ખુબીઓ પણ પડી છે અને ખામીઓ પણ પડી છે. એથી સાથે લઈ ચાલતાં વ્યકિતને ફાળે કેટલાંયે સમાધાન કરવાની જવાબદારી પણ આવશે. પણ જેટલી ખુબીઓ અને ખામીઓ વચ્ચે મેળ બેસાડી તે માર્ગ કાઢી શકશે તેટલાં પુરતો અયોગ્ય સમાધાનમાંથી દેશ બચશે.
ધર્મ, ભાષા, પ્રાંતીયતા, સ્વાર્થવૃત્તિ, મહત્ત્વકાંક્ષા – આ બધી આપણી ખામીઓ છે. ખુબીઓ પણ પારવગરની છે. ભારતીય સમાજની ખૂબીઓ અને ખામીઓનું કોઈએ અધ્યયન કર્યું હોય અને ખામીઓથી બચાવી ખુબીઓ બહાર આણી હોય તો તે કાર્ય છેલ્લા હજાર વર્ષમાં ગાંધીજી કરી શકયા.
આ માર્ગ આ વલણ-આ હથરોટી સમજયા સિવાય નેતૃત્ત્વને માટે બીજો ઉપાય નથી. આ દિશામાં દેશના જુદાં જુદાં ક્ષેત્રમાં નેતૃત્ત્વ આપતી વ્યકિતઓએ વિચાર કરવો જ રહ્યો.
ગાંધીજી આપણી સાથે તેને ત્યકર્તન ભુંજીથાને ગુરૂમંત્ર આદર્શ તરીકે રજુ કરતા. ' હાઈ ફીશરની લેનીનની જીવનક્શા વાંચીએ. ૧૨ વર્ષની ઉંમરથી શરૂ કરી ૫૩ - ૫૪ વર્ષનાં કાળ સુધી તેણે કેટલી ઉગ્ર તપશ્ચર્યા કરી? પ્રજાની સાથે આત્મીયતા લાવી પ્રજાની ખુબી અને ખામીઓ, શકિત અને અશકિત લક્ષમાં લઈ, કેટલી ચીવટથી પ્રજાને તેણે ઊભી કરી? આજનું રશિયા લેનીનની તપશ્ચર્યાનું ફળ છે. પ્રજાને સાથે રાખવાને માટે તેમણે સમાધાન પણ કર્યા હશે, પણ પ્રજાને સાથે રાખીને તેણે કેટકેટલું પરિવર્તન કર્યું?
વહીવટીતંત્ર વિખેરી નાંખ્યું. નાણું બદલી નાંખ્યું. જુના કાયદા, કોર્ટ, કચેરી બંધ કર્યા. લશ્કર વિખેરી નાંખ્યું. શિક્ષણ ફેરવી નાંખ્યું. ઉપરથી નીચે બધું ફેરવી નાંખ્યું. આ શકિત કયાંથી આવી? પ્રજાની શકિત વિષેને તેમને સચોટ ખ્યાલ. પરિણામે પ્રજા ઉપરના તેમનો ભરોસે. લુઈ ફીશર વહ છે. “કેઈએ પૂછયું રશિયામાં ક્રાંતિ કયારે થશે? લેનીન જવાબ આપે છે. ૬ઠ્ઠી નવેમ્બર વહેલી થશે. ૮મી નવેમ્બર મેડી થશે.” બરોબર ૭મી નવેમ્બરના રોજ મધરાતે ક્રાંતિ થાય છે..
ચર્ચાલના કાબની આધારશીલા પણ તે જ હતી. કેટલી એ માણસની સંવેદનશકિત? બોમ્બમારો થઈ રહ્યો છે. ભોંયરામાં દાખલ થાય છે. બાજુમાં જતી વખતે એક નાની ગામઠી હોટેલ જુએ છે. બેમ્બમારો પૂરો થાય છે. ભયરામાંથી બહાર નીકળે છે. ત્યાં હોટેલનું નામ નિશાન નથી. તેની માલિકણ એક ડોશી નિરાશ બનીને બેઠી છે. તેની હાલત વિશે પૂછે છે અને તુરતરત પગલાં શરૂ કરે છે લડાઈમાં તારાજ થયેલ વ્યકિતઓને વળતર આપવાનાં. વચમાં નાણાંખાતું
લીલબાજી અને દખલ કરે છે, પણ ચાર મહિનામાં
કાયદે પાસ કરાવે છે. આ હતી ચર્ચાલની શકિતની કુંચી. પરિણામે જયારે તેમને જરૂર જણાતી ત્યારે સામાન્યમાં સામાન્ય માણસ તેના અવાજ ઉપર ફના થવાને બહાર નીકળતો.
આ જ રીતે રૂઝવેલ્ટ અમેરિકાને તારણહાર બન્યો પોતાની પ્રજામાં અપાર વિશ્વાસ અને પ્રજાને સાથે રાખવાની શકિતને પરિણામે. પ્રમુખ બન્યા પછી એક દિવસમાં ગોલ્ડ-કન્ટ્રોલ ઓર્ડર જેવો કાયદો કોંગ્રેસ તથા સેનેટ પાસે મંજુર કરાવ્યો. સે દિવસમાં તેણે આખા અમેરિકાના અર્થતંત્રને બદલી નાંખ્યું.
પ્રજાની કટીની પળ આવી તે આવી વ્યકિતઓના પુરુષાર્થની તક બની ગઈ, અને પ્રજાના તેઓ ઉદ્ધારક બની ગયા. - રંધાતા માણસને શાપ આપતા કરી મૂકવાની કળામાં પ્રવીણ નેતૃત્ત્વ આ દેશની જટીલ સમસ્યાઓને ઉકેલ નહિ કરી શકે. તેની શકિત અશકિત સમજી, તેને વિશિષ્ટ રીતે સ્પર્શી, તેને ઉત્સાહી કરવામાં આવે તે દશગણ બોજો ઉપાડવાને માટે તેને તે માણસ તૈયાર થશે.
મનુભાઈ અને હું મેઘજી પેથરાજ પાસે લાખ બે લાખની આશાએ ગયેલા. અડધા પિણા ક્લાકની વાતચીતને અંતે તેમણે ૬૫. લાખનાં દાનની જવાબદારી લીધી. એ પણ મેઘજીભાઈ અને કચવાતે મને વિદેશમાં વસવાટ કરનાર પણ મેઘજીભાઈ.
અનેક નિરાશાની વચમાં તકલીફોને પુરુષાર્થની તક સમજતો જે પ્રજાવર્ગ જયાં હશે અને પ્રજાની ખુબી આખી સમજી તેને સાથે લઈ જવાની વૃત્તિવાળું નેતૃત્વ ક્યાં હશે ત્યાં નિરાશાજનક હાલત મામુલી વાદળની માફક થોડી ક્ષણોમાં વિખેરાઈ જશે.
ભારતની પ્રજા સામે તેને હજારો વર્ષોનો ઈતિહાસ પડેલે છે. તેમાંથી મુસીબતને સમયે મુકાબલે કરવાના પ્રસંગે યાદ કરવાની.
આ તક છે. - દેશના જુદાં જુદાં ક્ષેત્રમાં પડેલ નેતૃત્વ માટે આ તક છે. એ જ નેતૃત્ત્વને માટે–પછી ભલે તે રાજકારણમાં હોય, ધર્મમાં હોય, ઉદ્યોગના ક્ષેત્રમાં હોય કે શિક્ષણ ક્ષેત્રમાં હોય–તેને માટે ઈતિહાસનાં પાનાં. પડેલાં છે, તેમાંથી સાર ગ્રહણ કરી પ્રજાના દિલમાં નવો વિચાર તથા ઉત્સાહ રેડવાની આ તક છે. પ્રજાની શકિત અશકિતનું માપ કાઢી ધીરજથી તેને સાથે લઈ જવાની ભાવના તેમાં જગાડી શકાય તે આ દેશ સલામત છે. ,
ઉછરંગરાય ઢેબર સાપુતારા પર્યટન શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી સંધના સભ્યો અને તેમના કુટુંબીજને માટે નાસિકં નજીક, પણ ગુજરાત રાજયમાં-દરિયાની સપાટીથી લગભગ ૩૫૦૦ ફીટની ઊંચાઈએ-આવેલ સાપુતારા નામના હીલ સ્ટેશનનું ફેબ્રુઆરી તા. ૨૪ શુક્રવાર રાતથી સોમવાર તા. ૨૭ સવાર સુધીનું પર્યટન ગોઠવવામાં આવ્યું છે. આ પર્યટનમાં જોડાનાર ભાઈ-બહેનોને તા. ૨૪ ફેબ્રુઆરી શુક્રવાર રાત્રિના ૧૧-૧૦ વાગ્યે વિકટોરિયા ટ્રમીનસથી ઉપડતી ભુસાવળ પેસેન્જરમાં નાસિક લઈ જવામાં આવશે અને ત્યાંથી બસમાં સાપુતારા પહોંચાડવામાં આવશે. એજ રીતે ફેબ્રુઆરી તા. ૨૬ રવિવારે સાંજના ચાર વાગ્યે સાપુતારાથી નીકળીને નાસિક થઈને સેમવાર સવારના સાડાપાંચ વાગ્યે મુંબઇ પાછા ફરવાનું રહેશે.
આ પ્રવાસમાં જોડાનાર ભાઈ-બહેને એ વ્યકિત દીઠ રૂા. ૪૫-૦૦ અને બાર વર્ષથી નીચેના બાળકો માટે રૂ. ૩૫–૦૦ ભરવાના રહેશે. પ્રવાસમાં જોડાનારે બને તેટલું નાનું બેડીંગ તથા ટોર્ચ સાથે લાવવાના રહેશે. આ પર્યટન માટે ૪૦ પ્રવાસીઓ પુરતુ વિચારવામાં આવ્યું છે તેથી સંઘના જે સભ્યોને આ પર્યટનમાં જોડાવાની ઈચ્છા હોય તેમને સંઘના કાર્યાલયમાં જરૂરી રકમ સત્વર ભરી જવા વિનંતિ છે.
મંત્રીઓ : મુંબઈ જૈન યુવક સંઘ મત-દાન સમસ્યા: એક પરિસંવાદ
શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, શ્રી જૈન સેશિયલ ગૃપ તથા શ્રી ઝાલાવાડ શિયલ ગૃપના ઉપક્રમે આગામી ફેબ્રુઆરી માસની તારીખ ૪, શનિવાર સાંજના ૬-૦૦ વાગ્યે, ન્યુ મરીનલાઈન્સ ઉપર આવેલા થીયોસૉફી હોલમાં (નિર્મળા નિકેતનની બાજુએ), સમીપ આવી રહેલ દેશવ્યાપી ચૂંટણીના સંદર્ભમાં યોજાયેલા મતપ્રદાન અંગે શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહના પ્રમુખપણા નીચે એક જાહેર પરિસંવાદ ગોઠવવામાં આવેલ છે. આ પરિસંવાદમાં શ્રી સી. એલ. ઘીવાલા, ડૅ. આ દસ્તર, પ્ર. એ. બી. શાહ, ડે. ઉષા મહેતા વિગેરે વિશિષ્ટ વ્યકિતઓ ભાગ લેશે.