SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ પ્રભુ જીવન કાન્તના પુણ્યપરિચય મહામના કવિ (સ્વ. કવિ મણિશંકર રત્નજી ભટ્ટ, જેઓ ‘કાન્ત’ના તખલ્લુસથી કાવ્યો લખતા હતા તેમની જન્મશતાબ્દી મુંબઈ તેમ જ અન્યત્ર ગયા ઓકટોબર માસના બીજા ખવાડિયામાં ઉજવવામાં આવી હતી. તેમના ભવ્ય વ્યકિતત્વના—કવિ તરીકેની તેમની મસ્તી તથા ખુમારીના‘પ્રબુદ્ધ જીવન’ના વાચકોને પરિચય થાય એ હેતુથી તેમની સાથેના મને જે થાડો પરિચય હતા તે એક ટૂંકી નોંધના આકારમાં નીચે રજુ કરવામાં આવે છે. એ ઉપરાંત ‘ગ્રંથ’ના કાન્ત શતાબ્દી અંકમાંથી બે લખાણા નીચે ઉદ્યુત કરવામાં આવ્યા છે. પરમાનંદ) સ્મરણનોંધ : ૧ સ્વ. કવિવર મણિશંકર રત્નજી ભટ્ટનો જન્મ સૌરાષ્ટ્રમાં ચાવંડ ગામે ઈ. સ. ૧૮૬૭ના નવેંબર માસની ૨૮મી તારીખે થયેલા અને ઈ. સ. ૧૯૨૩ ના જુન માસની ૧૬મી તારીખે કાશ્મીરના પ્રવાસેથી પાછા ફરતાં રાવલપીંડીથી લાહોર આવતી મેલ ટ્રેનમાં તેમનું અવસાન થયું. તેમના આ ૫૬ વર્ષના જીવનના ઘણાખરો ભાગ તેમણે ભાવનગરમાં જ વ્યતીત કરેલા. મારો પણ ઉછેર અને હાઈસ્કૂલ સુધીનું ભણતર ભાવનગરમાં જ થયેલું અને પછીનાં વર્ષો દરમિયાન ભાવનગર અવારનવાર આવવાનું અને ઠીક સમય ભાવનગરમાં રહેવાનું બનતું. અને એ સમયના ગાળામાં એક યા બીજા નિમિત્તે કવિ કાન્તને અવારનવાર મળવાનું અને તેમની સાથે ચર્ચા-વાર્તા કરવાનું બનતું. મારા સ્મરણ પ્રમાણે તેમણે અમુક સમય. ભાવનગરની સામળદાસ કૅલેજમાં કામ કરેલું અને પછી ભાવનગર રાજ્યના શિક્ષણાધિકારી અમારી હાઈસ્કૂલના હેડમાસ્તર તરીકે થોડા સમય કામ કરેલું. હું હાઈસ્કૂલના અન્તિમ વર્ષોમાં હતા ત્યારે તેમને હાઈસ્કૂલમાં આવતા જતા મેં' અનેક વાર જોયેલા અને સાંભળેલા. કાલેજ અને પછીના અભ્યાસકાળદરમિયાન એક જિજ્ઞાસુ તરીકે તેમની પાસે તેમના ઘેર હું અવારનવાર જતા અને સાહિત્ય, સમાજ અને રાજકારણ-મનમાં જે વિષય આવ્યા તેને લગતા સવાલો હું તેમને પૂછતા અને ખૂબ વત્સલ ભાવથી તેઓ જવાબ આપતા અને મારા મનનું તે સમાધાન કરતા, અને મને તેમનાથી નવા પ્રકાશ મળતો. સમય જતાં આપણા દેશમાં ગાંધીજીના નેતૃત્ત્વ નીચે અસહકારનું આન્દોલન શરૂ થયું અને આખા દેશમાં રાષ્ટ્રીય ભાવનાના એક ઘણા મોટા જુવાળ આવ્યો. આન્દોલનના પ્રારંભના દિવસેામાં થોડા સમયના ગાળે એમ બે વાર આખા દિવસના ઉપવાસ કરવા દેશજનાને ગાંધીજીએ હાકલ કરેલી. એ વાતાવરણથી રંગાયલા અમે કેટલાક મિત્રાએ પણ એ દિવસેએ ઉપવાસ કરેલા અને આ બન્ને દિવસેાએ અસહકારની ચળવળના સમર્થનમાં મેં મારે ત્યાં અમુક મિત્રાની સભા ગોઠવેલી. આ બન્ને સભામાં મારી વિનંતિને માન આપીને નિડરતાની મૂર્તિસમા કવિ કાન્ત પધારેલા અને પ્રમુખસ્થાન સ્વીકારીને તત્કાલીન અસહકારઆન્દોલનની તેમણે ભારે નિડર અને વિશદ સમાલાચના કરેલી. એ સભાઓનું ચિત્ર આજે પણ મારા ચિત્ત ઉપર સુઅંકિત રહેલું છે. ભાવનગરમાં તેમનાં ભાષા મે` પાંચ છ વાર સાંભળ્યા હશે. તેમને ભાષણ કરતાં સાંભળવા એ એક લહાવા હતા. તેમની ભાષામાં અપૂર્વ માધુર્ય હતું, અને તેમના નિરૂપણમાં અસાધારણ સચોટતા અને પ્રવાહિતા હતી. તે મધુર વાણીના રણકાર આજે પણ જાણે કેકે કાનમાં સંભળાય છે. એક દિવસ ભાવનગરથી હું મુંબઈ જવા નીકળેલા અને તેઓ તથા કવિ ત્રિભુવન પ્રેમશંકર ભટ્ટ મારી તા. ૧૧૨૬ ૭ સાથે બીજા વર્ગમાં હતા. આ ટૂંકા પ્રવાસ દરમિયાન તેમની સાથે ઘણી વાત કરવાનું સદ્ભાગ્ય મને સાંપડેલું. તેમની ભવ્ય આકૃતિ, મસ્ત આંખા, મધુર વાણી આજે પણ મને એટલાં જ યાદ છે. તેમના ધર્માન્તર વિષે—હિન્દુ ધર્મમાંથી ખ્રિસ્તી ધર્મમાં અને પાછા હિન્દુ ધર્મમાં—મે ઘણુ' સાંભળેલું, પણ તે વિષે તેમની સાથે કદિ વાતે થયેલી નહિ. મારી વાતો મેટા ભાગે રાજકારણ અને સાહિત્ય પૂરતી મર્યાદિત રહેલી. દેશના તત્કાલીન નવા ઉત્થાનમાં તેમને ખૂબ રસ હતો. તેઓ Moody છે, મનસ્વી પ્રકૃતિના છે એવા સાધારણ ખ્યાલ હતો. આ કારણે તેમની પાસે લોકો જતા ડરતા. પણ મને તેમના વિષે આવા કદિ અનુભવ થયા નહોતા. મારું મન તે મૂર્તિમત્ત્ત માધુર્ય હતા. તેમની ગયા પખવાડિયા દરમિયાન મુંબઈ ખાતે જન્મશતાબ્દી. ઊજવાઈ ગઈ. તા. ૨૦મી નવેમ્બરના રોજ ભારતીય વિદ્યાભવનમાં શ્રી કનૈયાલાલ માણેકલાલ મુનશીના પ્રમુખપણા નીચે આ નિમિત્તે એક જાહેર સભા યોજવામાં આવી હતી અને કવિ કાન્તને અને તેમની કવિતાને અધિકૃત વ્યકિતએ તરફથી ભવ્ય અંજલિ આપવામાં આવી હતી. તા. ૨૫મી ના રોજ તેમના સાહિત્ય સર્જન અંગે શ્રી ઉમાશંકર જોષીના પ્રમુખપણા નીચે મુંબઈ ખાતે એ જ સ્થળે પરિસંવાદ યોજવામાં આવ્યો હતો અને તેમાં પણ અનેક સાક્ષરો અને સાહિત્યકારોએ ભાગ લીધા હતા, પરિચય ટ્રસ્ટ તરફથી શ્રી યશવંત દોશીના તંત્રીપણા નીચે પ્રગટ થતા ગ્રંથ માસિકના ઓકટોબર માસના અંક કાન્ત શતાબ્દી વિશેષાંક તરીકે પ્રગટ કરવામાં આવ્યો હતા. આ પ્રસંગે, સ્વ. કવિ સાથે મારા ચિત્તમાં સંગ્રહાયેલા થોડાંક સ્મરણા અહિં રજૂ કરવા સાથે, હું પણ તેમને મારા અન્તરની અંજલિ આપું છું. પરમાનંદ પૂરક નોંધ: સ્વ. મણિશંકર રત્નજી ભટ્ટની હયાતી દરમિયાન કે એ પછી - મને ચોક્કસ યાદ નથી - ભાવનગરના જાણીતા બુકસેલર ને ત્યાં એકવાર જવાનું બનતાં તેમણે મારા હાથમાં એક ચાપડી મૂકી, તેનું નામ ગીતાંજલિ હતું. તે ભાવનગરનાં સ્વ. મહારાણી નંદકુંવરબાએ પ્રસિદ્ધ કરી હતી. તે કવિવર ટાગૈારે પોતે જ પ્રસિદ્ધ કરેલ અંગ્રેજી ગીતાંજલિનું આ ગુજરાતી ભાષાન્તર હતું. તેની પ્રસ્તાવના કે ઉપોદ્ઘાત મણિશંકર રત્નજી ભટ્ટે લખેલા હતા તે ઉપરથી અનુવાદક અંગે તેમાં કોઈ સ્પષ્ટ ઉલ્લેખ ન હાવા છતાં, પ્રસ્તુત અનુવાદ તેમને જ કરેલા હોવા જોઈએ, એવું પરિપકવ અનુમાન થયું. તે ચાપડી મેં ખરીદી અને વાંચી જતાં મને ખૂબ આનંદ થયા. જાણે કે મૂળ ગુજરાતી ભાષામાં જ ગીતાંજલિ લખાયેલ હોય એવા અદ્ભુત અને પ્રસાદપૂર્ણ તે અનુવાદ લાગ્યો. એ દિવસેામાં ભાગ્યે જ કોઈ જાણતું હતું કે સ્વ. મણિશંકરે મૂળ અંગ્રેજી ગીતાંજલિના ગુજરાતી ભાષામાં આવા કોઈ અનુ વાદ કર્યો છે. આ અનુવાદથી હું એટલા બધા પ્રભાવિત થયેલા કે તે ચાપડીની મેં ઘણી નકલો ખરીદેલી અને મિત્રામાં વહેંચેલી. વર્ષો બાદ સસ્તું સાહિત્યવર્ધક મંડળના સંચાલક શ્રી મનુ સુબેદારને એકવાર મળવાનું બનતાં મે તેમને વિનંતિ કરી કે આ ચાપડી હવે બજારમાં મળતી નથી તો તે પોતાના મંડળ તરફ્થી ફરીથી છપાવે અને પ્રગટ કરે. તેઓ એ અનુવાદ જોઈ ગયા. અને ખૂબ પ્રસન્ન થયા અને સસ્તું સાહિત્ય વર્ધક મંડળ તરફથી તેની બીજી આવૃત્તિ પ્રગટ કરવામાં આવી. આ રીતે એ ગીતાંજલિ આજે પણ સુલભ બની છે. કવિ કાન્ત પરમાનંદ. I
SR No.525952
Book TitlePrabuddha Jivan 1967 Year 28 Ank 17 to 24 and Year 29 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1967
Total Pages262
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy