________________
તા. ૧-૧૦-૧૭ :
પ્રભુ જીવન
૧૧૫
પિતાના આશ્રમને બચાવવા માટે એમણે વલસાડના પારડી ગામે જઈને વસવાનું નક્કી કર્યું. પારડીમાં એક વાર જ્યાં દેવળ હતું એ મકાન એમને મળી ગયું. ત્યાં એમણે પિતાને આશ્રમ કર્યો તેમ જ મુદ્રણાલય અને પોતાના વિશાળ પુસ્તકસંગ્રહને પણ પારડીમાં લઈ આવ્યા.
1 પારડીમાં વસવાટ : . ગુજરાતમાં - પારડીમાં હવે એમની સાનસાધના ચાલે છે. હજુ યે વૈદિક સાહિત્યનું સંશોધન-અભ્યાસ કરી એમાંથી નવનીત તારવવાની એમની મનીષા છે. નાના હતા ત્યારે તેઓ નબળા હતા પણ વ્યાયામ અને કસરત કરીને એમણે એમના શરીરને સુદઢ બના
વ્યું છે. વાંચવા માટે એમને આ ઉંમરે ચમાની જરૂર પડતી નથી. છેલ્લાં ૩૫ વર્ષ થયા તેઓ હિન્દીમાં “વૈદિક ધર્મ અને મરાઠીમાં
પુરુષાર્થ' માસિક ચલાવે છે. ગુજરાતીમાં પણ એમણે થોડો વખત * એક માસિક ચલાવ્યું હતું. હવે એમણે ‘અમૃતલતા’ નામનું સંસ્કૃત ત્રિમાસિક પણ શરૂ કર્યું છે.
આ રીતે વેદમૂર્તિ પંડિત સાતવળેકરજીએ ભારતીય સંસ્કૃતિની અભૂતપૂર્વ કહી શકાય એવી સેવા બજાવી છે અને હજુ યે એમને આ જ્ઞાનયજ્ઞ ચાલી રહ્યો છે. એમના ૧૦૧ માં વર્ષે ઈશ્વર એમને મનવાંછિત દીર્ધાયુષ બક્ષે અને એમની સાધના અને ઉપાસના દ્વારા દેશ અને સમાજને હજુ યે સમૃદ્ધ અને ઉન્નત બનાવે એવી પ્રાર્થના કરીએ. મુહપત્તીબંધન શા માટે?”
એક ચર્ચાપત્ર (પ્રબુદ્ધ જીવનના ગતાંકમાં ઉપર જણાવેલ મથાળા નીચે પ્રગટ કરવામાં આવેલી નોંધને અનુલક્ષીને મારા મિત્ર પ્રાધ્યાપક કેશવલાલ હિંમતલાલ જેમણે વડોદરાની યુનિવર્સિટીમાં ઈતિહાસના અધ્યાપક તરીકે વર્ષો સુધી સેવા આપીને થોડા સમયથી વડોદરામાં જ નિવૃત્તિનિવાસ સ્વીકાર્યો છે અને જેઓ જન્મ સ્થાનકવાસી જૈન છે અને ધર્મસાહિત્યના સારા અભ્યાસી છે તેમના તરફથી એક ચર્ચાપત્ર મળ્યું છે જે, તેમની ઈચ્છાને માન આપીને, નીચે પ્રગટ કરવામાં આવે છે. આ પત્રના જવાબરૂપે તેમ જ પ્રસ્તુત વિષયની વિશેષ આલેચનારૂપે મારે જે કહેવાનું છે તે હવે પછીના અંકમાં રજુ કરવામાં આવશે. પરમાનંદ) પ્રિય પરમાનંદભાઈ,
૨૩, પ્રતાપગંજ, વડોદરા-૧.
તા. ૨૦--૬૭. આપના પ્રબુદ્ધ જીવનના છેલ્લા અંકમાં આવેલું મુહપતી ઊપરનું લખાણ વાચ્યું. તે સંબંધમાં આપે ચર્ચા માંગી છે, એટલે આ લખાણ મોકલું છું. યોગ્ય લાગે તે પ્રસિદ્ધિ આપશે.
આપના જે જ મારો અનુભવ છે, બલ્ક તેથી વધારે ગંભીર અનુભવ છે. હું જ્યારે ઉપાશ્રયમાં જાઉં છું ત્યારે મુનિમહારાજોને વંદના કરતી વેળા ઘણીવાર મુહપત્તીથી મુખને ઢાંકીને બેઠેલા શ્વેતવસ્ત્રી શ્રાવકો અને મુનિ મહારાજો એમની વચ્ચેનો તફાવત પારખી શકતું નથી. બંને સરખા લાગે છે. બંનેને વંદના કરવામાં વાંધો તે ન હોય, પણ ફરક તે સ્પષ્ટ અનુભવમાં આવવો જોઈએ જ. મુહુપતી તે પરખને અવરોધક બની જાય છે.
અત્યારે સ્થાનકવાસી ઉપાશ્રયમાં બધાં મુહપત્તીધારી બેઠેલાં હોય છે. પછી તેમને મૌનવ્રત હોય કે નહિ. અગાઉ એ પ્રથા નહોતી, ત્યારે તે વ્રતધારીએ જ મુહપત્તીઓથી માં ઢાંકતાં હતાં, બીજાઓ ખુલ્લા મેઢે બેસતાં ફરતાં હતાં. આ પ્રથા રાજસ્થાની, માળવી, પંજાબી મુનિઓએ ગુજરાત - સૌરાષ્ટ્રમાં ચાલુ કરી છે એવું મારું ' માનવું છે.
પષધ વખતે, રાત્રે, બધાં શ્રાવક-શ્રાવિકાઓ મુહપત્તી ઉતારી નાંખે છે, એમાં એમને દોષ લાગતો નથી. હું માનું છું કે રાત્રે.
સુતી વખતે સાધુ-સાધ્વીઓ મુહપતી ઉતારી નાંખી સુઈ જાય છે, હકીકત એવી છે કે મૌન હોય ત્યારે મુહપત્તીની જરૂર રહેતી નથી. તે વખતે વાયુકાય જીવોની હિંસાને સંભય રહેતું નથી, તે પ્રમાણે બેસતાં ઊભા રહેતાં જો મૌન જ હોય તે મુહપત્તીની જરૂર રહેતી નથી.
કઈ કઈ સ્થાનકવાસી સાધુ-સાધ્વીઓ તેમને વંદના કરતાં શ્રાવક-શ્રાવિકા જો ખુલ્લે મેઢે હોય તો તેમને મુખ ઢાંકીને વંદના. કરવા સૂચન કરતાં મેં જોયા છે. વંદના કરતાં મૌન સેવાતું હોય તે વાયુકાય જીવોની હિંસા સંભવતી નથીએટલે તે વખતે મુખને હથેળીથી કે આંગળીઓથી કે કપડાંથી ઢાકવાની જરૂર રહેતી નથી.
સ્થાનકવાસી સમાજમાં સાધુ-સાધ્વીઓનાં મૃતદેહોના મુખને મુહપતીથી આવરી લેવામાં આવે છે તે તે ખરેખર વિચિત્ર, તર્કહીન– સમજ વગરનું છે. કારણ કે મૃતૃદેહને વાચા સંભવતી જ નથી, અને તેથી તેના તરફથી વાયુકાય જીવેની હિંસા થઈ શકે જ નહિ,
હમણાં મેં સાંભળેલું અને વાંચેલું પણ ખરું કે રાજકોટ મુકામે એક મુનિરાજના ચાતુર્માસ દરમિયાન ઉપાશ્રયમાં આવતા દરેક ઈસમને મુહપત્તી રાખવાની સૂચના કરતા આવતી, અને તે માટે કાપડના તાકાઓને ફાડી તેમાંથી મુહપત્તીઓ દોરા સહિત તૈયાર કરી આપવામાં આવતી અને તેમના મેઢા ઉપર બાંધવા માટે સૂચના કરવામાં આવતી હતી. પરિણામે ઉપાશ્રયમાં હાજરી આપતા બધાં માણસે મુહપત્તીઓથી સજજ થયેલાં જોવામાં આવતાં હતાં, આ વ્યવસ્થા ક્રિયાપ્રયોગને અતિરેક જ કહી શકાય. આ પ્રથા પહેલાં નહોતી.
મારે એક બીજો અનુભવ અપને કહી શકું છું- મુહપત્તી ધારતાં મુખદ્વારા થતાં સાધુ-સાધ્વીઓનાં વ્યાખ્યાને શ્રુતિપથમાં સ્પષ્ટ, શુદ્ધ પડી શકતાં નથી.
મેં ઘણાં મ્યુઝીઅમો - સંગ્રહસ્થાને જોયાં છે. તેમાં દિગંબર મહાકાય પ્રતિમાઓ ઊભેલી જોઈ છે. એમના મુખ ઉપર મુહપત્તી બિલકુલ હોતી નથી. દિગંબર સાધુઓ હાથમાં પણ મુહપત્તી રાખતા નથી. શું તેઓ મિથ્યાત્વી છે ?
મધ્યકાલીન હસ્તપ્રતેના ચિત્રમાં મુનિ મહારાજે હાથમાં મુહપત્તી રાખતા દર્શાવવામાં આવે છે, એટલે મુહપરીને ઉપયોગ તે ઘણા જુના કાળથી હતો જ. શબ્દપ્રયોગ પણ સૂચવે છે કે તેને ઉપયોગ મુખને ઢાંકવા માટે અને વાયુકાય જીવની હિંસાથી દૂર રહેવા માટે થતું હતું તે સ્પષ્ટ છે. પણ દિવસની દરેક પળ માટે મુહપરી મુખ ઉપર રાખવાની પ્રથા તો નહતી તે પણ સ્પષ્ટ છે.
અકબર બાદશાહ અને તેના શાહજાદાઓ, અને હીરવિજયસૂરી અને એમના શિષ્યો એમની મુલાકાતના ચિત્રમાં વિદ્વાન સૂરીજીને મુહપત્તીને હાથમાં ધારણ કરતા દર્શાવવામાં આવ્યા છે, હેમચંદ્રસૂરી અને કુમારપાળના ચિત્રમાં પણ હેમચંદ્રસૂરીએ મુહપત્તીને હાથમાં રાખેલી છે. આ પ્રથામાં ફેરફાર સ્થાનકવાસી સાધુએએ કર્યો છે અને તેને આગ્રહ અત્યારે દુરાગ્રહરૂપે અનુભવવામાં આવે છે,
આપ જાણે છે કે હું સ્થાનકવાસી કુટુંબમાં જન્મ્ય છું, મારે સહવાસ સ્થાનકવાસી સાધુઓ સાથે રહ્યો છે. મૂર્તિપૂજક સાધુઓ સાથે મારો પરિચય નિકટ છે તે પણ આપ જાણે છે. | મુહપત્તીની ગ્યતા - અગ્યતા, શાસ્ત્ર વિરૂદ્ધતા–નહિ વિરૂદ્ધતા એ ચર્ચામાં મારે ઊતરવું નથી. પણ એટલું હું જરૂર માનું છું કે ક્રિયાવાદના અનુપાલનમાં ઔચિત્ય રહેવું જોઈએ. નગ્નત્વમાં ઔચિત્ય નથી; મલીન વસ્ત્ર ધારવામાં ઔચિત્ય નથી; શરીરને મલીન સ્વેદયુકત રાખવામાં ઔચિત્ય નથી. સ્થાનકવાસી સાધુઓ માટે મુહપત્તી માત્ર માપદંડ હોઈ શકે નહિ. બીજી અનેક રીતે તેમને જુદા તારવી શકાય તેમ છે અને એમાં કોઈ શક નથી કે કોઈ પણ એક વ્યકિતને અન્ય વ્યકિતથી જુદી તારવવા માટે તેની મુખાકૃતિનું સમગ્ર દર્શન અત્યન્ત આવશ્યક અને ઉપયોગી છે.
સ્નેહાંકિત કેશવલાલ હિં. કામદાર