________________
#
પ્રભુ જીવન
✩
વેદમૂતિ પંડિત સાતવળેકરજી
(તા. ૨૪–૯–૬૭ની જન્મભૂમિ-પ્રવાસીમાંથી સાભાર ઉષ્કૃત) વેદમાર્તડ મહામહોપાધ્યાય પંડિત શ્રીપાદ દામોદર સાતવળેકરને ગઈ તા. ૧૯મી સપ્ટેમ્બરે ૧૦૦ વર્ષ પૂરાં થયાં અને ૧૦૧મા વર્ષમાં તેઓ પ્રવેશ્યા. એમણે એમનું આયુષ્ય વૈદિક સાહિત્યના અભ્યાસ અને સંશોધનને સમર્પણ કર્યું છે. હજુયે એમની આ વિદ્યાસાધના વણઅટકી ચાલી રહી છે એ દેશનું સદ્ભાગ્ય છે. ૧૦૦ વર્ષ પૂરાં થવા છતાં યે એમને એમ નથી લાગતું કે એમને માટે નિવૃત્ત થવાનો અને અનેક પ્રવૃત્તિમાંથી પોતાની જાતને ખેંચી લેવાના સમય આવ્યો છે. હજુ તે એમને એમ લાગે છે કે પોતાના શેષજીવનમાં હજુ ઘણું બધું સંશોધન કરવાનું છે, વૈદિક સાહિત્યમાંથી અભ્યાસ કરીને ઘણુ' પ્રગટ કરવાનું છે. આવા પ્રતિભાશાળી કર્મશીલ વિદ્વાનને ૧૦૦ વર્ષ પૂઠાં થાય એ સામાન્ય બનાવ નથી.
૧૧૪
$***
પંડિત સાતવળેકરે કેવળ વેદાભ્યાસ અને સંસ્કૃત ભાષાના પ્રચારનું કામ જ કર્યું હોત તો પણ એ ક્ષેત્રમાં તેઓ ચિરંજીવ બની રહે એટલું પ્રદાન એમણે કર્યું છે. પરંતુ રાષ્ટ્ર અને સમાજની બીજી અનેકવિધ સેવા એમણે બજાવી છે. સ્વાતંત્ર્ય મળ્યા પૂર્વેના સમયમાં વિદેશી સરકારની ખફગીનો ભાગ પણ તેઓ બન્યા હતા, એમના પર રાજદ્રોહનો આરોપ મૂકી ખટલા ચલાવવામાં અવ્યો હતા અને એમને સખત કેદની સજા પણ ફરમાવવામાં આવી હતી. અત્યારે એમના મોટા ભાગનો સમય વેદોના અભ્યાસ અને સંસ્કૃત ભાષાને લોકપ્રિય બનાવવા અંગેની પ્રવૃત્તિઓ પાછળ જાય છે પણ તેઓ એક અચ્છા કલાકાર છે એ પણ આપણે ભૂલવું નહિ જોઈએ. ૪૦૦ ઉપર ગ્રંથ
એમના વર્ષોના અભ્યાસ અને સંશોધનના પરિપાક રૂપે એમણે લખેલા, સંપાદન કરેલા કે અનુવાદ કરેલા ગ્રંથાની સંખ્યા ચારસા ઉપર થવા જાય છે. હજુયે એમની લેખન પ્રવૃત્તિ ચાલુ છે અને એમના તરફથી વૈદિક સાહિત્ય વિશે વિશેષ ગ્રંથો મળશે એમાં શંકા નથી. એમના મનમાં નવી નવી યેાજના અને વિચારો આકાર લેતા જ રહે છે અને મુશ્કેલી વેઠીને પણ તેઓ એને અમલમાં મૂકતા જ હોય છે. એમના કહેવા મુજબ ૧૨૦ વર્ષનું આયુષ્ય ભાગવવાની એમની મનોકામના છે.
૧૮૫૭ ને અગ્નિ લગભગ ઠરી ગયા હતા ત્યારે ૧૮૬૬ ની.૧૯ મી સપ્ટેમ્બરે મહારાષ્ટ્રના સાર્વેતવાડી જિલ્લાના કોલગાંવ નામના ગામમાં દામોદર ભટ્ટ નામના એક ગરીબ બ્રાહ્મણને ત્યાં એમનો જન્મ થયે. સાવંતવાડીમાં જ એમનું શિક્ષણ શરૂ થયું. આ સાથે એમના કુટુંબની પરંપરા અનુસાર શાસ્રીય વૈદિક અધ્યયન પણ એમણે શરૂ કર્યું. આ શિક્ષણ લેતાં લેતાં રેખા અને રંગનો ઉપયોગ પણ એમણે કરવા માંડયા. પોતે સાવંતવાડીમાં જે શિક્ષણ લઈ રહ્યા હતા. એ લેવાનું ચાલુ રાખવું કે ચિત્રકલાના અભ્યાસ કરવા એવી ધિાભરી સ્થિતિમાં તે મૂકાયા. પણ પ્રારંભમાં ચિત્રકલાનો વિજય થયો. તેઓ ૧૮૮૯ માં મુંબઈ આવ્યા અને જે. જે. સ્કુલ ઑફ આર્ટમાં ચિત્રકલાનું શિક્ષણ લઈ એમાં પારંગત થયાં. જે જમાને રાજા – મહારાજાઓના હતા. તેઓ કલાકારો અને બીજાઓને આશ્રાય આપતા હતા. સાતવળેકરજીએ નિઝામ હૈદરાબાદ પસંદ કર્યું. ત્યાં એમણે પોતાની કલાથી – ખાસ કરીને એમના શૈલચિત્રાથી સારી ખ્યાતિ મેળવી.
વેદાના અર્થ
હૈદરાબાદમાં જ એમને આર્યસમાજ સાથે પરિચય થયા. ચિત્રકલાની સાથે એમને સંસ્કૃતનો અભ્યાસ તો ચાલુ જ હતો. એમણે મહર્ષિ દયાનંદની રચનાઓ ‘ સત્યાર્થ પ્રકાશ' અને ‘ઋગ્વેદાદિ
તા. ૧-૧૦૬૭
ભાષ્ય ભૂમિકા ’શું મરાઠીમાં ભાષાંતર કર્યું. એમણે મેકસમુલર અને બીજા વિદેશી વેદ ભાષ્યકારોના પ્રયાના અભ્યાસ કર્યો. એમાંથી એમના મનમાં એવો પ્રશ્ન જાગ્યા કે આ ભાષ્યકારોએ પોતપોતાની સમજણ અનુસાર કરેલા વેદોના અર્થ બરાબર છે? વૈદિક ઋચાઓને કોઈ ભિન્ન અર્થ ઋષિઓને અભિપ્રેત નહોતો? આ પ્રશ્ન પંડિતજીના મનમાં ઉદ્ભવતાં એમણે એમાં ઊંડાં ઊતરવા માંડયું અને એમના અભ્યાસનું ફલક ઘણુ વ્યાપક અને ઊંડું થઈ ગયું. વૈદિક રાષ્ટ્રગીત
પંડિતજીના હૈદરાબાદના વસવાટ પૂરો થયો અને તેઓ હરિદ્વાર ગયા. હરિદ્રારમાં સ્વામી શ્રાદ્ધાનંદજીના ગુરુકુળમાં વેદવિદ્યાના પ્રાધ્યાપક તરીકે કામ કરતા હતા. એ વખતે એમણે ‘વૈદિક પ્રાર્થનાની તેજસ્વિતા' નામના એક લેખ લખ્યા હતા અને કોલ્હા પુરમાંથી પ્રગટ થતા ‘વિશ્વવૃત્ત ’નામના માસિકમાં એ પ્રગટ થયા હતો. એ પછી ‘ વૈદિક રાષ્ટ્રગીત ' ના નામે પુસ્તિકા રૂપે એ પ્રગટ થયો હતો. આ પ્રકાશનોમાં બ્રિટિશ સરકારને રાજદ્રોહની ગંધ આવી. બ્રિટિશ સરકારે આ પ્રકાશનો જપ્ત કર્યાં અને લેખક, સંપાદક, મુદ્રક તેમ જ પ્રકાશક પર રાજદ્રોહનો આરોપ મૂકી એમને સાડાત્રણ વર્ષની જેલની સજા ફટકારી. લેખક ત્યારે પકડાયા નહોતા. પણ જ્યારે પકડાયા ત્યારે હાથકડી પહેરાવી એમને કોલ્હાપુર લાવવામાં આવ્યા હતા અને જેલમાં ગાંધવામાં આવ્યા હતા. સજા સામે જો કે અપીલ કરવામાં આવી હતી અને દોઢ વર્ષ" બધાને નિર્દોષ ગણી છે.ડી મૂકવામાં આવ્યા હતા.આ રીતે ખંડિતજીનું વૈદિક રાષ્ટ્રગીત સળગતા બોમ્બ જેવું પુરવાર થયું હતું.
જેલમાંથી છૂટયા બાદ પંડિતજી પંજાબમાં ગયા. લાહોરમાં અને બીજે તેઓ કેટલાંક વર્ષ રહ્યા. આ દરમિયાન લાલા લજપત રાયના ગાઢ સંપર્કમાં આવ્યા. જલિયાનવાલા બાગના હત્યાકાંડ બાદ ત્યાં પણ પોલીસ એમના પર નજર રાખવા માંડી. પરિણામે તેઓ ત્યાંથી ઔધ (મહારાષ્ટ્ર) ગયા અને ૧૯૪૮ સુધી ત્યાં જ રહીને એમણે વેંદા, મહાભારત, ઉપનિષદો વગેરે વિશે અભ્યાસ લેખન અને ચિંતન કર્યું. ઔ ધમાં એમને એમની પ્રવૃત્તિ માટેઅનુકુળ વાતાવરણ મળ્યું અને તેએ પોતાની પ્રવૃત્તિઓને સારી રીતે વિકસાવી શક્યા. ઔંધમાં એમણે ‘ સ્વાધ્યાય મંડળ ’ ની સ્થાપના કરી.
પંડિત સાતવળેકરજીએ અનેક અવરોધો અને મુશ્કેલીઓ વેઠીને ચારે વેંદાની સંહિતા પ્રગટ કરી અને સાડાચારસે પાનાના આ ગ્રંથ નજીવી કિંમતે લોકો સુધી પહોંચાડયો. વેદોનું મુદ્રણ ખૂબ જ શુદ્ધ થાય એ માટે એમણે એનાં સેંકડો પૂ ફો દેશના વૈદિક સાહિત્યના વિદ્વાનોને મોકલ્યા અને પછી જ એનું પ્રકાશન થયું. પંડિતજીએ રામાયણ અને મહાભારતના પ્રકાશનમાં પણ ખૂબ જ રસ લીધો હતો. સંપૂર્ણ સાર્થ વાલ્મીકિ રામાયણના પ્રત્યેક કાન્હ એમણે ચાર રૂપિયાની નજીવી કિંમતમાં ગ્રાહકોને આપ્યો હતો. મહાભારત પણ એમણે અનુવાદ સહિત પ્રગટ કર્યું છે. આ ઉપરાંત, એમણે ગીતા પર લખેલી ટીકા ‘પુરુષાર્થ બોધિની પણ ખૂબ જ પ્રશંસા પામી છે.
પંડિતજીએ સંસ્કૃત ભાષાને લોકપ્રિય બનાવવા માટે અથાક પરિશ્રમ કર્યો છે. એમણે સંસ્કૃત સ્વયં શિક્ષકના નામે ચાવીરા પુસ્તક પ્રગટ કર્યા તેમ જ સંસ્કૃતની પરીક્ષા લેવાની વ્યવસ્થા પણ કરી.
અત્યારે ૨૫૦ જેટલા કેન્દ્રોમાં આ પરીક્ષાઓ લેવામાં આવે છે. ૧૯૪૮ માં ઔધનો એમના વસવાટ પૂરો થયા. આ વર્ષે મહાત્મા ગાંધીની હત્યા થતાં મહારાષ્ટ્રમાં જે તફાન થયું એનાથી
CON