________________
તા. ૧૬-૮-૧૭
બુદ્ધ જીવન
શ્રી મુંબઈ જૈન યુવક સંધની પ્રવૃત્તિને આર્થિક સિંચન આપે!
નમ્ર નિવેદન
સુશ બંધુ | ભગિની,
બાર મહિનાના ગાળે આપણે ફરી ભેગા થઈએ છીએ એનો આપને અને અમને આનંદ થાય છે. પર્યુષણ પર્વ દરમ્યાન ચાલતી આપણી આ જ્ઞાનયાત્રા વર્ષોથી ચાલે છે. આપમાંનાં ઘણાખરા જૂના મિત્રા છે, જયારે સારી સંખ્યામાં નવા મિત્રે પણ આ વ્યાખ્યાનમાળામાં રસપૂર્વક ભાગ લેતા થયા છે અને નિયમિત આવે છે. આ વ્યાખ્યાનમાળાએ એક આગવી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી છે અને એનું કારણ વિશિષ્ટ કોટીના વકતાઓ અને શિક્ષિત, સંસ્કારી શ્રાતા. અમે અમારા આપ સૌનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. આ જ્ઞાનપર્વમાં આપણે કંઈક નવું જ સાંભળીએ છીએ અને આ આપણને સાંભળવું ગમે છે; કારણ આ આપણા હૃદયને સ્પર્શે છે. આઠ નવ દિવસમાં આપણને અનેક દિશામાંથી પ્રકાશ મળે છે જે પ્રસન્નતા લાવે છે; કંઈક અજબ અનુભૂતિ કરાવે છે: ‘બસ - આજ સાંભળવું હતું.' ‘બસ, આજ આજ' આમ કોઈ દિવ્ય સંવેદન આપણને સ્પર્શી જાય છે:
જ્ઞાનયાત્રાની આ શ્રુતિ છે.
પણ, સાથે સાથે, ઘેાડી અંગત વાતો પણ આપણે કરવી જોઈએ, અમારે આપને કહેવી જોઈએ,
શ્રી મુંબઈ જૈન યુવક સંઘ છેલ્લા આડત્રીસ વર્ષથી પર્યુષણ વ્યાખ્યાનમાળા અને પક્ષિક મુખપત્ર ‘પ્રબુદ્ધ જીવન '; સાર્વજનિક વાચનાલય પુસ્તકાલય અને વૈદ્યકીય રાહત; વિશિષ્ટ વ્યકિતઓની સાથે મિલનો, વાર્તાલાપો અને નાના મોટા શૈક્ષણિક પ્રવાસો વિગેરૂં પ્રવૃત્તિ ચલાવે છે. આમાં વાચનાલય અને પુસ્તકાલયને મળતા દાનને કરવેરા – મુકિતનું પ્રમાણપત્ર મળેલ છે. આ બધી પ્રવૃત્તિ પાછળ સારો એવો ખર્ચ આવે છે અને ઉત્તરોત્તર ખર્ચ વધતો જાય છે, પણ શ્રદ્ધા એ એક મોટી મૂડી છે. મોટી શકિત છે. અમે ટ્રાદ્ધા રાખી છે અને આપે આમને કદિય નિરાશ કર્યાં નથી.
૪૫૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઈ-૩.
અને એ જ શ્રાદ્ધા સાથે બાર મહિનાનાં ગાળે ફરી એક વાર અમે આપનાં ઉદાર અને સહૃદયી દિલનાં દ્રાર પાસે થેલી લઈને આવ્યા છીએ. જેટલું વધારે આપશો એટલું વધારે અમારા કાર્યને જો મળશે. આટલું જ આપને અમારે કહેવું છે.
તા એ પણ રદ કરીશું?
શરાબબંધી અમલમાં હવા છતાં લોકો તેને છડેચોક ભંગ કરે છે, એટલે એ નીતિ નિષ્ફળ ગઈ છે. માટે શરાબબંધી રદ થવી ઘટ.” એક પત્રકારે મુંબઈની પત્રકાર પરિષદમાં શ્રી રવિશંકર મહારાજ આગળ દલીલ કરી.
શ્રી રવિશંકર મહારાજ થોડી વાર એ પ્રશ્નકર્તા સામે જોઈ રહ્યા, પછી પૂછ્યું; “મુંબઈમાં
“ હા.
ન હતો.
ચારીઓ થાય છે?”
“પોલિસખાતું છે છતાં ચોરીઓ થાય છે ? ”
હી છે.
A
“જો ચોરી રોકવા માટે પેનિસખાતું હોવા છતાં ચારીઓ થતી હોય તો પોલિસખાતું નિષ્ફળ ગયું છે, એને પણ આપણે કાઢી નાખશું ? ”
શ્રી રવિશંકર મહારાજના આ પ્રશ્નના પ્રશ્નકર્તા પાસે જવાબ
વિષયસૂચિ સંસ્કૃતિનું ભૂત પ્રક નોંધ: મહાનુભાવ સ્વ. મણિભાઈ બાલા ભાઈ નાણાવટી, સ્વ. સૌ. મુદ્રિકાબહેન, દેશના શિક્ષણમાધ્યમ અંગે વિશેષ વિચારણા, અગામી પર્યુષણ વ્યાખ્યાનમાળાના એક નવા વ્યાખ્યાતાનો પરિચય. આજના વૈચારિક ધુંધળાપણાના વિદારણ અર્થે અભિનવ અભિગમ ફીસે જતી પત્નીએ વિષે. કેવા સંયોગામાં ગર્ભપાતને કાનૂની રક્ષણ મળવું ઘટે? વિખુટા પડેલે રાક્ષસ અર્ધનારીશ્વર.
ડો. ઈન્દ્રચન્દ્ર શાસ્ત્રી પરમાનંદ
વિમળાબહેન ઠકાર
પી. એસ. ગેાપાલન પરમાનંદ
પૃષ્ઠ
૭૩ ૭૪
૩૭
TO
૭૮
૭૯
૮૩
અનુ. સુબોધભાઈ એમ. શાહ ૮૦ રજનીકાન્ત મેાદી
૮૧
ચીમનલાલ જેઠાલાલ શાહ સુબોધભાઈ એમ. શાહ મંત્રી, શ્રી મુંબઈ જૈન યુવક સંઘ
સાભાર સ્વીકાર
સદાચાર: લેખક: રેવરન્ડ ફાધર સી. જી. વાલેસ, કે: સેન્ટ ઝેવીયર્સ કોલેજ, અમદાવાદ,૯, કિંમત: પૈસા ૭૫.
જૈન ધર્મ અને માંસાહાર: લેખક: શ્રી રતિલાલ મફાભાઈ શાહ, માંડલ, (જિલ્લા અમદાવાદ,) કિંમત રૂા. ૨.૫૦.
સબરસ: લેખક: ડો કાન્તિલાલ શાહ, પ્રાપ્તિસ્થાન: મેસર્સ એન. એમ ત્રિપાઠી, પ્રા. લિ, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ, ૨—કિંમત રૂા. ૩
આર્થિક આયોજન: લેખક: શ્રી રામુ પંડિત, પ્રકાશક: પ્રાચ્ય વિદ્યામંદિર, મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય, વડોદરા.
સહકાર: લેખક: શ્રી ધીરજલાલ ધનજીભાઈ શાહ, પ્રકાશક: અમદાવાદ જિલ્લા સહકારી સંઘ, સરદાર વલ્લભભાઈ માર્ગ, અમદાવાદ, કિંમત: રૂા. ૫.
આરોગ્યમંજરી: લેખક: દેસાઈ વાલજી ગેવિંદજી: પ્રકાશક: શ્રી અશોક દેસાઈ, ૧૪ ગણેશવાડી, પૂના, ૪-કિંમત રૂા. ૧-૫૦.
મેરા ધર્મ: કેન્દ્ર આર પરિધિ લેખક: આચાર્ય તુલસી; પ્રકાશક : શ્રી કમલેશ ચતુર્વે દી, આદર્શ સાહિત્ય સંઘ, ગુરુ, રાજસ્થાન, કિંમત રૂા. ૨.૨૫
તટ દો: પ્રવાહ એક: લેખક: મુનિ નથમલજી, પ્રકાશક તથા કિંમત ઉપર મુજબ.
નૈતિકતા કા ગુરુત્વાકર્ષણ: લેખક: મુનિ નથમલજી; પ્રકાશક તથા કિંમત ઉપર મુજબ,
સંધના સભ્યોને અનુરોધ
સંઘનું નવું વર્ષ શરૂ થયાને આઠ મહિના લગભગ થવા આવ્યા એમ છતાં ઘણા સભ્યોનું વાર્ષિક લવાજમ રૂા. ૧૦ હજુ સુધી વસૂલ થયું નથી. આવા સર્વ સભ્યોને પરિપત્રથી પર્યુષણ પહેલાં ખબર આપવામાં આવશે તે પરિપત્ર ધ્યાનમાં લઈને, સાંઘના કાર્યાલયમાં અથવા તો વ્યાખ્યાનસભા દરમિયાન અધિકૃત વ્યકિતને પોતપોતાનું લવાજમ પહોંચતું કરવા આગ્રહપૂર્વક અનુરોધ છે.
મંત્રી : મુંબઇ જૈન યુવક સંઘ