________________
(29
હર
પ્રબુદ્ધ જીવન
“જૈન ધર્મ : પૂર્ણ વિજ્ઞાન”
熊
(શ્રી વસન્તલાલ કાન્તિલાલ ઈશ્વરલાલ તરફથી આ પુસ્તક થોડા સમય પહેલાં પ્રગટ કરવામાં આવ્યું છે. તેની એક નકલ તેમના તરફથી મને મળી હતી. આ પુસ્તકના વિષય વિજ્ઞાન સાથે ગાઢ સંબંધ રાખતા હોઈને, તેનું અવલાકન કોઈ એક જૈન વિજ્ઞાનશાસ્ત્રી કરે એવા હેતુથી તે પુસ્તક કપડવંજની પારંખ બ્રધર્સ સાયન્સ કૅલેજના પ્રિન્સિપાલ અને મારા મિત્ર ડૉ. નરસિંહ મૂળજી શાહ ઉપર મેં મોકલ્યું હતું. તેઓ પોતાના વ્યવસાયમાં ખૂબ રોકાયેલા હોઈને તેમણે એ પુસ્તક તેમના સાથી અધ્યાપક શ્રી વી. કે. શાહને અવલાકન માટે આપ્યું. શ્રી વી. કે. શાહે એ પુસ્તક વાંચીને લખી મેકલેલું અવલોકન હું નીચે પ્રગટ કરું છું અને આ અવલોકન લખી મોકલવા બદલ તેમનો હું આભાર માનું છું. પરમાનંદ)
લેખક જૈન ધર્મને જ પૂર્ણ વિજ્ઞાન તરીકે સાબિત કરવાના આશયથી વિકસતાં જતાં ભૌતિક વિજ્ઞાનાના સિદ્ધાંતામાં જૈન સિદ્ધાંતાની છાયા રહેલી છે અને વિજ્ઞાને કોઈ જ નવા સિદ્ધાંત પ્રબાધ્યા નથી તેવું પ્રતિપાદન કરે છે. તે સાબિત કરવા તેઓ કેટલાક વૈજ્ઞાનિક સંશાધના સાથે જૈન ધર્મના સિદ્ધાંતા સરખાવે છે.
સરળરસિક શૈલી એ આ પુસ્તકની જ્મા બાજુની પ્રશંસા કર્યા બાદ પ્રશ્ન એ થાય છે કે લેખક વિજ્ઞાન અને ટેકનોલાજી જેવા વિષયની મીમાંસા કરવાને કેટલે અંશે અધિકારી છે ? તેઓએ જૈન વિજ્ઞાન જેટલું વાંચ્યું પચાવ્યું હશે તેટલું ભૌતિક વિજ્ઞાનને લગતું જ્ઞાન મેળવ્યું હશે કે કેમ તે શંકાસ્પદ છે.
જ્યારે તુલનાત્મક અભ્યાસ કરતા હોઈએ ત્યારે પૂર્વગ્રહ અને રાગદ્વેષરહિત દષ્ટિ હોવી એ વૈજ્ઞાનિક પદ્ધતિની પ્રથમ શરત છે. પણ અહીં તે લેખક જૈન સિદ્ધાંતાના એકાંત (જૈન દર્શન અનેકાન્તવાદી હોવા છતાં) રાગમાં પડી બૌદ્ધિક સ્તર (Rational Level) પર રહેવાને બદલે મતાગ્રહી (Dogmatic) બની જતા લાગે છે અને વધુ પડતા લાગણીપરાયણતા (Sentamentalism) તરફ ઢળતા લાગે છે.
વિજ્ઞાન પ્રત્યે પૂર્વગ્રહભર્યા અને ગેરસમજૂતી પ્રેરે તેવા કેટલાક નમૂના જોઈએ :
(૧) “આજનું વિજ્ઞાન આવતી કાલે જૂનું થઈ જાય છે – નકામું બની રહે છે. આઈન્સ્ટાઈન આવતાં ન્યૂટનને અભરાઈએ ચઢાવી દીધા ...... આથી જ તે। વિજ્ઞાન છાપાની પસ્તી છે.'' (પાન નં. ૪)
(૨) ‘આજનું વિજ્ઞાન તો અંગૂઠો ચૂસનું પોલિયોપીડિત બાળક છે ( જેણે પાલિયા માટે રસી શોધી !), જ્યારે જૈન ધર્મ તા આલમ્પિક રેસમાં ગોલ્ડન કપ જીતનાર વિશ્વ વિજેતા એથલેટ છે.” (જે ‘ગાલ્ડ’ કાંચનને ત્યાજય માને છે!) [પાન. ૫
(૩) “... પણ વિજ્ઞાન અને ધર્મ વચ્ચે જે સૌથી મોટું અંતર છે તે એ કે વિજ્ઞાનને કોઈ લક્ષ્ય નથી. ” ( प्रयोजन विना મન્વોડપિ ન પ્રવર્તતે) તે વૈજ્ઞાનિક । મૂર્ખથી ય મૂર્ખ કહેવાય !” [ પાન ૬]
જૈન ધર્મ પ્રત્યે અતિ અહાભાવ સૂચવતાં વિધાનો જોઈએ (૧) “જૈન ધર્મ” કોઈ પણ વિષય અણખેડાયેલ રાખ્યો નથી.” પાન ૨૮)
તા. ૧-૮-૧૭
[મંત્રવિદ્યા, વણાટકળા, ભૂસ્તરશાસ્ત્ર અને કામશાસ્ત્ર પણ?] (૨) ‘‘જૈન ધર્મ જ પૂર્ણવિજ્ઞાન ઉપર ખડો થયેલ પૂર્ણ ધર્મ છે.” (પાન ૨૯)
*
[કેવળજ્ઞાની સિવાય આના સાક્ષાત્કાર કરી પણ કણ શકે?]” કેટલાંક હાસ્યાસ્પદ સાદશ્યો નોંધપાત્ર છે. (False Analogies) ૧. Mariner IV ની અવકાશગતિ અને ગૌતમ સ્વામીનું અષ્ટાપદ આરોહણ. પાન ૧૨
૨. અશ્રાવ્ય ધ્વનિ—Ultrasonic drill ની શકિત અને માનતુંગસૂરી લાખંડની બેડીઓ સ્તોત્રગાનથી તેાડે છે તે પ્રસંગ.
પાન ૧૩.
૩. ઈલેકટ્રિક કોમ્પ્યુટર સાથે ભદ્રબાહુ સ્વામીની માનસિક શકિતની તુલના.
જો કે લેખક પોતે કબૂલ કરે છેકે “આ તે કેવળ સંભાવના છે. તત્ત્વ તા કેવળીગમ્ય છે” પાન ૧૫
કેટલીક અબુદ્ધિગમ્ય અને સંદિગ્ધ વાતો પણ વાંચવા મળે છે. જુઓ મત્સ્યોત્પાદનની વાત પાન. ૪૬ પર.
સત્યના સ્પષ્ટીકરણ અને સ્થાપનામાં તર્કના ઉપયોગ વિશેષ જોઈએ, પણ પ્રસ્તુત પુસ્તકમાં અલંકારો અને કલ્પનાઓનો ઉપયોગ લેખકે છૂટથી કર્યો છે; પરિણામે સ્પષ્ટતા થવાને બદલે સંદિગ્ધતા જોવા મળે છે. વિજ્ઞાનનું કાર્યક્ષેત્ર લેખક ભૂલે છે. લેખક લખે છે કે “આજનું વૈજ્ઞાનિક સંશાધન “હું કોણ છું?”ના પ્રશ્ન હાથ ધરે તો તેના અગણિત પ્રશ્નો આપોઆપ ઉકેલાઈ જશે.” પાન ૪૪. પણ લેખક ભૂલે છે. આ પ્રશ્ન મનોવિજ્ઞાન અને તત્ત્વજ્ઞાનનો છે. બે પ્રકારના જગતને વિવેક કેળવવા જરૂરી છે. કૅન્ટ તેને Phenomenal and Noumenal તરીકે ઓળખાવે છે. વ્યાવહારિક જગત
(Phenomena) ને ઓળખવા ભૌતિકશાસ્રોત (પ્રાકૃતિક વિજ્ઞાન Natural Sciences)નો ઉપયોગ જ ઉપકારક નિવડશે અને આધ્યાત્મિક જગતને સમજવા ફિલસૂફીને અભ્યાસ આવશ્યક બનશે. શાસ્ત્રો પોતપોતાની રીતે વિકસે અને મનુષ્ય પોતાની આવશ્યકતા પ્રમાણે બન્નેનો વિવેકભરી રીતે ઉપયોગ કરે તે જ શ્રેષ્ઠ સમાયોજન છે અને લેખક કહે છે તેમ ‘વિજ્ઞાનને યાગ' (પાન. ૪૫) બનાવવાની કાંઈ જરૂર નથી. વી. કે. શાહ ‘આપણામાં કોઈ ચોક્કસ વૃક્ષ (અંડ ગાળી)ની ડાળીની ઘાણી કરી કોઈ ચાક્કસ વૃક્ષની ડાળી સાથે શેરડીના રસ કાઢવાથી સંમુછિમ મત્સ્યની ઉત્પત્તિ થાય છે તેમ કહ્યું છે. ”
વિષયસૂચિ
“માનવી ઉપર માનવીના અધિકાર છે.” આલ્બર્ટ સ્વાઈત્ઝર કયાં અટકશે? ચીમનલાલ ચકુભાઈ શાહ શંકરલાલ બે કર
ચીમનલાલ ત્રિવેદી
પૃષ્ઠ
૬૩ ૬૪ ૫
ગુજરાતની વિભૂતિ : સ્વ. શેઠ અંબાલાલ સારાભાઈ એક બહુશ્રુત વિદ્રાન ફાધર સી. જી. વાલેસ
જૈન અને બૌદ્ધ વિચારધારાઓની આલાચના
મણિબહેન નાણાવટી
ચૈનપુર – બિહારમાં ચાલતી રાહત પ્રવૃત્તિ
ડૉ. કાન્તીલાલ શાહ
દેશના શિક્ષણ માધ્યમની વિશેષ વિચારણા
અધ્યાપક વી. કે. શાહ
“ જૈન ધર્મ : પૂર્ણ વિજ્ઞાન ” માલિક : શ્રી મુ ંબઈ જૈન યુવક સધઃ મુદ્રક પ્રકાશક: શ્રી પરમાનંદકુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળઃ ૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ. સુખઇ-૩, મુદ્રસ્થાન : ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, ક્રેટ, મુખપ્ર
૬૭
પંડિત બેચરદાસ દેૉશી ૬૮
૬૯
હ
હર
d