SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ પ્રબુદ્ધ જીવન તા. ૧૬-૭-૭ અધિકારીઓ બીજા પ્રદેશમાં પોતાના કાર્યને પૂરતો ન્યાય આપી બિહારમાં અમે શું જોયું, અનુભવ્યું! શકશે નહિ. બંધારણ પ્રમાણે રાષ્ટ્રપતિ અને રાજ્યપાલા સંયોજિત સત્તાનાં કેન્દ્રો છે. પરંતુ રાજ્યસરકારે હવે પોતાના જ પ્રદેશના રાજ્યપાલાની માગણી કરશે. નમ્રતાથી તેઓ કહેશે કે અમારા પ્રદેશની ભાષા બાલતા રાજ્યપાલે અમારે જૉઈએ છે. આમ કહી તેઓ રાષ્ટ્રપતિ અને રાજ્યપાલાની સંયેાજિત સત્તાને છિન્નભિન્ન કરી નાખશે. પ્રત્યેક પ્રદેશમાં નાતજાત વચ્ચેના વિખવાદો વધતા જાય છે, કારણ કે દરેક જ્ઞાતિ સ્થાન અને સત્તા કબજે કરવા મથી રહી છે. આ પેઢીના રાજપુરુષા પ્રાંતવાદને પવિત્ર સિદ્ધાંત તરીકે ઉછેરવામાં રહેલા ભયને જોઈ શકે એટલા શકિતમાન લાગતા નથી. આ પ્રાંતવાદના ઉપયોગ પછી હમેશાં કેન્દ્ર સામે તથા શકય હશે ત્યાં ભાષાકીય લઘુમતિ સામે કરવામાં આવશે તેની તેઓને જાણ નથી. ભાષાવાદ—અને પ્રાંતવાદ પણ કહી શકાય, કારણ કે કેટલાક સમયથી તે બંને એકમેકમાં મળી ગયા છે, આક્રમક આંદોલનો ઊઠાવે છે, સત્તાભૂખ્યા રાજપુરુષોમાં તથા અજ્ઞાન જનસમૂહમાં જૂથવાદી વૃત્તિને ઉશ્કેરે છે. આપણે સૌ પ્રથમ ભારતીયા છીએ એ સર્વોચ્ચ મહત્ત્વની બાબત વિશે કોઈ એક શબ્દ પણ ઉચ્ચારતું નથી. ભાષાવાદમાંથી પ્રેરણા લઈન જન્મેલા પ્રાંતવાદ દિનપ્રતિદિન જોર પકડતા જાય છે. જેવા પંજાબમાં પંજાબીભાષી અને હિન્દીભાષી પ્રદેશના ભાગના પડયા કે તરત જ ચંદીગઢ અને ભાખરાનાંગલ યોજના વિશે ઝઘડાઓ શરૂ થઈ ગયા. પંજાબીને શિખીસ્તાન સાથે સાંકળવાનું આંદોલન આરંભાઈ ચૂકયું છે. જનમત વડે ગાવાની સમસ્યા હલ કરવામાં આવી. જે પક્ષને જનમતમાં પરાજ્ય થયો તેણે તરત જ જાહેર કર્યું કે નિરાકરણ તો અસ્થાયી છે. આ ઈન્દોર-ગ્વાલિયર વચ્ચેનો ઝઘડો ઉગ્ર બનતો જાય છે. તે જ રીતે ગુજરાત-સૌરાષ્ટ્રના પ્રશ્ન અને તેવા જ બીજા પ્રશ્નો વિશાળ રૂપ ધારણ કરી રહ્યા છે. કોઈને આ વાત સમજાતી નથી કે આ દેશની એકતા એ કોઈ અફર નિર્માણ નથી. તેના યોગ્ય ઉછેર કરવા જોઈએ અને દિવસે દિવસે તેને દઢ બનાવવી જોઈએ. સ્વતંત્રતાની લડત લડતા અમે સાગંદ ખાધા હતા કે “જો ભારત જીવશે તો આપણે સૌ જીવીશું, જે ભારત નહિ રહે તો આપણે કોઈ નહી રહીએ !” હવેનું સૂત્ર છે: “પ્રાંતને સમૃદ્ધ બનાવા, ભારત ભલે ન રહે!” આપણે સૌ લડયા એ સ્વતંત્રતાનું યુદ્ધ લગભગ વિસરાઈ ગયું છે, બંધારણ દ્વારા નક્કી થયેલા રાષ્ટ્રીયતાના સઘન પાયાઓ હચમચી ઊઠયા છે. મારા જાહેરજીવનમાં સાઠેક વર્ષો દરમિયાન કયારે ય માતૃભૂમિના ભાવિ માટે મે આટલા કંપ અનુભવ્યા નથી. આ સ્વનિમિત વિભાજનવાદ કર્યાં જઈને અટકશે? અને કોણ એને અટકાવશે? કદાચ આપણે નવી પેઢીની રાહ જોવી પડશે, જેઓ પ્રાંતવાદથી કંટાળીને ફરી રાષ્ટ્રીય એકતાની સ્થાપના કરવા બહાર પડશે અને સાળંદ લેશે કે અમે સૌ પ્રથમ ભારતીય છીએ અને હંમેશાં ભારતીય રહીશું. કદાચ ત્યારે ઘણું મોડું થઈ ગયું હશે. છતાં હજી મને આશા છે, શ્રદ્ધા છે. ૧૯૬૨માં ચીનનું આકમણ થયું, ૧૯૬૫માં પાકિસ્તાન આપણી ઉપર ધસી આવ્યું. આ બન્ને પ્રસંગે રાષ્ટ્રની અખંડિતતા રક્ષવા માટે જે લોખંડી નિરધાર અને હૃદયની સ્વાભાવિક એકસૂત્રતા મે નિહાળ્યાં હતાં, તેથી મને લાગ્યું હતું કે ભારતની સર્જનાત્મક શકિતના અને રચનાત્મક પ્રવૃત્તિ માટેની ક્ષમતાના ઝરો હજી સુકાઇ ગયો નથી. આપણા જુવાનોએ તેમના લોહી અને પરસેવા વડે એ સાબિત કર્યું છે કે બહારના દુશ્મનોથી દેશની એકતાનું રક્ષણ કરવા આપણે એમના ઉપર આધાર રાખી શકીએ. પરંતુ, આપણા આંતરશત્રુઓથી કેવી રીતે બચીશું ? ઉષાકાળ પહેલાંની ઘડી વધુ અંધકારમય લાગે છે. કેટલાક રાજપુસ્યોની આક્રમક મહત્ત્વાકાંક્ષાઓ સામે નવી પેઢી લડી લેશે એવી આશા એ રાખવી શું વધુ પડતું છે? આપનો ક. મુનશી (મુંબઈ જૈન મહિલા સમાજના મંત્રીએ શ્રી મેનાબહેન નોરામદાસ અને શ્રી લીલાવતીબહેન દેવીદાસ બિહારના દુષ્કાળની પરિસ્થિતિ નજરે નિહાળવા અને જૈન મહિલા સમાજ તરફથી એકઠો કરેલા સાડીઓનો મોટો જથ્થો અને ફંડ બન્નેની ત્યાંના દુષ્કાળગ્રસ્ત લોકોમાં વહેંચણી કરવા સંબંધમાં યોગ્ય પ્રબંધ કરવા માટે જૂન માસની ૬ તારીખે અહિંથી રવાના થયેલા. મેનાબહેનને ચાલવાની મોટી તકલીફ અને લીલાવતીબહેનની નાજુક તબિયત—આ જોઈને પ્રવાસનું આવું સાહસ ખેડતા વારવાના મેં પ્રયત્ન કરેલા, પણ તેઓ તો કૃતનિશ્ચયી બનીને ઉપડયા અને લગભગ એક મહિનો પ્રવાસ કરીને તથા દુષ્કાળગ્રસ્ત વિભાગોમાં ઊભાં કરવામાં આવેલાં કેટલાંક રાહતકેન્દ્રોની મુલાકાત લઈને જુલાઈ માસની ૩ તારીખે તેઓ હેમખેમ પાછા ફર્યા છે અને મારી ચિન્તા અને ડરામણીને તેમણે ખોટી પાડી છે. આ માટે તે બન્ને બહેનોને અનેક ધન્યવાદ ઘટે છે. આ પ્રવાસ દરમિયાન શ્રી મેનાબહેન તરફથી મળેલાં બે પત્રોનીચે પ્રગટ કરવામાં આવે છે. પરમાનંદ) ગઢવારોડ, ડ્રીસ્ટીકટ પલામુ, બિહાર, તા. ૨૨ ૬-૬૭ સ્નેહિ ભાઈ પરમાનંદભાઈ, અહિં આવ્યા પછી લગભગ ચૌદ દિવસે તમને કાગળ લખું છું. સૌથી પહેલી એક વાત કહી દઉં. તમે મને ઠપકો આપવા આવ્યા હતા કે “આવા શરીરે શું તમે હાલી નીકળ્યા છે! તમારે પસ્તાવું પડશે.” મેં કહ્યું હતું કે મારે નહિ પસ્તાવું પડે, પણ તમારે આવી સલાહ આપવા માટે પસ્તાવું પડશે અને હું સાચી પડી છું. હજી સુધી તે પસ્તાવાનું કારણ મળ્યું નથી. ઉલટું જુદી જુદી રાહતકાર્યની પદ્ધતિ જોવા જાણવાનો આનંદ મળ્યો છે. મુંબઈથી નીકળતાં ટ્રેનમાં સુવાનું રીઝર્વેશન ન મળ્યું અને બેસવાના રીઝવૅ શન ઉપર નીકળવાની અમે હિંમત કરી, પણ ભગવાને એમાં પણ મદદ કરી. અગિયાર વાગ્યા પછી આખી બેઠક સુવાને મળી અને બન્ને જણાએ ત્રણ ત્રણ કલાકની વારાફરતી ઊંઘ કરી. બેસવાનું તે આરામપૂર્વકનું હતું જ. રસ્તામાં ગરમી પણ બહુ લાગી નથી, કેમકે આખો દિવસ આકાશ વાદળોથી ઘેરાએલું હતું. તા. ૮મીએ સાંજે અમે ગઢવા રોડ ઉતર્યા. ગામના એક વેપારીને ત્યાં રાત્રે સુતા. ડીવાઈન નોલેજ સેાસાયટીની જીપ કોઈ કામે તે રાત્રે ત્યાં આવી હતી એટલે બીજે જ દિવસે વહેલી સવારે અમે એ સોસાયટીનું સેંટર જે અહિંથી પીસ્તાલીશ માઈલ દૂર ‘કૈલાન’ નામે ગામમાં છે ત્યાં જવા નીકળ્યા. થોડે સુધી પાકો રસ્તો છે અને લગભગ અઢાર માઈલ ખાડાટેકરાવાળાં કાચા રસ્તા છે. ‘કૈલાન’ એટલે દશબાર ઝુંપડાંનું ગરીબ વસ્તીનું ગામ, કોઈ બીજી વરતી નથી, સરકારી ડાક બંગલો છે. ત્યાં આ સે ટર રાખ્યું છે અને આસપાસ ચારે બાજુ લગભગ આઠ દશ માઈલ સુધીના વિસ્તારમાં ફેલાયેલા અગિયારેક ગામડાંની પ્રજાને અહિંથી મફત રૅશન, કપડાં અને બને તેટલી વૈદકીય રાહત અપાય છે. એ લોકોએ આ ગામડાંઓની સર્વે કરી વસ્તીપત્રક તૈયાર કર્યું છે અને તેમાંથી ચૂંટી ચૂંટીને વૃદ્ધ, અપંગ, નાનાં બાળકો અને તેનીમાતાઓને રાજનું ૨૫૦ ગ્રામના હિસાબે દર અઠવાડિયે એક વાર મફત રૅશન અપાય છે. ત્યાં ચાર પાંચ માઈલના અંતરે ફૅશન આપવા માટેનાં જુદા જુદા છ એક કેન્દ્રો એમણે ખાલ્યાં છે અને નજીકના ગામના લોકો કૈલાન આવીને લઈ જાય છે. દરરોજ એકેક કેન્દ્રમાં રૅશન આપવા જવાનું હોય છે. આમ કુલ્લે ૨૧૦૦ માણસને રેશન અપાય છે, અને હજી વધારે માણસોને અપાય તેની તજવીજ ચાલે છે. અમે ત્રણ દિવસ ત્યાં રહ્યાં. એ સમય દરમિયાન ત્યાં જે જૂના કપડાંનાં પાર્સલા
SR No.525952
Book TitlePrabuddha Jivan 1967 Year 28 Ank 17 to 24 and Year 29 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1967
Total Pages262
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy