SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ પ્રભુનું જીવન માટે આગ્રહ રાખ્યો તે કોઈ રીતે અયોગ્ય ન હતા. પરિણામે શ્રીમતી ગાંધીના નિર્ણયની યોગ્યતા પૂરવાર કરી છે. ડાકટર ઝાકીરહુસેન સર્વ રીતે લાયક વ્યકિત છે તે વિશે મતભેદને અવકાશ નથી. ઉપરાષ્ટ્રપતિ તરીકે તેમ જ રાજ્યસભાના અધ્યક્ષ તરીકે તેમણે ભાવે તેવું કામ કર્યું છે. અલબત્ત વર્તમાન કટોકટીની પરિસ્થિતિમાં કોઈ અસાધારણ સામર્થ્યયવાળી અને પ્રભાવશાળી વ્યકિત આ પદે હોત તો વધારે સારું થાત. પણ શ્રી સુબ્બારાવની સરખામણીમાં ડૉ. હુસેન વધારે લાયક વ્યકિત છે તેમ તટસ્થ વિચાર કરતાં જરૂર લાગશે, શ્રી રાજળાપાલાચારીએ . હુસેનની પસંદગી થવી જેઈએ તેવું, ભારપૂર્વક પહેલાં જાહેર કર્યું હતું પણ પછી પાતાના મત બદલાવ્યો, તેમાં બૌદ્ધિક પ્રમાણિકતા નથી. શ્રી રાજગે પાલાચારીનું વર્તન કોંગ્રેસ પ્રત્યેના દ્વેષપ્રેરિત હતું તેમ દુર્ભાગ્યે કહેવું પડે. કોંગ્રેસના ઉમેદવાર હતા તેથી ડૅાકટર હુસેન એક પુતળા તરીકે કામ કરશે એમ કહેવામાં રાજાજી, ડૉ. હુસેન અને રાષ્ટ્રનું અપમાન કરે છે. શ્રી સુબ્બારાવ વિરોધપક્ષાના ઉમેદવાર હતા અને તે ચૂંટાયા હોત તો શું વિરોધપક્ષના ભુતળાં તરીકે તેઓ કામ કરત ? હરીફાઈ હોય ત્યારે કોઈ પણ રાજકીય પક્ષે ઉમેદવાર નિયુકત કરવાનાં રહ્યાં. પણ ઉમેદવારની લાયકાત તો એ જ છે કે પોતે ચૂંટાય તો કોઈ પક્ષના પ્રતિનિધિ તરીકે નહિ પણ રાષ્ટ્રના નાયક અને સમસ્ત પ્રજાના હીતમાં જ તે કામ કરશે. શ્રી રાજગાપાલાચારીએ એમ કહ્યું કે ડૉકટર હુસેનની ચૂંટણી નિશ્ચિત જ હતી—foregone conclusion—કારણ કે શ્રીમતી ઈન્દીરા ગાંધી તેમને માટે પ્રચાર કરતા હતા. એમાં શું ખોટું કર્યું છે ? શ્રી સુબ્બારાવ માટે વિરોધપક્ષોએ પ્રચાર કર્યો તે યોગ્ય હતા અને ડા. હુસેનની સફળતા માટે કોંગ્રેસ અને તેનાં આગેવાનો પ્રયત્ન કરે તે અયોગ્ય છે ? હરીફાઈ હોય ત્યાં પરિણામ માટે પ્રચાર અને પ્રયત્ને તે કરવા જ પડે. કાં તે ઉમેદવાર પાતે કરે અથવા તો જે રાજકીય પક્ષાના તેમને ટેકો હોય તે કરે. રાષ્ટ્રપતિપદ માટેના ઉમેદવારે, ધારાસભા કે પાર્લામેન્ટના સામાન્ય ઉમેદવાર પેઠે, પેાતાના ગુણગાન કરતો પ્રચાર કરવા તેમાં ગૌરવહાનિ થાય કે રાજકીય પક્ષો જેના સભ્યો ચૂંટણી કરવાના છે તેના તરફથી પ્રચાર થાય તેમાં ગૌરવ સચવાય ? શ્રી રાજગાપાલાચારી અને શ્રી મુનશી જેવા સ્વતંત્ર પક્ષના આગેવાનોએ રાષ્ટ્રપતિની ચૂંટણી સંબંધે ઔચિત્યની મર્યાદાઓ ત્યજીને, પ્રજાને અવળે માર્ગે દોરવા પ્રયત્ન કર્યો છે. તેમાં રાષ્ટ્રપતિના અધિકારોના પ્રશ્ન પણ ઊભા ર્યો છે. સ્વતંત્ર પક્ષના આગેવાના રાષ્ટ્રપતિના અધિકારો જે રીતે રજુ કરે છે, તે બંધારણપૂર્વક હોય તો રાષ્ટ્રપતિ એક સરમુખત્યાર બને અને લોક્શાહી પરંપરાને ભારે આંચકો લાગે. છતાં એટલું તો ખરું છે કે રાષ્ટ્રપતિ કોઈ રાજકીય પક્ષના પ્રતિનિધિ નથી અને કટોકટીના સંજોગામાં દેશના હીતમાં તેમને વિશિષ્ટ અધિકારો છે. આ પ્રશ્નને ડ!. ઝાકીર હુસૈન રાષ્ટ્રપતિ બને કે શ્રી સુબ્બારાવ તે સાથે સીધો સંબંધ નથી. આ તીવ્ર સ્પર્ધામાં જનસંઘના મુખપત્રએ ડૉકટર હુસેન સામે કેટલાક પાયા વિનાના અને અણછાજતાં આક્ષેપા કર્યા, જ્યારે કોંગ્રેસ તરફથી શ્રી સુબ્બારાવ વિષે એક પણ અનુચિત શબ્દ ઉચ્ચારવામાં આવ્યો નથી એ હકીકતની પણ નોંધ લેવી જોઈએ. તા. ૧૬-૫૬૭ તેમને ચૂંટવા એમ નથી પણ ઉમેદવાર લાયક હોય પછી તે મુસ્લીમ હોય તે પણ આપણે પસંદ કરીએ તેમાં આપણી અસાંપ્રદાયિકતા રહી છે. ટૂંકામાં રાષ્ટ્રપતિપદ માટે કોઈ કોમ કે ધર્મના ભેદને અવકાશ નથી પણ લાયકાતનું જ ધારણ છે. પછી તે હિન્દુ હોય કે મુસ્લીમ કે બીજી કોઈ કોમ કે ધર્મના ડાકટર ઝાકીર હુસેનની પસંદગીથી પાકિસ્તાન સાથેના આપણા સંબંધા સુધરશે તેમ માનવાને કોઈ કારણ નથી. પણ તે હારી ગયા હોત તો ભારત સામે પ્રચાર રનું એક કારણ પાકિસ્તાનને મળત એમ કહેવું યોગ્ય થશે. ડા. હુરોનની ચૂંટણીથી વિદેશોમાં આપણી પ્રતિષ્ઠા વધી છે. ડા. હુસેનની પસંદગી માટે એમ કહેવાનું હતું કે તેમની ચૂંટણી થાય તેમાં ભારતની અસાંપ્રદાયિક—Secular—નીતિને વિજય છે. આમાં કાંઈક ગેરસમજણ છે. એક મુસ્લીમને રાષ્ટ્રપતિપદે નિયુકત કરીએ તો જ આપણી અસાંપ્રદાયિકતા પુરવાર થાય તેમ નથી જ. પણ બીજી રીતે સંપૂર્ણ લાયકાતવાળા એક મુસ્લીમ, અનાયાસે રાષ્ટ્રપતિપદના ઉમેદવાર થાય અને તે મુસ્લીમ છે માટે જ તેમને પસંદ ન કરીએ તે આપણી અસાંપ્રદાયિક નીતિની નિષ્ફળતા છે. ડા. હુસેન મુસ્લીમ છે માટે જ આપણી અસાંપ્રદાયિકતા પુરવાર કરવા તીવ્ર સ્પર્ધા પછી, પરિણામ આવે તે સ્વીકારવું તે લેાકશાહી રીત અને બધા મતભેદો ભૂલી જઈ, રાષ્ટ્રપતિને દેશના નાયક તરીકે સ્વીકારવા એમ લગભગ બધા રાજકીય પક્ષાએ કર્યું, પણ એક વ્યકિત આ પરિણામથી ભારે દુ:ખી છે. તે છે શ્રી રાજાજી. ડૉકટર ઝાકીર હુસેનને ઔપચારિક અભિનંદન પણ તેના આપી શકતા નથી અને તેમના નવા પદમાં તેઓ સુખી નહિ થાય તેમ રાજાજી કહે છે, દૂધની જવાળાઓ રાજાજીને કાં લઈ જશે? આ કટોકટીના પ્રસંગે સમસ્ત પ્રજાએ ડાકટર ઝાકીર હુસેનમાં વિશ્વાસ મૂકી, પૂર્ણ સહકાર આપવા તેમાં જ દેશનું હીત છે. ચૌમનલાલ ચકભાઈ શાહ ઘરમાં એકઠાં થયેલાં ઔષધો સધના કાર્યાલયમાં માકલી આપે! શ્રી મુંબઈ જૈન યુવક સંઘના સભ્યોને તેમજ મુંબઈમાં વસત પ્રબુદ્ધ જીવનના વાચકોને નમ્ર નિવેદન કે આજે કુટુંબમાં માંદગી આવતાં ડાકટરો અનેક પ્રકારની પેટન્ટ દવાઓ, મલમો તથા ઈન્જે કશન લખી આપે છે અને ધાર્યા મુજબને આરામ ન થત. આગળનાં ઔષધો પૂરા ઉપયોગમાં આવ્યા ન આવ્યા અને નવ ઔષધો લાવવાની ડાકટરો સૂચના આપે છે. આ રીતે ઓછાં વપરા ચલાં તેમ જ નહિ વપરાયલાં ઔષધા અનેકને ત્યાં ઠીક પ્રમાણમાં એકઠાં થાય છે. આ રીતે નહિ વપરાયલાં, તથા થોડા પ્રમાણમ વપરાયલાં છતાં ઉપયોગમાં લઈ શકાય તેવાં ઔષધોન અન્યત્ર ઉપયોગ થઈ શકે તે માટે મુંબઈ લાયન્સ કલબ તરફથી મુંબઈ જૈન યુવક સંઘના કાર્યાલયમાં એક પેટી રાખવામાં આવી છે, જેમાં સંઘના સહ્યા તેમજ પ્રબુદ્ધ જીવનના વાચકો તરફથી મળેલાં ઉપર જણાવ્ય, મુજબનાં ઔષધો એકઠા કરવામાં આવશે અને લાયન્સ કલબ દ્રાર. તેની પૂરી જાતતપાસ કરીને તે ઔષધા તેની જરૂરિયાતવાળા લોકો વહેચી આપવામાં આવશે. તો પેાતાને ત્યાં નકામાં પડી રહેલા છત, ઉપયોગમાં આવે તેવાં ઔષધે સંઘના કાર્યાલયમાં પહેોંચાડતા રહેવ. સંઘના સદસ્યો તથા પ્રબુદ્ધ જીવનના વાચકોને પ્રાર્થના છે. મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ, આચાર્ય શ્રી રજનીશજીનાં મુંબઈમાં પ્રવચને આચાર્ય શ્રી રજનીશજીનાં પ્રવચનો જીવન જાગૃતિ કેન્દ્રના ઉપક્રમે ધાબીતલાવ પાસે આવેલા ક્રોસના મેદાનમાં તા. ૨૦-૨૨૨-૨૩ની સાંજે ૬-૩૦ વાગે યોજવામાં આવેલ છે. વિષયસૂચિ અમદાવાદમાં સંઘ સમિતિનું આવેલું કમનસિબ વિસર્જન રાષ્ટ્રસંસ્થાના સેક્રેટરી મહામના ઉ. થાં પુરૂષ સ્ત્રીને હજીય ઓળખી શકયા નથી. બિહારના આર્તનાદ નવારાષ્ટ્રપતિ ડૅૉ. ઝાકીહુસેનનું પ્રેરક સંવેદન રાષ્ટ્રપતિની ચૂંટણી મહાપ્રસ્થાનના પથ પર ૨૫ પૃષ્ઠ કરવામાં પરમાનંદ અનુ. સુબોધભાઈ એમ. શાહ ૧૩ સંકલન: ચીમનલાલ જે, શાહ, ૧૪ કુસુમચન્દ્ર ડાહ્યાભાઈ શાહ ૧૫ અનુ. પરમાનંદ ૧૭ ૧૧ ચીમનલાલ ચકુભાઈ શાહ ૧૭ પ્રબેાધકુમાર સન્યાલ ૧૯
SR No.525952
Book TitlePrabuddha Jivan 1967 Year 28 Ank 17 to 24 and Year 29 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1967
Total Pages262
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy