________________
૧૩૧
ડોકટરો સંતતિઅવરોધનાં સાધનાની જાહેર રીતે ભલામણ કરવા લાગ્યા. આ સંસ્થામાં કેસ – હીસ્ટ્રીઝ સંગ્રહિત કરવામાં આવ્યા અને એ રીતે સંતતિનિયમનના સમર્થનમાં વૈજ્ઞાનિક ભૂમિકા તૈયાર કરવામાં આવી. આગળ જતાં આ સંસ્થા ‘બર્થ કન્ટ્રોલ કલીનીકલ રીસર્ચ બ્યૂરો’માં પરિવર્તિત થઈ. ૧૯૨૯માં આ સંસ્થાના મકાન ઉપર પોલીસની ધાડ આવી, પણ ત્યાર પછી તે સામેના આરોપો પાછા ખેંચી લેવામાં
રમાવ્યા.
પ્રમુર, જીવન.
અર્થશાસ્ત્રીઓ, સમાજશાસ્ત્રીઓ, નૃવંશશાસ્ત્રીઓ, પ્રાણીવિજ્ઞાનશાસ્ત્રીએ અને અન્ય વૈજ્ઞાનિકો હવે આ સંતતિનિયમનને લગતી જેહાદમાં ભળવા લાગ્યા. ૧૯૨૫માં ન્યુ યોર્ક સીટીમાં ભરવામાં આવેલી ધી ઈન્ટરનેશનલ બર્થ કન્ટ્રોલ કોન્ફરન્સમાં ૧૭ દેશના પ્રતિનિધિઓએ ભાગ લીધા. ૧૯૩૦ માં મિસિસ સેંગરે દુનિયાના જુદા જુદા દેશાના પ્રયાસા વચ્ચે અનુસંધાન ઊભું કરવા માટે પૂરીચ ખાતે વર્લ્ડ કોન્ટ્રાસેપ્ટીવ કાન્ફરન્સનું આયોજન કર્યું.
૧૯૬૨ માં મિસિસ સેંગરે બર્થ કન્ટ્રોલને લગતો કાયદો કરવા સંબંધે કાગ્રેસી સભ્યોના અભિપ્રાયો સંગડ્ડિત કરવા માંડયા અને ૧૯૩૧માં બર્થ કન્ટ્રોલ અંગે ફેડરલ લેજીસ્લેશન (રાષ્ટ્રવ્યાપી કાનૂન) કરવા માટે એક નેશનલ કમિટીની સ્થાપના કરી.
આજે બર્થ કન્ટ્રોલની હીલચાલે યુનાઈટેડ સ્ટેટ્સમાં સન્માનભર્યું સ્થાન પ્રાપ્ત કર્યું છે.
૧૯૩૯ માં જૂની અમેરિકન બર્થ કન્ટ્રોલ લીગ અને બન્ને કન્ટ્રોલ કલીનીકલ રીસર્ચ બુરી—આ બન્ને સંસ્થાનું વિલીનીકરણ કરવામાં આવ્યું અને એમાંથી ‘બર્થ કન્ટ્રોલ ફેડરેશન ઑફ અમેરિકા નામની સંસ્થાનું નિર્માણ થયું અને મિસિસ સેંગર તેના આનરરી ચેરમેન બન્યાં. ૧૯૪૨માં આ નવા ફેડરેશને પેાતાનું નામ બદલી *પ્લાન્ડ પેરન્ટહુડ ફેડરેશન ઑફ અમેરિકા' એવું નામ ધારણ કર્યું અને ન્યુ યાર્કને તેનું મથક બનાવવામાં આવ્યું.
મિસિસ સગરને તેમની સિદ્ધિ બદલ અનેક પારિતોષિકો આપવામાં આવ્યા અને આનરરી ડિગ્રીએ અર્પણ કરવામાં આવી. ૧૯૩૧માં ‘Integrity, vision and valour ’~‘પ્રમાણિકતા, દર્શન અને વીરતા' માટે મિસિસ સંગરને ધી અમેરિકન વીમેન્સ અવોર્ડ' મળ્યો અને ૧૯૩૬માં માનવી જીવનના વિકાસ અને ઉત્કર્ષમાં મહત્ત્વનો ફાળો આપવા માટે તેમને ‘ધી ટાઉન હૉલ એવાર્ડ ઑફ નર' મળ્યો.
ધી આલ્બર્ટ ઍન્ડ મેરી લાસ્કર ફાઉન્ડેશને બર્થ કન્ટ્રોલને લગતા આંદોલનના અનુસંધાનમાં ડહાપણભર્યા આયોજનના શિક્ષણપ્રદાનમાં સૌથી આગળ પડતો ભાગ લેવા માટે અને દુનિયાના દેશનું વસ્તીના સમધારણના પ્રશ્ન તરફ ધ્યાન કેન્દ્રિત કરવામાં અગ્રણી બનવા માટે મિસિસ સંગરનું બહુમાન કર્યું. ૧૯૪૯માં મેસેચ્યુસેટ્સમાં આવેલ સ્મીથ કૅલેજે તેમને ડૉકટર ઑફ લાઝ'ની ડિગ્રી આપી; અને ૧૯૬૫માં યુનિવર્સિટી ઑફ એરીઝાના તરફથી તેમને ‘ડૉકટર ઑફ હયુમેઈન લેટર્સ'ની પદવી મળી,
આગળ જતાં મિસિસ સગરને, ‘Humanist of the year' અને ‘Woman of the Century' તરીકે જાહેર કરવામાં આવ્યાં હતાં અને ૧૯૬૫માં ‘વીમેન્સ હાલ આફ ફેઈમ'માં ૨૦મી સદીની ૨૦ આગળ પડતી સન્નારીઓમાંનાં એક તરીકે તેમનું નામ અંકિત કરવામાં આવ્યું હતું.
તેમણે ‘The Pivot of Civilisatlon' (૧૯૨૨); Women and the New Races’(૧૯૨૩); Happiness in Marriage' (૧૯૨૬); અને બે આત્મચરિત્ર; ‘My Fight for BirthControl (૧૯૩૧); અને ‘Margaret Sanger-an Autobiography' (૧૯૩૮) અને એ ઉપરાંત બર્ન ક-ટ્રોલ અને જાતીય શિક્ષણ ઉપર ઘણાં પુસ્તકો લખ્યાં છે.
અનુવાદક: પરમાનંદ
:મૂળ અંગ્રેજી:
યુ. જી. સિફ્ર
10
તા. ૧૧ કે
ઉમાશકર જોષી
(‘જન્મભૂમિ—પ્રવાસી’માંથી સાભાર ઉષ્કૃત)
ત્રણ અઠવાડિયામાં બે ‘યુદ્ધ' જીતવાં એ એક મેાટી સિદ્ધિ છે, તેમાં પણ પ્રતિસ્પર્ધી જયારે શ્રી મગનભાઈ દેસાઈ જેવા જાજરમાન રાજપુરુષ હાય, સરકાર અને કૉંગ્રેસનું પીઠબળ ધરાવતા હોય ત્યારે એવા યાદ્ધાને હરાવવા એ કઈ જેવી તેવી સિદ્ધિ નથી. વિદ્યાના ક્ષેત્રે શ્રી ઉમાશંકર જોશીએ જે સિદ્ધિ પ્રાપ્ત કરી છે તેના કરતાં આ વિજય કઈ વધુ મોટા નથી અને ઉમાશંકરને એવા વિજયની જરૂર પણ નથી. પરંતુ સરસ્વતીને રાજકારણના તાપથી બચાવવી હોય તો આ સ્પર્ધાની જરૂર હતી.
વિદ્વાનો અને કેળવણીકારો પાતાના ક્ષેત્રમાં રહે અને રાજકરણના કાદવમાં ન પડે એ જરૂરી છે. કારણ કે આપણે ત્યાં રાજકારણનો અતિરેક થયો છે, ને રાજકારણમાં ગંદકી તો બધે હોય છે. આ કઈ ગાંધીજીનું રાજકારણ નથી. ગાંધીજીનું તત્ત્વજ્ઞાન તા ગાંધીજીની સાથે ગયું. ઉમાશંકરને કોઈ રાજકીય મહત્ત્વકાંક્ષા નથી. એ સારસ્વત સરસ્વતીની ભકિતમાં તલ્લીન રહીને સુખી છે. તેમ છતાં તેમને શાસ્ત્ર મૂકીને શસ્ત્ર ઉપાડવું પડયું, કારણ કે વિદ્યા અને કેળવણી પર રાજકારણનું આક્રમણ થયું હતું. થાડાક માસ પહેલાં આ મહાકવિની સાથે ત્રણ ચાર દિવસ ગાળવાને મને પ્રસંગ આવ્યો ત્યારે જાણવામાં આવ્યું હતું કે, તેમના અંતરાત્મા બળવા કરી રહ્યો છે.
‘સંસ્કૃતિ’ ના સંપાદક અને સંસ્કૃત વિદ્રાન પુણ્યપ્રકોપ અનુભવે તો પણ કટુતાથી મુકત છે. એમને હાદાની ભૂખ નથી, પ્રશંસાના મેહ નથી. અમદાવાદમાં સરદાર પટેલ નગરમાં “સેતુ’ના પ્રસન્નચિત્ત શાંત વાતાવરણમાં કવિ અધ્યયનમાં મગ્ન હોય અથવા ગુજરાત વિદ્યાપીઠમાં શિક્ષણ આપવામાં તલ્લીન હાય--આ તેમનું જગત છે. જીવનની કરુણતાએ આ સાધુપુરુષને પણ છોડયા નથી, કારણ કે કાળે ઉમાશંકર પાસેથી ઉમાને અકાળે ખૂંચવી લીધી છે.
ઉમાશંકર જેઠાલાલ જોષીના જન્મ તા. ૨૧મી જુલાઈ ૧૯૩૧ ના રોજ સાબરકાંઠાના બામણા ગામે થયો હતો. ગુજરાત વિદ્યાપીઠમાં અને મુંબઈની એલ્ફિન્સ્ટન કાલેજમાં ભણીને એમ. એ. થયા પછી એમણે કેળવણી અને સાહિત્યને પોતાનું જીવન અર્પણ કર્યું છે,
ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે આ કવિ—પંડિતના ફાળા અમૂલ્ય છે. કવિતા માટે તેમને રણિજતરામ સુવર્ણચંદ્રક, નર્મદ સુવર્ણચંદ્રક તે મહિડા પારિતાષિક મળ્યાં છે, પરંતુ હવે તે તેમની કાવ્યપ્રતિભા અને તેમનું વિદ્યોતેજ પોતે જ એમના રાંદ્રક છે. એમની વ્યગંગાત્રીના પ્રસન્નચિત્ત પ્રવાહને ખરેખર તેા ગંગાવતરણના પ્રવાહ સાથે સરખાવી શકાય. તમે ભાગીરથી, મંદાકિની અને ગાક નંદાને હિમાલયમાંથી ઊતરતી અને ઉછળતી જુઓ, અને પછી હરિદ્વારથી પ્રગલ્ભ રીતે મેદાનમાં વહેતી જુએ ત્યારે જે સ્વરૂપ વિધ્ય તમે જોશે તે ઉમાશંકરની કાવ્યગંગામાં છે.
‘વિશ્વશાંતિ’ નામના ખંડકાવ્યની પાંખે અને ‘ગંગોત્રી’ની લહેરે ચડીને ઉમાશંકરે ગુજરાતી કાવ્ય - સાહિત્યમાં નાની વયે પ્રવેશ કર્યો, અને તરત જ પહેલી પંકિતના અધિકારી બની ગયા. તેમનું ‘સાપના ભારા’ વાંચનારને તેમની પાસેથી વધુ નાટકોની અને ‘ત્રણ અડધું બે’ તથા ‘શ્રાવણી મેળા’નું રસપાન કરનારને વધુ વાર્તાએની તૃષ્ણા જાગે છે. એક વિદ્વાન વિવેચક તરીકે તેમનું સ્થાન આગવું છે. ‘ઉત્તરરામચરિત' અને ‘શાકુન્તલ’ દ્વારા તેમણે સંસ્કૃત કાવ્યામૃતના ગુજરાતીમાં રસાસ્વાદ કરાવ્યો છે.
કેળવણી રાજકારણથી અલિપ્ત અને અસ્પૃશ્ય રાખવી હોય તા મગનભાઈ અને ઉમાશંકરની વચ્ચે ઉમાશંકરની જ પસંદગી કરવાની હાય. એથી આગળ વધીને કહીએ તો કેળવણીકાર તરીકે ઉમાશંકરની જ પસંદગી યાગ્ય છે. નવા જમાનાને એવા સંસ્કારમૂર્તિ વિદ્વાનની જરૂર છે કે જેમની તાજગીભરી દષ્ટિને રાજકીય વિચારો ધૂંધળા બનાવી શકે નહિ. આજે ભારતમાં વિદ્યાથી જગત સંક્ષુબ્ધ છે, દિશાભાન ગુમાવી બેઠેલ છે, ક્રુદ્ધ બની ખંડનાત્મક પ્રવૃત્તિમાં પણ ઊતરી ગયેલ છે ત્યારે ગુજરાત યુનિવર્સિટીમાં આવતી કાલના ગુજરાતી ભાગ્યવિધાતાઓનું પોતાનું ભાગ્ય ઘઢવા ઉમાશંકર જેવા ભામિયા મળ્યા એ સૌનું સદ્ભાગ્ય છે. સાહમ