________________
પ્રમુખું જીવન
૩૮
મળે છે કે લોકો મરી જશે તે સહન કરી શકીશ, પણ પરદેશી સૈન્ય ધરતી ઉપર હું સહન નહિ કરી શકું અને એમની નજર સામે ભાગલા સમયે છ લાખ જેટલા લોકોનો વિનાશ થયો તે વાતની આપણને
ખબર છે.
આ જ પ્રમાણે એમણે જો પરદેશી મૂડીને આધારે આપણું આર્થિક આયોજન કરવાનું ટાળ્યું હોત તે સંભવ છે કે, ભારે ઉદ્યોગામાં આપણે બહુ આગળ ન વધ્યા હોત, પણ પ્રજામાં સ્વત્વ પ્રગટયું હોત અને આજે જે ભારે પ્રમાણમાં અસંતોષ ચોતરફ જોઈએ છીએ તે કદાચ ન હોત અથવા ઓછા હોત.
આ જો—તાની દલીલ ઈન્ડો-અમેરિકન ફાઉન્ડેશનની ચર્ચા સાથે પ્રસ્તુત એટલા માટે છે કે આપણા પ્રશ્ન ઉપર જણાવ્યું તેમ દેશમાંથી Talents શેાધી તેને શકિત આપી દેશને માટે તે શકિતન ઉપયોગ વિશેષ ફળદાયી રીતે કેમ થાય તે રીતનું આયોજન કરવાના છે. તેમાં જેમ આપણું હાલનું આર્થિક આયોજન આમવર્ગની દષ્ટિએ નાકામિયાબ નીવડતું જાય છે તેમ જ શિક્ષણમાં પણ બની રહ્યું છે અને આવાં પ્રતિષ્ઠાનથી તે વધારે બનશે.
૩. બીજો વર્ગ ફાઉન્ડેશનમાં ભયસ્થાને જુએ છે, પણ મદદ સ્વીકારવા તૈયાર થાય છે. આ વર્ગમાં ઠીક ઠીક પ્રમાણમાં કાલેજના અધ્યાપક વર્ગ છે. તેમની દલીલ, શ્રી ગારવાલા મજાક ઉડાવે છે તેવી, તદ્દન અર્થહીન નથી. આપણા જે વિદ્યાર્થીએ અમેરિકા અભ્યાસ અથૅઅે ગયા અને પાછા આવ્યા તેમાંના ઘણા સા૨ે સ્થાને છે. પરિણામે આપણને વધુને વધુ વિદ્યાર્થીઓને ત્યાં મોકલવાનું મન થાય છે. આપણે પહોંચતા હોઈએ તે આપણા બાળકોને અમેરિકા ભણાવવાનું મન થાય છે. આ હકીકત તેમના શિક્ષણના ઉપયોગીપણાને સિદ્ધ નથી કરતી, પણ બલ્કે તે શિક્ષણ માત્ર વ્યકિતને જ ઉપયોગમાં આવ્યું છે અને દેશને પ્રમાણમાં આચાર, વિચાર, સંસ્કાર, આબાદીની દષ્ટિએ બહુ લાભકારક નથી નીવડયું તે વાતનું સમર્થન આજે એવા ભણેલા યુવાનોમાંના ઠીક ઠીક વર્ગ, અનુકૂળતા મળે તા, પાછા અમેરિકા જઈ ત્યાં સ્થિર થવાની ઈચ્છા કરતા હોય છે તે જાણીતી વાત છે. વૈજ્ઞાનિકોમાં પણ આવી સંખ્યા નાની નથી. ત્યાગ, દેશભાવના, સમર્પણની ધગશ બતાવનાર યુવાનોની સંખ્યા ત્યાંથી ભણી આવનારમાં શોધવા જઈએ તો કદાચ આપણૅ નિરાશ થવું પડશે. માટે પ્રતિષ્ઠાનના વિચાર ખોટો નથી તેમ તેઓ કહે છે પણ તેના સંપૂર્ણ કાબુ .હાલના આર્થિક આયોજનની માફક આપણી પાસે હોવા જોઈએ તેમ તેઓ માંગે છે.
કરે છે.
આપના, વજુભાઈ પટેલ
પ્રકી નોંધ
વાસ્તવિકતાની અક્ષમ્ય અવગણના ઔચિત્યભંગની પરાકાષ્ટા
મુંબઈ ખાતે ગયા મે માસની ૨૧, ૨૨, તથા ૨૩મીના રોજ ભરાયલા કોંગ્રેસ મહાસમિતિના અધિવેશનના અનુસંધાનમાં કોંગ્રેસી મહાનુભાવા માટે જે ભાતભાતનાં આનંદ અને મોજમજાના ભાજન– સમારંભા અને વિવિધ પ્રબંધ ગોઠવવામાં આવ્યા હતા તે સંબંધમાં તા. ૩-૬-૬૬ ના રોજ બાલાવવામાં આવેલી પત્રકાર પરિષદ સમક્ષ ખુલાસા કરતાં મુંબઈ કોંગ્રેસના પ્રમુખ શ્રી. પી. જી. ખેર જણાવે છે કે:
“સાગરસફર વખતે જે ભાજન ૭૦૦થી ૮૦૦ માણસાને આપવામાં આવ્યું હતું તેમાં તથા જુહુની એક હોટેલમાં ૧,૦૦૦ માંણસોને જે ભાજન આપવામાં આવ્યું હતું તેમાં અનાજની વાનગીઓ પીરસવામાં આવી નહોતી. આ બધા લોકો એમને ઉતારે જન્મ્યા હોત તે તેમને અનાજની વાનગી મળી હોત. આથી હકીમાં હતા એ બે ટંક પ્રતા અનાજનો બચાવ જ થયો છે. સામાય સાંજે ૫ વાગ્યે બંધ કરી દેવામાં આવી હતી અને વિધાનસભાના સભ્યોની હોસ્ટેલમાં પણ તે દિવસે રાત્રે કોઈ ભાજન આપવામાં આવ્યું નહોતું. આમ મહારાષ્ટ્ર સરકારના અનાજના વપરાશના નિયમન અંગેના કોઈ હુકમના ભંગ પણ કરવામાં આવ્યા નહોતા.
તા. ૧૬-૬-૬+
પ્રતિનિધિઓ તથા મહેમાન માટે થયેલી ખરચાળ સરભરા અંગે વડા પ્રધાન તથા કાગ્રેસપ્રમુખે મુંબઈ કોંગ્રેસ સમક્ષ પોતાની નાપસંદગી વ્યકત કરી છે એવા અહેવાલાને તેમણે પાયા વિનાના ગણાવ્યા હતા. એમણે કહ્યું હતું કે, સરભરા અંગેની બધી જ વ્યવસ્થા શ્રીમતી ઈંદિરા ગાંધી અને શ્રી કામરાજની પૂર્વ સંમતિથી થઈ હતી, એટલું જ નહિ, એમણે બન્નેએ મુશ્કેલીઓની વચ્ચે અમે જે વ્યવરથા કરી હતી તેના પ્રત્યે ઊંડો સંતાપ વ્યકત કર્યો હતો.
આ અધિવેશનના ખર્ચ લગભગ બે લાખ રૂપિયા જેટલા આવ્યો છે.” આ ખુલાસા વાંચીને ભારે દુ:ખ તથા આશ્ચર્ય થાય છે, કારણ કે આ ખુલાસા ધીટતાથી ભરેલા છે; તેમાં ભાળા લોકોને સમજાવી લેવાના પ્રયત્ન છે. આજે દેશભરમાં અનાજના દુષ્કાળની પરિસ્થિતિ પ્રવર્તે છે; મોંધવારીની ભીંસ વચ્ચે, તરેહ તરેહની તંગી નીચે અને કરવેરાના અસહ્ય બનતા જતા બાજા નીચે પ્રજાજીવન કચડાઈ રહ્યું છે. આવી પરિસ્થિતિમાં આપણને અનિવાર્ય ધર્મરૂપે પ્રાપ્ત થાય છે કે ખાસ જરૂરી ન હેાય ત્યાં સુધી આપણે કોઈ સામુદાયિક સંમેલના યાજીએ નહિ અને જે કોઈ સંમેલના યોજવાનું આવી પડે તે બને તેટલાં સાદાં યાજીએ અને તેમાં આજના સમય સાથે બંધ બેસે નહિ તેવા આનંદિવનાદનાં માજમજા કરવાનાં-કાર્યક્રમ ગોઠવીએ નહિ, ખાસ કરીને જેના માથે આખા ભારતની પ્રજાના સુખદુ:ખની જવાબદારી છે તેવી કોંગ્રેસ સંસ્થાએ તે આવી બાબતમાં પૂરા જાગૃત રહેવું જોઈએ, આને બદલે તાજેનરમાં મુંબઈ ખાતે મળેલા કોંગ્રેસ મહાસમિતિના અધિવેશન ઉપર આવેલા કાગ્રેસી નેતાઓને મુંબઈની આલીશાન લેખાતી હોટેલામાં ઉતારવામાં આવ્યા હતા અને આ અધિવેશન સાથે જોડવામાં આવેલા કેવળ મેાજમજાલક્ષી કાર્યક્રમના કારણે આખા અધિવેશને એક જલસાનું રૂપ ધારણ કર્યું હતું. એક રાત્રે ૭૦૦થી ૮૦૦ મહેમાનો માટે સાગર સફર યોજવામાં આવી હતી; બીજી રાત્રે જૂહુ જેટલા દૂર આવેલા સ્થળ ઉપર ‘સન એન્ડ સેન્ડ’ના નામે ઓળખાતી બાદશાહી હોટેલમાં ૧૦૦૦ કૉંગ્રેસી માટે ભાજનસમારંભ ગોઠવવામાં આવ્યા હતા. ત્રીજી રાત્રે રીગલ થીએટરમાં આ મહાજનને ચિત્રપટ દેખાડવામાં આવ્યું હતું. આજની વાસ્તવિક પરિસ્થિતિના સંદર્ભમાં આવા આનંદવિહાર કેટલા બધા કઢગા, બેહુદા, અસમયોચિત ગણાય તેના આ આયોજકોને ખ્યાલ સરખો પણ ન આવ્યો ! સ્વાભાવિક છે કે આ બધું જોઈને જાણીને સામાન્ય લોકોના દિલ ઉકળી ઊઠે અને જાહેરમાં તેમ જ ખાનગીમાં આ ઠઠારાની તેઓ સખત ટીકા કરે, ઝાટકણી કાઢે અને લોકોની કહેવાતી કાગ્રેસ આજે કર્યાં જઈ રહી છે એવા પ્રશ્ન પૂછે. આવી ટીકા ટીપ્પણીથી આ પ્રકારનાં અવિવેકી આયોજન માટે જવાબદાર કૉંગ્રેસી આગેવાનોએ સજાગ થવું જોઈએ, અન્તર્મુખ બનવું જોઈએ અને પોતાની ભૂલ જાહેરમાં કબુલ કરવી જોઈએ. આને બદલે મુંબઈ કોંગ્રેસના પ્રમુખે જે ખુલાસો બહાર પાડયા છે તેમાં નથી કોઈ શરમના ઉદ્ગાર કે પશ્ચાત્તાપનો એકરાર. ઉલટું જે થયું છે એ બરાબર, યોગ્ય અને ઉચિત જ થયું છે એવા ભાવ આ ખુલાસા વાંચતાં ઊઠે છે, એટલું જ નહિ પણ, બહાર કરવામાં આવેલી ભાજન વ્યવસ્થામાં પ્રતિબંધિત અનાજની વાનગીઓ પીરસવામાં આવી નહોતી અને એ રીતે એટલા પૂરતો પ્રતિબંધિત અનાજને બચાવ કરવામાં આવ્યા હતા એવી આ ખુલાસામાં શેખી કરવામાં આવી છે—જાણે કે કાનુની મર્યાદામાં રહીને પણ આવી શાનદાર હોટલામાં તૈયાર કરવામાં આવેલી ભાત ભાતની વાની પાછળ થયેલા અમર્યાદ ખર્ચના તો કોઈએ કા વિચાર જ કરવાના ન હોય. આવા ધીટ ખુલાસા રજુ કરીને સંતોષ ન માનતાં આ બધી ગાઠવણ શ્રીમતી ઈન્દિરા ગાંધી અને કૉંગ્રેસપ્રમુખ કામરાજની સંમતિપૂર્વક કરવામાં આવી છે એમ મુંબઈની