________________
તા:૧૧-૨૪
પ્રભુ
પૂર્વક, તેણે સામના કર્યો છે, ચાલુ પરિભાષા ગમે તે વપરાતી હોય, પણ ભારત શરકાર લાલ ચીન પૂરતી હવે બીનજૂથવાદી– નટસ્થ રહી જ નથી.
આ ઉપરાંત, ભારત અગ્નિપૂર્વ એશિયાનું મહત્ત્વ અને તે સામે ચીની આક્રમણના ભયની વાસ્તવિકતાને સ્વીકારતું થયું છે. નેપાળ જેવા પડોશી દેશેા ચીનની આક્રમક પ્રવૃત્તિઓ સામે ટકી રહે એ રીતે તેમને મદદરૂપ થવામાં પોતાનું હિત પણ રહેલું છે તે હવે બરોબર સમજવા લાગ્યું છે.
હવે આપણે પેલા નિરાશાવાદીઓની ચિન્તાની ત્રીજી બાબતને વિચાર કરીએ. આ છે ભારતની અસાધારણ ગૂંચવણા ભરેલી રાજયરચના અને ઊંડે જડ ધરાવતા પ્રાદેશિક મતભેદો. ભારતની સિદ્ધિએ અને યુરોપની આશાઓના મુકાબલા કરવાથી આ વિશેષ પ્રકારની ચિન્તાને તેના વાસ્તવિક આકારમાં સમજવાનું સરળ બનશે.
ભારતની વસ્તી રશિયાને બાદ કરતાં યુરોપની વસ્તી કરતાં જરા વધારે છે. હવે જો આપણે કોઈ એક સવારે ઉઠતાવેત એવા સમાચાર સાંભળવા પામીએ કે ભારતની આજે જે એકતા છે-આખા દેશના એક મહા અમાત્ય, એક પાર્લામેન્ટ, એક સરખા આન્તરિક કાયદાઓ, સર્વસાધારણ બજાર અને સમાન બંધારણ આવી એકતા રશિયા સિવાયના યુરોપમાં સ્થપાઈ ચુકી છે, તો આવી ઘટનાને આજની દુનિયાના એક રાજકારણી ચમત્કાર તરીકે વધાવવામાં આવે. પોર્ટુગીઝ લાકો ગ્રીક લોકો સાથે કેવી રીતે વ્યવહાર કરશે, અથવા તો ઈટાલિયન અને આયરીશ સંસ્કૃતિ વચ્ચે કેવી રીતે મેળ સધાશે અથવા તો યુરોપની કોઈ પણ એક ભાષા અડધા લોકોથી વધારે સમજી શકતા નથી આ હકીકતનું શું કરવું:“આવી બાબતોની ચિંતા કરવાને બદલે આવી અસાધારણ તક કે જે ભિન્ન ભિન્ન રાષ્ટ્રોના એકીકરણના પરિણામે સૌ કોઈના કલ્યાણ માટે ઊભી થઈ છે તે માટે યુરોપમાં સર્વત્ર આનંદ આનંદ વ્યાપી રહેવાના
આમ છતાં પણ જયારે નિરાશાવાદીઓ ભારતના વિચાર કરે છે ત્યારે ૧૫ રાજ્યોમાં વહેંચાયલા ૪૫ કરોડની પ્રજાને એક એવું સર્વસાધારણ તંત્ર મળ્યું છે કે જે આખા દેશની રાજકારણી તથા આર્થિક તાકાતને વિકસાવવાની ભૂમિકા પૂરી પાડે છે—આવી કોઈને પણ પ્રભાવિત કરે એવી ભારતની એકતા તેમને દેખાતી નથી, પણ સમગ્રને ટુકડામાં વહેંચી નાંખશે એવા જેના વિષે ભય સેવવામાં આવે છે એ પ્રકારના ભેદભાવા જ તેમની નજરે ચઢે છે.
આ જ રીતે જયારે આ નિરીક્ષકો ભારતના રાજકારણમાં જે આપલે અથવા તો બાંધછોડ ચાલી રહી છે, કોંગ્રેસ પક્ષમાં રહેલા ઊંડા મતભેદો બહાર આવી રહ્યા છે અને જૂની નેતાગીરીને પડકારતી નવી નેતાગીરી માથું ઊંચકી રહી છે—આ બધું જુએ છે ત્યારે તેમાં તેમને લોકશાહીને વરેલા સમાજની વધતી જતી તાકાત અને વિકાસશીલતા દેખાતી નથી, પણ કુસંપમાંથી પરિણમતી નબળાઈઓ જ નજરે પડે છે. આની સામે અમેરિકા અને ભારત વચ્ચે રહેલી સમાનતા યુનાઈટેડ સ્ટેટ્સની સુપ્રિમ કોર્ટના એક ન્યાયમૂર્તિએ એક વખત મારી સમક્ષ કરેલા વિધાનમાંથી વધારે સ્પષ્ટ રીતે તરી આવે છે. તેમણે મને જણાવેલું કે દુનિયાના અન્ય દેશાની અદાલતો કરતાં ભારતની અદાલતામાં તેમને વધારે આત્મીયતાનો એટલે કે અમેરિકાની કોઈ અદાલતમાં જ પોતે બેઠા હોય એવા અનુભવ થાય છે. પરદેશની મદદ
આમ સમગ્રપણે વિચારતાં આઝાદી મળ્યા બાદ ભારતની સિદ્ધિ - ઓની યાદી કોઈના પણ મન ઉપર બહુ સારી છાપ પાડે તેવી છે અને ભાવી અંગે અનેક રીતે આશાસ્પદ લાગે છે. આમ છતાં પણ અને તે અંગે ` ભારતીય લોકોનો અસાધારણ પરિશ્રમ અને આત્મભાગ હાવા છતાં, આ સિદ્ધિઓ અને સફળતાઓ, ભારતના ઘણાખરા લાકો એકાએક સ્વીકારે છે તે મુજબ, અમેરિકાની (તેમ જ અન્ય દેશોની) ઉદાર મદદ સિવાય કોઈ કાળે શક્ય બની નજહાંત
જીવન
૧૭૫
છેલ્લાં દશ વર્ષ દરમિયાન માત્ર યુનાઈટેડ સ્ટેટ્સે આર્થિક મદદ, તરીકે ભારતને પાંચસા કરોડ ડોલરની રકમ આપી છે. આમાંની અડધી રકમ લેાન અને ગ્રાન્ટના રૂપમાં અને અડધી રકમ સરપ્લસ ખેતીવાડીની પેદાશના રૂપમાં આપવામાં આવી છે. સરેરાશ ગણતાં આજ સુધીમાં અમેરિકાની જમીનની પેદાશની ચીજો ભરીને હંમેશા એક સ્ટીમર યુનાઈટેડ સ્ટેટ્સ છોડીને હિન્દ તરફ રવાના થઈ રહેલ છે. કુલ મળીને ભારતના અનાજનાં પુરવઠાના ચાર ટકા અનાજ આપણે ભારતને પૂરું પાડીએ છીએ.
જયારે ચાલુ પંચવર્ષીય યોજનામાં ઉભી કરવામાં આવનાર પાવર– વીજળી–ને લગતી સગવડો વહેતી થશે ત્યારે ભારતની કુલ વિદ્યુતશકિતનો અડધો હિસ્સો અમેરિકાએ પૂરો પાડયા હશે. રેલ–રોડને લગતી સાધનસામગ્રી, ભારે મશીનરી અને બીજી જરૂરી કાચી પેદાશા લાખ ડૉલરની કીમતની આપણે ભારતને પૂરી પાડી છે.
આપણે યુનાઈટેડ સ્ટેટ્સમાં દર વર્ષે ૩૦૦૦ હિન્દીઓને તાલીમ આપીએ છીએ અને એથી અનેકગણા વધારે વિદ્યાર્થીઓને અમેરિકન-ટેકનિકલ-એસીસ્ટન્સ–પર્સોનેલ દ્વારા આપણે ભારતમાં મદદ કરીએ છીએ. આ ઉપરાંત ફોર્ડ ફાઉન્ડેશન, રોકફેલર ફાઉન્ડેશન, અને બીજા ખાનગી અમેરીકન સંસ ાઓ દ્વારા લાખા રૂપિયાની સાધનસામગ્રી અને ટેકનિકલ માર્ગદર્શન ભારતને પૂરાં પાડવામાં આવેલ છે.
ભારતમાં ગમે ત્યાં જાઓ, આ માકળા દિલની અમેરિકન મદનાં પરિણામે નજરે પડયા વિના રહેતાં નથી. અલબત્ત, જયારે આ દશકાઓના ઈતિહાસ લખાશે ત્યારે, મને શ્રાદ્ધા છે કે, એમ જરૂર કહેવામાં આવશે કે અમેરિકાની આર્થિક વિકાસને લગતી રાજ્યનીતિ અન્ય વિકસતા જતા દેશે કરતાં ભારતમાં વધારે અસરકારક અને પરિણામજન્ય નીવડી છે.
સંરક્ષણની બાબતમાં ભારતને મદદ કરવાના તાજેતરના યુનાઈટેડ સ્ટેટ્સના પ્રયત્નો પણ એટલા જ નક્કર પ્રકારના રહ્યા છે. અમેરિકન અને બ્રિટિશ મદદ વડે ઈન્ડિયન એર ફોર્સને હાલ બળવત્તર બનાવવામાં આવે છે.
જો કે, આર્થિક મદદ અંગે જો દુનિયાના અભિપ્રાય એકઠા કરવામાં આવે તે, આપણને કદાચ પહેલું ઈનામ ન મળે, તે પણ યુનાઈટેડ સ્ટેટ્સે ભારતને જે મદદ આપી છે અને ભારત પ્રત્યે જે મૈત્રીભાવ દાખવ્યો છે તે ભારત બરોબર સમજે છે અને તેની ભારત પૂરી કદર કરે છે એ સંબંધમાં અનેક પુરાવા છે. દાખલા તરીકે, જાહેર જનતાના વલણા અંગેની તાજેતરની તપાસમાં ભારતના ૯૦ ટકાથી વધારે લોકોએ એવા અભિપ્રાય અને શ્રદ્ધા વ્યકત કરી હતી કે તેમના દેશ યુનાઈટેડ સ્ટેટ્સ સાથે વધારે નિકટતાથી સહકાર કરશે. માત્ર ૧૬ ટકા પ્રજાજનોએ એવા અભિપ્રાય સેવિયેટ રશિયા અંગે વ્યકત કર્યો હતો અને એક ટકાથી ઓછા લાકોએ સામ્યવાદી ચીન અંગે એવું વલગ પ્રદર્શિત કર્યું હતું.
ભવિષ્ય અંગે શું ?
એમાં કોઈ શક નથી કે યુનાઈટેડ સ્ટેટ્સના લોકો કે જેમણે બીજા વિશ્વયુદ્ધ બાદ વધારે સ્થિર અને સુલેહશાંતિભરી દુનિયા નિર્માણ કરવા માટે આવા એક સરખા પ્રયત્ન અને પુરુષાર્થ કર્યો છે તેમને ભાવીને ભારતમાં શું બને છે તે સાથે ઘણી મોટી નિસબત છે. જો 'ભારત લાકશાહીને વળગી રહીને પાતાનો અર્થવિકાસ સાધવામાં અને સામ્યવાદી દબાણ હાવા છતાં પણ પોતાની રાજકીય સ્થિરતા ટકાવી રાખવામાં સફળતા પ્રાપ્ત કરશે તે અમેરિકા જે કાંઈ કરી રહ્યું છે તેનું ઔચિત્ય સર્વાંશે પુરવાર થયું લેખાશે.
અને આજથી આગળના વિચાર કરતાં, ભલે નિરાશાવાદીઓ અન્યથા વિચારતા હોય, સમગ્ર પરિસ્થિતિનું દર્શન ઉત્તરોત્તર વધારે અનુકૂળ અને આશાવાદી બનતું લાગે છે. અનુવાદક : પરમાનંદ
મૂળ અંગ્રેજી: શ્રી ચેસ્ટર બેલ્સ