________________
૧૭૪
પ્રબુદ્ધ જીવન
આંતરરાષ્ટ્રીય યુકેરિસ્ટિક કૉંગ્રેસનું ૩૮મું અધિવેશન
5
૩૮ મી આંતરરાષ્ટ્રીય યુકેરિસ્ટિક કૉંગ્રેસ મુંબઈમાં તા. ૨૮ - નવેમ્બરથી ૬ ડીસેમ્બર સુધી મળી ગઈ. નામદાર પોપ પાલ છઠ્ઠા આ પ્રસંગે ભારત આવ્યા તે એક અભૂતપૂર્વ ઘટના છે.
યુકેરિસ્ટિક કૉંગ્રેસ રોમન કેથેલિક ચર્ચના મત, સંપ્રદાય અને સિદ્ધાંત અનુસાર યોજાઈ હતી. ‘ ઈસુ ખ્રિસ્ત પાછા ફરી તમામ લોકોને પિતા પાસે લઈ જઇ, તેમના મેાક્ષ ન કરે ત્યાં સુધી, તેમના માનવજાતને ઉગારનાર મહામૃત્યુની સ્મૃતિ જાળવવા માટે આ કોંગ્રેસ યોજાય છે. રોમન કેથોલિક ચર્ચ એ સુઆયોજિત અને સુદઢ ધાર્મિક સંપ્રદાય છે અને તેના ૪૦ કરોડથી પણ વધારે અનુયાયીઓ છે. રોમન કેથેાલિક ચર્ચની એવી માન્યતા છે કે ‘ઈસુ ઈશ્વરનો પુત્ર છે અને યુકેરિસ્ટિકની વિધિ ખ્રિસ્તીઓ અને ઇસુ વચ્ચે કડી સમાન છે. આ મત મુજબ જે વ્યકિત ઈસુને જ પ્રભુના પુત્ર તરીકે અને મેાક્ષદાતા તરીકે માને તેને જ મેાક્ષ મળી શકે, ખ્રિસ્તી ન હોય એવા કોઈ પણ આસ્તિક પ્રભુના દ્રાર સુધી પહોંચી શકે નહિ.'
આ કૉંગ્રેસ એશિયામાં ચર્ચને દઢ કરવા અને તેના સંદેશ વિસ્તારવા માટે યોજાયેલ હોઈ અને તેના વિશાળ પરિણામ તરીકે ધર્માંતર પ્રવૃત્તિને વેગવાન બનાવવાના પ્રયત્નો થવાની શક્યતા હોઈ, આ કૉંગ્રેસનું અધિવેશન ખ્રિસ્તી નહિ એવા કેટલાક વર્ગોમાં ઉગ્ર વિવાદ અને વિરોધનો વિષય બનેલ, પરંતુ ભારતના બંધારણની ૨૫ મી કલમ હિંદુ, મુસ્લિમ, ખ્રિસ્તી કે બીજા કોઈ પણ પંથના પ્રત્યેક હિંદીને સંપૂર્ણ ધાર્મિક સ્વતંત્રતા બક્ષતી હોઈ, કેન્દ્ર સરકારે તેમ જ મહારાષ્ટ્ર સરકારે યુકેરિસ્ટિક કેંગ્રેસના અધિવેશનમાં અંતરાય રૂપ બનતી પ્રવૃત્તિ સામે કડક હાથે કામ લેતાં, કોઈ પણ અનિચ્છનીય બનાવ બનવા પામ્યો નહિ અને આ અધિવેશન સફળતાપૂર્વક પાર પડયું – જેની ઉંડી છાપ આ અધિવેશનમાં ભાગ લેનાર પરદેશીઓ ઉપર પડી, એટલું જ નહિ પરંતુ, સુધરાઈ તરફથી યોજાયેલ સ્વાગત સમારંભમાં નામદાર પોપ પોલ છઠ્ઠાએ ખ્રિસ્તી તેમ જ બીન ખ્રિસ્તી પ્રજા તરફથી મળેલા પ્રેમાળ આવકાર અને ઉષ્માભર્યા આતિથ્ય માટે આભારની ઉંડી લાગણી વ્યકત કરી. ભારતની ખાસ વિશિષ્ટતા—આતિથ્યસત્કારની ભાવના-ના તાદશ્ય અનુભવ ના. પોપ પોલને થવા પામ્યો અને તેના ઉત્તર પણ ના, પાપે ‘નમસ્તે’ અને ‘ જય હિંદ ’ ની ઘેાપણાથી તેમ જ ‘ઉંડા અંધારેથી પ્રભુ પરમ તેજે હું લઈ જા.' ની પ્રાર્થનાથી આપ્યો તે ભારતવાસીઓ માટે પણ ગૌરવભરી હકીકત છે.
ખ્રિસ્તી ધર્મના પ્રચાર સાથે વટાળ પ્રવૃત્તિ સંકળાયેલી છે એ ખરૂં, પરંતુ તેની સાથે આ ધર્મમાં માનવસેવા અને પ્રેમની ઉચ્ચ ભાવના રહેલી છે અને તેને સેવાની અનેકવિધ પ્રવૃત્તિઓ દ્વારા સાકાર સ્વરૂપ આપવામાં આવ્યું છે તેની ઉપેક્ષા થઈ શકે નહિ, બીજી રીતે કહીએ તે આ સંપ્રદાયના ૪૦ થી ૪૫ કરોડ અનુયાયીઓ છે તેની ભૂમિકામાં માનવસેવા અને માનવપ્રેમ રહેલાં છે.
ભારત એ ધર્મસહિષ્ણુતાની ભાવનાનું મોટામાં મોટું પુરસ્કર્તા છે, એટલે ભારતમાં તમામ ધર્મોને આદરનું સ્થાન છે. ભારતના બિનસાપ્રદાયિક રાજ્યમાં તમામ ધર્મના માનવીઓને ધર્માચરણની છૂટ છે. આ સંજોગામાં આ દેશમાં ધર્મને નિર્મૂળ કરવા માગતા સામ્યવાદ જો ફાલી ફ્ લી શકે છે, તે પછી જે પ્રેમ અને સેવા વડે ઇસુ ખ્રિસ્તના સંદેશા ફેલાવવા ઇચ્છતા હોય તેને આ તર્ક વિરોધ કરવાનું કોઈ રીતે વ્યાજબી ઠરાવી શકાય નહિ,
દરેક ધર્મના અનુયાયીઓની એ ખાસીયત છે કે તે બીજા ધર્મની ખામીઓ અને નબળાઈઓ શોધવા અને તેને મોટું સ્વરૂપ આપવા પ્રયત્ન કરે છે, પરંતુ બીજા ધર્મમાંથી કે તેના અનુયાયીઓ પાસેથી શીખવા જેવું હાય તે ગ્રહણ કરવા તેઓ તત્પર બનતા નથી. ખ્રિસ્તી મિશના જે નિ:સ્વાર્થતાથી અને સમર્પણભાવથી ગરીબા અને નિરાધારોની સેવા કરે છે તેમાંથી બાધપાઠ ગ્રહણ કરવાના વિવિધ ધર્મના અનુયાયીઓએ કેટલા પ્રયત્ન કર્યો છે તેનું સૌ કોઈએ આંતરનિરીક્ષણ કરવાનું રહે છે.
તેમના અનુયાયીઓની સંખ્યા આજે ૪૦-૫૦ કરોડની છે તે તેમના વ્યવસ્થિત પ્રચારનું પરિણામ છે. તેમની પ્રચારની પદ્ધતિના પણ અભ્યાસ કરવા જેવો છે. આપણામાં કહેવત છે કે કુમળું ઝાડ જેમ વાળીએ તેમ વળે. તે જ પ્રમાણે બાળક નાનું હાય ત્યારે તેમનામાં જે પ્રકારના સંસ્કાર રેડવા હોય તેવા રેડી શકાય. ખ્રિસ્તી ધર્મના પ્રચારમાં પણ આ પદ્ધતિ મુખ્યત્વે અપનાવાઈ રહેલ છે.
ખ્રિસ્તી મિશનો શાળાઓ ચલાવે છે તેમાં અભ્યાસ કરતાં બાળકોમાં ખ્રિસ્તી ધર્મ અને ઇસુ ખ્રિસ્ત પ્રત્યે આકર્ષણ થાય તેવા વ્યવસ્થિત પ્રયત્ન કરવામાં આવે છે. ખ્રિસ્તી ધર્મના પ્રચાર માટેનું બીજું સાધન છે ગરીબો, દલિતા, પીડિતોની સેવા. આ માટે ખ્રિસ્તી મિશના હેસ્ટિટલા ચલાવે છે તેમ જ માનવસેવાની બીજી અર્નેકવિધ પ્રવૃત્તિઓ કરે છે. સેવા વડે સામી વ્યકિતના પ્રેમ સંપાદન કરીને તેઓ ખ્રિસ્તી ધર્મ અને ઈસુ ખ્રિસ્ત પ્રત્યે આકર્ષણ ઊભું કરે છે. તેના તાદશ ચિતાર ના પાપ પાલે આપણી સમક્ષ રજૂ કર્યો છે. ના. પાપ પાલે આવતા વેંત જ યુકેરિસ્ટિક કૉંગ્રેસમાં અંતરાય ઊભા કરવા માટે અટકમાં લેવામાં આવેલ વ્યકિતઓને છેડી મૂકવાની કેન્દ્ર સરકારને તેમ જ મહારાષ્ટ્ર સરકારને વિનંતિ કરી; ભારતના અસંખ્ય દરિદ્રનારાયણોને રાહત આપવા માટે રૂા. ૨,૨૫૦૦૦ નું દાન કર્યું. તેઓશ્રીનો સત્કાર કરવામાં સામેલ થયેલ અને એમ કરતાં અકસ્માતનો ભોગ બનેલા ૨૬ વર્ષના યુવાન છબીકારનાં કુટુંબીજનોને આશ્વાસન આપવા માટે તેમના ખાસ પ્રતિનિધિને મોકલ્યા અને એ પત્રકારની ત્રણ માસની પુત્રીની ભાવી કેળવણી માટે ૫૦૦૦ ડોલરની તેઓશ્રીએ બક્ષીસ કરી. આ બધી બાબતો કોઈ પણ માનવહૃદયનું દિલ જીતી લે અને આકર્ષણ પેદા કરે તે તે સ્વાભાવિક છે.
તેથી ઉલ્ટું હિન્દુ ધર્મ કે અન્ય ધર્મોએ બીજાને પ્રેમથી કે સેવા. વડે જીતવાને બદલે બહિષ્કાર કરવાનું વધુ પસંદ કર્યું છે; તેને પરિણામે તેમના ધર્મના અનુયાયીઓની સંખ્યા વધવાને બદલે ઘટતી રહેલ છે તેમ જ તેના પ્રચારનું ક્ષેત્ર વ્યાપક બનવાને બદલે સંકુચિત બનતું ગયું છે. બૌદ્ધ ધર્મ અને ખ્રિસ્તી ધર્મ આંતરરાષ્ટ્રીય ધર્મી બની શકયા છે, ત્યારે બીજા ધર્મોનું ક્ષેત્ર ભારતની અંદર પણ વધુ ને વધુ સંકુચિત બનતું ગયું છે તેનું કારણ બહિષ્કારની નીતિ મુખ્યત્વે છે. બહિષ્કારને સ્થાને પ્રેમથી અને સમજાવટથી વિરોધીઓનાં પણ દિલ જીતવાના તેમ જ સ્વર્ગ અને મોક્ષના અંતિમ લક્ષ્યના પાયામાં માનવસેવા અને માનવપ્રેમની ભૂમિકા રચવાનો બોધપાઠ યુકૅરિસ્ટિીક કૉંગ્રેસના અધિવેશનમાંથી સૌ કોઈએ ગ્રહણ કરવા યોગ્ય છે તે વિષે બે મત હોઈ શકે નહિ.
• જૈનપ્રકાશ ’માંથી સાભાર ઉષ્કૃત ) એમ. જે, દેસાઈ ‘પ્રબુદ્ધે જીવન’ રજત જ્યંતી. સમારાહના સદર્ભમાં સધને થયેલી અપ્રાપ્તિ
રૂા...
૨૬,૮૩૦.૫૧ અગાઉ જાહેર થઈ ગયેલી રકમ્મા
૭૫૦,૦૦ સૌરાષ્ટ્ર ટ્રસ્ટ
77
૨૦૧.૦૦ શ્રી મણિબહેન સી. નાણાવટી ૧૫૦.૦૦ માતીબહેન જીવરાજ દોશી ૧૦૧,૦૦ લીલીબહેન પંડયા
૧૦૧.૦૦ મિસીસ ઈન્દુમતીબહેન મુનસીક્ ૧૦૧.૦૦ શ્રી ભૃણાલિનીબહેન દેસાઈ ૫૧,૦૦ સુનંદાબહેન જ. વેરા વાડીલાલ ડગલી મનુ સુબેદાર
99
કુસુમચંદ્ર ડાહ્યાભાઈ
નંદલાલ શાહ
"3
૨૮,૫૭૧.૫૧
27
૧૫૦,૦૦
Yo, ૦૦
૨૫,૦
૨૫,૦૦
૨૫.૦૦
૨૫૦૦ ૨૫,૦૦ ૨૫.૦૦ સારાભાઈ ડાહ્યાભાઈ
૨૫,૦૦ વેલજી કાનજી
૧૧.૦૦
99
17
99
27
93
39
તા. ૧૬-૧૨-૬૪
"
"3
શ્રેણીબહેન કાપડિયા
રતનસી પુંજાભાઈ
મિતાબહેન પ્રકાશભાઈ ગાંધી
હરસી વેલજી દેઢીયા