________________
૧૪૦
પ્રભુ
કરતા રહેવાનું—એટલે મારાથી અનેકનાં મન-દિલ દુભાવવાનું બન્યું હોય એ સ્વાભાવિક છે. આમ બનવામાં મારા પેાતાના પૂર્વગ્રહો કે અભિનિવેશાએ અમુક ભાગ ભજવ્યો હોય, મારી પોતાની અધુરી સમજણ પણ નિમિત્તરૂપ બની હોય, અને એ માટે તે વ્યકિતઓની માટે આ પ્રસંગે, પચ્ચીસ વર્ષની પ્રબુદ્ધ જીવનની કારકિર્દીની આલેાચના કરતાં, ક્ષમા માગવી જ રહી. આમ છતાં હું એટલું જરૂર કહી શકું કે ‘પ્રબુદ્ધ જૈન કે જીવન' મારા માટે એક પ્રકારની સત્યની ઉપાસનાના અથવા તો આત્મસાધનાના વિષય બની રહેલ છે અને તેથી જાણીજોઈને મેં અંદરની સમજણથી અન્યથા એવું કદી પણ લખ્યું નથી. ભાષામાં આવેશ કરતાં સંયમને મે વધારે પ્રાધાન્ય આપ્યું છે, કોઈ પણ બાબત વિષે સ્પષ્ટ લખવાથી નુકસાન થવાનો સંભવ હોય ત્યાં મૌનને મે વધારે પસંદ કર્યું છે, અલ્પાતિ તેમ જ અત્યુકિત ઉભયને વર્જ્ય ગણીને તે બંને દોષોથી મારાં લખાણને બને તૅટલું મુકત રાખવાના મેં પ્રયત્ન સેવ્યા છે, અને અનિવાર્ય લાગ્યું ત્યાં કડક ભાષાના કદિ દિ પ્રયોગ કર્યો છે, એમ છતાં પણ, સત્યને બને ત્યાં સુધી મિતભાષી રૂપ આપવાનો મેં આગ્રહ સેવ્યો છે.
આ પ્રસંગે ‘પ્રબુદ્ધ જીવન'ની સમકક્ષાના અન્ય સાપ્તાહિકો કે પાક્ષિકોથી ‘ પ્રબુદ્ધ જીવનની નીતિરીતિ અમુક રીતે જુદી પડે છે તેનો થોડોક ઉલ્લેખ અહીં કરવામાં આવે તો તે અસ્થાને નહિ ગણાય. સાધારણ રીતે આવા સામિયકોમાં અમુક લેખને અગ્રલેખનું સ્થાન આપવાનો શિરસ્તો હોય છે. આ શિરસ્તાનું અનુસરણ ‘પ્રબુદ્ધ જીવન' અંગે બિનજરૂરી લાગવાથી તેના આગ્રહ ઘણા સમયથી છેડી દેવામાં આવ્યો છે. લેખકોના વૈવિધ્યની વાચકોના મન ઉપર છાપ પાડવા ખાતર એક જ વ્યકિત એક જ સામયિકમાં જુદા જુદા નામથી લખતી હોવાનું અમુક સામયિકો સંબંધમાં મારા જાણવામાં આવ્યું છે. ‘પ્રબુદ્ધ જીવન ’ની એ ત્રુટિ ઢાંકવા માટે આવું કરવાના કદિ પણ વિચાર આવ્યો નથી. આજના સામયિકોમાં લખનાર કોણ છે તેનું નામ બહાર ન પાડવા ખાતર એક યા બીજા તખલ્લુસથી લેખો પ્રગટ થતા હોય છે. ‘પ્રબુદ્ધ જીવન’ના આજ સુધીના સંપાદન દરમિયાન તેમાં પ્રગટ થતા લેખા નીચે લેખકનું પોતાનું નામ અથવા તો તેનું સુવિદિત એવું તખલ્લુસ મુકાવું જ જોઈએ એવો આગ્રહ રાખવામાં આવ્યો છે. સામયિકોના તંત્રીઓ પાતા અંગે ‘અમે'થી વ્યવહાર કરતા હોય છે અને જે લેખ નીચે કોઈનું નામ ન હોય તે તંત્રીએ લખેલે સમજી લેવા —આવી પર પરા લગભગ સર્વત્ર સ્વીકારાયેલી જોવામાં આવે છે. ‘પ્રબુદ્ધ જીવન'ના હું તંત્રી હોવા છતાં, મારાં લખાણો નીચે મારું પેાતાનું નામ મૂકવાની પદ્ધતિ મે પ્રારંભથી સ્વીકારી છે, સિવાય કે ‘પ્રબુદ્ધ જીવન’ અંગેની કોઈ જાહેરાત કરવાની હોય અને તેવા લખાણ નીચે ‘તંત્રી, પ્રબુદ્ધ જીવન'—એમ મુકવાની જરૂર લાગી હોય. મારા પાતા માટે ‘અમે’ના પ્રયોગ કરવાનું મને રૂચ્યું નથી.
· પ્રબુદ્ધ જીવન ’ની લેખસામગ્રી વિષે થોડુંક જણાવ્યું. “ પ્રબુદ્ધ જીવન’માં પ્રગટ થતા લેખો અંગે અમુક ધારણ કલ્પવામાં આવ્યું છે. આ ધારણને અનુરૂપ ન હોય એવા લેખોને ‘પ્રબુદ્ધ જીવન ’માં ભાગ્યે જ સ્થાન આપવામાં આવ્યું છે. બીજી બાજુએ જરૂર જણાય ત્યારે અન્યત્ર પ્રગટ થયેલા વિશિષ્ટ ગુણવત્તા ધરાવતા લેખાને તેમ જ અન્ય ભાષામાં હોય તો તે લેખોના અનુવાદોને ‘ પ્રબુદ્ધ જીવન 'માં સ્થાન આપવાનું મેં પસંદ કર્યું છે. આ કારણે ‘પ્રબુદ્ધ જીવન'માં ઉતારા તેમ જ અનુવાદો બહુ આવે છે—એવી તેના વિષે ફરિયાદ થતી સાંભળી છે, અને એમ છતાં પણ, આમ કરીને ‘પ્રબુદ્ધ જીવન’ના ધારણને મેં કદિ પણ નીચે ઉતરવા દીધું નથી એટલા સંતાષ મેં હંમેશા અનુભવ્યો છે. તદુપરાંત પ્રસ્તુત સંપાદન અંગે મારી એક નીતિ એવી રહી છે કે સાધારણ રીતે જ્યારે જે પ્રસંગ હોય. દા. ત. ગાંધી જયંતી, સ્વાતંત્ર્ય દિન, બેસતું વર્ષ, મહાવીર કે બુદ્ધ જયંતી—આવા દિવસને લગતા અંકમાં તે તે વિશિષ્ટ અવસરને લગતા લેખ આવવા જ જોઈએ આવા આગ્રહ અન્ય સામયિકોના તંત્રીઓ રાખતા હોય છે અને તે મુજબના
A)
જીવન
તા. ૧૬-૧૧-૨૪
લેખા તે તે સમયને લગતા અંકોમાં પ્રગટ થતા હોય છે, જ્યારે ‘પ્રબુદ્ધ જીવન માટે મેં આવી પર ંપરાનું બંધન કદી સ્વીકાર્યું નથી. ગાંધીજી વિષે નવું લખવાનું કશું જ ન સૂઝે, છતાં માથા ઉપર ગાંધીજયંતી છે તો તેને લગતા અંકમાં ગાંધીજી અંગેનું લખાણ પ્રગટ થવું જ જોઈએ એવા આગ્રહ' મેં કદિ સેવ્યા નથી, સાધારણ રીતે વિષય કે વ્યક્તિ અંગે મનમાં વિશિષ્ટ સંવેદન પેદા ન થાય અને અંત:પ્રેરણા – inner urge ~ ન અનુભવાય તે વિષય કે વ્યકિત વિષે, સમય કે પ્રસંગની માંગ હોય તો પણ, મે લખવાનું ટાળ્યું છે. આને ‘પ્રબુદ્ધ જીવન ’ની એક ત્રુટિ તરીકે લેખી શકાય અને કદાચ તેની એક વિશેષતા પણ કહેવાય.
આજના ‘ પ્રબુધ્ધ જીવન' ની આજથી ૨૫ વર્ષ પહેલાં ‘પ્રબુદ્ધ જૈન'ના નામે શરૂઆત કરવામાં આવેલી ત્યારે, અમારો સંધ, પર્યુષણ વ્યાખ્યાનમાળા તથા સંઘનું મુખપત્ર—ત્રણે પ્રવૃત્તિઓ અંગે વર્ષોથી જેમનું એક મુરબ્બી તરીકેનું સ્થાન રહ્યું છે એવા કાકાસાહેબ કાલેલકર પાસે શુભેચ્છા દર્શાવતા અને માર્ગદર્શન આપતા લેખની અમે માંગણી કરેલી અને તેના ઉત્તરરૂપે મળેલા લેખ જે ‘પ્રબુદ્ધ જૈન ’ના ૧-૫-’૩૯ના સર્વપ્રથમ અંકમાં પ્રગટ કરવામાં આવેલા, તે લેખને મારા આ નિવેદન સાથે સાંકળીને આ અંકમાં પુન: પ્રગટ કરતાં હું આનંદ અનુભવું છું. તે લેખના અંતભાગમાં કાકાસાહેબ જણાવે છે કે “ પ્રબુદ્ધ જૈન ” જૈન સમાજને અને તેની સાથે ભારતીય સમાજને જાગેલા જોઈ જો બેસતો કરે અને ઉઠીને
ચાલવાની પ્રેરણા આપે તો એણે જૈન દર્શનને જીવનદર્શન બનાવ્યું કહેવાય. ( જૈન દર્શનના હાર્દમાં રહેલી અહિંસા, અનેકાન્ત, સંયમ અને તપના) એ સંદેશાનાં મંત્રા જેમણે સાંભળ્યા છે, એ સંદેશાના અવાજથી જેઓ અસ્વસ્થ થયા છે એવાઓની વાણીને એકત્ર કરનાર સ્થાન ‘પ્રબુદ્ધ જૈન બની જાય તો એની હસ્તી કૃતાર્થ થશે.” આ તેમના પ્રેરક માર્ગદર્શનને ધ્યેય તરીકે સ્વીકારીને ‘પ્રબુદ્ધ જૈન’ અથવા ‘પ્રબુદ્ધ જીવન’નું મે યથાશકિત સંપાદન કર્યું છે. આમાં મને કેટલી સફળતા મળી છે અને ‘પ્રબુદ્ધ જૈન' અથવા જીવનની હસ્તી કેટલી કૃતાર્થ થઈ છે એના ન્યાય ચૂકવવાનું કામ તે ‘પ્રબુદ્ધ જીવનના તુલનાત્મક રીતે વિચાર કરતા વિવેચકોનું છે.
આમ ૨૫ વર્ષની મજલ પૂરી કરીને આગળ ચાલતાં જેમણે આજ સુધી મને સહકાર આપ્યો છે તેમને પોતાના સહકાર ચાલુ રાખવા અને જેમના સહકારના યોગ માગવા છતાં પણ હજી સુધી મને સાંપડયા નથી તેમને મારી પ્રત્યે કૃપા દાખવા અને સહકારપ્રદાન શરૂ કરવા અને એ રીતે મારા કાર્ય અને જવાબદારીને બને તેટલી હળવી કરવા તેમ જ ‘પ્રબુદ્ધ જીવન’ને બને તેટલું સમૃદ્ધ બનાવવા મારો નમ્ર અનુરોધ છે.
આજે દેશમાં તેમ જ દુનિયામાં બનતી અનેક ઘટનાઓ અને નિર્માણ થતી અવનવી પરિસ્થિતિ અંગે પ્રબુદ્ધ જીવનના વાચકોને સમ્યક્ માર્ગદર્શન મળતું રહે એવા મે' હમેશા મનારથ સેવ્યો છે. એમ છતાં અતિ પરિમિત વિષયોને ‘પ્રબુદ્ધ જીવન’ સ્પર્શી શકયું છે. આજે ભારતના ભાવીને ઘડતી આર્થિક બાબતો ઉપર તો ‘પ્રબુદ્ધ જીવન ’માં ભાગ્યે જ કોઈ લખાણ પ્રગટ થયેલું જોવા મળે છે. આનું કારણ છે મારી શાન અને સમજણની પારવિનાની મર્યાદાઓ અને જે મિત્રા મદદ કરી શકે તેવા હોય તેમના એક યા બીજા કારણે અપૂરતો સાથ અને સહકાર. પરિણામે ‘પ્રબુદ્ધ જીવન' માં શું આપી શકાય છે તેની અપેક્ષાએ શું નથી આપી શકાતું તેના મનમાં સતત અસંતોષ રહે છે. આમ છતાં પણ મારું સમગ્ર ચિંતન અને લેખન ‘પ્રબુદ્ધ જીવન’ને બને તેટલું સારું અને સુંદર બનાવવા ઉપર કેન્દ્રિત હોય છે. સદ્ભાગ્યે આપણે જેમને આદરણીય ગણીએ તેવી કેટલીએક વ્યકિતઓના ‘પ્રબુદ્ધ જીવન ’ ઉપર સદ્ભાવ નીતરતા મેં' અનુભવ્યો છે અને આમાં મારા સર્વ પરિકામનું વળતર મળી રહેતું મે માન્યું છે. વિષય, વસ્તુ અને વ્યકિત વિષે મારું દર્શન વિષદ અને સત્યસ્પર્શી બનતું રહે કે જેથી ‘પ્રબુદ્ધ જીવન દ્વારા તેના વાચકોને હું સમયક્ માર્ગદર્શન આપી શકું—આવી મારી ઊંડા દિલની હંમેશાં પ્રાર્થના રહી છે. આ પ્રસંગે આદરણીય મહાનુભાવા, સદ્ભાવસંપન્ન મિત્ર અને ‘પ્રબુદ્ધ જીવન'ના પ્રશંસકોના મારા માટે આશીર્વાદની અને ‘પ્રબુદ્ધ જીવન' માટે શુભેચ્છાની યાચના કરૂ છું.
પરમાનંદ