________________
પ્રભુ
અચાનક દોડતા આવતા જોઈ હું સ્તબ્ધ બન્યા. મને પ્રસન્ન કરવા તેમ જ સન્માનવા માટે જ્ઞાનવિજ્ઞાનની કાર્યવાહીમાં અંગત રસ લેવા માટે વડા પ્રધાન શી રીતે સમય કાઢી શકયાં હશે? અને આ બધાયમાં માત્ર નેહરુએ જ શા માટે મારી શોધમાં માણસા મોકલ્યાં હશે ? મેં એમના પાણા કલાક વધારામાં બગાડયા હતા; પણ એના એમને રજ નહોતો. સહન કરવાનું આવ્યું હતું એમના અંગરક્ષકોને. જ્યારે અમે યુનિવર્સિટીના સ્થળે પહોંચ્યા ત્યારે અમે આ સંરક્ષકોને, પેાતાની આણમાંથી છટકતા અટકાવવામાં નિષ્ફળતા મળવાને કારણે, નિરાશ થઈને ઊભેલા નિહાળ્યા. આ મનોદશા સકારણ હતી. મહાત્મા ગાંધીજીનું ખૂન કરવામાં નહોતું આવ્યું? અને મહાત્મા ગાંધીજીની જવાબદારી વડા પ્રધાન ઉપર નહોતી આવી પડી ?
૧૩૮
Ο
છેલ્લે નેહરુને હું મળ્યા હતા ઈ. સ. ૧૯૬૦માં. ત્યારે એમને નિહાળી ખિન્નતા વ્યાપી, નેહરુમાં તરવરાટ એના એ જ હતા, પણ જાણે કે, તેઓ હવે ભારે બોજા તળે કામ કરી રહ્યા હતા. તેમણે મને મળવાનું આમંત્રણ આપ્યું હતું, અને આ મુલાકાતના પ્રસંગે, એમને વધુમાં વધુ અકળાવી રહેલા ચીનના પ્રશ્નને મેં દૂર રાખવા યત્ન કર્યો હતા, પરંતુ એમાં મને સફળતા ન મળી શકી. તેમણે જ આ પ્રશ્ન ઉપસ્થિત કર્યો, અકળાયા અને લગભગ એનાથી જ ઘેરાઈ ગયા. પહેલાંની મુલાકાતા કરતાં તદન જુદી જ પરિસ્થિતિ હતી; પર ંતુ ત્યારબાદ દર વખતની જેમ, આ વખતે પણ કોઈને પણ આશ્ચર્યમાં મૂકે એ પ્રકારનું મેં માનવ-હૃદય નિહાળ્યું. “આઝાદ મેમેરિયલ લેકચર્સ'ની બીજી વ્યાખ્યાનશ્રેણી માટે હું ન્યુ દિલ્હી આવ્યા હતા. (સ્નેહરુ પોતે આ શ્રેણીમાં બીજા વ્યાખ્યાતા હતા.) મારા પ્રથમ વ્યાખ્યાનની હું શરૂઆત કરતો હતો ત્યાં જ વડા પ્રધાન વ્યાખ્યાનગૃહમાં આવી પહોંચ્યા. ફરી એક વાર એમણે મહેમાનનું સન્માન કરવા માટે જ્ઞાનવિજ્ઞાનની ગાષ્ટિમાં અંગત રીતે ભાગ લેવા માટે સમય ફાજલ પાડયા હતા. કોઈ પણ વડા પ્રધાન માટે આ ઔદાર્ય ગણાય; પરંતુ એ દિવસના આ પ્રસંગ લાગણીજન્મ પણ બની ગયો હતા; કારણ કે એ જ દિવસે નેહરુએ એક આપ્તજન ગુમાવ્યો હતા. એ દિવસે લેડી માઉન્ટબેટન મૃત્યુ પામ્યાં હતાં. લેડી માઉન્ટબેટન અને પંડિત નહેરુ ગાઢ મિત્રા હતાં. અને નેહરુના ઉષ્માભર્યા હૃદયમાં, હું કહી શકું છું કે, આપણે મન મૈત્રીની જે કિંમત છે તેના કરતાં વધુ કિંમત હતી. ફરી એક વાર એમના વ્યકિતત્વ મારા પર ઊંડી છાપ પાડી.
એ નિશ્ચિત છે, કે, યુગો સુધી એક ઐતિહાસિક વ્યકિત તરીકે નેહરુનું સ્મરણ રહ્યા કરશે; પરંતુ એમનું ભાવિ ચિત્ર કેવું અંકાયું હશે ? મારા કરતાં પણ વધુ સારી રીતે પિછાનતા એવા નિકટના મિત્રા ઉપર એ સ્નેહાળ માનવીએ અંગત રસ લઈ અનોખી છાપ પાડી છે. પણ એ વૈવિધ્ય ભરી છાપ આજે કે આવતી કાલે ઝાંખી થઈ જશે; અને સમય વહેતાં કદાચ ભૂંસાઈ પણ જશે.
તા શું નેહરુ એક મુત્સદી તરીકે સ્મરણીય રહેશે? એમાં શંકાને સ્થાન જ નથી. પરંતુ મે કહ્યું હતું તેમ અને મને લાગે છે કે એમાં હું સાચો છું તો કહી શકું કે, સાર્વજનિક કાર્યોમાં એમની પ્રતિષ્ઠા એ એમની મહત્તા માટે ગણતરી યોગ્ય નથી. જ્યારે કોઈ મહાન આત્મા રાજકીય નેતાગીરી-જવાબદારી સ્વીકારે છે ત્યારે સૌએ એને આભાર માનવા જોઈએ; કારણ કે, રાજકારણમાં હંમેશાં કંઈક ને કંઈક કિંમત ચૂકવવાની હોય છે. રાજકરણ એ માનવ પ્રવૃત્તિમાં બહુ ઉતરતી કોટિનું ક્ષેત્ર છે; અને ધંધાકીય ક્ષેત્રે અથવા કૌટુંબિક જીવનમાં જે સામાન્ય સિદ્ધાંતો માન્ય હોય છે એનાં કરતાંય આ ક્ષેત્રમાં સિદ્ધાંતનું ધારણ નીચું હોય છે. એક ઉચ્ચ આત્મા રાજકારણ જ્યારે સડી ગયું હોય છે ત્યારે એ ક્ષેત્રે પ્રવેશ કરે છે. કારણ કે, રાજકીય ક્ષેત્રના પુનરુત્થાનની જ્યારે આવશ્યકતા ઊભી થાય છે ત્યારે એ કાર્ય ખૂબ કઠિન બની ગયું હાય છે. રાજકારણ શંભૂમેળા જેવું છે, વ્યવહારુ બુદ્ધિ સાથે ઉચ્ચ આદર્શ ધરાવતી એકાદ વ્યકિતદ્નારા એના ટૂંકા જીવનકાળ દરમિયાન આ સિદ્ધિ સાધી શકાતી નથી. ગમે તેવા ઉદાત્ત આત્મા-સંત મુત્સદી પણ આવે પ્રસંગે એની આસપાસના કલુષિત વાતાવરણથી સર્વાંગે મુકત રહી શકતો નથી. આદર્શવાદી મુત્સદીએ આ વિષચક્રમાં અટવાઈને વ્યકિતગત મૂલ્ય ચૂકવવાનું હોય છે; અન્ય લોકોને જેલમાં ધકેલવા કરતાં પોતાના આદર્શ માટે જેલનિવાસ સ્વીકારવા એ અભિનંદનીય હકીકત છે; અને આમ છતાં નહેરુએ બન્ને પ્રકારનું
જીવન
તા. ૧૬-૧૧-૨૪
જીવન જીવી જાણ્યું છે. એક મહાન રાષ્ટ્રના સરકારી વહીવટની જવાબદારી સ્વીકારનારે આ દ્વિધામાંથી પસાર થવું જ રહ્યું.
નેહરુની રાજકીય કારકિર્દી આટલી બધી ઉત્કૃષ્ટ હોવા છતાં, મને લાગે છે કે એના જીવનમાં એ એટલા મહત્ત્વની વસ્તુ ન હતી; કારણ કે એમાં એના જીવનની ઈતિશ્રી નહોતી. એને માટે આ ક્ષેત્ર એ તો માત્ર સૌથી પ્રથમ પાતાના દેશબાંધવાની સેવા કરવાનું માત્ર પોતાના દેશબાંધવાની જ સેવા કરવાનું નહિ, પણ સમગ્ર માનવજાતની સેવા કરવા માટેનું સાધન હતું. આ સત્યનેહરુએ પોતાના એક કરતાં વધુ જાહેર પ્રવચનોમાં ઉચ્ચાર્યું પણ છે. એમણે માનવજાતનાં સુખ અને સમૃદ્ધિ માટે વધુમાં વધુ સંભાળ રાખી છે, અને ઈતિહાસ જો એના વિષે પાયાનું સત્ય પ્રતિબિંબિત કરશે તો ભવિષ્યની પ્રજા આ પુરુષાર્થ માટે જ એમને યાદ કરશે.
ઈતિહાસકારો તટસ્થતાપૂર્વકનું વર્ગીકરણ કરી જે રીતે મૂલવણી કરે છે, એ રીતે આ માનવવ્યકિતને મૂલવવી મુશ્કેલ છે; એમ છતાં પણ કદાચ હું એ રીતે મૂલવવા યત્ન કરું તો મારે કહેવું જોઈએ કે, પશ્ચિમની અને અન્ય જીવંત સંસ્કૃતિઓની વચ્ચે સમસ્વય સાધક તરીકે તેમ જ અર્થઘટક તરીકે વારંવાર ભાગ ભજવીને પોતાના દેશબંધુઓની એમણે વિશિષ્ટ રીતે ફળદાયી એવી સેવા કરી છે. અર્વાચીન યુગમાં પશ્ચિમની સંસ્કૃતિ વિશ્વના બાકીના ભાગ ઉપર પ્રચંડ ક્રાન્તિકારી · આક્રમણ કરી રહી છે. આ આક્રમણ એવું શકિતવંત છે કે, બિનપશ્ચિમીઓને કાંતા એની સાથે કોઈ ને કોઈ રીતે સુમેળ સાધવા રહે છે અથવા તે। અસહાય બની એનાથી પ્રભાવિત બનવું પડે છે. એમ પણ કહી શકાય કે પશ્ચિમને પૌર્વાત્ય માનવજાતના મોટા ભાગ સાથે કોઈ પણ પ્રકારે સમાધાનકારી વલણ સ્વીકારવું પડે છે. જાણે કે એમ લાગે છે કે, અગાઉ વિવિધ વિભાગામાં વહેંચાયેલ સમગ્ર માનવજાતની વિવિધ અને પરસ્પરવિરોધી રૂઢિઓને સાંકળતી એક નવી સમાજ રચનાની પ્રસૂતિપીડાની વેદનામાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ. છેલ્લાં ચારસાથી પાંચસો વર્ષના વિશ્વના ઈતિહાસ જે વસ્તુ તરફ નિર્દેશ કરી રહેલ છે, તે આ જ ધ્યેયને અનુલક્ષીને છે. જો આ પૃથક્કરણ સાચું હોય તો આધુનિક યુગમાં પરસ્પર સમજૂતી પેદા કરવી અને સમન્વય સાધવા એ આજે પાયાનું કાર્ય છે. મુત્સદી કરતાં પણ એ મહત્ત્વના ફાળા છે; અને વસ્તુત: કેટલાક કુશળ અસરકારક વિવેચકોએ—વિશ્લેષકોએ રાજકીય ક્ષેત્ર સિવાયના ક્ષેત્રે વિદ્વાન તરીકે, સર્જક તરીકે, કલાકાર તરીકે, કવિ તરીકે અને સંત તરીકે પણ કાર્ય કર્યું છે. રાજકીય ક્ષેત્રે સફળતાથી ભાગ ભજ, વનારાઓની સાથે નેહરુને પણ મૂકી શકાય. તેમ જ એક સંસ્કૃતિનું બીજી સંસ્કૃતિ સાથે અર્થઘટન કરનાર મુત્સદી - મીમાં સકામાં પણ તેમની ગણના કરી શકાય. આમ નેહરુને વિવિધ સ્વરૂપે પણ ઓળખાવી શકાય. સાંસ્કૃતિક ઉત્થાન માટે કોઈ કડક સેનાપતિ પોતાનાં સૈન્યને એક ટકભરેલા માર્ગે આગળ વધવાનું ફરમાન કાઢી શકે તો કોઈ સંત પુરુષ પોતાના અનુયાયીને એ જ માર્ગે સ્વેચ્છાએ આગળ કૂચ કરવાની પ્રેરણા આપી શકે. એ બે પ્રકારમાંથી પહેલા પ્રકારમાં ખ્યાતનામ પિટર ધી ગ્રેટ, મહમદઅલી, મુસ્તફા કમાલ આતાતુર્ક અને જાપાનમાં થયેલા ‘મેઈજી રેવાલ્યુશન' ના સૂત્રધારોને ગણાવી શકાય, જ્યારે દબાણથી નહિ, પણ સમજાવટથી માનવજાતને આગેકૂચ કરાવનાર મહામાનવાની હરોળમાં જવાહરલાલ નેહરુને મૂકી શકાય. નેહરુ સાથે સરખાવી શકાય એવી બીજી બે ત્રણ વ્યકિત મારા ધ્યાન ઉપર આવે છે જે ભારતની જ છે. રાજકીય ક્ષેત્રે રહેવા છતાં, જિંદગીના એક અનુભવ પરથી પરિવર્તન પામી સરમુખ્યત્યાર મટી જઈ જીવનના અંત સુધી ધર્મપ્રવર્તક બની જનાર અશાક સમ્રાટને મુખ્ય ગણાવી શકાય. બીજા બેમાં, પ્રથમ બ્રહ્મોસમાજના સ્થાપક રાજા રામમેાહન રોય અને બીજા જવાહરલાલ નેહરુના ગુરુ મહાત્મા ગાંધી,
નેહરુ આ ભેરુઓમાંના એક હતા અને એ જ રીતે તેઓ સ્મરવાયોગ્ય છે—ચિરસ્મરણીય થવા યોગ્ય છે. મૂળ અંગ્રેજી :
આર્નોલ્ડ ટોયન્બી
અનુવાદક : ધીરજલાલ ધનજીભાઈ શાહ