________________
***]
REGD. No. 8-4280
વાર્ષિક લવાજમ રૂા. ૪
O
प्रबुद्ध भवन
શ્રી મુંબઇ જૈન યુવક સઘનુ પાક્ષિક મુખપત્ર છૂટક નક્લ ૨૦ પૈસા
પ્રબુદ્ધ જૈન’તુ નવસંસ્કરણુ A અક ૧૪
વર્ષ ૨
મુંબઇ, નવેમ્બર ૧૯, ૧૯૬૪, સેમવાર આફ્રિકા માટે શિલિંગ ૮
તંત્રી: પરમાનંદ કુંવચ્છ કાપડિયા
નેહરુ
* જવાહરલાલ (એન્કાઉન્ટર’ના ઑગસ્ટ માસના અંકમાં પ્રગટ થયેલા અંગ્રેજી લેખનો અનુવાદ).
卐
નેહરુના મને એટલા બધા અંગત પરિચય નહોતા; વસ્તુત: એમને વધુ વખત મળ્યો પણ નથી, પરંતુ એમની પ્રથમ મુલાકાતે જ, એમના વ્યકિતત્વે એવી છાપ પાડી દીધી છે, જે વર્ષોના વહેવા છતાં એવી ને એવી જ રહી છે. ‘છાપ’ શબ્દ મારે જે કહેવું છે એને માટે અત્યંત માળા ગણાય; પણ ‘એમના વ્યકિત્વે મને છાઈ દીધા' એમ જો કહું તો તે મારા મનોભાવને કંઈક અંશે સ્પષ્ટ કરશે. આ એક એવી વ્યકિત હતી, જે દરેકનું હૃદય જીતી શકતી, અને જીતાએલું રાખી શકતી.
જીવનના કોઈ પણ ક્ષેત્રે કોઈ પણ વ્યકિતમાં આ વિશિષ્ટતા નોંધપાત્ર ગણાય; પરંતુ વિનમ્ર અને જલદી ન સમજી શકાય એવી વ્યકિતમાં આ ગુણો એટલા આશ્ચર્યજનક ન કહી શકાય, જેટલા માત્ર પોતાના જ દેશમાં નહિ પણ વિશ્વભરમાં ખ્યાત એવા એક મુત્સદીમાં આશ્ચર્યજનક હતા. આ મહાન મુત્સદીમાં દર્શન દેતા પ્રેમાળ માનવીને એમની અજોડ નેતાગીરીએ અદ્રશ્ય નહોતા થવા દીધા. હું કહી શકું કે નહેરુમાં જરાય દમામ નહોતો, સ્વમહત્તા નહોતી, હુંપણાની ભાવના નહોતી. કાર્યની અસાધારણ જવાબદારી વર્ષો સુધી વહન કરવાં છતાં, એમણે યુવાનીની સાહજિકતા અને તરવરાટ ગુમાવ્યાં ન હતાં—જો કે, ચીન અને ભારત વચ્ચેના અકલ્પ્ય ભંગાણના ભાર નીચે, જિંદગીનાં છેલ્લાં વર્ષોમાં એ અસરની શરૂઆત થઈ હતી.
નેહરુ સાથેની મારી પહેલી મુલાકાતમાં મેં દિલહર ઉજજવળ અને વધુમાં નૈતિક દષ્ટિએ અસરકારક એવા વ્યકિતત્વનાં દર્શન કર્યાં, આતરરાષ્ટ્રીય યુદ્ધના સમય દરમિયાનના એ એક દિવસ હતા. હિંદની બ્રિટિશ સરકારે લાદેલી અનેક જેલસજાઓમાંની એક ભાગવીને નેહરુ તુરત જ બહાર આવ્યા હતા; જેલમાંથી છૂટીને હવાફેર માટે ઈંગ્લેન્ડ આવ્યા હતા. એક અંગ્રેજ બાઈએ તેમને મળવા માટે એને ઘેર જમવાનું મને નિમંત્રણ આપ્યું હતું. હું જ્યારે ત્યાં પહોંચ્યો ત્યારે નેહરુ આવી ગયા હતા; પરંતુ જ્યારે બીજા મહેમાનોને સત્કારવા બારણું ઊઘાડયું, ત્યારે યુનિફોર્મમાં સજ્જ એક બ્રિટિશ જનરલ દેખાયા: અને નેહરુને જોઈ એ જનરલનું માં પડી ગયું. કારણ કે છેલ્લે નેહરુને જે સજા થયેલી એમાં આ જનરલ એક રીતે સંકળાયેલા હતા. (નહેરુ અને જનરલને સાથે જમવાનું આમંત્રણ યજમાને જાણીને કે અજાણતા આપ્યું હતું એ વાતનો તાગ હજુ સુધી હું મેળવી શકયા નથી, પરંતુ એટલું ચોકકસ કહી શકું કે અજાણતાં જ આ મિલન થઈ ગયેલું. એ બાઈના પતિના કુટુંબને હિંદુસ્તાન સાથે વર્ષોજૂના સંબંધ હતા. એથી બાઈએ સહજ ભાવે વિચાર્યું હશે, કે જે બે વ્યકિતએ હિંદુસ્તાન સાથે એક યા બીજી
45
રીતે સંકળાયેલી છે એમને એક સાથે જમવા નિમંત્રવાથી યોગ્ય થશે.)
નેહરુ પરિસ્થિતિને કઈ રીતે સંભાળશે એ માટે હું વિચારમાં પડી ગયા. જનરલ આવ્યા તે પહેલાં જે થોડીક ક્ષણા અમે વાતચીત કરી એમાં નેહરુના તેજ સ્વભાવનો આછો ખ્યાલ અમને આવી ગયો હતો. બ્રિટન પાસેથી કોઈ પણ ઉપાયે હિંદુસ્તાનનું સ્વાતંત્ર્ય મેળવવાની એમની તમન્ના હતી. આથી çિધામાં મૂકાએલ બ્રિટિશ જનરલનું સ્વાગત તેઓ કડકાઈથી કરશે કે ચઢેલા મઢે કરશે? અમારા આ પ્રશ્નના ઉત્તર નેહરુના આંખના ખૂણાની એક ચમકે જ તુરત આપ્યો. વાતાવરણ જાણે હળવું ફૂલ હોય એમ સ્વીકારી, એક એક કટાક્ષે જનરલને વધુ ને વધુ કૂણા અને અનુકૂળ બનાવી નમ્રભાવે જનરલને જરા ચીડવીને અમને સૌને એમણે પ્રસન્ન કર્યા. આ પ્રસંગ નાના છે, પણ મહત્ત્વની વાત કહી જાય છે. હું એક એવી વ્યકિતની સમક્ષ હતા, જે પોતાના વિરોધીઓને તિરસ્કાર્યા સિવાય પોતાના સંપૂર્ણ સામર્થ્ય સાથે લડી શકે છે. બ્રિટિશ લોકોના નેહરુને જે અનુભવ થયા હતા એ એના ક્રોધરૂપી અગ્નિમાં તેલ પૂરે એવો હતો. માનવની ટૂંકી જિંદગીમાં રેલની સજા તીવ્ર કટુતા ઊભી કરે છે; અને હકીકત એ છે કે, જે બ્રિટિશ પ્રજાએ પેાતાના દેશમાં પેાતાના લાભાથે જે આદર્શો માટે સહ્યું હતું એ જ આદર્શમાંથી પ્રેરણા મેળવી હિંદુસ્તાનના સ્વાતંત્ર્ય માટે ઝઝૂમનારાઓને જેલમાં ધકેલવામાં આવ્યા હતા. કડવાશની લાગણીની આ ભૂમિકા હતી. છતાં, નેહરુએ જરા પણ કટુતા ન દર્શાવી. મને ખબર હતી કે, તિરસ્કાર કર્યા સિવાય અસહકાર કરવા એ મહાત્મા ગાંધીજીના એક સિદ્ધાંત હતા. અહીં એમના મુખ્ય સાથીઓમાંના એકને એ સિદ્ધાંતને સહજ ભાવે જરા પણ ચોખલિયાવૅડા સિવાય જીવનમાં ઉતારતા હું જોઈ રહ્યો હતા. આ પ્રસંગે મને સ્તબ્ધ કર્યો. ત્રીસ વર્ષ ઉપર બનેલા આ પ્રસંગ હજુ જાણે ગઈ કાલે જ બન્યો હોય એટલા મારા સ્મૃતિપર્ટ તાજો છે.
બીજી આનાથી કાંઈક હળવી અંગત સ્મૃતિ પણ એટલી જ ઘોતક છે. ઈ. સ. ૧૯૫૬ના એક દિવસે દિલ્હી યુનિવર્સિટી મને શાનદ ડિગ્રી એનાયત કરવાની હતી, અને જે સમયે મને આ શાન મળવાનું હતું એ સમયે યુનિવર્સિટીના સ્થળથી હું ઘણા દૂર હતો. યુનિવર્સિટી સિવિલ લાઈનમાં આવેલી હતી અને હું અશક હાટેલમાં હતા. અશાક હાટલથી નીકળ્યા પછી શાહજહાંનાબાદના ગીચ વાહનવ્યવહારમાં અમારી મોટર અટવાઈ ગઈ અને છેવટે જ્યારે અમે યુનિવર્સિટીના સ્થળથી પાએક માઈલ દૂર હતા. (લગભગ પોણા કલાક મોડા હઈશું) ત્યારે અમારી તરફ નેહરુને