________________
૧૨૨
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬–૧૦–૧૪
હજાર એકર માટે એક વર્ષની જરૂર પણ શા માટે? અનેક સરકારી અને બિનસરકારી, સમિતિના અહેવાલ સરકારના ટેબલ ઉપર પડયા છે. એને આધાર લઈ અને મારચે ગુજરાતને મજબૂત કરવા એક માસને રેવન્યૂ ખાતાને કાર્યક્રમ આપીને આ પ્રશ્ન થાળે પાડી શકાય, અને જો ગુજરાત સરકાર એમ કરે તો ભારતભરમાં એનું નામ આગળ આવે, અન્ન સમસ્યાના ઉકેલમાં ભારતને માર્ગદર્શન ગુજરાત આપી શકે, અને સમાજવાદની દિશામાં ગુજરાત ભરેલ પગલાંથી અન્ય પ્રશ્નોને પ્રેરણા મળે. ગુજરાત સરકાર આવું કરશે કે?
1 કયા નવાં મૂલ્યો સ્થપાયાં?
પારડીની કિસાન ચળવળ નવાં મૂલ્યોની સ્થાપના માટે હતી, સામાજિક ન્યાય માટે હતી, આદિવાસીઓના અધિકાર માટે હતી, અહિંસક સત્યાગ્રહની પ્રતિષ્ઠા માટે હતી. આમાંથી એક પણ મૂલ્ય નવું સ્થપાતું પારડીની રેલીમાં જોવા ન મળ્યું. જૂના સમાજવાદી હોવાના નાતે ગુજરાત રાજ્યના ખેતીપ્રધાન શ્રી ઉત્સવભાઈએ પિતાની અનોખી શૈલીમાં પદ્ધતિસર રીતે આ નિર્ણય સરકારે લીધા છે એને ખ્યાલ આપ્યો. શ્રી બળવંતભાઈએ જે એમ કહ્યું હોત કે આજ સુધી ગુજરાત સરકાર અંધકારમાં રહી છે, પણ પારડીના કિસાનોએ ધીરજપૂર્વક જે સત્યાગ્રહ કર્યો તેથી સરકારને સાચી પરિસ્થિતિને ખ્યાલ આવ્યો છે અને આજે જે નિર્ણય જાહેર થાય છે તે એને આભારી છે તો આવું નિવેદન ગુજરાત સરકારની શકિતમાં, પ્રતિષ્ઠામાં ચાર ચાંદ લગાડી દેત અને આમાં અહિંસા અને સત્યની પ્રતિષ્ઠા થાત. પણ સરકારે પ્રતિષ્ઠા પાછળ જૂની રીતે જ પાગલ હોય છે. મુખ્ય મંત્રી શ્રી બળવંતભાઈએ જમીનદારોએ કરેલ જૂઠ્ઠા ભાગલા રદ કરવા, ઘાસની જમીનને અન્નની જમીન ગણીને સીલીંગ લાગુ પાડવા અંગેની વાતે જાહેર કરી. સાથે સાથે શ્રી બળવંતભાઈ પણ શ્રી ઈશ્વરભાઈની અનુચિત પદ્ધતિ-સત્યાગ્રહ અંગેની--અંગે ફરિયાદ કરવાનું ન ચૂકયા. આ બધા ઉપરથી જે છાપ ઊઠે છે તે એવી ઊઠે છે કે સ્સિાનોને જમીને યોગ્ય સમયે મળી રહેશે, પણ ક્સિાનની ઈજજત, સત્યાગ્રહની શાન કે અહિંસાની આબરૂ વધી નથી.
શું પારડીને ઉકેલ રાજકીય સોદો હતો?
જ્યારથી આ અંગે રાજ્યની ધારાસભામાં જાહેરાત થઈ ત્યારથી આ ઉકેલને રાજકીય સદા તરીકે અનેક વિચારવાન રાજકીય નેતા
એ બિરદાવ્યો હતો. પારડીની સિાન રેલીમાં હાજરી આપવા આવ્યો ત્યાં સુધી હું એવું માનનારાઓમાં ન હ; કારણ કે ૧૯૬રમાં કિસાનોની રેલીની છેલ્લી મિનિટે શ્રી જીવરાજ મહેતાએ પારડી. પ્રશ્નને ઉકેલવા આશ્વાસન આપેલ. ૧૯૬૩માં છેલ્લી મિનિટે શ્રી બળવંતરાય મહેતાએ વચ્ચે પડી સત્યાગ્રહ અટકાવ્યો હતો. એટલે પારડીને પ્રશ્ન છેલ્લાં ત્રણેક વર્ષથી રાજ્યની વિચારણા અગત્યને મુદ્દો બની ગયો હતો. માત્ર પ્રજાસમાજવાદી પક્ષના કોંગ્રેસ પ્રવેશ વખતે જ આ ઊભે કરેલ અને ઉકેલવામાં આવ્યું તેમ ન હતું. પણ પારડીની રૅલી વખતે શ્રી મોરારજીભાઈ, શ્રી બળવંતભાઈ અને શ્રી ઉત્સવભાઈ વગેરેનાં પ્રવચનોથી એવી છાપ ન ઊઠી કે આ પ્રશ્ન પ્રશ્નની ગંભીરતા કે પ્રશ્નની વાસ્તવિકતાના કારણે ઉકેલવામાં આવ્યો છે. એવી જ છાપ ઊઠી કે પ્રજાસમાજવાદી મિત્રોને કેંગ્રેસ પ્રવેશ માટે સરળતા થાય તેથી જ આ નિર્ણય લેવાયો હશે. બંને પક્ષે આનો ઈન્કાર થયે, છતાં આવી છાપ અમીટ રહી છે. -
શ્રી ઈશ્વરભાઈની સત્યનિષ્ઠા શ્રી ઈશ્વરલાલ દેસાઈ ગુજરાતના રાજકીય કાર્યકરોમાં એક ઉત્તમ છાપ ઉઠાવનાર અચ્છા ઈન્સાન છે. મને એમને છેલ્લાં ૧૪ વર્ષથી પરિચય છે. પારડીના કિસાને માટે એમણે
પ્રાણ પાથર્યો છે. આઝાદીના એ એક આગેવાન લડવૈયા રહ્યા છે. સત્ય અને અહિંસાએ તેમના રાજકીય જીવનને સમૃદ્ધ બનાવ્યું છે. એની વાણીમાં પ્રજાહૃદયના ધબકારા સંભળાય છે. રેલી વખતે એમણે ગુજરાત સરકારના ગોળીબારને એક રીતે વખેડ કહેવાય, અને તેલ-અનાજ પ્રશ્નમાં પ્રજાદ્રોહ કરતા વેપારીઓ સાથે કડક હાથે કામ ન લેવા અંગે ગુજરાત સરકારને મીઠો ઠપકો પણ આપ્યો કહેવાય, જ્યારે પારડીના સમાજવાદી સંમેલનમાં કોંગ્રેસ-પ્રવેશને આવકારતું શ્રી મેરારજીભાઈ દેસાઈનું ભાષણ થયું તેમાં એમણે ઉડાઉ છોકરે બાપથી જુદો થાય અને જ્યારે એને દુનયાદારીનું ભાન થાય ત્યારે ભટકીને પાછા બાપના ઘેર આવે તો બાપ એને સ્વીકારે જ–આવા શબ્દો વાપર્યા ત્યારે અનેકોને થયું કે આ “કોલ્ડ વેલકમ” થયું. પણ શ્રી ઈશ્વરભાઈએ સભા અંતે આ અંગે હિંમતપૂર્વક ખુલાસો કર્યો કે “અમે ભટકીને કોંગ્રેસમાં આવ્યા છીએ કે કેંગ્રેસ ભટકીને ભૂવનેશ્વરમાં સમાજવાદના કિનારે આવી છે તેને વિચાર કરવા જેવો છે. નદીએ ત્યારે જ મળે છે, જ્યારે એમનાં પાણી એક સપાટી પકડે.” “શ્રી ઈશ્વરભાઈ દેસાઈના શબ્દોમાં એમનું વ્યકિતત્વ પ્રગટ થાય છે.
' સંમેલનમાં હાજર રહેલા લોકોને ડં. અમુલ દેસાઈનું આત્મવિલોપન, શ્રી મોરારજી દેસાઈના મીઠા ચાબખા અને ઈશ્વરભાઈ દેસાઈની હૃદયસ્પર્શી વાણીને સ્વાદ ચાખવા મળ્યો. આટલી સ્પષ્ટ નિખાલસ ચર્ચાના અંતે પણ સમજદાર લોકોને એમ હેતાં સાંભળ્યાં કે આ પ્રજાસમાજવાદીઓનું “મરજર” કે “મરડર” ? સ્પષ્ટ છાપ લોકોમાં ઊઠે તેવું ઉષ્માભર્યું સ્વાગત તો નથી જ થયું નવાગંતુકોનુંએવી છાપ ઊઠયા વિના રહેતી નથી. આશા રાખીએ કે મહુવા મુકામે થનાર સંમેલનમાં આ ત્રુટી સુધારી લેવામાં આવશે. આ મિલન કે સંગમને ભારતભરના લોકશાહી અને રામાજવાદમાં માનનારા લોકો આવકારે છે. પ્રજાની પ્રાથમિક જરૂરિયાતની પૂર્તિ માટેના સંયુકત પુરુષાર્થનું પ્રજા સ્વાગત કરે છે.
- હરિવલ્લભ પરીખ આયરલેન્ડના મુક્તિદાતા ડીવેલેરા | (જન્મભૂમિ - પ્રવાસી’ માંથી સાભાર ઉધૃત)
ગયે અઠવાડિયે રાષ્ટ્રપતિ રાધાકૃષ્ણન જેમના મહેમાન બન્યા હતા એ આયરલેન્ડના પ્રમુખ શ્રી ડી’ વેલેરા જેવું રોમાંચક જીવન ભાગ્યે જ કોઈ રાજકર્તાઓનું હશે, તેઓ ૮૨ વર્ષની વયે પહોંચ્યા છે અને રાજ્ય કરે છે તે એક સુભગ અકસ્માત છે. આટાની મિલમાંથી લડી રહેલા ડી’ વેલેરાને બ્રિટિશ સરકારે મોતની સજા કરી હતી. જે આયરિશ શહીદોની કબર પર ર્ડોરાધાકૃષ્ણન ફલ ચડાવવા ગયા હતા તેઓ ડી વેલેરાના સાથી હતા. તેમને થયેલી મોતની સજાને અમલ કરવામાં આવ્યો હતો, પરંતુ ડી’ વેલેરા બચી ગયા. કારણ કે તેઓ અમેરિકામાં જન્મ્યા હતા.
ડી’ વેલેરાના પિતા સ્પેનિયા હતા, ને ક્યુબાના નાગરિક હતા; મા આયરિશ હતી, અને તેમના પિતાને જન્મ અમેરિકામાં થયું હતું. બે વર્ષની વયે પિતા મરી ગયા અને માતાએ પુનલગ્ન , તેથી ડી’ વેલેરાને આયરલેન્ડમાં ભાઈ પાસે મોક્લવામાં આવ્યા. ભણીને તેઓ શિક્ષકના ધંધામાં પડયા, પણ ત્યાર બાદ થોડા જ સમયમાં આયરલેન્ડને બ્રિટનની ધૂંસરીમાંથી મુકત કરવા માટે લડતમાં જોડાયા અને રાષ્ટ્રવાદી પક્ષના પ્રમુખ થયા.
મોતની સજા જેલની સજામાં ફેરવાઈ ગઈ અને એક વર્ષ પછી બધા રાજકીય કેદીઓને માફી મળી ત્યારે ડી’ વેલેરા છૂટી ગયા. પરંતુ બીજે વર્ષે ૧૯૧૮ માં-પાછા પકડાયા અને એ વખતે તેઓ પિતાની મેળે છૂટયા. જેલના તાળાની ચાવીની આકૃતિ મીણ વડે