SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ REGD. No. B-4268 વાર્ષિક લવાજમ રૂા. ૪ પ્રબુદ્ધ જૈનતુ નવસસ્કરણ વર્ષ ૨૬: અફ ૧૨ મુંબઇ, એકટાબર ૧૬, ૧૯૯૪, શુક્રવાર આફ્રિકા માટૅ શિલિંગ ૮ O પ્રબુદ્ધ જીવન શ્રી મુખઇ જૈન યુવક સૌંઘનુ' પાક્ષિક મુખપત્ર છૂટક નક્લ ૨૦ નયા પૈસા તંત્રી: પરમાનંદ કુંવરજી કાપડિયા વિમળામહૅનના વૈચારિક Àામવિહાર (શ્રી વિમલાબહેન ઠકારથી પ્રબુદ્ધ જીવનના પાઠકો સુપરિચિત છે. તેઓ ગયા જૂન માસની ૧૩મી તારીખે, યુરોપના મિત્રના ભાવભર્યા નિમંત્રણને સ્વીકારીને, વિચારોના આદાનપ્રદાન અર્થે યુરોપ ગયા છે, અને ત્યાંના જુદા જુદા દેશોમાં ફરતાં ફરતાં લંડન પહેાંચ્યા છે. ત્યાંથી તેમણે લખેલા તા. ૧૧-૯-’૬૪ના હિંદી—અંગ્રેજી મીાિત પત્રનો અનુવાદ, તેમની ત્યાંની પ્રવૃત્તિના પ્રબુદ્ધ જીવનના વાંચકોને કાંઈક ખ્યાલ આવે એ હેતુથી, નીચે આપવામાં આવે છે. પરમાનંદ) પ્રિય ભાઈ, આપના ૩૧મી ઑગસ્ટનો કૃપાપત્ર ગઈ કાલે મળ્યો. કુશળ સમાચાર જાણી ખૂબ પ્રસન્નતા થઈ. ગીતાબહેન ઉપર મે એક પત્ર લખ્યો હતો અને તેમાં આપને પ્રણામ લખ્યા હતા. ભારત છેડયાને આજે લગભગ ત્રણ મહિના થવા . આવ્યા છે. કૃષ્ણમૂર્તિ–પરિષદમાં જે ૧,૫૦૦ લોકો આવ્યા હતા તેમાંના સેંકડો ભાઈ-બહેન સાથે પરિચય થયો. ૨૫૦ વિદ્યાર્થીઓ સાથે તથા ૧૦૦ શિક્ષકો સાથે શિક્ષણના વિષય અંગે ચર્ચા થઈ. માનાશાસ્ત્રવિદા સાથે નવમાનસના નિર્માણને લગતા વિષય ઉપર વાતા થઈ. મારી દષ્ટિ .મુજબ, ૩૬ દેશોના લોકોને મળવું અને તેમની સાથે જીવનવિષયક વાર્તાલાપ થવા એ મારા માટે એક ભારે ઘટના ગણાય. જે કેટલીક વૈયક્તિક મુલાકાત થઈ તેનું મારા માટે વિશિષ્ટ મહત્ત્વ છે. આ વાર્તાલાપ કેવળ ગામપગાટા-gossipingનહોતો. આ ચર્ચા શુષ્ક શાબ્દિક દલીલબાજી નહોતી. ભિન ભિન્ન દેશોની વ્યક્તિઓ વચ્ચે થયેલા આ પ્રમાણિક વિચારવિનિમય એવું માનવીય નૂતન માનસ નિર્માણ કરવાની દિશાએ સ્વત: એક અતિ મૂલ્યવાન પ્રદાન છે કે જે માનસ.સમગ્ર માનવજાતને એક કુટુંબ સમાન લેખે છે. લંડન યુનિવર્સિટીમાં ફિઝીક્સ શિખવવાવાળા ડો. દવે જ્હામ્સને અનેકવાર મળવાનું બન્યું. અધ્યાત્મ અને વિજ્ઞાનના સાર એક જ છે. They are one. તે બન્ને વચ્ચે કોઈ સમન્વય સાધવાની કે વિચારવાની જરૂર નથી, કારણ કે તે પાયામાંથી એક જ છે. નિર્ભેળ જુદા જુદા લેબલ વિનાની અને અભિન્ન સમગ્રવ્યાપી શકિત અદ્યતન વિજ્ઞાન વિચાર મુજબ તેમ જ આધ્યાત્મિક વિચાર મુજબ સમગ્ર અસ્તિત્વનું મૂળ છે. અમે બન્નેની ચર્ચાના આ સારાંશ છે. એકમેકને મળીને બન્નેએ ખૂબ પ્રસન્નતા અનુભવી. કેમ્બ્રિજમાં બાયોકેમીસ્ટ્રી શિખવવાવાળા શ્રી મનરો સાથે જે વાર્તાલાપ થયો તેના સારાંશ એ આવ્યો કે મગજ ઉપર કરવામાં આવતી અમુક રાસાયણિક પ્રક્રિયાના પરિણામે ઉત્તેજિત થતી અનુભૂતિ એ કોઇ આધ્યાત્મિક અનુભવ નથી. Realityના -સત્ તત્ત્વના—અનુભવ આવી કોઈ ઉત્તેજનાથી સર્વથા પર છે. સામાન્ય મનની ઉપરની ભૂમિકાના અનુભવો નિર્માણ કરવા માટે વાપરવામાં આવતા મેસકેલિન તથા એલ. એસ. ડી. ૨૫ વગેરે ઔષધોની આજે યુરોપ-અમેરિકામાં બોલબાલા છે. આ સંદર્ભમાં અમારી વચ્ચેની ઉપર જણાવેલ ચર્ચાનું મહત્ત્વ સહજ રીતે આપના ધ્યાનમાં આવી શકશે. જે બહારના માધ્યમ દ્વારા આંતરિક ઉત્તેજના પેદા કરવામાં આવે છે તેમાં ઔષધો, વ્યકિતવિશેષો, સંયોગો, અન્ય લોકોના અભિપ્રાયો અને વિચારસરણીઓના સમાવેશ થાય છે, જે આપ સહેજે સમજી શકશો. મતલબ કે અધ્યાત્મમાં ‘અનુભૂતિ’ને કોઈ સ્થાન નથી, અનુભવ-experience ને કોઈ સ્થાન નથી. ‘શાત’ના આકલનથી દિલ તેમ જ દિમામાં નિર્મળતા પેદા થાય છે. આદર્શોના, દર્શનાનો, તત્ત્વજ્ઞાનનો એટલે કે ધર્મના એકઠા થયેલા કચરો સાફ થઈ જાય છે. આ નિર્મળતાને ‘શૂન્યતા’ કહો અથવા તો નિર્માણ કા, મુતિ કહેા અથવા તે પવિત્રતા ક. મારા માટે નિર્મળતા તેમ જ પવિત્રતા શબ્દ આજે સંતોષજનક છે. ઇગ્લાંડમાં આવ્યા બાદ બર્મી ગૃહામ · ગઈ War on want-riગી સામે વિગ્રહ’-પરિષદમાં ભાગ લેવા માટે. શ્રી ડોનાલ્ડ ગ્રૂમના આગ્રહને વશ થઈને ત્યાં હું ગઈ હતી. ત્યાં ૭૦ પ્રતિનિધિઓ ઉપસ્થિત થયા હતા, ત્યાં · સ્લાઈડઝ દેખાડવામાં આવી હતી, અને મારું ભાષણ થયું હતું, જેમાં મેં જણાવ્યું કે વિનાબા એક ઋષિ છે, ક્રાંતદર્શી છે, જેમણે ૧૯૫૦ની સાલમાં જ જોઈ લીધું કે સામ્યવાદીઓના વિગ્રહનિષ્ય દર્શનના એટલે કે તેમના ક્રાંતિતંત્રનો વિકલ્પ ભારતની જનતા સમક્ષ રજૂ કરવા, એટ્લે કે એ પર્યાયના આધાર ઉપર સમાજરચનામાં આમૂલાગ્ર પરિવર્તન પેદા કરવું એ એક અનિવાર્ય ઐતિહાસિક આવશ્યકતા છે. તેમને પ્રયાસ દુનિયાના પછાત દેશોને એ દેખાડવાનો છે કે સામ્યવાદી તંત્ર આજે out of lateજુનવાણી બની ગયું છે, આજના સમય સાથે તે હવે જરા પણ સંવાદી રહ્યું નથી. વિનોબા તંત્રમાં માનવીની બુનિયાદી ભલાઈમાં અને સારાસાર તારવવાની તાકાતમાં રહેલી શ્રદ્ધાનું મૌલિક મહત્ત્વ છે અને એ એક આધ્યાત્મિક મૂલ્ય છે. વિનોબાનું આંદોલન ભારતમાં સફળ થાય યા અસફળ થાય, તેનું વિશ્વવિચારમાં યોગદાન નિ:સંશય છે, નિર્વિવાદ છે. ૭૦ પ્રતિનિધિઓમાંથી ૨૫ પ્રતિનિધિઓ સાથે વૈયક્તિક વાર્તાલાપ ચાલ્યો. ત્રણ દિવસ સૌની સાથે રહેવામાં આનંદ આવ્યો. દુનિયાની આર્થિક વ્યવસ્થાનું શું સ્વરૂપ હશે, અમીર દેશ તથા ગરીબ દેશ વચ્ચેની સામાજિક તથા આર્થિક એટલે કે માનસિક
SR No.525949
Book TitlePrabuddha Jivan 1964 Year 25 Ank 17 to 24 and Year 26 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1964
Total Pages276
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy