SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન સઘે ચાળેલું ચીંચવડ—પૂના પટન (ઑગસ્ટ માસની તા. ૧૫ - ૧૬ એમ બે દિવસ માટે શ્રી મુંબઈ . જૈન યુવક સંઘ તરફથી યોજવામાં આવેલ પર્યટનમાં ૩૬ ભાઈબહેનો જોડાયાં હતાં. આ પર્યટનના આનંદ એ હતો કે સંઘનાં પ્રમુખ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ પણ પહેલી જ વાર આ પર્યટનમાં જોડાયા હતાં અને વિશેષ આનંદ એ હતો કે મૂશળધાર વર્ષમાં જયારે હું અને અન્ય મિત્રા કાર્લાની ગુફા ચઢતાં અધવચ્ચેથી પાછા ફર્યા ત્યારે શ્રી ચીમનભાઈએ સફળ ચઢાણ કર્યું હતું. આ પ્રવાસમંડળીમાં શ્રી સત્યંન્દ્રકુમાર ડે નામના એક વિદ્રાન બંગાળી મિત્ર હતા તેમ જ શ્રી રામુભાઈ પંડિત અને શ્રી હર્ષિદાબહેન પંડિત—આ એક સંસ્કારી યુગલ પણ સામેલ થયું હતું. આ બન્ને અહિના અભ્યાસ પૂરો કરવા સાથે લગ્નગ્રંથિથી જોડાઈને વિશેષ અભ્યાસ માટે અમેરિકા ગયેલાં અને ત્યાં તેમણે આશરે પાંચેક વર્ષ પસાર કરેલાં. અહિં પાછા આવ્યા બાદ શ્રી રાણુ પંડિતે થોડો સમય અધ્યાપક તરીકે કામ કરેલું, અને હાલ તેઓ મુંબઈ ખાતે રોહિત ગ્રુપ ઑફ એન્ટરપ્રાઈઝીઝમાં કામ કરે છે. શ્રી હર્ષિદાબહેન એસ. એન . ડી. ટી. કોલેજના એક અધ્યાપિકા છે અને માનસશાસ્ત્ર તેમના વિશિષ્ટ અભ્યાસ તેમ અધ્યાપનના વિષય છે. નીચેનું વર્ણન શ્રી હર્ષિદાબહેને લખી આપ્યું છે, જે માટે તેમના આભાર માનું છું. તંત્રી). ચીંચવડમાં અમે ચી ચી કરી આવ્યાં ! ૧૦૮ આ શ્રાવણની જલધારા, અમર અમર વરસે મારા ભી જે અંતરક્યારા આ થયા શાન્ત અવ ગહન ગજતા આષાઢી નભ મેહ, બન્યા સ્તબ્ધ અવ મુગ્ધ નતા મયૂરના ૨-સ્નેહ; સરવરના જલતરગ પર અવ ફે રા ના ર ણ કા રા...આ પ્રકૃતિપ્રેમીઓ પાસેથી સાંભળ્યું તો વાર વાર હતું કે, ઉપરના કાવ્યમાં જેનું વર્ણન કરવામાં આવ્યું છે તે વર્ષાઋતુના શ્રાવણ માસ દરમિયાન મુંબઈ - પૂના માર્ગ ઉપર સ્વર્ગીય રમ્યતા ઉતરી આવે છે, કુદરત પૂરબહારમાં ખીલે છે ને સમગ્ર વાતાવરણ આહ્લાદપ્રેરક બની જાય છે. અમે મુંબઇ રહેવા આવ્યાં ત્યારથી જ મનસૂબા ઘડેલા કે બે-ત્રણ દિવસની રજાએ આવે । મિત્રા સાથે માટરમાર્ગ જૂના સુધી જવું ને પ્રકૃતિનું સૌન્દર્ય ઘાળીઘાળીને પીવું, પણ સ્વપ્નાં એમ ક્યાં અટ સાકાર થાય છે?ને સાકર થાય છે તે કેવી આકસ્મિક રીતે? તા. ૧–૧૦-૨૪ પરમાનંદભાઈ અને ચીમનભાઈની પૂંઠ ફરી કે તુરત અમે પ્રસંતાવ પર ચર્ચા શરૂ કરી. મુંબઈ જૈન યુવક સંઘની વિચારસરણીનું પ્રતિબિંબ ‘પ્રબુદ્ધ જીવન' માં તો અમે જોતાં જ હતાં, એની પ્રગતિશીલ ને નીડર વિચારસરણીથી હરખાતાં પણ હતાં. આવા પ્રગતિઉન્મુખ યુવક સંધના સભ્યો સાથે બે દિવસ ગાળવાથી વિચાર વિનિમય શક્ય બનશે ને મુંબઈના સમાર ંભે ને મેળાવડાઓમાં બંધાતા માત્ર ઔપચારિક સંબંધાની દીવાલ ભેદી થાડાક મિત્રો સાથે વધુ, નિટનું સાહચર્ય કેળવી શકાશે એમ લાગવાથી અમે પ્રવાસમાં જોડા એક રવિવારની સવારે રાજ કરતાં ધીમી ગતિએ પ્રાત:ક્રિયાઆની પર પરા આટોપતાં હતાં, ત્યાં શ્રી પરમાનંદભાઈ ને શ્રી ચીમનભાઈશ્રી મુંબઈ જૈન યુવક સંઘના મંત્રી—આવી ચડયા. ગુજરાતના રાજકારણથી માંડીને હિંદની કલાસંસ્કૃતિ સુધીનું વિહ ંગાવકોઈ લોકન કરીને પરમાનંદભાઈએ વાતને એક્દમ ૯૦ અંશનો વળાંક આપ્યો. પોતાની મુલાકાત પાછળનો મુખ્ય હેતુ અમન બન્નેને (મને ને મારા પતિ રામુ પંડિતને) મુંબઈ જૈન યુવક સંઘે યોજેલા ચીંચવડના પર્યટનમાં સામેલ થવા આમંત્રણ આપવાના હતા એમ સ્પષ્ટ કર્યું. ચીમનભાઈએ પ્રસ્તાવને અનુમેાદન આપ્યું; અમે તે સાવ નવાઈ પામી ગયાં. પર્યટન જૈનોનું ને એમાં અમારે સમાવેશ કઈ રીતે કરશે? ટાગારભૂમિના પ્રતિનિધિ સત્યેન્દ્રકુમાર ડે અને અન્ય બિનજૈના પણ પર્યટનમાં જોડાશે એવું અમને પરમાનંદભાઈએ કહ્યું એટલે મનમાં ગલગલિયાં થઈ ગયાં, પણ પતિદેવે વિચાર કરી જવાબ આપવા માટે ચાવીસ ક્લાકની મુદત માગી એટલે મને મનમાં ધ્રાસ્કો પડયો કે પ્રસ્તાવ ટલ્લે તા નહીં ચડી જાયને ! ધીરે ધીરે અંધ ા ી લ તી વર્ષાનુ અમીપાન આભ નિરખવા કરે ડાયુ અસૂરનાં અરમાન ભીની ભીની હવા-લહેર પર શુ પ વ ન-પ લ કા રા...આ, ગીતા પરીખ ! વાનું નકકી કરી નાંખ્યું. બીજે દિવસે અમારી ‘હા’પણ અમે પરમાનંદભાઈને કહેવડાવી દીધી. • પંદરમી ઑગસ્ટ ને શનિવારની સવાર મુંબઈમાં મધુર હતી. અમે સાત વાગ્યા લગભગ ઝટપટ તૈયાર થઈ ગયા એટલામાં તા ઋષભદાસ રાંકાજી (અમારા પાડોશો ને ચીંચવડનો શિક્ષણસંસ્થાના એક સંચાલક) તૈયાર થઈને આવી પહોંચ્યા, અને અમે તેમની મેટરમાં રાયલ આપેરા હાઉસ પાસે જઈ પહોંચ્યા અને સાત ઉપર વીસ મિનિટ થતાંમાં તો પાયધૂનીવાસીઓને લઈને મહારાષ્ટ્ર સ્ટેટ ટ્રાન્સપોર્ટની ઉંમરે જુવાન લાગતી બસ અમારી આગળ આવીને ઊભી. સામાન બસની ઉપરના ભાગમાં ખડકાયો અને મંત્રીવર્ષ ચીમનભાઈએ એક શિક્ષકની અદાથી અહિંથી જે પ્રવાસીઓને લેવાના હતા, તેમાંથી બાકી રહી જતું નથી એ બાબતની ખાત્રી કરીને અમને સૌને બસમાં બેસાડયાં. દાદર, કીંગ્સ સર્કલ, ઘાટકોપર વગેરે સ્થળે વખતસર પહોંચી ગયેલા મિત્રાને લઈને અમે આખરે મુલુંડ પહોંચ્યાં. આજે સ્વાતંત્ર્યદિન હતા ને ઠેરઠેર રાષ્ટ્રધ્વજ લહેરાતા હતા. આઝાદી પહેલાં ધ્વજવંદનમાં લોકોની ઠઠ જામતી ને પોલિસ એમને વીખેરવા ઠંડા લઈને ખડી થતી. હવેનું દશ્ય જુદું હતું. જે જે પેલિસ ચાકી આગળથી અમે પસાર થયાં ત્યાં ધ્વજવંદન સમાર’ભમાં માત્ર પોલિસા જ હતા, લોકોના અભાવ હતો. વિધિની કેવી વિચિત્રતા! અનેક ચિત્રવિચિત્ર વળાંકો લઈ આવતા જતા લોકોમાં કુતૂહલ ઊભું કરતી સ્ટેટ ટ્રાન્સપોર્ટની ‘સુરક્ષિત’ બસ તાજા જ બંધાયેલા એક બંગલા પાસે આવીને ઊભી રહી. સંઘના સભ્ય શ્રી સ્તૂરાંદભાઈએ અહિં અમારૂં ભાવભીનું સ્વાગત કર્યું ને બિસ્કીટ, ચેવડો, પે’ડા, બરફી, ચા (ચા ન પીનારને કાફી) વગેરેના નાસ્તા વડે અમને આવકાર્યા. આકાશ આછું ઘેરાયું હતું ને બંગલાનાં ધાબામાંથી ધૂમ્મસઆચ્છાદિત ડુંગરા રળિયામણા લાગતા હતા. પણ અમારે તો હજુ બીજા ઘણા ડુંગરા જોવાના બાકી હતા. એટલે ઝટપટ નાસ્તો આટોપી અમે બસમાં ગાઠવાયાં ને થોડીવારમાં તો બસે મુંબઈની ભૌગોલિક સીમા ઓળ’ગીને આગળ વધવા માંડયું. મંદ પવન લહેરાતા હતા, સૂર્યના પ્રકાશ અવારનવાર ડોકિયું કરી પાછા વાદળાંમાં સંતાઈ જતો હતો, ચારે બાજુ લીલીછમ વન
SR No.525949
Book TitlePrabuddha Jivan 1964 Year 25 Ank 17 to 24 and Year 26 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1964
Total Pages276
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy