________________
તા. ૧-૧૦-૯૪
પ્રબુદ્ધ જીવન
૧૦૭
જws -
સ્વામિવાત્સલ્યો કરવામાં આવ્યાં નથી એમ જાણવા મળે છે. બીજું આચાર્યશ્રી ઉપર કરવામાં આવેલા સુચિત હુમલા સંબંધમાં ખરી હકીકત શું છે એ ઉપર આપેલ નિવેદનમાંથી આપણને માલુમ પડે છે. તે વખતે જે કાંઈ બન્યું તેને આચાર્યશ્રી ઉપર કરવામાં આવેલા હુમલા તરીકે વર્ણવીને અને એ રીતે આખી ઘટનાને એક મેટું બીહામણું રૂપ આપીને જમણવારવિરોધીઓ સામે લાગણી ઉશ્કેરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે તે દુ:ખદ અને શોચનીય છે.
સંઘસમિતિની પત્રિકામાં મોખરે સંઘના પ્રમુખ અને ટ્રસ્ટી તરીકે શ્રી રતિલાલ મણિલાલ નાણાવટીની સહી હોય એ સ્વાભાવિક છે, એમ છતાં પણ, આ બાબત આપણું સવિશેષ ધ્યાન એટલા માટે ખેંચે છે કે, સુપ્રસિદ્ધ નાણાવટી કુટુંબની આજ સુધીની પરંપરા હંમેશા પ્રગતિશીલ વિચારો અને પ્રવૃત્તિઓને સંગીન ટેકે આપવાની રહી છે. વડોદરા રાજયમાં બાલદીક્ષા અટકાવવાને લગતો ધારો ઘડવામાં સર મણિલાલ બાલાભાઈ નાણાવટીએ અતિ મહત્ત્વનો ભાગ ભજવ્યો હતે. એ જ કુટુંબના સ્વ. ચંદુલાલ બાલાભાઈ નાણાવટી નવા વિચારના હંમેશા પુરસ્કર્તા રહ્યા હતા અને વીલે પારમાં ખેલાયેલા આઝાદી જંગમાં તેમણે ઘણો મોટો ફાળો આપ્યો હતે. એમનાં પત્ની શ્રી મણિબહેન નાણાવટીએ આઝાદીની લડત અંગે જેલવાસ ભેગળે છે, એટલું જ નહિ પણ, પોતાનું આખું જીવન 'ખાદી પ્રવૃત્તિને અને ગ્રામસેવાને સમર્પિત કર્યું છે અને આજે તેઓ મુંબઈ ઉપનગર જિલ્લા ગ્રામોદ્યોગ સંઘના મંત્રી છે. અને શ્રી રતિભાઈ પણ મારા તે જૂના મિત્ર વીલે પારના અગ્રગણ્ય નાગરિક છે, ‘સરલા સર્જન’ જેવી અદ્યતન શિક્ષણ સંસ્થાના નિર્માતા છે, અને ડૉ. બાલાભાઈ નાણાવટી હૈસ્પિટલના સંચાલક છે. આ બધું છતાં સપનાની બેલીની આવક અંગે તેમ જ આ સ્વામિવાત્સલ્ય અંગે તેમણે જે કટ્ટર અને સ્થિતિચુસ્ત વલણ અખત્યાર કર્યું છે તે તેમની એક ભવ્ય કુટુંબપરંપરાને ઝાંખપ આપે તેવું છે, જે જોઈને હું એક પ્રકારનું દુ:ખ અનુભવું છું. સંભવ છે કે તેમની સ્થિતિ સાપે છછુંદર ગળ્યા જેવી થઈ પડી હોય.
અને પેલા ભુવનસૂરિ કે જેમના વિશે સંઘસમિતિએ પિતાની પત્રિકામાં ભારેભાર વખાણ કર્યા છે તેમના વિશે શું લખવું તે અંગે ઉચિત શબ્દો જડતા નથી. સ્વામિવાત્સલ્ય થવું જ જોઈએ એવો તેમને આંધળે આગ્રહ જરા પણ આશ્ચર્ય પેદા કરતું નથી. જૂન- વાણી જડબુદ્ધિ પાસેથી બીજી કોઈ આશા કે અપેક્ષા રાખવી તે વધારે પડતું ગણાય. પણ પ્રસ્તુત સ્વામિવાત્સલ્યને વિરોધ કરતી બહેને માટે તેમણે જે શબ્દો વાપર્યા છે અને તે સંવત્સરિ જેવા પુણ્ય પર્વના દિવસે, વ્યાખ્યાનપીઠ ઉપર કલ્પસૂત્રનાં વાંચન સમયે-- આ તેમના વર્તન વડે તે તેમણે સંવત્સરિપર્વ સાથે જોડાયેલી મૈત્રીભાવનાનું ખૂન કર્યું છે. ઉપરના શબ્દો-વિશેષણો--જે બહેને માટે તેમણે વાપર્યા છે તે બધી બહેને પ્રતિષ્ઠિત કુટુંબની શ્રદ્ધાસંપન્ન શ્રાવિકા છે. અને તેમાં પણ શ્રી મણિબહેન નાણાવટી તે એક વન્દનોગ્ય સાધ્વી અને આદરોગ્ય સેવામૂર્તિ છે, એક શ્રદ્ધા
પરાયણ તપસ્વીની છે. સંભવ છે કે, પોતાના ગુરુ તરફથી મળેલ - ઇ-નૂનનાઆવેશના-નવારસાને વશ થઈને આ બહેને વિષે પ્રસ્તુત
ભુવનસૂરિથી ચડ્યા તા બોલી જવાયું હોય અને પાછળથી તેમને પશ્ચાત્તાપ પણ થયું હોય. જો આમ હોય તે તેમણે શ્રી મણિબહેન નાણાવટીના નિવાસસ્થાને જઈને તેમના પગે પડવું જોઈએ અને પિતાના અવિવેકભર્યા ઉદ્ગારો માટે જમણવારને વિરોધ કરનાર બધી બહેનની પ્રતિનિધિ તરીકે મણિબહેનની ક્ષમા યાચવી જોઈએ અને આવા પ્રમાદ માટે યોગ્ય પ્રાયશ્ચિત માગવું જોઈએ. આ સૂચનાને કોઈ અજુગતી મનસ્વી સૂચના ન માને એ માટે અહિં એક ધર્મકથાનો ઉલ્લેખ અસ્થાને નહિ ગણાય.
ભગવાન મહાવીરના અગ્રગણ્ય શ્રાવક આનંદને અવધિજ્ઞાન પ્રાપ્ત
થયું, જેથી કરી તે પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણમાં લવણસમુદ્રમાં પાંચ યોજન જોઈ શકતા હતા અને ઉત્તરમાં ચુલ્લ હિમવંત પર્વત સુધી ઊંચે સુધર્મ૫ સુધી અને નીચે રત્નપ્રભાતરકની લુચ્ચય નરક સુધી જાણતા હતા.
ગૌતમ સ્વામીએ આનંદ શ્રાવકની સંખના વિષે સાંભળ્યું અને તેની પાસે ગયા. એટલે આનંદે તેમને કહ્યું કે હું અત્યંત અશકત થઈ ગયું છું એટલે આપને પગે પડી અભિનંદન કરી શકતો નથી તે આપ મારી પાસે આવે. આ સાંભળી ગૌતમ તેમની પાસે ગયા.:: કે
એટલે વંદણા કરીને આનંદ ગૌતમને પૂછયું કે શું ગૃહસ્થને અવધિજ્ઞાન ઉત્પન્ન થાય? “ગૌતમે હા કહી એટલે આનંદે પિતાને ' જે પ્રકારનું અવધિજ્ઞાન થયું હતું તે વર્ણવી બતાવ્યું. આ સાંભળી : ગૌતમ બેલ્યા કે “ગૃહસ્થને અવધિજ્ઞાન થાય તે ખરું, પણ તમે જેટલું બતાવ્યું એટલું બધું મોટું થાય નહિ. માટે તમારી વાત યોગ્ય નથી. તો તે માટે તમારે આલેચના ચાવત તપસ્યા કરવી પડશે. એટલે કે પ્રાયશ્ચિત કરવું પડશે.” આ સાંભળી આનંદે ગૌતમને પૂછયું કે,
જિનમતમાં સાચી વાત માટે પણ પ્રાયશ્ચિતનું વિધાન છે?” ગૌતમે જવાબ આપ્યો કે “નથી.” તો પછી આનંદે કહ્યું કે, “મારે નહિ પણ તમારે જ પ્રાયશ્ચિત લેવું જોઈએ.” આ સાંભળી સ્વયે ગૌતમ સંશયમાં પડી ગયા અને ભગવાન મહાવીર સમક્ષ આ બધી વાત તેમણે રજૂ કરી અને પૂછ્યું “આમાં મારે પ્રાયશ્ચિત લેવાનું કે આનંદે ?” ભગવાને જણાવ્યું કે “તમારે જ પ્રાયશ્ચિત લેવાનું છે, અને આનંદની ક્ષમાં પણ તમારે માગવી પડશે.” વિનયપૂર્વક ગૌતમે ભગવાનની આ વાત સ્વીકારી અને આનંદની ક્ષમા માગી. '
તો પછી ભુવનસૂરિને જો પોતાની ભૂલ ભાસતી હોય તે જેમને તેમણે મહાન અપરાધ છે એવી એક પવિત્ર શ્રાવિકાને ચરણે પડીને તેને માફી માગે એમ સૂચવવું એ જરા પણ વધારે પડતું નથી. પણ આ સરળતાની, નમ્રતાની, ઋજુતાની આ વિચારજડ આચાર્ય પાસેથી આશા રાખવી એ બકરીના ગળે લટકતા આંચળ દોહીને દૂધ કાઢવાના વ્યર્થ પ્રયત્ન બરોબર છે. અને તે પછી વીલ પારલેના વે. મૂ. સંઘના પ્રમુખને વિનંતિ કે સંવત્સરિના રોજ કુલ૫સૂત્રના વાચન વખતે આચાર્યશ્રીએ બહેને અંગે જે અપલાપ કર્યો તે વખતે મૌન સેવવાનું ભલે તેમણે યોગ્ય વિચાર્યું હોય, પણ હવે જેને કોઈ બચાવ થઈ શકે તેમ નથી તેવા અપરાધ અંગે સંઘના જવાબદાર પ્રમુખ તરીકે ભુવનસૂરિને માફી માગવાની તેઓ ફરજ પાડે, અને વીલે પારલેના સંઘમાં તૂટેલી એકતા અને શાન્તિને જો તેઓ પુન: સ્થાપિત કરવા ચાહતા હોય તે જે અણમલી થાપણ તેઓ જેમની પાસેથી લાવ્યા છે તે થાપણને તેમના ગુરુ વિજયરામચંદ્રસૂરિને, બને તે ચાતુર્માસ પૂરા થયા પહેલાં અને નહિ તે ચાતુર્માસ પૂરા થતાં વૈત, જેમ બને તેમ જલદીથી, પાછી સુપ્રત કરે અને આગામી શિયાળામાં શ્રી વિજયરામચંદ્રસૂરિના હાથે કરાવવા ધારેલી નવા જૈન મંદિરની પ્રતિષ્ઠાને કરાર રદ કરે. આમ તેઓ નહિ કરે તે નજીકના ભાવમાં તેઓ બીજા અણધાર્યા અનેક ઝંઝાવાતે નેતરશે.
સંઘસમિતિની પત્રિકામાં વીલે પારલેની--સ્વામિવાત્સલ્યને વિરોધ કરતી-બહેનને ધાર્મિક સિદ્ધાન્તથી વિમુખ’ હોવાની જણાવીને ધર્મશ્રદ્ધાના ઈજારદારોએ તે બહેનની એક પ્રકારની નાલેશી કરી છે, અને અઘટિત ધૃષ્ટતા દાખવી છે, પણ ભુવનસૂરિની ધૃષ્ટતા આગળ આ ધૂરતા પ્રમાણમાં નાની છે તેથી તેની વિશેષ નોંધ લેવાની જરૂર નથી.
અોમાં આવા મોટા પાયાના જમણવારને વિરોધ કરવા . બદલ ઉપર જેમને ઉલ્લેખ કરવામાં આવ્યા છે તે બહેનોને અને તેમને સાથ આપનાર ભાઈઓને ધન્યવાદ આપવામાં આવે છે. કરવા ધારેલા મોટા પાયાનું સ્વામિવાત્સલ્ય એક હાંસીપાત્ર જમણમાં પરિણમ્યું-એ જ તેમને મળેલી નોંધવાલાયક સફળતા છે. પરમાનંદ
'