________________
તા. ૧૬-૬ ૪
આંસુએ હજુ સૂકાયાં નહાતાં અને ભારત સરકારે બહાર પાડેલ બાર દિવસ શોક પાળવાની મુદત ખલાસ થઈ નહોતી ત્યારે, વર્ષો બાદ મુંબઈ માટુંગા ખાતે તાજેતરમાં પધારેલા જૈનાચાર્ય શ્રી વિજયરામચંદ્રસૂરિનું જામે જમશેદ રોડ ઉપર આવેલ શેઠ વિનયચંદ હરખચંદના નિવાસસ્થાનેથી બામણવાડામાં રહેતા શેઠ ગાવિંદજી જેવત ખાનાને ત્યાં સ્થાનાન્તર થવાનું હતું એ પ્રસંગને અનુલક્ષીને એ બાજુએ વસતા જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સમાજે એક ભારે શાનદાર વરઘોડો કાઢયા હતા, અને તે પસાર થવાના મુખ્ય મુખ્ય રસ્તાઓને ધજા પતાકાથી શણગારવામાં આવ્યા હતા. વરઘોડામાં શરૂઆતમાં ઠાઠમાઠથી શણગારેલ ખટારા ઉપર બેઠેલા નોબત - શરણાઈ વગાડવાવાળા આચાર્યશ્રીના આગમનની જાહેરાત કરતા હતા, એની પાછળ ૩૬ શણગારેલા ઘોડેસ્વારોની હારમાળા ધજાઓ સાથે બબ્બેની પંકિતમાં ચાલી રહી હતી, તે પાછળ સુસજ્જ હાથી વરઘોડાની શાનશે।ભાને વધારી રહ્યો હતો, પછી એક ચાર ઘેાડાની અને એક બે ઘોડાની શણગારેલી બગી, પછી એક મોટું બેન્ડ, તે પાછળ નવા પધારેલા આચાર્યશ્રી અને તેમની શિષ્યમંડળી તથા જૈન ભાઈઓનું મોટું ટોળું, પછી પાઠશાળાનું બેન્ડ અને પાછળ સ્ત્રી સમુદાય - આ પ્રકારના ભારે ઠાઠમાઠથી ભરેલા અને ઢોલ, નગારા અને પડઘમથી ગાજતો અને રાજમાર્ગને ગજવતા વરઘોડો માટુંગાના મુખ્ય મુખ્ય રાજમાર્ગો ઉપરથી પસાર થયો હતા અને આસપાસની જનતામાં વિસ્મય પેદા કરી રહ્યો હતા. વળી વરઘોડો પૂરો થયો ત્યાં સંમીલિત નરનારીઓને લાડુની પ્રભાવના ( વહેંચણી) કરવામાં આવી હતી. જવાહર અંગેના ગ્લાનિભર્યા વાતાવરણમાં આ ધામધુમ અને ધમાલ શી ? આવા સવાલ સૌ કોઈના માઢા ઉપર તરવરતા હતા. જ્યારે અનેક લગ્નસમારંભ બંધ થયા હતા, અને લગ્નો સાદાઈથી પતાવવામાં આવતા હતા અને દીક્ષામહોત્સવે પણ એવી જ સાદાઈથી ઉકેલવામાં આવ્યા હતા ત્યારે આ રીતે કાઢવામાં આવેલા વરઘોડો અનેકની આંખે ચડયો હતો અને આ કયો સમાજ છે અને આ તે કયા એવા આચાર્ય છે કે જેને આવા ઠાઠમાઠ કરતાં અને સ્વીકારતાં કશી શરમ કે સંકોચ નથી, જેને કો વિવેક કે સભ્યતાની સમજણ નથી ? એવી ચોતરફ પૂછગાછ ચાલતી હતી. આવા વિષાદપૂર્ણ સમયે એક જૈનાચાર્યના સ્વાગત અર્થે કરવામાં આવેલી આ બધી શરમાવનારી ધમાલ અને ધામધુમના અનૌચિત્યને સમજાવવા માટે શું વિશેષ ટીકા-ટીપ્પણની જરૂર છે ખરી? નવોદિત લેખક શ્રી વસન્તલાલ કાન્તિલાલને
હાર્દિક અભિનન્દન અને શુભેચ્છા
આ લેખકનાં લખાણે. આજના સામિયકોમાં અવારનવાર જોવામાં આવે છે તેમ જ તેમનાં લખેલાં નાનાં મોટાં પુસ્તકો પણ ઉત્તરોત્તર પ્રગટ થઈ રહ્યાં છે. તાજેતરમાં તેમનું ‘સાપેક્ષવાદ’નામનું નાનું પુસ્તક જોવામાં આવ્યું અને વાંચીને આનંદ થયો. આજકાલ જૈન ધર્મનું તત્વજ્ઞાન અને તેમાં પણ તેનો ‘અનેકાન્તવાદ’ જેને ‘સાપેક્ષવાદ’ અથવા તો ‘સ્યાદ્વાદ’ એ શબ્દોથી ઓળખવામાં આવે છે તે વિષે સામાન્ય જનતામાં જાણવાની–સમજવાની રુચિ સારા પ્રમાણમાં વધતી જતી જોવામાં આવે છે. આવા લોકોને આવું પુસ્તક બહુ ઉપયોગી થવા જરૂર સંભવ છે. સાપેક્ષવાદ એ કાંઈ જૈન દર્શનના કોઈ આગવા વિચાર નથી. સર્વ કોઈ તાત્ત્વિક ચિંતનના પાયામાં રહેલી આ દષ્ટિ છે, પણ જૈન દર્શને આ દષ્ટિ અથવા તો વાદનું બહુ વિસ્તારથી અને ઊંડાણથી વિશ્લેષણ કર્યું છે અને તેને સમ્યક પ્રકારે ગ્રહણ કરતાં અને વાસ્તવિક જીવનમાં ઉતારતાં માનવી માનવીના અનેક વૈચારિક સંઘર્ષના સહેજે અંત આવે છે. પ્રસ્તુત પુસ્તકમાં આ સાપેક્ષવાદનું સારા વિસ્તારથી, જાતજાતના દાખલા આપીને, અને સામાન્ય બુદ્ધિના માણસો સહેલાઈથી સમજી શકે
પ્રબુદ્ધ જીવન
q
૩૯
તે રીતે, વિવેચન કરવામાં આવ્યું છે. ભાઈ વસંતલાલ ઉગતા લેખક છે; વિપુલ તેમનું વાંચન છે; ભાષા ઉપર સારું પ્રભુત્વ ધરાવે છે. અલબત્ત, તેમનાં કેટલાંક વિધાનામાં કચાશ લાગે છે, જે વિશેષ મનન, ચિંતન અને અનુભવની અપેક્ષા રાખે છે. એમ છતાં જે સમાજમાં વિદ્યાનો શાખ અતિ અલ્પ પ્રમાણમાં છે અને જ્ઞાનની તત્ત્વલક્ષી જ્ઞાનની ઉપાસના અતિ વિરલ જોવામાં આવે છેતે સમાજમાં આવું એક રત્ન પાર્ક એ અવશ્ય આશ્ચર્ય તેમ જ આનંદને વિષય બને છે. શ્રીમાન ભાવનાશાળી ઉદારચરિત પિતાના લેખક પુત્ર છે. તેમને લાગેલા વાચન તેમ જ લેખનનો નાદ એકસરખા ચાલુ રહે અને ઉત્તરોત્તર વધારે ઉપયોગી અને મૂલ્યવાન સાહિત્યકૃતિઓ તેમના હાથે નિર્માણ થતી રહે એવી તેમને શુભેચ્છા છે. (પુસ્તકના પ્રકાશક છે શ્રી સનતભાઈ આર. શેઠ, સાધના સાહિત્ય સાસાયટી, ૧૦૦, ન્યુ એકસચેન્જ બિલ્ડિંગ, એપેલા સ્ટ્રીટ, કોટ, મુંબઈ-૧ કિંમત રૂા. ૨૦૫૦.) પરમાનંદ
સખાવતી શ્રીમંતને શોચનીય સ્વર્ગવાસ
સુરતના જાણીતા દાનપ્રેમી સદ્ગૃહસ્થ શ્રી દલીચંદ વીરચંદ શ્રોફનું સુરતમાં, તા. ૯-૫-’૬૪ના રોજ, અશકતાશ્રમ ઈસ્પિતાલમાં ૭૭ વર્ષની ઉંમરે અવસાન થયું અને આપણને એક સેવાભાવી શ્રીમંતની ખોટ પડી. સેવાપ્રેમી મહાનુભાવાનાં અવસાન, સા વ પણ પડેલ દુષ્કાળની જેમ, વસમાં લાગ્યા વિના રહેતાં નથી.
સારા કામના સહભાગી થવું અને પોતાની સંપત્તિમાંથી એમાં ફ લપાંદડી અર્પણ કરીને કૃતાર્થ બનવું એ શ્રી. દલીચંદભાઈના સહજ સ્વભાવ હતા. અને એમની આ ઉદારતાને લીધે અનેક સંસ્થાઓ પગભર બની શકી હતી, અને કેટલીક સંસ્થાઓની સ્થાપના થઈ હતી.
એમના જન્મ સને ૧૮૮૭ની સાલમાં સુરત પાસેના કપલયાથા ગામે થયા હતા. એમના પિતાનું નામ હીરાચંદભાઈ. એમના પિતાશ્રીના ધંધા વ્યાજવટાવનો. વીસા પોરવાડ એમની જ્ઞાતિ, સુરતના શેઠ લખમાજી જીવણજીએ પોતાના દત્તકપુત્ર વીરચંદભાઈનું નિ:સંતાન અવસાન થતાં શ્રી દલીચંદભાઈને સને ૧૯૦૩માં, ૧૬ વર્ષની ઉંમરે શ્રી વીરચંદભાઈના પુત્ર તરીકે દત્તક લીધા. એમનાં ધર્મપત્નીનું નામ રૂક્મિણી બહેન.
શ્રી દલીચંદભાઈને ધર્મપ્રેમ અને દાનપ્રેમ જાણે ગળથૂથીમાં જ મળ્યા હતા. સાથે સાથે જાહેર સેવાઓને પણ એમને એટલા જ રસ હતો. સુરતના લેડી વિલિંગ્ડન અશકતાશ્રામની વ્યવસ્થાપક કમિટીના તેઓ ૪૦ વર્ષ સુધી પ્રમુખ રહ્યા. ઉપરાંત મહિલા વિદ્યાલય, જૈન વિદ્યાર્થી આશ્રમ, જૈન વનિતા વિશ્રામ, સુરતનાં જિનમંદિરોનાં ટ્રસ્ટો, મેહનલાલજી જ્ઞાનભંડાર, કતાર ગામનું જિનમંદિર, મહાજન હિંદુ અનાથ બાલાશ્રમ, ડિસ્ટ્રીક કો-આપરેટીવ બેંક વગેરે સુરતની અનેક સંસ્થાઓ સાથે તેમ જ આણંદજી કલ્યાણજીની પેઢી, જૈન શ્વેતાંબર કોન્ફરન્સ, ધર્મચંદ્ર ઉદયચંદ્ર જીર્ણોદ્ધાર ટ્રસ્ટ વગેરે સંસ્થાઓ સાથે પણ તેઓ સંકળાયેલા હતા, મારવાડમાં મળેલ પારવાલ મહાસંમેલનના તેઓ પ્રમુખ હતા.
પોતાની જ્ઞાતિના વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપવા માટે એમણે પચ્ચીસ હજાર રૂપિયાનું દાન આપ્યું હતું; ઉપરાંત પોતાના નામનું એક ધર્માદા ટ્રસ્ટ એમણે રચ્યું હતું. અને એમના ધર્મપત્નીના નામની ધર્મશાળાને વધારવા માટે બે તાળીશ હજારનું દાન આપ્યું હતું. સુરતના જૈન વિદ્યાર્થી આશ્રમનો વિકાસ પણ એમની મેટી સખાવતથી થયા હતા. આ ઉપરાંત એમણે નાની મોટી અનેક સખાવતો અને ગુપ્ત મદદો આપીને પોતાના જીવન અને ધનને સાર્થક બનાવ્યું હતું.
આવા એક દાનપ્રેમી ધર્માનુરાગી મહાનુભાવના અવસાન પ્રત્યે અમે અમારો શોક વ્યકત કરીએ છીએ, અને એમના કુટુંબીજનોના દુ:ખમાં અમારી હાર્દિક સમવેદના દર્શાવીને એમના પુણ્યાત્માને પ્રણામ કરીએ છીએ અને ચિરશાંતિ પ્રાર્થીએ છીએ.
‘જૈન’માંથી સાભાર ઉષ્કૃત.