________________
પ્રબુદ્ધ જીવન
હતા. આઝાદીના લડવૈયા તરીકે તેઓ સુવિખ્યાત છે; આધુનિક ભારતના ઘડવૈયા તરીકે તેમની સેવાઓ અજોડ છે.
તેમના જીવને અને તેમનાં કાર્યોએ આપણા માનસિક ઘડતરમાં, સામાજિક રચનામાં અને બૌદ્ધિક વિકાસમાં અતિ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. શી નહેરુના સક્રિય અને સર્વવ્યાપી નેતૃત્ત્વ વિનાના ભારતની કલ્પના સાથે મનના મેળ બેસાડવાનું આપણા માટે બહુ જ મુશ્કેલ છે.
2
આપણા દેશના ઈતિહાસના અતિ મહત્ત્વના યુગનો આજે અંત આવ્યો છે.
એક માનવી તરીકે નહેરુમાં મનની સુક્ષ્મ સંવેદનશીલતા અને લાગણીની નાજુકતા સાથે ઉદાર વૃત્તિઓના સુયોગ હતા. નિર્બળ અને નિરાશ બનેલા માનવીઓ પ્રત્યે તેમનું હૃદય ઊંડી સહાનુભૂતિ વડે હંમેશાં ઊભરાતું રહેતું હતું. મહાન લેખક
તેઓ એક ઉચ્ચ કેોટિના લેખક હતા, તેમની આત્મકથા જેમાં તેમણે પોતાના જીવનની અને સંઘર્ષની કથા કોઈ વધારે પડતી નમ્રતા કે નૈતિક ઘમંડના અંશ વિના આલેખી છે તે આજના અતિ ઉત્કૃષ્ટ કોટિના ગ્રંથામાંની એક છે.
આપણને આઝાદી મળી ત્યારથી તેએ આપણા દેશના મહાઅમાત્યની જવાબદારી વહન કરી રહ્યા હતા અને તે અધિકારના લાંબા સમય દરમિયાન તેમણે દેશને પ્રગતિશીલ, વૈજ્ઞાનિક, ચેતનવતા અને બીન—કોમવાદી ધારણ ઉપર સ્થિર કરવાનો સતત પ્રયત્ન કર્યો હતા.
ઉદારમતવાદી કેટલાક પાયાના સિદ્ધાંતો પ્રત્યેની તેમની એકધારી નિષ્ઠાએ આપણા વિચારો અને જીવનને ઘડવાનું કામ કર્યું છે. તેમણે પેાતાનાં વલણા અને કાર્યો વડે આપણને જે સતત આંચકાઓ આપ્યા છે તેનું રહસ્ય, જો આપણે લાકશાસન અને સ્વાતંત્ર્ય અંગેની તેમની શ્રદ્ધાને ધ્યાનમાં લઈએ તો, આપણે બરાબર સમજી શકીએ તેમ છે.
તેમણે વર્તમાન સામાજિક અને રાજકીય સંસ્થાઓના પૂરો ઉપયોગ કર્યો હતો અને તેમાં નવી ભાવના અને નૂતન પ્રાણના સંચાર કર્યા હતા.
જે જીવનમૂલ્યોના પોતે સ્વીકાર કર્યો હતો તે જીવનમૂલ્યોનું સંખ્યાબંધ જાહેર ભાષણા દ્વારા તેમણે આપણા પ્રજાજનાને શિક્ષણ આપ્યું હતું. માનવી જીવનના ઊંચા ધારણ માટે તેઓ સતત લડતા રહ્યા હતા અને પેાતાના આદર્શ અને ભાવનાઓના સામાન્ય લોકોના દિલમાં તેમણે ઊંડો સંચાર કર્યો હતા.
તેમના શકિતશાળી અને ચિત્તના મર્મને સ્પર્શતા અવાજ વડે – એ અવાજ કે જે હવે આપણે કદિ પણ સાંભળવાના નથી ~ તેમણે ભારતવાસીઓની એક આખી પેઢીના માનસને પોતાને અતિ પ્રિય એવા સિદ્ધાંત પ્રત્યેની નિષ્ઠા તરફ ઢાળ્યું હતું, વાળ્યું હતું, પ્રેર્યું હતું અને તેની ચિનગારી વડે પ્રજવલિત કર્યું હતું.
માત્ર આદર્શો કે ભાવનાઓ હોવી તે પૂરતું નથી. તેમને મૂર્ત કરવા માટે આપણે કાર્ય કરવાનું રહે છે. પ્રત્યેક પરિસ્થિતિને કાળ સૂરજે છે અને શ્રી નહેરુ સમયના આ ધર્મ અંગે સદા સભાન હતા. કાળ કોઈની પરવા કરતા નથી અને પોતાનું લેણું ચૂકવતા જ રહે છે અને તેથી એ આપણા મહાન નેતા પણ કાળધર્મને વશ બનીને આજે ભૂમિશાયી બન્યા છે.
આઝાદીના જંગ
શ્રી નહેરુ સુખવૈભવમાં ઉછરેલા હોવા છતાં, તેમણે આઝાદર્દીના જંગમાં ઝંપલાવ્યું હતું અને ગાંધીજી પછી અન્ય કોઈ નહિ એવા રાષ્ટ્રીય નેતાનું સ્થાન તેમણે પ્રાપ્ત કર્યું હતું. આઝાદીની લડત દરમિયાન સને ૧૯૪૭માં ભારતના પ્રશ્નના જે છેવટને નિકાલ આવ્યો તેમાં તેમણે જે ભાગ ભજવ્યો છે તે ભારતના આધુનિક ઈતિહાસના એક અતિ મહત્ત્વનો ભાગ છે.
આપણે સ્વતંત્ર થયા તે પહેલાં પણ નહેરુને એ બાબતના પૂરો ખ્યાલ હતો કે જ્યાં સુધી સુગ્રથિત આયોજન કરવામાં નહિ
તા. ૧-૧-૧૪
આવે ત્યાં સુધી આપણા આર્થિક પુનરુદ્ધાર શકય નથી અને પ્રગતિશીલ અદ્યતન જીવનની સાધના પણ સંભવિત નથી.
સત્તાની ફેરબદલી થયા બાદ, પ્લાનીંગ કમિશનના પ્રમુખ તરીકે, જે જુદી જુદી યોજનાઓને આજે આપણે અમલમાં મૂકી રહ્યા છીએ તેને ખરૂં બળ અને ચાલના આપનાર તેઓ જ હતા.
ભારતની આઝાદીના શરૂઆતનાં વર્ષો દરમિયાન, નહેરુના માર્ગ ચિત્રવિચિત્ર મુશ્કેલી અને અતિશય વિકટ એવી રૂકાવટોથી ભરેલા હતા. દેશના ભાગલા પડયા – એ દિવસે કે જ્યારે આ ઉપ—ખંડના એક છેડેથી બીજે છેડે લાખા લાકોની ફેરબદલી ચાલી રહી હતી અને તેાફાન, લૂંટફાટ, અને ખૂનરેજીનું તાંડવ પ્રજાજીવનને અસ્તવ્યસ્ત બનાવી રહ્યું હતું ત્યારે રાજકારણી તેમ જ આર્થિક એવી સમસ્યા ઊભી થઈ હતી કે જેનો ઉકેલ લાવવા અત્યંત મુશ્કેલ બન્યો હતો.
આજે પણ આપણા દેશમાં જ્યાં ત્યાં કોમી તોફાન અને હુલ્લડો થયા કરે છે. આ જોઈને જે મહાન કાર્ય મહાત્મા ગાંધીએ તેમને વારસામાં આપ્યું હતું અને તેમણે પોતે જે કાર્યને પૂરી નિષ્ઠાપૂર્વક વિકસાવ્યું હતું તે અંગે, નહેરુએ ભારે નિરાશા અને ભ્રમનિરાસ અનુભવેલ હશે.
નહેરુ હંમેશાં એવી પ્રતીતિ ધરાવતા રહ્યા છે કે દુનિયાના બીજા રાજ્યોથી અલગ એ રીતે ભારતના કદિ વિચાર થઈ ન જ શકે. આઝાદીના આગમન પહેલાં પણ તેઓ કહેતા રહ્યા હતા કે ભારતના પ્રશ્ન એ સંસ્થાનવાદ અને શાહીવાદ સામે ઝઝુમતા અને દબાયલા – રૂંધાયેલા લોકોને મુકત કરવાની વિશાળ સમસ્યાના જ એક ભાગ છે.
' તેઓ સ્વાતંત્ર્યપ્રેમી હતા તે માત્ર પોતાના દેશની મુકિત માટે નહીં પણ દુનિયાના બધા લોકોની મુકિત માટે હતા અને તેથી આફ્રિકા, એશિયા અને દક્ષિણ અમેરિકા – જ્યાં જ્યાં આઝાદીનાં આન્દોલન ઊભાં થયાં તે સર્વ પ્રત્યે તેમની સહાનુભૂતિ હતી અને તેમનો ટેકો હતા. નાત - જાત, ધર્મ કે દેશના ભેદ વિનાની સર્વ કોઈની મુકિતમાં તેઓ શ્રાદ્ધા ધરાવતા હતા.
વિશ્ર્વસંધ
શ્રી નહેરુ વિશ્વશાંતિમાં તેમ જ એક વિશ્વસંધની કલ્પનામાં ઊંડા વિશ્વાસ ધરાવતા હતા. સંયુકત રાષ્ટ્રસંસ્થાના ચાર્ટરમાં નહેરુ જેટલી અન્ય કોઈને શ્રદ્ધા નહોતી અને અન્ય કોઈની એટલી વફાદારી નહોતી. તેમને પૂરો ખ્યાલ હતા કે આ અણુશસ્ત્રોના યુગમાં યુદ્ધનું પરિણામ સભ્યતાલક્ષી સર્વ મૂલ્યોના વિસર્જનમાં જ આવે. આને લીધે જ તે એવી પ્રતીતિ ધરાવતા થયા હતા. કે આ વીખવાદગ્રસ્ત દુનિયામાં રાજપુરુષોનું ખરૂં કામ ઘર્ષણા અને તંગદિલી હળવું કરવામાં રહેલું છે અને યુદ્ધની ભયંકર ભીષમતાઓનું અવલંબન લીધા વિના આંતરરાષ્ટ્રીય મતભેદોનું નિરાકરણ કરવાના હેતુથી સમજૂતી અને એકમેકને અનુકૂળ થવાની વૃત્તિનું વાતાવરણ ઊભું કરવામાં રહેલું છે.
કોરી, લાઓસ, કોંગા અને વિએટનામમાં ઊભા થયેલ છે તેવા કેટલાય તરરાષ્ટ્રીય સવાલ અંગે તેમનું વલણ હંમેશા શાંતિ અને મૈત્રીનું રહેતું અને આ અંગે તેઓ જે કાંઈ કહેતા તે સૌ કોઈ હંમેશાં આદરપૂર્વક સાંભળતાં.
તેમની હિંમત, શાણપણ અને વિશિષ્ટ વ્યકિતત્વ આખા દેશને એકત્ર રાખ્યો છે. જો નાપણે ટકી રહેવું હોય તો આ તેમના ગુણાને આપણે અપનાવવા જોઈએ. આજે આપણે તેમને માનવજાતના મહાન મુકિતદાતા તરીકે, તથા રાજકારણી બંધન, આર્થિક દાસત્વ, સામાજિક અત્યાચાર અને સાંસ્કૃતિક સ્થગિતતાથી માનવીના મનને મુકત બનાવવા પાછળ જેમણે પેાતાનું સમગ્ર જીવન અને શકિત સમર્પિત કરી છે એવા એક લોકોત્તર પુરુષ તરીકે યાદ કરીએ છીએ અને તેમના પ્રતિ આપણુ' મસ્તક નમાવીએ છીએ.
આપણને પડેલી તેમની ખોટ વિષે ઊંડી ખિન્નતા અનુભવતા આપણ સર્વેએ તેમણે સેવેલા આદર્શો અને ભાવનાને મૂર્તિમન્ત કરવાની દિશાએ કામે લાગી જવું – એથી બીજું કોઈ કર્તવ્ય આપણા માટે હોઈ ન શકે, આપણા વિદાય થયેલા એ મહાન નેતાને આ રીતે આપણે સારામાં સારી અંજિલ આપી શકીએ ! અનુવાદક : પરમાનંદ મૂળ અંગ્રેજી: ડૉ. રાધાકૃષ્ણન