________________
२०
તા. ૧૬-૫-૯ ૪
પ્રબુદ્ધ જીવન સુખલાલજીનો અભિપ્રાય પૂછાવ્યો છે અને તમારી સલાહ પણ પૂછું છું કે મારે શું કરવું જોઈએ ?”
મેં કહ્યું : “આપને સલાહ આપનાર હું કોણ? એમ છતાં આપ પૂછે છે તે મને લાગે છે તે કહું છું. આાપ અત્યારે નહાવા ધાવામાં સાવધાનીપૂર્વક ઓછામાં ઓછા પાણીના ઉપયોગ કરો છે, પરિગ્રહ પણ નહિવત જ છે. બ્રહ્મચર્ય પ્રતિ તે આપના જે પૂર્વના સંસ્કાર હતા તે જ અત્યારે છે. અહીંના બધા સમુદાય આપને પિતાજી કહીને બાલાવે છે. કરુણાપ્રેરીત થઈને આપે આ દીનજનાના ઉદ્ધારનું કામ ઉપાડયું છે, સંસ્કારહીન પ્રજાને સંસ્કાર આપે છે. આ બધું જોતાં એમ નથી લાગતું કે આપનું કાર્ય એક મુનિ કરતાં પણ આગળ વધી જાય છે? આપનું ખાવું પીવું, બેસવું ઊઠવું, લેવું મૂકવું બધું વિવેકપૂર્વક પ્રમત્તવૃતિથી થાય છે. જૈન મુનિ માફક રજોહરણથી જમીન જોયા પૂંજ્યા વિના આપ કંઈ કરતા નથી. આવું આસકિત અને પ્રમાદરહિત જીવન જીવતાં આપને ક્યા એવા પ્રગાઢ કર્મબંધ થવાના છે કે જે કારણે આપ ફરીને ભિક્ષાવૃત્તિથી જીવન જીવવાના વિચાર કરે છે?
નવાઝું કુટુંબ ત્યાં વસતા હશે. દરેક ઘર આગળ ખેતીની જમીન છે. પાયખાને જવાનું દરેક કુટુંબને પેાતાની ખેતીની જમીનમાં, અને ખાડો ખાદી મેલા ઉપર માટી ઢાંકી દેવાની. તંબાકુ, બીડી, ગાંજો, ચરસ આદિ કોઈ નશાની. વસ્તુનું ત્યાં નામિનશાન નથી. દારૂ પીવાવાળુ ત્યાં કોઈ નથી. આ લોકોમાં સાધારણ રીતે વાતવાતમાં ઉશ્કેરાઈ જઈને સ્ત્રી બાળકોને અને બીજાને પણ મારપીટ કરવાની ટેવ હોય છે. બાબાએ આ ટેવ સાવ મૂકાવી દીધી છે. એમને એક સૂત્ર શીખવ્યું છે, “મારો મારો મત, ખાર પ્યાર કરો” જો કુટુંબના વડો કોઈને મારવા હાથ ઉપાડે કે પેલા ઉપરનું સૂત્ર 'બાલે અને મારનારનો હાથ થંભી જાય. ઘરોમાં સ્વચ્છતા રાખતાં શીખવ્યું છે. રસ્તામાં પણ કાંયે કચરો દેખાય નહિ. બધાં દરરોજ ન્હાય અને પ્રાર્થના કરે. દિવસનાં બધાં કામ કરે, અને રાત્રે બાબા આગળ ભેગાં થાય. બાબા એમને કબીર તુલસીદાસ વગેરેનાં ભજન સંભળાવે. અને અનેક પ્રકારની શિક્ષા આપે. બાબાના સહવાસથી એમણે સાપ વીંછી વગેરે ઝેરી જીવાને મારી નાખવાનું છેાડી દીધું છે. આ પ્રમાણે પરંપરાથી દારૂ પીનાર, માંસાહાર કરનાર અને ગંદકીમાં જ જીવન વિતાવનારાઓનાં જીવન સુસંસ્કારી બનાવી બાબાએ એક અભિનવ પ્રજાપતિનું કાર્ય કર્યું છે.
આ પ્રજાના હિતને માટે શું કરવું એ જ એમનું નિરંતર ચિંતન હોય છે. એમની પાસે એમનું પેાતાનું કંઈ જ નથી. ગાંધીનિધિમાંથી એમને સો રૂપિયા મળે છે. એમાંથી સાઠ રૂપિયા પેાતાના ખર્ચ માટે રાખી બાકીના આ લોકોને આપી દે છે. એમના મુખ ઉપર કોઈએ ક્રોધની રેખા જોઈ નથી, હંમેશાં મુકતહાસ્ય રમતું હાય છે. એક વખત ઉચ્ચ વર્ણના કોઈ દેખા માનવીઓએ એમની ઝૂંપડી, રાતના તેઓ સૂતા હતા ત્યારે, સળગાવી દીધી, બાબા એક ધાતીયાભેર એકદમ દોડતા બહાર નીકળી ગયા અને હસતે મોંએ એ હોળી જોઈ રહ્યા.
નવું પાકું મકાન બાંધવા માટે સરકારે એમને ત્રણ હજાર રૂપિયા આપ્યા હતા. પણ એમણે તે નવી ઝૂંપડી બાંધવા માટે અઢીસા રૂપિયા રાખી બાકીની રકમ. હિરજનામાં વહેંચી દીધી. રાતના બહુ ઓછી ઊંઘ લે છે. બાકીનો ઘણાખરો સમય ધ્યાનાવસ્થામાં અને સૂત્રેાના મનન ચિંતનમાં ગાળે છે. એમને જૈન સૂત્રેાના આગ્રહ નથી. બૌદ્ધ, પિટક, ઉપનિષદ તેમ જ અન્ય આધ્યાત્મિક ગ્રંથાનું પણ તેઓ ચિંતન મનન કરે છે.
તે દિવસે હું તેમની ઝૂંપડીની અંદર સૂતા હતા. બાબા બહાર સૂતા હતા. સવારના વહેલા ઊઠી મેં નિત્ય પાઠના સ્તોત્ર મોટેથી ભણવા શરૂ કર્યા. મારું બોલવું બંધ થયું, એટલે તેમણે મને બહાર બાલાવ્યા. અને પેાતાના મનમાં થતી ગડમથલ મારી આગળ રજૂ કરી. એમણે કહ્યું : 'જ્ઞાનામિ ધર્મ ન ૨ મે પ્રવૃત્તિ: ગાનામિ અધર્મ ન ૫ મે નિવૃત્તિ : 'હું ધર્મ જાણું છું, પણ તેમાં મારી પ્રવૃત્તિ નથી. હું ધર્મ જાણું છું પણ તેમાં મારી નિવૃત્તિ નથી આવી દુિધા હું કદિ કદિ અનુભવું છું. મેં અગિયાર વર્ષ સુધી સાધુધર્મ પાળ્યા. અહિંસા, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, વગેરે વ્રતાનું મેં શુદ્ધ ભાવથી પાલન કર્યું. આરંભ–સમારંભની ક્રિયારહિત હોવાથી મને કોઈ કર્મબંધન નહતું. આજે મને વિચાર આવ્યા કરે છે કે આ ખેતી આદિ પ્રવૃત્તિમાં ઘણી જીવહિંસા થાય છે. લગભગ અપરિગ્રહી હેાવા છતાંય આ ઝૂંપડી, વસ્રો વગેરેના પરિગ્રહ તે છે જ, તો પૂર્વની જેમ સંગ થઈ ગામેાગામ વિચરું અને ભિક્ષા ઉપર જીવનનિર્વાહ કરું તો આ કર્મબંધન છૂટે. બીજી બાજુથી અહીંની પ્રવૃત્તિ છેાડી તદ્ન ક્રિયાશૂન્ય જીવન વિતાવવાનું પણ મન થતું નથી. આમ મારું મન કંદ દિ અસ્થિરતા અનુભવે છે. આ બાબતમાં મેં પૂ. નાથજી ને પંડિત
કર્મબંધન બે પ્રકારે થાય છે. સાંપરાયિક અને ઈયપિથિક, રાગદ્ન ષાદિ યુકત સંકલેશના પરિણામે જે ક્રિયા થાય તે સાંપરાયિક આવા કિલષ્ટ પરિણામોથી થયેલા કર્મબંધથી છૂટકારો પામવા અનેક જન્મજન્માન્તરોની અપેક્ષા રહે છે. ઘણા જન્મા સુધી. સમિતિ, ગુપ્તિ, યતિધર્મનું પાલન, ધ્યાન, ચિંતન, ચારિત્ર્ય આદિનું પાલન થાય ત્યારે એવાં કર્મો છૂટે છે. પણ એનાથી વિપરિત ઈયપિથિક કર્મ એક ક્ષણે બંધાય ને બીજી ક્ષણે છૂટી જાય છે. આસકિતરહિતપણે કર્મ કરવાથી ઇપિથિક કર્મબંધ થાય છે. જેમ દીવાલ ઉપર દડો ફૂંકવાથી દીવાલના સ્પર્શ કરી દડો પાછા ફેંકનારના હાથમાં આવે છે તેવું ઈયપિથિક કર્મ છે. તીર્થંકરોને પણ આ કર્મ લાગે છે. મારી દ્રષ્ટિ પ્રમાણે આપ જે કર્મ કરો છે તે આસકિતરહિતનું ઈયપિથિક કર્મ છે.
“આ સિવાય યુગે યુગે સાધુઓના આચાર ભિન્ન ભિન્ન હોય છે. પૂર્વકાળમાં ભિક્ષાજીવન ઉચિત હતું. વર્તમાન અર્થપ્રધાન યુગમાં તે પ્રત્યેક વ્યકિતને સ્વયં કામ કરીને ફળ મેળવવાના અધિકાર છે. ભિક્ષા માગવા નીકળશેા તે પણ સંભવત: આપની પ્રકૃતિને અનુકૂળ ભિક્ષા આપને નહિ મળે. પ્રકૃતિના વાતાવરણમાં ખુલ્લા આકાશ નીચે રહો છે. દૂધ, ફળ, જે મળી જાય તેના આહાર કરો છે, આવા જીવનના કારણે આપ બિમાર પણ પડતા નથી. આ દ્રષ્ટિએ મને તો આપનું આ વર્તમાન જીવન જ ોષ્ઠ લાગે છે..
“ભગવાન મહાવીરે પણ કહ્યું છે કે હાથ, પગ, વાણી અને ઈંદ્રિયોને સંયમમાં રાખનાર વ્યકિત સદૈવ અધ્યાત્મ તત્પર રહે છે. જેના આત્મા સુરસમાહિત છે તે મુનિ છે. આપ પણ એવા જ મુનિ છે.”
આ વાર્તાલાપ ઉપરથી બાબાને પાતાને પણ એમ લાગ્યું હાવું જોઈએ કે તેમનું વર્તમાન જીવન જ બરાબર છે. કેમ કે આજે પણ ત્યાં સ્થિર રહીને તેઓ કામ કર્યે જાય છે. બાબા ચેતનદાસની ઉંમર આજે ૭૦થી ૭૫ વર્ષની અંદર છે. તેઓ સતત જાગૃત રહીને પોતાના દોષોનું નિરીક્ષણ કરે છે. તેઓ કહે છે, “આહાર, નિહાર, નિદ્રા અને પરિગ્રહયુકત મને ધિક્કાર છે, અને આહાર, નિહાર ન્દ્રિા પરિગ્રહહિત એવા મહાવીરને મારા નમસ્કાર છે.” એમને ઉચ્ચ કોટિના સંતપુરુષો તીર્થંકર સમાન છે. એ મુજબનું તે ગાંધીજી, વિનોબાજી, મહાવીર—બધાનું સ્મરણ કરે છે. શ્રીમદ્ રાજચંદ્રનું “પૂર્વ અવસર એવા કયારે આવશે?” એ પદ તે એમને ખૂબ જ પ્રિય છે.
*
મારે માટે રાણીબારીની આ યાત્રા એક તીર્થયાત્રા રૂપ પુરવાર થઈ છે. ખરેખર! બાબા ચેતનદાસ એક નિસ્પૃહ, નિરી, જિતક્રોધ, અને અનાસકત મુનિ યા યાગી છે.
અનુવાદક : મેનાબહેન નરોત્તમદાસ
મૂળ હિંદી : મહેન્દ્રકુમાર શાસ્ત્રી
માલિક શ્રી મુખ/ જૈન યુવક સંધ સુદ્રક પ્રકાશકઃ શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળઃ ૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઈ-૩, મુદ્રણુસ્થાન : ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કાટ, મુંબઇ,