________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૫-૬૩
અને મુંબઈમાં આવ્યા. મુંબઈ ખાતે એક બાટલીવાળાને ત્યાં નેરીએ લાગ્યા.
થડાક સમય પછી સ્વતંત્ર ધંધો કરવાની તીવ્ર ઈચ્છા થતાં થોડીક બાટલીઓ ખરીદી અલગ દુકાન શરૂ કરી અને ધીરે ધીરે આગળ વધવા લાગ્યા અને છેલ્લે લેબલો બનાવવાનું કામ હાથ ધર્યું. નવા વ્યવસાયમાં તેઓને ધીરે ધીરે સફળતા મળતી ગઈ અને આજે તેઓ એક અદ્યતન પ્રકારનું ખૂબ જ આધુનિક એવું પ્રીન્ટીંગ પ્રેસ ધરાવે છે.
• ૧૫ વર્ષ પહેલાં તેઓ કેંગ્રેસમાં જોડાયા અને ધીમે ધીમે તેઓ ખુબ જ આગળ વધવા લાગ્યા અને આજે તેઓ કેંગ્રેસ સંસ્થામાં પણ અનેક મેભાનાં સ્થાને તેઓ ધરાવે છે. તેમને નમ્ર અને મિલનસાર સ્વભાવ, ધીરજ અને લીધેલું કામ ખંતથી પૂરી કરવાની ધગશ આ ગુણોને લીધે તેઓનાં ચરણોમાં સિદ્ધિ આળોટવા લાગી છે.
શ્રી નાથાલાલ માણેકચંદ પારેખ લેબલવાળા અનેકવિધ સામાજિક પ્રવૃત્તિ ઉપરાંત રાજકીય પ્રવૃત્તિ સાથે પણ ગાઢ સંકળાયેલા છે. બી. પી. સી. સી. ની નાણાંકીય સમિતિનાં અને સુનીર સમિતિના તેઓ મંત્રી છે. આ ઉપરાંત માટુંગા ગુજરાતી સેવા મંડળ અને માટુંગા ગુજરાતી કેળવણી મંડળના તેઓ ટ્રસ્ટી અને ઉપ-પ્રમુખ છે. હિન્દુ દીનદયાળ સંઘના પણ ટ્રસ્ટી છે. આ ઉપરાંત જૈન સમાજની અનેકવિધ નાની મોટી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે અને દરેક પ્રવૃત્તિમાં તેઓ આગેવાનીભર્યો ભાગ ભજવી રહ્યા છે. મહારાષ્ટ્ર વિધાન પરિષદની તેમની વરણીને સારીએ મુંબઈનગરીએ વધાવી લીધી છે અને અમે આશા રાખીએ છીએ કે, મહારાષ્ટ્ર વિધાન પરિષદ દ્વારા પણ તેઓ જનતાની યોગ્ય સેવા બજાવશે.
ચિ” ને હાર્દિક આવકાર (વાર્ષિક લવાજમ રૂ. ૧૦, ઠેકાણું “રૂચિ પ્રકાશન', ચંદ્રલેક, વિલ્ડરનેસ રોડ, રીજ રોડ, મુંબઈ–૬)
ગુજરાતમાં ઉત્તમ સામયિકોની સંખ્યા નહિ જેવી છે. બીજી બાજુ વિવિધ કક્ષા અને અભિરુચિવાળ વાચકવર્ગ ગુજરાતમાં દિનપ્રતિદિન વધતું જાય છે. આ સંજોગોમાં સાહિત્યરસિક અને કલારસિક વાચકવર્ગને માટે શ્રી ચુનીલાલ મડિયાના તંત્રીપદે શરૂ થયેલ માસિક રૂચિ અભિનંદન અને આવકારને પાત્ર છે. શ્રી મડિયાને પત્રકારત્વના ક્ષેત્રને ઘણો બહોળો અનુભવ છે, એમની લેખનપ્રવૃતિ સતત ચાલ્યા કરે છે, અને સાહિત્યજગતના વિવિધ પ્રશ્નની જીવંત ચર્ચાવિચારણા “સંદેશના સાહિત્ય વિભાગ દ્વારા તેઓ નિયમિતપણે કરતા રહ્યાં છે. એ જોતાં આવા એક સૌન્દર્યલક્ષી સામયિકનું તંત્રીપદ તેઓ સંભાળે એ સર્વ રીતે
ગ્ય છે. એમના સુકાન હેઠળ વિવિધ પ્રકારની સાહિત્યિક સામગ્રી આપણને સાંપડતી રહેવાની, કારણ કે એમને આરંભથી જ સારા સારા લેખકોને સુંદર સહકાર સાંપડયો છે. શ્રી દર્શકની ચાલુ નવલકથા કુરુક્ષેત્ર એમને રુચિમાટે મળી છે એ એમનું મેટું સદ્ભાગ્ય છે. તદુપરાંત શ્રી વિષ્ણુપ્રસાદ ત્રિવેદી, રસિકલાલ પરીખ, ચંદ્રવદન મહેતા, ઉમાશંકર જોષી, ભેગીલાલ સાંડેસરા, ગગનવિહારી મહેતા, સ્નેહરશ્મિ, રાજેન્દ્ર શાહ, ઈશ્વર પેટલીક્વ, નિરંજન ભગત, ઉશનસ, બાલમુકુન્દ દવે, જયંત પાઠક, દુર્ગેશ શુક્લ, વાડીલાલ ડગલી વગેરે સંખ્યાબંધ સુપ્રતિષ્ઠિત, સિદ્ધહસ્ત કવિ-લેખકોની ક્લમપ્રસાદી એના આરંભના બેત્રણ અંકોમાં જ આપણને માણવા મળી છે. આ સામયિકમાં કવિતા, નવલકથા, નવલિકા, નાટક, નિબંધ, વિવેચન, સંશોધન, ઈતિહાસ, લલિત કલાઓ, વર્તમાન સામાજિક અને આર્થિક પ્રશ્નો વગેરે વિવિધ ક્ષેત્રોને સ્પર્શતી સામગ્રી આપવામાં આવી છે એ જોતાં “રુચિ ’માં અભિરુચિનું વૈવિધ્ય ઠીક ઠીક જળવાયું છે એમ કહી શકાય. વિદભાગ્ય તેમજ લેકભાગ્ય એવા આ સામયિકને તસ્વીરે, ચિત્રો વગેરે ઉત્તમ કલાકૃતિઓ વડે અને સુશોભને વડે સચિત્ર અને આકર્ષક બનાવવામાં આવ્યું છે, અને એનું મુદ્રણકાર્ય અને ગોઠવણી પણ ઉઠાવદાર અને સંતોષકારક છે. વ્યવહારપક્ષે, જાહેરખબરોને પણ
‘ચિ ને સાથે સહકાર એના આરંભથી જ મળ્યો છે એ પણ એક સારી નિશાની છે.
આમ આ રીતે જોતાં આ માસિકનું ભાવિ ઠીક ઠીક ઉજજવળ લાગે છે અને જે તે નિયમિત રીતે પ્રગટ થઈ ઉત્તરોત્તર પિતાનું ઊંચું ધોરણ જાળવશે તો સામયિકના ઈતિહાસમાં તે નેધપાત્ર સ્થાન મેળવશે એ નિ:સંશય છે.
ભાઈશ્રી ચુનીલાલ મડિયાને “રૂચિ ” માટે હું અભિનંદન આપું છું અને એમના આ સુરુચિપૂર્ણ સાહિત્ય-સાહસમાં સર્વ રીતે સફળતા સાંપડે એવી શુભેચ્છા વ્યકત કરું છું. ઉદારચરિત શેઠ રામજી શામજી વીરાણીને ધન્યવાદ
જૈન સમાજ વૈશ્ય સમાજ હોઈને તેને ઉદારતા સ્વાભાવિક રીતે વરેલી છે. ' ધનવાન જેને તરફથી કરવામાં આવતી ઉદાર સખાવતના સમાચાર અવારનવાર દૈનિક પત્રમાં વાંચવા–સાંભળવા મળે છે. રાજકોટ નિવાસી શેઠ રામજી શામજી વીરાણી જૈન સમાજની કેટલીક અગ્રગણ્ય લેખાતી ઉદાર વ્યકિતઓમાંની એક છે. આજ સુધીમાં તેમના હાથે અનેક દાન-રાખાવતે થયેલી છે. રાજકોટમાં વૃદ્ધ સ્ત્રીઓને એક આશ્રમ કેટલાક સમયથી ચાલે છે તે તેમની ઉદારતાને આભારી છે. તાજેતરમાં રાજકોટના “સૌરાષ્ટ્ર સ્થાનકવાસી જૈન ધાર્મિક શિક્ષણ સંઘ” નામની સંસ્થાને તેમણે એક લાખ રૂપિયાની રકમ ભેટ આપી છે અને આ વીરાણી કુટુંબની આવી અનેક સેવાઓની કદર તરીકે તે સંસ્થાના સંચાલકોએ ઉપરોકત સંસ્થાના નામ સાથે શ્રી રામજીભાઈના પિતા સ્વ. શામજી વેલજી વીરાણીનું નામ જોડવાને નિર્ણય કર્યો છે. શ્રી રામજીભાઈને અંગત રીતે હું જાણું છું તેમની પાસે જયારે પણ કોઈ પુણ્યાર્ય માટે હું ગયો છું ત્યારે તેમણે મારી અપેક્ષાને પૂરી સંતોષી છે. તેમના દાન પાછળ જે કરુણાને ભાવ મેં જોયું છે, કોઈ પણ દીન દુ:ખીને મદદરૂપ થયાને જે નિર્મળ આનંદ અને ઉમળકો તેમનામાં મેં જોયા છે તે ભાગ્યે જ અન્ય કોઈ શ્રીમાનમાં મને દષ્ટિગોચર થયો છે. આ માટે તેમના વિશે મારા દિલમાં હમેશાં આદર રહ્યો છે. આ એક લાખની સખાવત માટે તેઓ જૈન સમાજના અભિનંદનઅધિકારી બને છે. પ્રાથમિક શિક્ષણ ઉપર શ્રી લીલીબહેન પંડયાને જયલે વાર્તાલાપ . ગત એપ્રિલ માસની ૨૦ મી તારીખ શનિવારે શ્રી મુંબઈ જૈન યુવક સંઘના કાર્યાલયમાં મુંબઈ મ્યુનિસિપલ શિક્ષણ સમિતિના તાજેતરમાં નિમાયલાં ચેરમેન શ્રી. લીલીબહેન પંડયાએ મુંબઈ મ્યુનિસિપાલીટી દ્વારા અપાતા પ્રાથમિક શિક્ષણ અંગે એક રસપ્રદ વાર્તાલાપ આપ્યો હતો. આ પ્રસંગે પ્રાથમિક શિક્ષણમાં રસ ધરાવતાં કેટલાક ભાઈ–બહેનેએ હાજરી આપી હતી. આ પ્રસંગે શ્રો લીલીબહેને પ્રાથમિક શિક્ષણ સાથે જોડાયેલા અનેક પ્રશ્નોની છણાવટ કરી હતી. સાથે સાથે તેમણે સ્વીકારેલી જવાબદારી સંબંધમાં પિતે શું શું કરવાની મુરાદો સેવે છે, તે મુરાદો પાર પાડવામાં કયા કયા પ્રકારની મુશ્કેલીઓને સામને તેમને કરવાનો રહે છે, શિક્ષણના ક્ષેત્રમાં રાજકારણ કેટલી દખલગીરી કરે છે, યોજનાઓ પાર પાડવા માટે પ્રમાણિક માણસો મેળવવા કેટલા મુશ્કેલ છે. શિક્ષણમાં જેને રસ નથી કે સમજણ નથી એવા માણસની શિક્ષણના ક્ષેત્રમાં દાદાગીરી ચાલે છે ત્યારે કેવા અનર્થો નીપજે છે. આવી કેટલીયે બાબતેની તેમણે ચર્ચા–આલોચના કરી હતી. લગભગ દોઢ કલાક સુધી આ વાર્તાલાપ ચાલ્યો હતો અને પરસ્પરને ઉદ્બેધક એ લીલીબહેન અને શ્રોતા ભાઈબહેને વચ્ચે-વિચારવિનિમય થયો હતો. શરૂઆતમાં સંઘના મંત્રી શ્રી ચીમનલાલ જેઠાલાલ શાહે લીલી બહેનને પરિચય કરાવ્યો હતો. છેવટે સંઘના અન્ય મંત્રી તરીકે મેં લીલીબહેનને સંઘવતી પુષ્પહાર પહેરાવીને તેમના મનની મુરાદેની સફળતા ઈચ્છી હતી અને સંઘના નિમત્રણને માન આપી સૌ કોઈના જીવનને સીધી રીતે સ્પર્શતા બાલશિક્ષણની આવી સુન્દર અચના કરવા માટે તેમને આભાર માન્યો હતો.
પરમાનંદ
માલિક: શ્રી મુંબઈ જૈન યુવક સધ; મુક પ્રકાશક: શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળઃ૪૫-૪૭, ધનજીસ્ટ્રીટ, મુંબઈ ૩.
મુકણસ્થાન: ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કોટ, મુંબઈ.