________________
F
તા. ૧-૪-૬૩
શુદ્ધ જીવન
કાસમાડની જ્ઞાનયાત્રા
કોસખાડ ડ્રીલનુ” નૈસગિક સાન્દર્ય,
卐
અમારા કોસબાડ પર્યટનનું વર્ણન શરૂ કરું તે પહેલાં કાસબાડ અંગેની ભૌગોલિક માહિતી આપવી જરૂરી છે, કારણ કે, એવાં ઘણાં ભાઈબહેનો છે કે, જેમને કોસબાડ કયાં આવ્યું તેની જ ખબર નથી અને તેથી પર્યટન માટે આવું અજાણ્યું સ્થળ કેમ પસંદ કરવામાં આવ્યું તે વિષે તેઓ આશ્ચર્ય અનુભવે છે.
મુંબઈથી વેસ્ટર્ન રેલ્વે લાઈન ઉપર ૮૦ માઈલના અંતરે ઘાલવડ નામનું સ્ટેશન આવે છે. તેની પશ્ચિમ બાજુએ દોઢ બે માઈલના અંતરે સમુદ્રકિનારે બારડી ગામ આવેલું છે અને તેની પૂર્વ બાજુએ બે ત્રણ માઈલના અંતરે કોસબાડ ગામ છે અને તેની બાજુએ એક નાની સરખી ટેકરી છે જે ‘કોસબાડ હીલ’ના નામથી ઓળખાય છે. આ સ્થળ મુંબઈથી મેટર માર્ગે આશરે ૧૨૦ માઈલ દૂર છે.
શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી આ નિસર્ગરમ્ય સ્થળનું . ગયા માર્ચ માસની ૯ તથા ૧૦ મી તારીખ એમ બે દિવસનું—એક પર્યટન ગોઠવવામાં આવ્યું હતું. આ માટે સ્ટેટ ટ્રાન્સપોર્ટની એક બસ રોકવામાં આવી હતી. આ પર્યટનમાં ૨ બાળકો, ૯ બહેનો, અને ૩૩ ભાઈઓ એમ કુલ ૪૪ ભાઈ,બહેનો તથા બાળકો જોડાયાં હતાં. આગળથી નક્કી કર્યા મુજબ પાયધુની ઉપર એકઠા થયેલા પ્રવાસીઓને લઈને બપોરના ૧૨-૧૨ વાગ્યે બસ ઉપડી હતી, રસ્તામાં જુદી જુદી જગ્યાએથી પ્રવાસીઓને લેવામાં આવ્યા હતા અને આગ્રા રોડ ઉપર બસ આગળ વધી રહી હતી. થાણા પાસે બસ નાસિક બાજુના રસ્તે ફંટાણી, ગ્રીષ્મની શરૂઆત હોઈને થોડી ગરમી લાગતી હતી, અને ગરમ પવન પણ વાતો હતો. રા થી ૩ આસપાસ ભીવંડી અમે પહેોંચ્યાં. ત્યાં બાએ ચા પીધી. પછી નાસિક તરફના રસ્તો છેડીને આગળ ચાલ્યાં. થોડે દૂર જતાં વજ્ર શ્વરીના રસ્તે બાજુએ ફંટાયો અને અમે મુંબઈ-અમદાવાદના રસ્તે આગળ વધવા લાગ્યાં. રસ્તો મોટા ભાગે સીમેન્ટના હોઈને તથા આ રસ્તા ઉપર વાહનોની અવર-જવર પ્રમાણમાં બહુ જૂજ હોઈને અમારી બસ સારી ગતિથી માર્ગ કાપી રહી હતી. હવે નમતા પહેાર થવા લાગ્યો અને ઠંડી હવા વહેવા વલાગી. વજ્ર શ્વરીના રસ્તો વટાવ્યા બાદ જંગલા વીંધીને અમારે આગળ વધવાનું હતું. વળી રસ્તામાં ટેરા ટેકરીઓ આવતી હોઈને, અમારી બસ, જ્યાં ત્યાં વળાંક અને ઢાળ ઢાવાળ વટાવ્યે જતી હતી. આને લીધે અમે કોઈ ગાઢ પહાડી પ્રદેશમાં અથવા તો ગીર પ્રદેશના જંગલામાં પ્રવાસ કરી રહ્યા હોઈએ એવી અનુભૂતિ થતી હતી. બસ આમ વળે, તેમ વળે, ઊંચે ચઢે, નીચે ઊતરે, એવામાં વળી કોઈ એક નદી કે નાળું આવતાં આંખો સામે નવું જ દ્રશ્ય નિર્માણ થાય અને પાકા બાંધેલા પૂલ ઉપરથી પસાર થતાં ચિત્ત પ્રસન્નતાનો રોમાંચ અનુભવે, કોઈ કોઈ નદીમાં, ઉનાળા શરૂ થઈ ચૂકેલા હોવા છતાં, વિપુલ જળનાં વહેણી જોવા મળતાં અને તે વડે આંખ ઠંડક અનુભવતી. આ રસ્તે સારી ઊંચાઈવાળા પહાડો પણ આવતા અને પસાર થતા અને એ પહાડોની કારે કારે બાંધેલી સડક ઉપરથી આગળ વધતાં સતત બદલાતા જતા દ્રષ્યનો આનંદ અનુભવવા મળતો. સ્તામાં વાડા નામનું એક મોટું મથક આવ્યું. આગળ જતાં એક વિશાળ પટ વાળી, નદી આવી. તેની બાજુએ બસ ઊભી રાખી અને સૌએ નાસ્ત ર્યો. આગળ જતાં મુંબઈ-અમદાવાદનો અને જવાહર ગામના રસ્તો અમારી જમણી બાજુએ ફંટાયા અને અમારી સ્વારી દહેણું તરફ આગળ વધી. હવે તો હવામાનમાં સારી ઠંડક અનુભવાતી હતી. પશ્ચિમ- ક્ષિતિજ ઉપર ઉતરી રહેલ સૂર્યના આ તાપમાંથી ઉષ્ણતા ઓગળી ગઈ હતી અને માત્ર સંધ્યાકાળના ઝળહળતા પ્રકાશ વડે
૨૩૫
卐
સૂર્ય પોતાના અસ્તિત્ત્વમાં તે અમને ભાન કરાવતા હતા. હવે જંગલા ઓસરી ગયાં અને સમુદ્ર નજીક આવતો હોવાના કારણે ખારા પટમાં થઈને બસ આગળ ચાલવા લાગી. થોડી વારમાં દહેણું આવ્યું અને જાણે કે કોઈ મોટા બગીચાઓમાંથી પસાર થઈ રહ્યા હોઈએ એવા, દહેરૢમાં આવેલી ફળફૂલની ઝાડીઓને લીધે, અનુભવ થવા લાગ્યો. દહેણુંથી ચાર કે પાંચ માઈલ ૨ આવેલ કોસબાડ પહોંચતા કેટલી વાર લાગે ? થોડી વારમાં કોસવાડ પહોંચ્યાં અને કોસબાડ હીલના ચઢાણ ઉપર થોડું આગળ વધીને અમારી બસ ઉભી રહી.
બાલશિક્ષણની પ્રવૃત્તિ સાથે સ્વ॰ ગિજુભાઈનાં સહકાર્યકર્તી તરીકે વર્ષો સુધી જેમણે કામ કર્યું હતું એવા શ્રી તારાવ્હેન મોડને સૌરાષ્ટ્ર, ગુજરાત તથા મુંબઈમાં કોણ નથી ઓળખતું ? આ સ્થળ ઉપર તેમના હસ્તક ચાલતું ‘ગ્રામ બાલ-શિક્ષા કેન્દ્ર' આવેલું છે. ત્યાં અમારે નિવાસ કરવાના હતા. એટલે અમે અહીં નીચે ઉતર્યાં અને થોડુંક આગળ ચાલીને અમારા નિવાસસ્થાન સમીપ આવી પહોંચ્યાં.
અહીં પહોંચ્યાં ત્યારે સૂર્ય અસ્ત પામવાની તૈયારી કરી રહ્યો હતો. એટલે પશ્ચિમ બાજુએ દૂર દેખાતા અરબીસમુદ્રના વિશાળ જળરાશિ ઉપર સૂર્યબિંબ તોળાઈ રહ્યું હતું અને નિર્મળ વારિમાં પ્રતિબિંબિત થઈ રહ્યું હતું અને એ જ વખતે પૂર્વ દિશાએ, આજે ફાગણ મહિનાના શુક્લ પક્ષની ચતુર્દશી હોઈને, ચંદ્રનું ગોળાકાર બિબ થોડે દૂર આવેલા પહાડોની કોર પાછળથી ધીમે ધીમે ઊંચે આવી રહ્યું હતું. આમ અસ્ત પામતા સૂર્યને અને ઉદય પામતા ચંદ્રને એક સાથે નજરે નિહાળતાં આવું દ્રષ્ય મુંબઈમાં આપણને ભાગ્યે જ જોવા મળે છે—અમારું ચિત્ત આનંદ અને વિસ્મયની લાગણીઓ વડે અત્યન્ત પ્રભાવિત બન્યું.
અમે જેવા અહીં પહોંચ્યા કે, તારાબહેને અમને ભાવભર્યા આવકાર આપ્યો અને અમારા માટે કરવામાં આવેલી સગવડ અંગે અમને માહિતગાર કર્યાં. એક વિશાળ સભાગૃહ, જેનો રંગભૂમિ તરીકે પણ ઉપયોગ થઈ શકે તેમાં અમને ઉતારો આપ્યો. આ સભાગૃહમાં એક છેડે સ્ટેજ હતું. સ્ટેજ અને હાલ વચ્ચે પડદો લટકતો હતો અને તે રીતે ભાઈઓ તથા બહેનો માટે અલગ સુવા બેસવાની સગવડ હતી. બપોરે બાર વાગ્યે મુંબઈથી નીકળેલાં સાંજે સાત વાગ્યા લગભગ અમે કોસબાડ હીલ ઉપર પહોંચેલાં, તેના બધાંને થોડોક થાક લાગે તે સ્વાભાવિક છે. વહેતા નળના પાણીથી બધાંએ મોં માથાં ધાયાં, સાફ કર્યાં અને ઘેાડીવારમાં સૌ સ્વસ્થ થયાં. ત્યારબાદ થોડા સમયમાં ભાજનની ઘંટ વાગ્યો અને ભાજનશાળામાં સૌ એકઠાં થયાં. પુરી, શાક, કઢી, ભાત, પાપડ વગેરે રસાઈ કરવામાં આવી હતી. ભાજન પતાવ્યા બાદ સૌ બહાર આવ્યાં અને આમતેમ ફરવા લાગ્યાં.
હવે તો ચંદ્ર પણ પૂર્વાકાશમાં ઊંચે આવ્યો હતો અને આસપાસના પ્રદેશ ઉપર શ્વેતસુધા વરસાવી રહ્યો હતો. મુંબઈમાં મ્યુનિસિપાલિટીની રૉશની આડે ચાંદની દેખાતી નથી અને સ્વચ્છ આકાશ પણ જોવા મળતું નથી. અહીં આકાશમાં ચંદ્રનું પૂર્ણબિંબ' વિરાજી રહ્યું અને આસપાસના વિશાળ પ્રદેશ ઉપર સરમુખત્યાર માફ્ક પોતાની હકુમત જમાવી રહ્યું હતું.
ભાજન પતાવ્યા બાદ અમારામાંના કેટલાંક નિવાસગૃહમાં વ્યવસ્થિત રીતે ગાઠવાઈ જવામાં રોકાયાં; કેટલાંક આમ તેમ લટાર મારવા લાગ્યાં; અમે બે ત્રણ જણાં તારાબહેન સાથે વાતો કરવામાં રોકાયાં. રાત્રીના નવેક વાગ્યે બધાં એકઠાં થયાં અને અમારા નિવાસગૃહથી જરા ઊંચાણના ભાગમાં આવેલી સીમેન્ટની