________________
RED. No. B-4266 વાર્ષિક લવાજમ રૂા. ૪
प्रमु
‘પ્રબુદ્ધ જૈન ’નુંનવસ સ્કરણ વર્ષ ૨૫: અંક ૧૨ ૧૩
મુંબઇ, નવેમ્બર ૧૬, ૧૯૬૩, શનિવાર આફ્રિકા માટૅ શિલિંગ ૮
O
જીવન
શ્રી મુખઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર છૂટક નકલ: ૨૦ નયા પૈસા
તંત્રી: પરમાનંદ કુંવરજી કાપડિયા
✩
ગાંધીજી વિષેના સ ંસ્મરણા
(શ્રી મુંબઈ જૈન યુવક સંઘ દ્રારા યોજવામાં આવેલી છેલ્લી પૂર્યુષણ વ્યાખ્યાનમાળાના આઠમા દિવસે—સંવત્સરીપર્વના રાજભારતીય વિદ્યાભવનમાં યોજાયેલી વ્યાખ્યાનસભામાં પહેલું વ્યાખ્યાન પ્રિન્સિપાલ બહેન ધૈર્યબાળા વારાનું હતું. બીજું વ્યાખ્યાન હતું એવામાં ગુજરાતી ઢબના પોષાકમાં સજ્જ થયેલાં શ્રીમતી વિજયાલક્ષ્મી પંડિત આવી પહોંચ્યાં અને રંગમંચ ઉપર બિછાવેલી ગાદીન કોર ઉપર એક શ્રોતાની માફક બેસી ગયાં. આ દિવસે આખું થિયેટર બહેનો અને ભાઈઓથી ચિક્કાર ભરાઈ ગયું હતું. સ્વાભાવિક ક્રમમાં બહેન ધૈર્યબાળાનું વ્યાખ્યાન પુરૂ થયું એટલે આ વખતની સમગ્ર પર્યુષણ વ્યાખ્યાનમાળાના પ્રમુખસ્થાને અધિષ્ઠત એવા અધ્યાપક શ્રી ગૌરીશંકર શુ. ઝાલાએ ઉચિત શબ્દોમાં રાજ્યપાલ શ્રીમતી વિજ્યાલક્ષ્મીને આવકાર આપ્યા. પછી શ્રીમતી વિજયાલક્ષ્મીએ પ્રસન્ન વાણીમાં પોતાનું વ્યાખ્યાન શરૂ કર્યું. બરોબર પાણા કલાક સુધી અખંડ ધારાએ તેમના મધુર વાણીપ્રવાહ વહેતા રહ્યો. સાધારણ રીતે આવી વ્યકિતનાં વ્યાખ્યાનામાં આપચારિક કૃત્રિમતાનો અનુભવ થાય છે, પણ અહિં આ પ્રસંગે જાણેકે પોતાના પરિવાર સમક્ષ બોલતાં ન હોય, એવી રીતે સહજ સ્વાભાવિકતાપૂર્વક તેમણે ગાંધીજી સાથે જોડાયેલાં અંગત સ્મરણા એક પછી એક રજૂ કરવા માંડયાં અને સૌનાં દિલને પ્રસન્નતા વડે ખૂબ પ્રભાવિત કર્યાં, મુગ્ધ બનાવ્યાં. તેમની રીતભાત અને સદ્ભાનિતરતી વાણી વડે તેમણે સૌ કોઈના અંતરમાં આત્મિયતાની લાગણી પેદા કરી અને એ રીતે એ દિવસની વ્યાખ્યાનસભા ચિરસ્મરણીય બની ગઈ.
આ વ્યાખ્યાનનું ટેઈપરૅકડી `ગ મારા મિત્ર શ્રી રતિલાલ છોટાલાલ શાહે કર્યું હતું. તે ઉપરથી તેમના પુત્ર ભાઈ વિજ્યકુમારેં તેને લિપિબદ્ધ કરી આપ્યું અને આ કામ કાંઈ જેવું તેવું નથી. આ રીતે તૈયાર થયેલા તે મૂળ હિંદી પ્રવચનના બહેન મેનાબહેન નરોત્તમદાસે અનુવાદ કરી આપ્યો. આ અનુવાદ કરતાં મૂળને કોઈ કોઈ જગ્યાએ થોડું થોડું સંકોચવામાં આવ્યું છે અને એમ છતાં મૂળ ભાવને અનુવાદમાં સફળ રીતે—આબાદ રીતે અવતરિત કરવામાં આવેલ છે. આમ વિવિધ પ્રક્રિયામાંથી પસાર થઈને નિષ્પન્ન થયેલું નવનીત પ્રબુદ્ધ જીવનના વાંચકોના ચરણે ધરતાં હું ખૂબ આનંદ અનુભવું છું. અહીં એ જણાવવું પ્રસ્તુત છે કે ગયા ઓકટોબર માસની બીજી તારીખે ગાંધી જન્મજયંતીના રોજ ઍલ ઈંડિયા રેડિયાના મુંબઇ મથકેથી રાત્રીના સમયે આ જ વ્યાખ્યાનમાંના ઘણા મોટો ભાગ પ્રસારિત કરવામાં આવ્યા હતા. . આ વ્યાખ્યાન સહજ સ્ફૂર્તિથી કહેવાયેલાં સ્મરણાને મુદ્રિત કરે છે અને તે વાંચતાં યા સાંભળતાં ગાંધીજીના તેમ જ પ્રવકતાના વ્યકિતગત વૈશિષ્ટયના સુમધુર પરિચય કરાવે છે. પરમાનંદ) માનનીય પ્રમુખશ્રી, બહેનો અને ભાઈઓ,
ખબર નથી કે આજે અહીં આવવા માટે મને આમંત્રણ કેમ આપવામાં આવ્યું છે? જ્યારે શ્રી શાંતિલાલ શાહે કહ્યું કે મારે અહીં આવવાનું છે ત્યારે મને આશ્ચર્ય થયું. કેમકે આપ ભાઈ-બહે નાને નવું એવું તે હું શું કહી શકું તેમ છું? મારી પાસે કોઈ એવી નવી વાત નથી કે જે સાંભળવાથી આપને કાંઈ ખાસ લાભ થાય. જે થોડુંઘણુ હું જાણું છું તે આપ બધા પણ જાણા છે. છતાં જ્યારે શ્રી શાહે કહ્યું કે અમે ઈચ્છીએ છીએ કે ગાંધીજી વિષેના અંગત - સ્મરણા માટે તમારી પારો રજૂ કરવાં, ત્યારે પણ મને થાડી વિમાસણ થઈ. કેમ કે એવા ઘણા લોકો છે જેમણે ગાંધીજી વિષે મોટાં મોટાં પુસ્તકો લખ્યાં છે. કેટલાં યે એવા છે જે મારા કરતાં ઘણા વધારે ગાંધીજીના વધારે નિકટ સહવાસમાં રહ્યા છે. તે પછી શા કારણે ગાંધીજી વિષે કંઈક કહેવા મને ' કહેવામાં આવ્યું? છતાં બે બાબતોને ખ્યાલ કરીને ઘણી ખુશીથી હું અહીં આવી છું, અને આ
આમંત્રણ માટે આપની હું ખુબ આભારી છું.
એક તો એ કે કોઈ પણ નવા જનસમુદાયને મળવાથી ફાયદો થાય છે. જે લોકોના ચાલુ સહવાસમાં સાધારણ રીતે હું
આવતી હા, તેથી અન્ય પ્રકારના લોકોને મળવાનો જ્યારે મને અવસર મળે છે ત્યારે મને વિશેષ આનંદ થાય છે. એથી મારા વિચારમાં વધારે વિશાળતા આવે છે અને મને નવી નવી વાતો જાણવા મળે છે. બીજું કારણ એ છે કે હું જોઉં છું કે આજે ગાંધીજીનું નામ બધા લઈ જાણે છે, પણ થોડા અપવાદ સિવાય ગાંધીજીએ દેશ આગળ જે વાત મૂકી અને જેના સ્વીકારથી દેશ - સ્વતંત્ર થયા તે વિષે ઊંડી વિચારણા આજે કયાંય થતી દેખાતી નથી. જે એક ગુલામ દેશ હતા, એ દેશ કે જે માત્ર અંગ્રેજોને જ ગુલામ નહોતા, પણ સદીએ સદીએ જેના ઉપર બીજી સત્તાઓના હુમલા થયા કર્યા હતા અને હુમલા કરનારા
એ ભારતની જનતાને દબાવી જેના પર રાજ્ય કર્યું હતું એવા આ દેશ આજે ઊંચું માથું કરીને ઊભા છે
શ્રીમતી વિજ્યાલક્ષ્મી પડિત