________________
પ્રબુદ્ધ જીવન
શીલ, સમાજ અને સસ્કૃતિ
આ મથાળા નીચે ‘જન્મભૂમિ’માં શ્રી મનુભાઈ પંચોળી (દર્શક) ની નોંધો કેટલાક સમયથી પ્રગટ થઈ રહી છે. તેમાંથી તારવીને નીચેની ત્રણ નધા અહિં આપવામાં આવે છે.
તા. ૧-૧૦-૩
સ્થલ સેવા યા ત્યાગની ધુનમાં વિસરાયેલા સ્વાધ્યાય
(આ નોંધમાં સમાજપ્રવૃત્તિઓમાં ઘનિષ્ઠપણે રોકાયલા સમાજસેવકો અને ત્યાગના માર્ગે વિચરી રહેલા સાધુસન્તોનો આજના સમાજ ઉપર કેમ પ્રભાવ પડતો નથી તેનું માર્મિક નિદાન કરવામાં આવ્યું છે.)
1.
પહાડી જાતિમાં ઘણાં વર્ષોથી કામ કરતાં એક બહેનને મળવાનું થયું. ઘરનાં સુખી છે. પિતા લશ્કરમાં હતા. ભાઈ પણ લશ્કરી અફસર છે, ધેર સફરજનનો મોટો બગીચો છે. પણ ઘર છેડી પહાડી કન્યાઓને કેળવવામાં, ને ગ્રામજનોને મદદ કરવાના કામમાં આ બહેન લાગેલાં છે. ઘણાને એ ખબર નથી હોતી કે પહાડોમાં ભારે પ્રકૃતિશાભા હોય છે, પણ તેની જોડાજોડ વિષાદ થાય તેવી ગરીબી પણ હોય છે. આ બહેન કહેતાં હતાં કે, મહિનાઓ સુધી દૂધ ને શાકભાજી અમને મળતાં નથી. પહાડી માબાપેા છેકરાઓનું ભજનખર્ચ પણ આપી શકતાં નથી.”
“તા ચલાવા છે કેમ?'
“અમારા સૌના પગાર એમના ભાજતખર્ચમાં ભેળવીએ છીએ. સામ્યયોગી પરિવારની ઢબે ચલાવીએ છીએ.”
ઈન્ટર સુધી પણ અપરિણીત રહી ઉદરપોષણ જેટલું જ લઈ, પહાડી બાળાઓની માટી બહેન જેવું જીવન ગાળતી એવી આ બહેન પ્રત્યે આદર થયો. બીજી બાજુથી એમ પણ થયું કે સંસ્કૃતિનાં સુગંધી ફૂલો આપવા ખાતર ખાતર થનાર આવાં સ્ત્રીપુરુષોની આજના રાજકીય પક્ષ કે સામાજિક આગેવાનો પર કેટલી અસર છે? આ બહેન જેવી બીજી બહેનાને પણ જોઈ છે; શહેરના જે લત્તાએમાં જવાનું પણ કોઈ પસાંદ ન કરે તેવા લત્તાઆમાં ધૂમી અંબર ચરખા શીખવતી ઈશુની સેવિકાઓ જેવી ખાદીસેવિકાઓ છે ને તેવા જ ખાદીસેવકો પણ છે, કાંતનારાં જેમને જોઈને અર્ધા અર્ધાં થઈ જાય છે. હું સરકારી ખાદી કે સરકારી ગ્રામોઘોગની વાત નથી કરતા. જેમણે પ્રજાના હૃદયમાં સ્વરાજ-સરકારનાં બીજ રોપ્યાં છે, અને જેમને મન ગાંધી અને ખાદી સંયુકત શબ્દો છે તેવા—આ પહાડી સેવિકા જેવા—ખાદીસેવકોની વાત કરું છું. શા માટે એમના પ્રભાવ સરકાર ને પ્રજા પર નથી? પક્ષની બેદરકારી આ સબંધમાં ઉઘાડી છે, પણ એમની પોતાની ઉપેા છે ખરી ?
હું આ બહેનાના મનમાં પણ આવા પ્રશ્નો ધોળાતા હતા. એ પૂછતી હતી કે આપણું કામ કેમ આગળ વધતું નથી? મેં હળવેક રહીને કહ્યું: “ચારિત્ર્યમાં સ્વાધ્યાયના સમાવેશ થાય છે. એ . ખામી આપણને નડી છે. ગાંધી પરિવારે સ્થૂલ સેવાની ધૂનમાં સ્વાધ્યાયને બાજુ પર મૂકી દીધા છે.”
“સ્પષ્ટ થતું નથી.”
“આ જૈન મુનિઓના દાખલા વિચારો. તેમનાં જેવું તામય જીવન કેટલા જીવે છે? તેમની જરૂરિયાતો અલ્પ છે. તેઓ બ્રહ્મચર્યનું પાલન કરે છે, પણ તેમના પ્રભાવ સમાજની ગતિવિધિ પર પડે છે ખરો ? પડતાં દેખાતો નથી. શા સારું? કારણ એ લાગે છે કે વર્તમાન સમાજના પ્રશ્નો વિષે તેઓ ઊંડો અને તટસ્થ સ્વાધ્યાય કરતા નથી, ઉકેલો આપી શકતા નથી. તે સસંબંધમાં તેમનું અજ્ઞાન કાઈ કોઈ વાર તો ધાર હોય છે. આથી લોકો તેમને વંદન કરે છે, પરપરાગત વ્યકિતગત ચારિત્ર્યઘડતરમાં તેમનું માર્ગદર્શન લે છે, પણ સમાજની ગતિવિધિ બાબતમાં તેમને પૂછતા નથી.”
થોડીવારે તેમણે રવિશંકર મહારાજની એ તરફ થયેલ પહાડયાત્રા અંગે વાત કરી અને કહે એ તા ખરેખર “પ્રેમની તે મૂતિ છે.”
મેં કહ્યું: “અમે તો એમને દાદા કહીએ છીએ. નિર્વ્યાજ ને નીતરતા પ્રેમની તેઓ મૂર્તિ છે, પણ તેમની પણ આજે રાજનીતિ પર અસર કેટલી? એમની સલાહ લેવી હોય તો પણ ૉ ભરીરો લે? આજની પૂરદેશનીતિ કે અર્થનીતિ જે રાતોરાત આપણા સમાજને ઊંધાચત્તા કરી શકે છે તે બાબતમાં તેમને
*
૧૩૩
સ્વાધ્યાય કેટલો? ગાંધી પરિવાર તાનિષ્ઠ છે—રહેશે ત્યાં સુધી તેને લોકો આદર આપશે, પણ દોરવણી નહિ લે. ગામડામાં તેમની અસર છે એટલે તેમને પટાવી, દોરવી, તેમની મદદ પણ અવારનવાર લેશે. કોઈ કોઈ વાર મને એવું લાગે છે કે, શરીરશ્રમ ને સ્થૂલ આચાર પર વધારે ભાર મૂકી ગાંધીપરિવારે પોતાના મૂળ કામને ધકકો લગાડયા છે. જાણે જેમ ઝાઝા શરીરકામ કર્યું કે ઝાઝું તપ કરે તેમ ઝાઝે ગાંધીવાદી. આમ ન હોત તા કૃપાલાણીજીનું ગાંધી પરિવારમાં અસાધારણ સ્થાન ને મહત્ત્વ હોત.”
“આથી દુ:ખ થાય છે.”
છે જ, પણ કર્મફળના કાયદામાંર્થી એકાએક કોઈ છટકી શકતું નથી. સમાજરચના અહિંસક ઢબે બદલવાનું આપણે વ્રત લીધું, પણ સમાજ અને તેની રચના અને તેને બદલવાનું શાસ્ત્ર—તેના અનુભવા—તેનું અધ્યયન કર્યુ નહિ. પરિણામે આપણા નંબર છેવાડે છે. લાસ્કીની એક શિષ્યાએ રાજનીતિની એક ફકકડ પ્રવેશિકા લખી છે. તેમાં એક સરસ વાકય છે. તે આશ્રમના પ્રાર્થનાખંડમાં લખી રાખવા જેવું છે, તે આવું કાંઈક વાક્ય છે: “જે પુલ તોડી નાખવાનું શૌર્ય બતાવે છે તેમાં પુલ બાંધવાની લાયકાત પણ સ્વત: હોય તેવું બનતું નથી.”
ગામ
છાબલીઆ
આ નોંધમાં એક સેવાનિષ્ઠ આદર્શપરાયણ યુવાન કાર્યકરના પુરૂષાર્થના પરિણામે છાબલીયા ગામની કેવી કાયાપલટ થઈ તેના ભારે રોચક અને પ્રેરક ખ્યાલ આપવામાં આવ્યો છે.]
ગામ છાબલિઆની વસતિ ૨૪૦૦, ૨૫૦૦ની. ગામમાં નહિ બ્રાહ્મણ, નહિ વાણીઆ, સુથાર પણ નહિ, બધા જ ઠાકરડા, કોઈ સારો માણસ ત્યાં રહેવા આવે નહિ, કારણ? ગામની આબરૂ જ એવી. એ વસતી ઘરફોડી ને લૂંટના ધંધા કરવાની. રોજ પોલીસ ત્યાં પગેરું કાઢતી આવે. નિશાળ તો ત્યાં શરૂ થાય જ શાની? ત્યાં કયા માતર રહેવા આવે? સ્વરાજ આવી ગયેલું અને ઘણાં ગામડાં આબાદ થયાં, પણ છાબલીઆ તે એનું એ જ રહ્યું હતું.
એ જ પ્રદેશમાં એક જુવાન માણસ ઈન્કમટેકસ ખાતામાં નોકરી કરે; નોકરી કરતાં કરતાં આગળ અભ્યાસ પણ ચાલે. એમ. એ.માં તત્ત્વજ્ઞાનના વિષય લીધેલા. તત્ત્વજ્ઞાને મનોમંથન કરાવ્યું. તેને થયું કે, નિરર્થક જીવન જીવું છું તે સાર્થક કેમ કરવું? મનોમંથનમાં ને મનામંથનમાં જિલ્લાની સર્વોદય યોજનાના સંચાલક રતિભાઈ જોષી ભેટો થયો. રિતભાઈ પણ જાણવા જેવી વ્યક્તિ. જાતે નાગર, આપબળે વીલ થયેલા ને વીસનગરમાં સારી વકીલાત જમાવેલી. ગાંધીજીનું ખૂન થયું તે દિવસે એમણે વંકીલાત તજી. નાનકડા ગામ વાલમમાં રેંટિયા લઈને બેસી ` ગયા. ' આશ્રમ શરૂ કર્યો. ખેતી, ગાંશાળા ને ખાદીકાર્ય શરૂ કર્યું. પોતાની આજીવિકા માટે ફંડ કરવું નહિ તેવા સંપ કર્યો. આ રતિભાઈની પાસે પેલા તત્ત્વજ્ઞાન લઈને એમ. એ. થયેલા જુવાન આવ્યા. રતિભાઈએ છાબલીઆ ચીધ્યું. જે ગામના પાદરેથી દિવસે નીકળતાં પણ વિચાર થાય ત્યાં આણે જઈને આસન જમાવ્યું. રોજ ચોરી, મારામારી, ઘરફોડીની વાત આવે. નાનકડી નિશાળ શરૂ કરી. ત્યાં પણ રોજ ઈતિહાસ આ જ ભણવાના હોય. બે વરસ સુધી એણે માત્ર સાંભળ્યા કર્યું, ટાંચણ કર્યાં. ટાંચણના તારણે એને કહ્યું કે, “આ ઠાકરડાઓની પાસે કામ નથી; રેંટિયા એને ન ગમે. ખડતલ શરીરવાળાને ફાવે તેવું કાંઈક કામ આપવું જોઈએ.” એણે સંકલ્પ કર્યો કે ખેતરે ખેતરે કૂવા કરાવીએ. સરકારમાં જઈને, પોતાનાં જાત જામીન આપીને બાંતેર હજાર રૂપિયાની કૂવા માટેની તગાવી—ગ્રાંટ મેળવી. લેનારાને કહ્યું: પૈસા તમને હાથમાં નહિ આપું. સીમેન્ટ આપીશ, ફરમા આપીશ, કૂવા ગાળવાનું સાધન આપીશ. કોને જોઈએ છે ?” ચાલીસ જણ તૈયાર થયા. ચાલીસ કૂવા બન્યા. તેના પર જીરુ, વરિયાળી થયાં. કદી નહિ ધારેલી કમાણી સૌને થઈ, ને સરકારી દેશું પણ ભરાઈ ગયું. બીજે વર્ષે પણ એ જ ક્રમ ચાલ્યા. સાત વર્ષમાં છાબલીઆની સીમની જ નહિ, લોકોની શિકલ બદલાઈ ગઈ. બાબુભાઈ કહેતા હતા કે, “મારાં જૂનાં ટાંચણ પ્રમાણે હું ગયો તે દહાડે ૪૦૦ થી ૫૦૦ જણ એક યા બીજી