SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૯-૬૩ પ્રબુદ્ધ જીવન ૧૦૫ ' વિઘાલય જેવી–ભારતભરમાં જેણે નામના મેળવી છે એવી – શિક્ષણ સંસ્થાની રચના કરવામાં અને એ રીતે કેળવણીનાક્ષેત્રે ભવાનજીભાઈએ જે ફાળે આપે છે તેને ઉલ્લેખ કરીને ભવાનજીભાઈની કાર્યનિષ્ઠાની પ્રશંસા કરી. સંધના ઉપ-પ્રમુખ શ્રી લીલાવતીબહેન દેવીદાસે પુષ્પહારથી ભવાનજીભાઈનું સન્માન કર્યું. શ્રી ભવાનજીભાઈનું વકતવ્ય આગળના સર્વ વકતાઓને અને આવો મિલનપ્રસંગ યોજવા બદલ શ્રી મુંબઈ જૈન યુવક સંધને આભાર માનતાં ભવાનજીભાઈએ જણાવ્યું કે, “ આ પ્રસંગે પરમાનંદભાઈ સાથે મેં જે સમજુતી કરી હતી તેમાં કાંઈક ભંગ થયો છે અને સન્માન વિધિ જેવું કશું નહિ થાય એમ કબૂલાત અપાયા છતાં આખરે કાંઈક સન્માન વિધિ જેવું જ બની બેઠું છે અને આ કરારભંગ માટે મારે નુકશાનીને શી રીતે દાવો માંડવો એ બાબતમાં હું ચીમનભાઈ પાસે માર્ગદર્શન માંગું છું. પણ હકીકતમાં હું એમ સમજું છું કે, ગમે તેટલી સમજુતી કરો અને ખાત્રીઓ મેળવે, એમ છતાં અંતરનો ઉમળકો દાખે દબાતે નથી અને પ્રેમ આવાં બંધન સ્વીકારતો નથી. એટલે અહિ જે થયું અને બોલાયું એ બધું મારે આ ભાવથી–કશે પણ વિરોધ કર્યા સિવાયસ્વીકારી લેવું રહ્યું. પરમાનંદભાઈ સાથે મારે ૩૦ વર્ષથી પણ વધારે મુદતને સંબંધ છે. તેમને અવાર-નવાર મળવાનું થયું છે અને મળવાનું બને ત્યારે ચાલુ ઘટનાઓ સંબંધે વિચાર – વિનિમય થતાં અમે મોટા ભાગે એકમતી અનુભવી છે. એ જ રીતે સંઘ સાથે પણ, વિશેષત: મારા સ્વ. મિત્ર કકલભાઈના કારણે, તેની સ્થાપના થઈ ત્યારથી આજ સુધી, હું ચાલુ સંપર્કમાં રહ્યો છું અને તેથી સંધના ચોપડે હું સભ્ય છું કે નહિ તેની મને ખબર નથી, એમ છતાં પણ સંઘને હું આજીવન સભ્ય છું એવો હું અનુભવ કરતો રહ્યો છું * આમ જણાવીને જન્મના પ્રારંભથી આજ સુધીના પિતાના જીવનમાં બનેલી અનેક ઘટનાઓને તેમણે ઉલ્લેખ કર્યો અને પોતે રાષ્ટ્ર સેવા તરફ શી રીતે વળ્યા તેને તેમણે ખ્યાલ આપ્યો અને ત્યાર બાદ કચ્છની છેલી ચૂંટણીમાં પોતે કયા સંયોગોમાં હાર્યા તેનું વિવરણ કરતાં તેમણે જણાવ્યું કે, “જે રીતે અને જે સાધનોના ઉપયોગ વડે એ ચૂંટણી લડવામાં આવી છે એ જોતાં ચૂંટણીનું એ પરિણામ પ્રજાના મતનું પ્રતિબિંબ જરા પણ પાડતું નથી એમ જાણવા અને માનવા છતાં, ચાલુ સભ્યતા મુજબ વિજેતા કુમાર હિંમતસિંહજીને મેં અભિનંદન આપ્યાં હતા, અને આવા જયપરાજ્ય વિશે ઉદાસીન રહીને જેના વિશે મારા દિલની આત્મીયતામાં કશો પણ ફરક પડયો નથી તેવા કચ્છી પ્રજાજનોની સેવા માટે હું સદા ઉત્સુક રહ્યો છું અને રહું છું.” બબ્બે વખત ટાળ્યા પછી બી. પી. સી. સી.નું પ્રમુખપદ સ્વીકારવાનું કેમ બન્યું તે સંબંધમાં તેમણે કેટલીક અંગતે હકીકત જણાવીને સ્પષ્ટતા કરી કે, “બી. પી. સી. સી. ના પ્રમુખની ચૂંટણી થવા પહેલાં, , કામરાજ યોજનાને આપવામાં આવેલું અમલી રૂપ અને તેના પરિણામે પાટીલ સાહેબનું મુંબઈ પાછા ફરવાનું બન્યું હોત તો આ જવાબદારી કદાચ મેં સ્વીકારી ન હોત, પણ અહિં મારૂં ચૂંટાવું અને દિલ્હીથી પાટીલનું છૂટા થવું એ બન્ને ઘટના, જાણે કે ઈશ્વરી સંકેત હોય એમ, . લગભગ એકજ દિવસે બનવા પામી છે. - “મેં મારી જાતને સરદારના શિષ્ય તરીકે લેખી છે અને તેમની: પાસેથી શિસ્તનું મહત્ત્વ શિખે છું, અને એટલા માટે જ્યારે હું ચૂંટણીમાં હાર્યો ત્યારે મારે રાજ્યસભામાં જવું એવી મિત્રોની સૂચના હતી અને એ શકય પણ હતું, એમ છતાં સામાન્ય ચૂંટણીમાં હારેલ વ્યકિત આવી રીતે રાજ્યસભામાં જઈને બેસે તે મને શિસ્તની દ્રષ્ટિએ કોઈ પણ. રીતે યોગ્ય કે વ્યાજબી ન લાગ્યું અને તેથી તેને મેં કદી વિચાર જ ન ” * શ્રી ભવાનજીભાઈ સંઘના વર્ષોથી આજીવન સભ્ય છે જ. તંત્રી તેમણે આગળ ચાલતાં જણાવ્યું હતું કે, “આજે માત્ર મહારાષ્ટ્ર અને મદ્રાસ એવાં રાજ્ય છે કે, જ્યાં સંસ્થાકીય અને વહીવટી પાંખ વચ્ચે હજુ કોઈ પણ પ્રકારનું ઘર્ષણ પેદા થયું નથી. બાકી બધેય કાંઈ ને : કાંઈ ગરબડ ચાલી રહી છે. આપણું ઘર સ્વચ્છ નથી, તંદુરસ્ત નથી. આજે આપણે ગાંધીજીને ભૂલતા જઈએ છીએ. socialist pattern of society–સમાજવાદી ઢબની રચના-ના નામે left તરફ ડાબેરી બાજુતરફ-આપણે વધારે ને વધારે ઢળતા જઈએ છીએ. જ્યારે દુનિયા ગાંધીજીને વધારે ને વધારે યાદ કરતી થતી જાય છે ત્યારે આપણા નેતાઓના મોઢે ગાંધીજીનું નામ આવવું જોઈએ એટલું આવતું નથી અને ગાંધી વિચારસરણી વિસરાતી જાય છે. રાજકારણને ગંદું માનવામાં આવે છે, સારા માણસે બાજુએ સરતા જાય છે અને તકવાદી માણસે કેંગ્રેસનાં સત્તાસ્થાને પ્રાપ્ત કરવા માટે આગળ આવી રહ્યા છે. પરિણામે સંસ્થામાં નિર્બળતા – શિથિલતા – પસરતી જાય છે. આવી કોંગ્રેસની દુ:ખજનક પરિસ્થિતિ છે અને એમ છતાં કેંગ્રેસ સત્તા સ્થાન ઉપર છે અને તેને મુકાબલો કરે એવા અન્ય કોઈ રાજકીય પક્ષના અભાવે, તે સત્તાસ્થાન ઉપર ચાલુ રહેવાની છે. તો આપ ભાઈઓ અને બહેનોને મારી વિનંતિ કે આપ કેંગ્રેસ – અભિમુખ બને, તેના સભ્યો થાઓ, તે વિશે સક્રિય બને અને એ રીતે કોંગ્રેસની શુદ્ધિ કરવાના મહાન કાર્યમાં આપનાથી બને તેટલે મને સાથ અને સહકાર આપે.” * ત્યાર બાદ સંઘના મંત્રી શ્રી ચીમનલાલ જેઠાલાલ શાહે ભવાનજીભાઈને આભાર માનતાં એક કુટુંબ પરિવારમાં બેઠા હોય અને સ્વજનો સાથે મુકત મનથી વાર્તાલાપ કરતા હોય એ પ્રકારનાં ભવાનજીભાઈના સરળ છતાં સુશ્લિષ્ટ પ્રસાદાત્મક વકતવ્ય વિષે પોતાના અંતરને આનંદ વ્યકત કર્યો અને આ રીતે અવાર-નવાર તેઓ અમારી સમક્ષ, અમારી વચ્ચે આવતા રહે અને તેમની સાથે વિચાર-વિનિમય કરવાની તક આપતા રહે એવો તેમણે ભવાનજીભાઈને અનુરોધ કર્યો, અને , ત્યાર બાદ સાદા અલ્પાહાર સાથે આ સ્નેહસંમેલન લગભગ પોણા બે કલાક બાદ વિસર્જિત કરવામાં આવ્યું. અન્યત્ર યોજાયેલી પર્યુષણ વ્યાખ્યાનમાળા મુંબઈ ખાતે માટુંગા-શિવ વ્યાખ્યાનમાળા સમિતિના ઉપક્રમે યોજાયેલી વ્યાખ્યાનમાળાના કાર્યક્રમ નીચે મુજબ હતો. વ્યાખ્યાતા I વ્યાખ્યાનવિષય શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ વર્તમાન સમયમાં જૈન ધર્મ દસ્તુરજી મિનેશહેર હોમજી સર્વધર્મ સિદ્ધાંત ડે. રમણલાલ સી. શાહ હેમચંદ્રાચાર્ય શ્રી કૃષ્ણશંકર શાસ્ત્રી રામાયણ અધ્યાપિકા ઈલાબહેન આચાર્ય સ્ત્રીઓનું જૈન ધર્મમાં સ્થાન : શ્રી પાંડુરંગ શાસ્ત્રી તત્વજ્ઞાન પ્રાધ્યાપક જયોતીન્દ્ર હ. દવે રસશાસ્ત્ર અને જીવન સ્વામી અખંડાનંદ સરસ્વતી સ્વામી વિવેકાનંદનો સંદેશ વિષયસૂચિ પૃષ્ઠ બહેન વિમલા ઠકાર સાથે પત્રવિનિમય પર્યું પણ વ્યાખ્યાનમાળા: સમાલોચના પ્રો. ગૌરીપ્રસાદ ઝાલા ૯૮ પ્રકીર્ણ નોંધ: રશીઆના ત્રણ દિવસના પરમાનંદ ૧૦૧ પ્રવાસનાં આછાં સ્મરણે, રત્નચિતામણિ સ્થા. જૈન હાઈસ્કૂલને મનરંજન' કાર્યક્રમ, પ્રીલીમીનરી પરીક્ષામાં નાપાસ થનાર વિદ્યાર્થીને યુનિવર્સિટીની પરીક્ષામાં ' બેસતા અટકાવે નહિ, એક ખુલાસે. ' શ્રી. ભવાનજીભાઈ સાથે સંઘના સભ્યનું મિલન. ! , રીક્ષામાં "
SR No.525948
Book TitlePrabuddha Jivan 1963 Year 24 Ank 17 to 24 and Year 25 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1963
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy