SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન ૧૦૪ કર્યા હતા. હજુ હમણાં જ કચ્છમાં વરસાદ નથી અને દુષ્કાળ પડવાના ભણકારા વાગી રહ્યા છે એ જાણીને તેઓ કચ્છ દોડી ગયા હતા. આ તો બે ચાર દાખલા આપ્યા છે, પણ આપણને આઝાદી મળ્યા બાદ તે। કચ્છના અતિ નિકટ સંપર્કમાં રહ્યા છે, કચ્છને ઉંચે લાવવા માટે અથાક પરિશ્રમ કરી રહ્યા છે, જ્યારે પણ કચ્છને ભીડ પડી છે ત્યારે તેઓ કચ્છ દોડી ગયા છે અને કચ્છ એટલે ભવાનજીભાઈ અને ભવાનજીભાઈ એટલે કચ્છ એ પ્રકારનું તેમણે કચ્છ સાથે તાદાત્મ્ય કેળવ્યું છે. અને એનું કારણ એ છે કે કચ્છ આઝાદી મળ્યા પહેલાં ભારતથી સાવ અલગ રહ્યું હતું અને ત્યાંના રાજા કેવળ જુનવાણી વલણના હોઈને કચ્છને બને તેટલું પછાત રાખવામાં જ કચ્છનું હિત જોતા હતા. આઝાદી મળ્યા પહેલાં કચ્છનું બાકીના ભારત સાથે રેલ્વે જોડાણ પણ શકય બન્યું નહોતું. પછાત વર્ગો માફક ખૂબ જ પછાત રહી ગયેલા કચ્છને ઉંચે લાવવું, આબાદ કરવું, તેના બધા ઉદ્યોગ વધારવા – એ દિશાના પુરુષાર્થને ભવાનજીભાઈએ પેાતાનું જીવનકાર્ય માન્યું છે. “તાજેતરમાં ત્યાંની સામાન્ય ચૂંટણીમાં ભવાનજીભાઈ હારી ગયા એમ છતાં એ વાતને ભવાનજીભાઈએ જરા પણ મન ઉપર લીધી નથી, કચ્છ વિષેની તેમની મમતામાં જરા પણ ઘટાડો થયો નથી, તેમ જ ચૂંટણી પરાજ્યની કાળી ટીલી દૂર કરવાની મથામણમાં ભવાનજીભાઈ બિલકુલ પડયા નથી. “આવા ભવાનજીભાઈના મુંબઈની કોંગ્રેસ સાથેના સંબંધ પણ ઉત્તરોત્તર વધતો રહ્યો છે. મુંબઈની કોંગ્રેસના અધિષ્ઠાતા – તે અહિંની કોંગ્રેસના પ્રમુખ હોય કે ન હોય તે પણ – માન્યવર શ્રી એસ. કે. પાટીલના ભવાનજીભાઈ એક અત્યંત વિશ્વાસપાત્ર એવા સાથી છે. શ્રી પાટીલની ગેરહાજરીમાં ભવાનજીભાઈનું અહિંની કોંગ્રેસ ઉપર ખૂબ વર્ચસ પ્રવર્તતું રહ્યું છે. તાજેતરમાં તે મુંબઈની કૉંગ્રેસના બીનહરીફ પ્રમુખ તરીકે ચૂંટાયા છે. ભાવનજીભાઈ આપણામાંના એક હોઈને આપણા માટે આ અતિ ગૌરવ' અને આનંદનો વિષય છે. . “ભવાનજીભાઈને મેં સદા શાંત અને સ્વસ્થ જોયા છે. તેમની વાણીમાં પણ સંયમ અને સ્વસ્થતા અનુભવી છે. ભાગ્યે જ તેમના વચનામાં આવેશ કે ઉશ્કેરાટનો અનુભવ થાય છે. આપણા કેટલાક નેતા જયાં જ્યાંથી મળે ત્યાંથી આગેવાની શોધતા હોય છે. જ્ઞાતિમાં પણ આગેવાન, કોમમાં પણ આગેવાન, સમાજમાં પણ આગેવાન અને કોંગ્રેસમાં પણ આગેવાન, કેટલાકમાં પ્રત્યાઘાતી કોમવાદ અને પ્રાગતિક રાષ્ટ્રવાદનું ન સમજાય એવું વિચિત્ર મિશ્રણ દેખાય છે: ભવાનજીભાઈના વ્યકિતત્વમાં આવી કોઈ વિસંવાદી બાંધછેાડ કે આગેવાનીની ઘેલછા જોવામાં આવતી નથી. રાષ્ટ્રને એટલે કે કોંગ્રેસને સંપૂર્ણપણે વફાદાર રહીને જ્યાં જેની જે રીતે સેવા થઈ શકે ત્યાં તેની તે રીતે તેઓ સેવા કરતા રહ્યા છે. સભા ગજાવવી અને લાકોમાં આવેશ પેદા થાય તેવાં ભાષણા કરવા એ તેમના સ્વભાવમાં નથી. સંયમપૂર્ણ વાણીપ્રયોગ અને મિતભાષિતા આ તેમની વિશેષતા છે. વિદ્રાન કે સાહિત્યકાર નહિ હોવા છતાં પોતાના વિચારોને યોગ્ય રીતે રજૂ કરવા જેટલું તેમનામાં વાણીસામર્થ્ય તેમ જ ભાષાસ્વામિત્વ છે. વ્યાપારી હોવા છતાં તેમનામાં છીછરાપણું નથ; ધનાઢય હોવા છતાં તેમનામાં ઘમંડ નથી; આગેવાન હોવા છતાં તેમનામાં તોછડાઈ કે તુમાખી નથી. નમ્રતા અને સૌજન્યથી તેમ જ ઉચ્ચ કોટિના શીલથી તેમનું વ્યક્તિત્વ શેાભી રહ્યું છે. ભવાનજીભાઈના કોઈ એક ગુણની મારા મન ઉપર વધારે સચોટ છાપ હોય તે તે છે વિચાર, વાણી અને વર્તનમાં નીતરતું એવું તેમનું શાણપણ. આવા ભવાનજીભાઈ આપણી વચ્ચે આવે અને એક સ્વજન માફક વાતો કરે એમ હું ઘણા વખતથી ઈચ્છતો હતો. તાજેતરમાં તેઓ O તા. ૧૬-૯-૬૩ બી. પી. સી. સી. ના પ્રમુખ થયા એટલે એ ઈચ્છા બળવત્તર બની. તેમની પાસે ગયા, મારી ઈચ્છા તેમની સામે રજૂ કરી. તેમણે સહજ ભાવે મારી માગણી સ્વીકારી. તેમની ઈચ્છા હતી કે સન્માનવિધિના ઉપચાર સિવાય આપણે પરિવારની રીતે અને પરિવારના આકારમાં મળીએ. અમે એ રીતે આ સંમેલન ગોઠવ્યું છે. આપણી ઈચ્છા અને માગણીને માન આપીને તેઓ આપણી વચ્ચે અહિં આવ્યા છે. તેમને સંઘ તરફથી હું આવકારું છું.” અન્ય વિવેચન ત્યાર બાદ ભવાનજીભાઈના વ્યકિતત્વના ઉપર જણાવેલ પાસાઓમાંથી એક અથવા અન્ય પાસાને આગળ ધરીને અન્ય મિત્રાએ. વિવેચન કર્યું હતું. સંઘના પ્રમુખ શ્રી ખીમજી માડણ ભુજપુરીઆએ ભવાનજીભાઈને આવકાર આપતાં જણાવ્યું કે, “ ભવાનજીભાઈ સાથે મારો ત્રણ દાયકાઓનો સંબંધ છે અને લગભગ ૩૬ સંસ્થાઓમાં તેમની સાથે કે તેમની નીચે કામ કરવાની મને તક સાંપડી છે. ઈન્ડિયન મરચન્ટસ ચેંબરમાં તેમ જ કેંગ્રેસમાં મેં તેમની સાથે કામ કર્યું છે. કચ્છમાં જાઉં તો જ્યાં ત્યાં મને તેમની સેવાઓ અંકિત થયેલી દેખાય છે. આ બાજુએ ૧૯૫૬ ના દુષ્કાળને લોકો યાદ કરે છે. અમારા કચ્છમાં વિક્રમ સંવત ૧૯૯૬ એટલે કે, ઈ. સ. ૧૯૪૦ માં પડેલા દુષ્કાળને એ જ રીતે ત્યાંના લોકો યાદ કરે છે. કચ્છ માટે આ દુકાળ એટલા જ વિષમ હતો. એ વખતે ભવાનજીભાઈએ લાખા રૂપિયા એકઠા કરીને કચ્છને પાર વિનાની રાહત પહોંચાડી હતી. આવી વ્યકિત આપણી વચ્ચે આવે અને આપણા બનીને આપણી સાથે વાર્તાલાપ કરે એ આપણા સંઘ માટે ગૌરવપ્રદ બનાવ છે. ” શ્રી લીલીબહેન પંડયાએ મુંબઈના જાહેર જીવનમાં પ્રવેશ કર્યા બાદ પોતાને ભવાનજીભાઈ તરફથી કેટલું ઉપયોગી માર્ગદર્શન અને હુંફ મળતાં રહ્યાં છે અને કુંડલાના વિકાસ કરવામાં તે ઈજને? ન હોવા છતાં તેમણે એક ઈજનેરને શાભાવે એ પ્રકારની કેવી કુશળતા તેમણે દાખવી છે તેનો ખ્યાલ આપ્યો. શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહે . ચાલુ વિવેચનામાં પોતાનો સૂર પુરાવતાં, આજે સંઘ સાથે ભવાનજીભાઈએ જે સંબંધ બાંધ્યો છે તે લાંબા સમય સુધી ચાલુ રહે એવી આશા વ્યકત કરી અને આગળ ચાલતાં જણાવ્યું કે, “ સરદાર વલ્લભભાઈ પટેલે કેંગ્રેસમાં વ્યાપારી એના સાથ મેળવવા માટે જે અમુક વ્યાપારીઓને ખાસ પસંદ કર્યા હતા તેમાં ભવાનજીભાઈનું અગ્રસ્થાન હતું. વળી, ચેમ્બરને કેંગ્રેસ તરફ—આઝાદીની લડત તરફ વાળવામાં તેમણે આગેવાનીભર્યો ભાગ ભજવ્યો હતો. ભારતની પર્લામેન્ટમાં અમે સાથે હતા ત્યારે મે તે તેમનામાં માત્ર કચ્છનું જ રટણ જોયું હતું. આમ છતાં કચ્છે આ વખતે તેમને ન ચૂંટયા એ એક ભારે આશ્ચર્યકારક ઘટના બની છે. પ્રજાનું મન ભારે ચંચળ હોય છે. તે આજે કોંઈને સિંહાસન ઉપર બેસાડે છે અને આવતી કાલે તેને નીચે ફેંકી દે છે. આવી ચંચળ પરિસ્થિતિમાં, તાત્કાલિક વાહ વાહથી ફ્ લાઈ ન જવું અને હાર મળે તે હતાશ ન બનવું – રાજકારણના ક્ષેત્રમાં કામ કરનારે આવી ચિત્તની સ્થિરતા—સમતા–કેળવવાની રહે છે અને ભવાનજીભાઈમાં આવી સ્થિરતાનું–સમતાનું—આપણને નિર્વિવાદ દર્શન થયું છે. આજે તેમણે સ્વીકારેલી જવાબદારી નાની સુની નથી. તે શાંત છે, સ્વસ્થ છે, કુનેહથી કામ લેતાં તેમને આવડે છે. આપણે આશા રાખીએ કે, બી. પી. સી. સી. ના પ્રમુખ તરીકે પ્રજાજનો પાસેથી પૂરી સમજાવટ અને કુનેહથી કામ લઈને તેમને “ તેમન: દિલને-કોંગ્રેસ તરફ તે વાળી લે.” શ્રી કે. પી. શાહે પ્રસ્તુત વિવેચનના અનુસંધાનમાં માટુંગામાં ગુજરાત કેળવણી મંડળ ઊભું કરીને અમુલખ અમીચંદ ‘વિવિધલક્ષી પ્રબુદ્ધ “જીવનના વાચકોને લક્ષમાં લઈને મૂળ વક્તવ્યને તંત્રી જરા વિસ્તાર્યું છે.
SR No.525948
Book TitlePrabuddha Jivan 1963 Year 24 Ank 17 to 24 and Year 25 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1963
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy