SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ A ૯૨ પ્રયુ જીવન ✩ સઘે ચેાજેલુ સ્નેહસ મેલન (૧) પંડિત બેચરદાસનું બહુમાન, (૨) વ્યાખ્યાતાઓનું સન્માન, (૩) રાજીનામાં – સ્વીકાર અંગે શ્રી ચીમનભાઇનુ માર્ગદર્શન. તા. ૨૫-૮-’૬૩ રવિવારના રોજ સાંજના પાંચ વાગ્યે શ્રી ભુલાભાઈ દેસાઈ રોડ ઉપર આવેલ ‘સાગરતરંગ'માં સંઘની કાર્યવાહક સમિતિના સભ્ય શ્રી સુબોધભાઈ એમ. શાહના નિવાસસ્થાને તાજેતરમાં સમાપ્ત થયેલી પર્યુષણ વ્યાખ્યાનમાળાના વ્યાખ્યાતાઓના સન્માન અર્થે પ્રાધ્યાપક ગૌરીપ્રસાદ ચુનીલાલ ઝાલાના પ્રમુખપણા નીચે પરિમિત આકારનું એક સ્નેહસંમેલન ગાઠવવામાં આવ્યું હતું. આ પ્રસંગે, સ્વાતંત્ર્યદિનના સંદર્ભમાં ભારત સરકાર તરફથી એક વિશિષ્ટ કોટિના સંસ્કૃત પંડિત તરીકે જેમને પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું તે પંડિત બેચરદાસ જીવરાજ દેશીની મુંબઈમાં ઉપસ્થિતિ હોવાના કારણે, તેમનું પણ બહુમાન કરવાનું વિચારાયું હતું. આ પ્રસંગે નિમંત્રિત ભાઈ-બહેનો ઘણી મોટી સંખ્યામાં ઉપસ્થિત થયાં હતાં. સૌના દિલમાં સંઘ આયોજિત પર્યુષણ વ્યાખ્યાનમાળા ભારે સફળતાપૂર્વક પાર પડયાના આનંદ વ્યાપેલા હતા. (૧) પંડિત બેચરદાસનું બહુમાન પંડિત બેચરદાસનું બહુમાન કરવાના કાર્યક્રમ પ્રથમ હાથ ધરવામાં આવ્યા હતા. પંડિતજીને આવકાર આપતાં સંઘના મંત્રી શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયાએ જણાવ્યું કે, “ સ્વાતંત્ર્યદિનના ઉપલક્ષમાં આપણા રાષ્ટ્રપતિ તરફથી સંસ્કૃત ભાષાના ચાર વિદ્રાનાને અને અરબ્બી ભાષાના એક વિદ્વાનને ‘Certificates of Honour' – સન્માનસૂચક પ્રમાણપત્ર—એનાયત કરવાની જાહેરાત કરવામાં આવી છે. સંસ્કૃત ભાષાના વિદ્વાનોનાં નામ છે શ્રી કે. એસ. કૃષ્ણમૂર્તિ, પંડિત બેચરદાસ જીવરાજ દોશી, શ્રી શશીનાથ ઝા, અને ડૅા. પી. એલ. વૈદ્ય અને અરબ્બી ભાષાના વિદ્વાનનું નામ છે શ્રી આબેદ ઈબ્ન મહમદ આરબ. “આમાંના પંડિત બેચરદાસ જે સમુદાય સાથે આપણા ઘનિષ્ટ સંબંધ છે તેમાંના એક હાઈને, ભારત સરકાર તરફથી અથવા તા રાષ્ટ્ર પતિ તરફથી તેમનું કરવામાં આવેલું સન્માન સ્વાભાવિક રીતે આપણા સવિશેષ આનંદ અને ગૌરવના વિષય બને છે. પંડિત બેચરદાસને વર્ષોથી હું જાણું છું. તેઓ મૂળ વળાના વતની છે. તેમનો જન્મ ૧૮૯૦માં થયેલા. તેમની બાલ્યાવસ્થા તીવ્ર ગરીબીમાં પસાર થઈ હતી. નાનપણથી જ ભણવા તરફ તેમની તીવ્ર અભિરૂચિ હતી. એમ છતાં સંયાગાની પ્રતિકુળતા પાર વિનાની હતી. આ પ્રતિકુળતાઓને વીંધીને નાની ઉમ્મરે તેઓ સ્વ. વિજયધર્મસૂરિએ કાશીમાં સ્થાપેલી શ્રી યશેાવિજયજી જૈન પાઠશાળામાં ભણવા ગયા અને ત્યાં બાર વર્ષ અભ્યાસ કરીને ન્યાય અને વ્યાકરણમાં તેમ જ અન્ય અનેક વિષયોમાં પારંગત થયા. “આમ વિદ્યાપારંગત બનીને તેઓ મુંબઈ બાજુ પાછા ફર્યા હતા અને શરૂઆતમાં તેમને ભગવતી સૂત્રનો અનુવાદ કરવાનું કામ મળ્યું હતું. તે કામ તેમને અંગત કારણને લીધે છેડી દેવું પડેલું અને પછી તત્વાર્થ સૂત્રના ટિપ્પણા તૈયાર કરવા માટે તેમને મહાવીર જૈન વિદ્યાલયમાં નિયુકત કરવામાં આવ્યા હતા. “તેમની વિદ્રતા સાથે તેમનામાં, અન્ય પંડિતાની અપેક્ષાએ, એક વિશેષતા હતી. આ વિશેષતાને સત્યપ્રિયતાના નામે આળખવી તેને બદલે અસત્ય-અસહિષ્ણુતાના નામે ઓળખવી એ વધારે યોગ્ય છે. આ કારણે તેમણે અનેક સંકટો નાતર્યા છે અને સ્થિતિચુસ્ત વર્ગના તીવ્ર સંઘર્ષમાં તેઓ આવ્યા છે. તેઓ તા. ૧-૯-૬૩ બહાર જન્મથી શ્વેતાંબર મૂર્તિપૂજક સંપ્રદાય સાથે જોડાયેલા છે. કાશીની યશેાવિજયજી પાઠશાળાના લાંબા નિર્વાસ દરમિયાન તેમણે મૂળ જૈન આગમોનો તલસ્પર્શી અભ્યાસ કરેલા. આ અભ્યાસના પરિણામે તેમનામાં મૂર્તિપૂજાની વર્તમાન આડંબરવાળી પદ્ધતિ, દેવદ્રવ્યની વર્તમાન રક્ષણપદ્ધતિ, શ્વેતાંબર–દિગંબરના ભેદના વિચાર, જૈન કથાઓમાં અતિશયોકિતવાળા ફળાદેશે નું વર્ણન વગેરે અનેક વિષય ઉપર ખૂબ મંથન શરૂ થયેલું અને તે મુજબ તેમના વિચારોમાં પરિવર્તન થવા માંડેલું. આ વિચારો વ્યકત કરવાની ૧૯૧૬ કે ૧૯૧૭ ની સાલમાં તેમના માટે એક અણધારી તક ઊભી થઈ. એ વખતે માંગરાળ જૈન સભાના નામે ઓળખાતી એક જૈન સંસ્થામાં સ્વ. શ્રી મેાતીચંદ ગીરધરલાલ કાપડિયાના પ્રમુખપણા નીચે “ જૈન સાહિત્યમાં વિકાર થવાથી થયેલી હાનિ ” એ વિષય ઉપર તેમનું ભાષણ રાખવામાં આવેલું. આ ભાષણમાં તેમણે પેાતાના મનમાં ઘાળાતા અને ઉછાળા મારીને નીકળવા માગતા વિચારોને સ્પષ્ટપણે વિસ્તારથી જાહેર કરી દીધા. તેમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનથી માંડી મહાવીર સ્વામી સુધીના અને પછીથી આચાર્ય હરિભદ્રસૂરિ સુધીના તેમની જાણમાં હતા એવા ઈતિહાસ તેમણે કહી સંભળાવેલા અને ચૈત્યવાસની વાત જાહેરમાં ચર્ચી, અને દેવદ્રવ્ય ચૈત્યવાસનું પરિણામ છે એમ જણાવી તેના સાતે ક્ષેત્રમાં ઉપયોગ થઈ શકે છે એવું હરિભદ્રનું વચન પ્રમાણ તરીકે આગળ ધર્યું. એકંદરે જૈન સાહિત્યમાં પ્રથમ શું હતું અને તેમાં વિકાર થવાથી જૈન આચાર–વિચારમાં કેટલી વિકૃતિ ઘર કરી બેઠી છે અને જૈન સંઘને કેટલી બધી હાનિ થઈ છે અને એ હાનિ આજે પણ ચાલુ જ છે એ હકીકત તેમણે સ્પષ્ટપણે—નિર્ભયપણે સંભળાવી દીધી. આ ભાષણ તે વખતના તમામ દૈનિકોમાં મેાટા મથાળા સાથે છપાયું અને જૈન સમાજ આથી ભારે ખળભળી ઉઠયા અને તેમને સજા કરવા સુધી વાત પહોંચી. અમદાવાદની સાધુશાહી – ગુરુશાહી દ્વારા પ્રેરાયલા અમદાવાદ જૈન શ્વે. મૂ. સંઘના સંઘપતિ સ્વ. શ્રી કસ્તુરભાઈ મણિભાઈ નગરશેઠે પંડિત બેચરદાસને નોટીરા મેકલી. પંડિતજીએ પોતાના વિધાનોની સચ્ચાઈ જુઠાઈના ન્યાય તાળવા માટે એક તટસ્થ પંચની માંગણી કરી. પણ અમદાવાદના સંઘપતિએ તેમની આ માંગણી ધ્યાનમાં ન લીધી અને ત્યાંના સંઘે તેમને સંઘબહાર જાહેર કર્યા. ત્યાર બાદ પંડિતજીએ એ અરસામાં ‘જૈન સમાજનું તમસ્તરણ' એ મથાળા નીચે ભાવ નગરમાં પ્રગટ થતાં ‘જૈન' પત્રમાં ચાલુ ધાર્મિક રૂઢીઓ વિરૂદ્ધ – એક ભારે બળવાખાર લેખ લખેલો. આ લેખ વાંચીને આખો જૈન સમાજ તેમના ઉપર તૂટી પડેલા. આને લીધે આખા જૈન રામાજના તેઓ ભારે અપમાનના પાત્ર બની બેઠા હતા અને એક નાસ્તિક-મિથ્યાત્વી તરીકે તેમની ચોતરફ અવહેલના થવા લાગી હતી. આ બધું છતાં તેઓ સદા પ્રજવલિત વહિન સમા એ વખતથી આજ સુધી એકસરખા અણનમ ઊભા રહ્યા છે અને પોતાના વિચારો તેએ જ્યાં ગયા ત્યાં નિબંધપણે અને મુકત મને વ્યકત કરતા રહ્યા છે. પંડિત બેચરદાસ - પંડિત બેચરદાસની સેવાના સારો લાભ ગુજરાત વિદ્યાપીઠને મળ્યો છે. ઈ. સ. ૧૯૨૧ આસપાસ ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના થઈ ત્યારથી તેમાં જોડાઈને તેમણે લાંબા સમય સુધી સાહિત્યસંશાધનને લગતું કામ કર્યું હતું. એ જ વિદ્યાપીઠમાં રહીને પંડિત સુખલાલજીના સહયોગથી
SR No.525948
Book TitlePrabuddha Jivan 1963 Year 24 Ank 17 to 24 and Year 25 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1963
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy