________________
રજીસ્ટર ન B ૪૨૬ વાર્ષિક લવાજમ રૂ. ૪
प्रमद भवन
જીવન
• પ્રબુદ્ધ જૈન 'નું નવસંસ્કરણુ વર્ષ ૨૩ અક ૨
મુંબઇ, એ ૧૬, ૧૯૬૧, મ ગળવાર્ આફ્રિકા માટૅ શિલિંગ ૮
તશ્રી: પાનદકુંવરજી કાપડિયા
‘કલ્પના”
[શ્રી. લીનાબહેન મ`ગળદાસ તરફથી પ્રગટ કરવામાં આવેલ કલ્પના' નામની પુસ્તિકા તેમની અનુમતિપૂર્વક અહીં નીચે પ્રગટ કરવામાં આવે છે. લીનાબહેન અમદાવાદનાં એક અગ્રગણ્ય ખડુશ્રુત, સંસ્કારસપન્ન સન્નારી છે. બાળરણથી માંડીને કાલેજનાં પ્રથમ ધ્યે વર્ષ સુધીની શ્રેચસ' નામની શિક્ષણ સંસ્થાનુ તે સંચાલન કરે છે, તે ઉપરાંત તે ઉત્કૃષ્ટ કોટિના લેખિકા છે. તેમના લેખનમાં મર્મસ્પર્શી :ચિતન અને મૌલિક વિચારણા હાય છે, તેમની ખાળકી પના' વર્ષ કે સવા વર્ષની ઉમ્મરે લગભગ સેાળ વર્ષ પહેલાં થોડા કલાકની માંદગીમાં એકાએક અવસાન પામી, તે ઘટનાએ તેમના કામળ દિલ ઉપર જે આધાત–પ્રત્યાધાત નિપજાવ્યા અને તે કારણે જે તીવ્ર સવેદનામાંથી તેઓ પસાર થયા તેનું પ્રસ્તુત પુસ્તિકામાં અત્યન્ત હૃદયસ્પર્શી કાવ્યાત્મક નિરુપણ કરવામાં આવ્યું છે, જે કેઇ માતાને બાળક સાંપડયુ હશે અને તેમાં પણ જે ક્રાઇ માતાએ એકાદ ખાળક આમ ગુમાવ્યુ હશે તે માતા આ પુસ્તિકામાં પોતાનાં સંવેદનાનું આબેહુબ પ્રતિબિંબ પડેલુ જોશે. તે વાંચતાં મારું ચિત્ત ખૂબ પ્રસન્ન થયું અને તે પ્રસન્નતાના પ્રબુધ્ધ જીવનના વાચકોને સહભાગી અનાવવા હું પ્રેરાયે। અને તેથી આ પુસ્તિકા છે તેવી અખંડ પ્રબુદ્ધ વનમાં પ્રગટ કરવા લીનાહેન પાસે મે માગણી કરી, તેમણે રત્ન અપી. તેમની આ ઉદારતા માટે હું તેમને ઋણી છું.
પ્રબુદ્ધ જીવન' ૨૩મા વમાં પ્રવેશ કરે છે તે અરસામાં આ ચિન્તનપ્રેરક સવિઘ્નપ્રધાન પુસ્તિકા પ્રબુધ્ધ · જીવનના વાચકો સમક્ષ રજૂ કરતાં ુ. સવિશેષ આનંદ અનુભવું છું. અહીં જણાવવુ' જરૂરી છે. • સારા કાગળ ઉપર સુન્દર રીતે છપાયેલી આ સચિત્ર પુસ્તિકા મૅચસ્ (શાહીબાગ, અમદાવાદ ૪) માંથી મળી શકે છે. પરમાનદ,
આમુખ
આહ કાશ્મીર ! બાર વર્ષ પહેલાં એ આવવાની છે એવા મનેારથ સેવી તેને માટે અહીં છાબડીએ, શાલેા અને રેશમી વસ્ત્ર મેં લીધાં હતાં. તે પછી બરેાખર બે વર્ષ પછી પાછી હુ અહીં આવી ત્યારે તે મરી ગઇ હતી. ત્યારે ફૂલગૂ થેલી હરિયાળ, ચીલનાં વન, ખરફના પહાડ અને તેમાંથી દ્રવતાં ઝરણુ- એ મારાં સહભાગી બન્યાં. આજે દસ વર્ષ પછી તેનાં સભારણાં તાજા કરું છુ.
આજે આ લખ્યું કેમ? દસદસ વર્ષથી પૃચ્છા કરું છુ પણ લખાયુ' નહતું. મારી ખાળકી મરી ગઇ. અસાધારણ શું? હા, અસાધારણ કાંઇ નહીં. આ અનુભવ સર્વસામાન્ય તેથી જ તેને લખી, એ અનુભવને વહેંચી લેવા મન થયું.
કલ્પનાની કાઈ છબિ નહેાતી. તેના અવસાન પછી બાર દહાડામાં મે ચિત્ર નામાં. તે ચિત્ર આ પુરતકમાં છે. ગુલમ, તા. ૨૨-૫-૫૬, લીના મંગળદાસ
શ્રી સુખ, જૈન યુવક સંઘનુ પાક્ષિક મુખપત્ર છૂટક નકલ : ૨૦ નયા પૈસા
કલ્પના
મારા બાળ ! માણુ જેવી કાયા. રગેરગ શ્યામલ છાયા. કર્યાં જામ્બુ ખાઇને હાઠ કાળા કર્યાં! આ તારી અન્ય આંખે લાંખી પાંપણનીચે ચળકતા આંખના ડોળા-હા, કાચના જેવાકાઇ કાચના મણકા જેવા ! જીવતી હતી ત્યારે તે એવા નહાતા ચળકતા.
સમી સાંજથી હું જોયા કરું' છું તને. સૂર્ય આથમતાં મારા ખેાળામાં નિશ્ચલ બની હતી. દાકતરે કહ્યું, હવે જીવ ગયા. પછી તને આ આંગળિયું' પહેરાવ્યું–આ કેસરી રંગનું રેશમી. તારા વાળ આવ્યા. કેવા હમેશાં આળતી! આ વાળ તે સુવાળાપહેલાંના જેવા; પણ તારું' શિર, આ તારા હાથ ! શું થયું છે એને ? નથી વળતા આજે સવારે? સજ્જડ બન્યા છે કાઇ કાફની પૂતળી જેવા. રાતે સ્મશાને ન જવાય. તને પારણામાં સુવાડી. પહેલાં એ તારા ભાઇનું પારણું હતું. તેનાં પરનાં ચિત્રા મે બનાવ્યાં
હતાં, એક તકતી બાકી છે...ગાપીચ' અને મેનાવતીની. તે કાય દિવસ પૂરી જ નહાતી થઇ. તારા પર ફાઇએ આપેલી ગુલાખી શાલ ઓઢાડી છે. કેમ ? હવે ઠંડી અને ગરમી તે નહીં લાગે તને. તેની નીચેને દેહ ઢાંકવા-હા, મૃત્યુને-તારા દેહચ્યુંકુરનેએ તારા પગને. એ રાતી પાનીએ આગળ પીળા અને વાદળી શિરાઓ ફૂટી છે તેને—નથી જોવાતી અમારાથી હવે. એથી ઢાંકી છે–ગુલાખી શાલથી.
રાતની તુ સૂતી છે. માથા આગળની મોટી ગાળ બારીમાંથી હળ તારાનાં ઝૂમખાં દેખાય છે. સવાર પડી છે, પણ નથી પડી. ગઇ સવારે તે આ સમયે તું ઊઠી હતી !
ના, તું મરી નથી ગઈ ! તુ તે સવારની મીઠી તદ્રામાં ઊંધે છે. તારા શ્વાસેાચ્છ્વાસને હું જોઉ છુ-હા, જોઉં છું. તુ જીતે છે! તું જીવે છે! પ્રભાતિયું ગાઇ તને જગાડું: પાઢ થઇ છે, જાગ મારા લાલ, જસેાદારાણી તને ખેલાવે છે... પણ જાગતી નથી. તારે નાકે આંગળી ધરું છું. ચમેલીના આમોદ શ। શ્વાસ નથી! તારી છાતી પર હાથ મૂકું છુઠંડી --પથ્થરથી પણ કાણુ. મને કાણે ભરમાવી? તું જીવતી નથી ? મરી ગઇ છે. તારા માથા પરના પેલા ઘીને દીવા-રાતે સળગાવેલા તેણે મને ભરમાવી. તેની ડાલતી જયાતમાં—તે હાલતા નારંગી પ્રકાશમાં—તુ શ્વાસ લેતી એમ દેખાય છે
એ દીવાએ મને ભરમાવી-એ ઘીના દીવાએ. એ દીવાથી ભરમાઇને એક કૂ-કોયલા જેવુ સાવ મળેલી પાંખાને લઈને કાળી કાકડી જેવું–ઘીમાં તરે છે. દિવેટની નીચેનું ભ્રમતા જેવું રૂ 'પણુ ખળીને મેશ થવા લાગ્યું છે.
તે કૂદું, તેની પાંખા સાથે ઉડતું હતું તું પણુ,
તારા ઓશીકે તાનીબા અને સીતાબાઈ ખેડી છે. તેમની રાતી આંખા નીચાઈ ગઈ છે. તેમના આંસુભી જાએલા છેડા માઘની સવારની ઠંડીને વારવા તેમનાં મોઢે ઢાંકયે છે. આખી રાત તે જાગી હતી—તે ઉજાગરા પહેલાંના જેવા, તુ રડતી ત્યારે
Pro