________________
તા. ૧-૪-૬૧
પૂરું રિક્તને શાન્તિ શાન્તિ હો
(શેષ અભિસાર') આ શાન્તિના ત્રણ વારના ઉચ્ચાર કેવા ગહન ગંભીર નાદ જગાવે છે અને પાછળ રહેનારાં સ્વજનોને કેવી મૂક શાંત્વના દે છે ? રાજેન્દ્ર શાહનું આ કાવ્ય ગુજરાતી સાહિત્યને યશકલગી પહેરાવે એવું નથી?
આ મૃત્યુ એ આત્માના અ ંત નથી, એ તે અનાદિ-અન ત છે. વિશ્વમાત્રમાં એક ચિરતન તત્વ નિજાનંદ રૂપે ક્ષણે ક્ષણે પરિવર્તિત થઇને રમી રહ્યું છે. એ જ તત્ત્વ જીવનને પણ શૈશવ, યૌવન તે વાકયમાં ખંડિત થવાને બદલે સાતત્યના એક સૂત્રમાં પરોવી રાખે છે, ‘આયુષ્યના અવશેષ'માં કવિ જીવનનાં પાબ્લ વર્ષામાં ઘેર પાછાં વળતાં જાગેલાં અનેક સવેદનામાંથી તારવેલા આ સત્યને સુંદર રીતે રણકાવે છે. એમના આ સાનેટગુચ્છને અનેક મહાન વિવેચકોએ અસાધારણ સન્માનથી બિરદાવ્યું છે,
આયુષ્યના અવશેષેમાં જીવન જોવા જવાનુ સાધન પણ કેવુ છે? ખખડ થતી ને ખોડંગાતી જતી ડમણી જૂની.' સાદી રીતે શરૂ થએલું કાવ્ય એના વિચારને ખૂબ જ અનુરૂપ એવુ વાતાવરણ સર્જતુ સંવેદનની પંરપરાને અંતે કેવા મહાન સત્ય દનમાં પરિણમે છે
‘ગહન નિધિ કહું, મેાળુ ચેહું, વળી ધનવષ્ણુ અભિનવ સ્વરૂપે પામું હું સદૈવ વિસર્જન. (‘આયુષ્યના અવશેષે’) કાવ્યની પરાકાષ્ટા માટે કવિએ કેવાં ચિત પ્રતીકો શોધી કાઢર્યો છે! આ કાવ્યનાં રસમય પ્રતીકા કવિની કાવ્યશક્તિનાં ઘે!તક છે. લખાણની બીકે અહીં હું એની વિગતમાં નહીં ઊતરું.) આમાં કવિએ જે ‘ ગહન દન કાવ્યના સારતત્ત્વ રૂપે નહિ પણ દર્શનના કાવ્યતત્ત્વ રૂપે પ્રગટ કર્યું છે તે એમની કવિ લેખે સર્વશ્રેષ્ઠ સિદ્ધિ છે. ' (નિરંજન ભગત )
રાજેન્દ્ર શાહનુ' આ કાવ્ય વિશ્વસાહિત્યમાં પણુ ગુજરાતી સાહિત્યનુ ગૌરવ વધારી જાય એવુ છે.
‘અગમ્યનું શુ ઊધડે રહસ્ય અનંતના નીલમ અતરે આ મરાલનું દČન રમ્ય, રમ્ય
મૃત્યુ તથા આયુષ્યને આ રીતે જોનાર કવિ ‘પોષ વદ ૬માં પેાતાના જન્મને કેવી વિલક્ષણુ રીતે જુએ છે! પ્રભાતનુ ધુમ્મસમય વાતાવરણ સર્જીને કવિ એમાં વેતરાલ સમી નાવ તરતી મૂકે છે!–આ જ છે એમનો આત્મા ! એને જગતમાં કેવા પ્રવેશ !
આગળ વધતા કહે છેઃ
પ્રબુદ્ધ જીવન
‘અહીં જન્મ મુજ સકલ સદ્ય !
તે
-
વ્યકત મુજ અંતરે
નિખિલ નિવસ ંત લહુ છા !' (છાઆવરેલુ) જન્મ સાથે જ કવિ વિશ્વ સમસ્ત સાથે કેવી તદ્રુપતા સાધે છે ! ‘સહુને મુજ અંતરે ધરુ, સહુને અતર હું ય વિસ્તરુ','
ઓ રે બધુ ! એ ફૂલ દિયા... દીન દરિદ્ર લેક વિષે નિજ
( પોષ વદ ૬') આમ સહુને પોતાના અંતરમાં ધારનાર કવિ આ વિશ્વનાં દીનદરિદ્રોનાં દુ:ખાથી અલિપ્ત કેમ રહી શકે ? વિનોબા ભાવેના ભૂદાનયજ્ઞના તત્ત્વજ્ઞાનને આત્મસાત્ કરતાં કવિ પણ ગરી માટે યાચે છે -
નાથને નીરખી લિયેા...
શા માટે એમને દાન આપવું? કારણ કે
આપણા કાષને—આપણા એ નહિ પોષતા હાથ હજાર,
બહુ ભિષે બહુ વિધથી વ્યાપક આપણે ધારણહાર જે એને ઓળખી લિયે...' (એ ફૂલ દિયા')
કવિ આ માંગમાં ‘આગમના એંધાણુ’ જુએ છે, કવિતુ ભજન ‘આગમનાં એધાણુ' એમની ભજન રચવાની શકિતને સારે। પરિચય આપે છે. તળપદી ભાષામાં લખેલાં એમનાં ભજના પણ ચિંતન-સભર છે.
૨૩૩
‘કાયાને કોટડે”, ખાટી તે આંબલીથી કાયા મજાણી', *હિર મારા નયણે બંદીવાન’ વગેરે એમનાં ઉત્તમ ભજનો છે. એના ઉપાડ એક્દમ સ્વયંભૂ લાગે છે. સાંભળાને આ સૂર !– ‘હરિ તારા ઘટના મંદિરિયામાં બેસણાં હું જી હિર હુંય એ જ ધરનું બાળ, તારા ઓરડાની ભાળ;
આદુના વિજોગી તે ય આપણે, આપણુ એની અંતરયાળ
પડદા પડયા છે કિનખાબના હો જી.
કવિનાં ચિંતનકાળ્યે સામાન્ય વાચક માટે દુર્ગંધ થવાને ભય રહે છે (આ ફરિયાદ અવગણવા જેવી તેા નથી જ ), પરંતુ એમના ભજનનું ચિંતન એક ગ્રામજન પણ સમજી શકે એવુ છે. અહીં” હરે તે માનવી—આત્મા ને પરમાત્મા વચ્ચે માયાનું આવરણ આડુ આવે છે. આ કિનખાબના પડદે દૂર થાય ત્યારે જે દર્શન-આત્મસાક્ષાત્કાર થાય--છે તેનો આનંદ કેવા અદ્ભુત છે!
આના છે આજ આનંદ. ઝીણી રે જ્યોતથી શ્વેશ્વર તિમિરના
તૂટિયા વજ્જરબંધ. સાંભળેલી નવ માનીએ કા' દિ
એવી લહાય રે વાત, આવડા શા એક ઘટમાં ઉછળે
સાતે ય સાગર સાથ; આજ તા લાધીછે પાંખ, પશુ પણ પામતાં ઉન્નતીંગ... આનદા રે...’
(‘આના ૐ')
સમાસ
કવિના આવા સુંદર કાવ્યદર્શનથી આપણે પણ ‘આના રે આજ આનંદ આનંદ' ગાયા વગર કેમ રહેવાય? આ જ છે એમનાં તત્ત્વકાવ્યાનું કાવ્યતત્ત્વ.
સાહિત્ય-રસિકાએ કવિને રણજિતરામ સુવર્ણચંદ્રકથી નવાજ્યા, વિદ્યાપીઠાએ એમના ધ્વનિ'ને પ્રગટ થતાંવેંત પાયપુસ્તક તરીકે આવકાર્યો, રાજ્યસરકારે એમને પારિતાષિકાથી બિરદાવ્યા ને આકાશવાણીએ એમનાં મધુગાન દ્વારા એમને ઘેરઘેર પહોંચાડયા છે. આ મહાવાઘામાં હું મારી નાનકડી વાંસળીને આછે સૂર પુરાવું કે –
—હૈયુ અનુગ્રહથી હર્ષિત આપને નમે!
ગીતા પરીખ