________________
જીરું = ":
સાકાર
તા. ૧-ર-૧
પ્રબુદ્ધ જીવન
૧૩
આબરૂ અને દુનિયાની ભલાઈ માટેની તેની શકિત પર જ નહીં, નવજીવનના ચેતનથી તરવરી રહેલા આખા યે . આફ્રિકા ખંડના
ભાવિ ઉપર પણ કોગોમાં જે રીતે કામ લેવામાં આવશે તેની : ઊંડી અસર થયા વિના રહેવાની નથી. આપણું સમગ્ર લક્ષ્ય કેગોને ઠંડા યુદ્ધમાંથી ઉગારી તેને પિતાને કારભાર બહારની પરદેશી નાની અગર મોટી કોઈ સત્તાની દખલગીરી વગર કરવા દેવાનું છે.
૨૨. સંયુકત રાષ્ટ્રસંધ પાસે સાધન અને ડહાપણની જે કાંઈ મૂડી છે તેનાથી કંગમાં ઊભી થયેલી નાજુક અને ભયભરેલી પરિસ્થિતિને મુકાબલે તે કરે છે. ' તે દરમિયાન લાઓસમાં ફરી ન બખેડે જાગ્યો છે. લાઓ- સને ઠંડા યુદ્ધમાં સંડોવવામાં નહીં આવે અને તેને પોતાના આંતરિક વિકાસ પર એકાગ્ર થઈ અગ્નિ એશિયાના વિસ્તારમાં સુલેહ અને સ્થિરતાનું કાર્ય આગળ કરવામાં ઉપયોગી થવા દેવાશે એવી અપેક્ષા આપણે રાખી હતી. આજકાલમાં બનેલી દુઃખદાયક ઘટનાઓને પરિણામે આપણી એ આશાં ખોટી નીવડી છે. લાઓસમાં થતી બહારની દખલગીરીથી તેની સ્થિરતા અને સુલેહભર્યા વિકાસની તમામ આશાઓને આધાર જતો રહ્યા છે. ઠંડા યુદ્ધના અને લશ્કરી કરારના માનસને સ્થાને સહિષ્ણુતાની અને સુલેહભર્યા સહઅસ્તિત્વની દષ્ટિ કેળવવી જોઇએ એ વાત આપણને સ્પષ્ટ થયેલી છે. શાંતિને એ જ એક માત્ર રસ્તા છે. બીજે કોઈ પણ રતે ઠંડા યુદ્ધની તાણ ચાલુ રહેશે, એટલું જ નહીં. વધારે તીવ્ર બનશે અને તેથી જે દેશ આ તાણમાં સંડોવાયે છે તે તેમ જ દુનિયાનું શાંતિનું વધારે વ્યાપક કાર્ય જરાય આગળ વધવાનાં નથી.
૨૩. અહીં આપણે આજના સૌથી મહત્ત્વના તેમ જ તાકીદના એવા નિઃશસ્ત્રીકરણના સવાલ ઉપર આવીએ છીએ. . આપણને પ્રતીતિ થઈ છે અને આપણે તે વારંવાર તેમ જ અનેક સંદર્ભોમાં વ્યક્ત કરી છે કે દુનિયામાં ઉતરોત્તર વધારે ને વધારે ખડકાતી જતી શસ્ત્રસામગ્રીના સવાલનું અસરકારક નિરાકરણ નહીં થાય તે આજની દુનિયામાં શાંતિની વાત કરવાને બિલકુલ અર્થ રહેતો નથી. આજની દુનિયાએ વિજ્ઞાન અને યંત્રવિદ્યાનાં સાધનને માનવીની સુખસમૃદ્ધિને ઉપકારક તેમ જ શાંતિના ઘણા હેતુઓ માટે ઉપયોગ કર્યો છે. પણ તે બંનેને દુનિયાનાં કેટલાંક રાષ્ટ્રની શસ્ત્રસામગ્રીને અવિવેકી તેમ જ પ્રમાણુ બહાર વધારો કરવામાં ઉપગ થયાની દુ:ખદાયક હકીક્ત પણ આપણી સામે છે. જે ઝડપથી આ શસ્ત્રશકિત વધતી જાય છે તેને પરિણામે દુનિયાના બધા ભાગોમાં ગભરાટ ફેલાયેલ હોઈ અણુશસ્ત્રો અને તે જ પ્રકારને બીજા શસ્ત્રનું ઉત્પાદન, તેમની સાચવણી અને તેમના ઉપયોગ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની માગણી બધી બાજુથી ઊભી થઈ છે, આંતરરાષ્ટ્રીય સવાલોના નિરાકરણ માટે ખુદ યુદ્ધની પદ્ધતિને ત્યાગ કરવામાં ન આવે ત્યાં સુધી આ અને આવાં બીજાં પગલાં લેવાનું શકય નથી. યુદ્ધ વગરની અને યુદ્ધ માટેની રાક્ષસી તેમ જ અત્યંત ખર્ચાળ તૈયારીઓ વગરની દુનિયા એક " તદ્દન નવી દુનિયા હશે અને તેમાં માણસ - માણસ વચ્ચેના તથા રાજ્ય રાજ્યો વચ્ચેના સંબંધેના સ્વરૂપમાં મોટું પરિવર્તન થયેલું હશે. આ મોટા પરિવર્તનને માટે આપણે કાર્યો કરીએ છીએ. આ પરિવર્તનને માટે આપણે જે આગ્રહથી કાર્ય કરીએ છીએ તેથી કેટલીક વાર તેને વિષે ગેરસમજ ઊભી થવાને ડર રહે છે. પણ આપણને
નાય છે કે આજના જમાનાના આ મુખ્ય સવાલ હાઈ દુનિયાની મોટી સત્તાઓની તેના નિરાકરણ માટેની સમાન દૃષ્ટિ કેળવવામાં થવાય તેટલા મદદગાર થવાનો પ્રામાણિક પ્રયત્ન આપણે
કરવો જોઈએ. આપણે સ્વીકારેલું અસલ વિધાન એ છે કે સંપૂર્ણ પણ ક્રમેક્રમે નિશઃસ્ત્રીકરણ કરવાથી દુનિયાને અકળાવી રહેલી ગભરાટની લાગણી ઓછી થતી જશે અને તેને પરિણામે ક્રમે ક્રમે રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચે વધારે સહકારભર્યું જીવન ખીલતું , જશે. આવી પરસ્પર સ હિનતા અને સહકારની ભાવના એ શાંતિમય સહઅસ્તિત્વના પાંચ સિદ્ધાંતને સાર છે.
૨૪. સંયુક્ત રાષ્ટ્રસંઘે તાજેતરમાં મંજૂર કરેલા સંસ્થાનવાદ વિષેના ઠરાવને આપણે સૌ આવકારીએ છીએ એમ કહેવાની મારે જરૂર ન હોવી જોઈએ. સંસ્થાનવાદનાં અનિટો અને જોખમને અહીં હિંદમાં આપણે બરાબર ઓળખીએ. છીએ. હજી સંસ્થાનવાદી હકૂમત નીચે રહી ગયેલા દુનિયાના બધા અને ખાસ કરીને આફ્રિકાના પ્રદેશને પક્ષે સ્વતંત્ર ભારતે પોતાનું પૂરેપૂરું વજન નાખવું જોઈશે. એશિયા અને આફ્રિકાના ઘણા વિસ્તારોમાંથી સંસ્થાનવાદને અંત લાવવાની વાતમાં બેશક ધણી પ્રગતિ થઈ છે. આમ છતાં દુનિયાના અને ખાસ કરીને આફ્રિકાના થોડા વિસ્તારોમાં સંસ્થાનવાદને પ્રભાવ ભૂંડામાં ભૂંડા સ્વરૂપે હજી ચાલુ છે એ વાત પણ સાચી છે. પોર્ટુગલના તાબાનાં સંસ્થાનમાં * સંસ્થાનવાદ તેના ખરાબમાં ખરાબ સ્વરૂપમાં જોવા મળે છે.
૨૫. દક્ષિણ આફ્રિકામાં આપણે ગેારી જાતિઓના ચડિ- યાતાપણાના વાદના અનિષ્ટનો મુકાબલે કરવાનું છે. કેમ કે તે વાદ ત્યાંના રાજ્યને સ્વીકૃત સિદ્ધાંત હોઈ રાજ્યની બધી સત્તા અને સામર્થ્યથી તેને ત્યાં અમલ કરવામાં આવે છે. આ વાદની સામે ખુદ દક્ષિણ આફ્રિકામાં પોતાના સાર્વજનિક જીવનના છેક પ્રારંભનાં વર્ષોમાં ગાંધીજીએ જે બહાદુરીભરી લડત ઉપાડેલી, તેને પરિણામે આપણને શાંતિમય પ્રતિકાર અને અસહકારનું અજોડ શસ્ત્ર મળ્યું. જે અનિષ્ટની સામે આપણે લડત ચલાવેલી એ હજી તે મુલકમાં ચાલુ છે અને અસંખ્ય લોકો તેને ભોગ બનેલા છે. આ વાદમાં સંયુક્ત રાષ્ટ્રસંધના જાહેરનામાને જ નહીં, આધુનિક સંસ્કૃતિનાં મૂળતત્વને પણ ઇન્કાર છે. વધારામાં એ વાદની હસ્તી માનવજાતને પડકારરૂપ હોઈ દક્ષિણ આફ્રિકામાં તેમ જ બીજા સ્થળે એ ચાલુ રહેલી મુશ્કેલીઓનું મૂળ છે. '
૨૬. જેમાં કદાચ વધારેમાં વધારે બલિદાન અપાયાં હશે અને ' જેનાથી દુનિયા ભરના લોકશાહીના ચાહકોને ઊંડામાં ઊંડુ દુઃખ થયું છે તેવી અજીરિયાના બહાદુર લોકોની પેતાની મુકિત માટેની લડત હજી ચાલુ છે. આજ પહેલાં કેટલાયે વખત આગળથી તેમને સ્વતંત્રતા મળી જવી જોઈતી હતી. અહજીરિયાના માત્ર થોડા .. લોકોમાં નહીં પરંતુ તેની આખી પ્રજામાં સ્વતંત્ર થવાને જુસ્સો જાગ્રત થયો છે અને આખાયે અહજીરિયામાં તે જુસ્સાનો સંચાર થયો છે. આ મુકિત મેળવવા માટે અહજીરિયાની પ્રજાએ ભારે કિંમત ચૂકવી છે અને હજી તે ચૂકવતી જાય છે.'
૨૭. જેણે એક વખત પિતાના ઉજજવળ ઇતિહાસ દરમિયાન મુકિતની મશાલ પ્રગટાવી અને તેને પ્રકાશ દુનિયાને ખૂણે ખૂણે ફેલાવ્યું તે ફ્રાન્સે હિંમતભર્યું પગલું લઈને અજીરિયાની પ્રજાની યાતનાઓને અંત લાવવો જોઈએ. જે કરવા
ગ્ય છે તે કરવામાં કાન્સ આનાકાની કરશે અથવા તે હજી વધારે દમન ચલાવશે તેથી, અજીરિયાની મુક્તિ કદાચ થોડી ઢીલમાં પડશે, પણ તેને કદી રોકી શકાશે નહીં. અજીરિયાને મુક્તિ મળ્યા વિના રહેવાની નથી, કેમકે અહરિયાની પ્રજાએ સ્વતંત્ર થવાને જે દઢ સંકલ્પ પ્રગટ કર્યો છે તેને કોઈ પણ પ્રકારનું દમન પહોંચી વળી શકે તેમ નથી. મને આશા અને વિશ્વાસ છે કે આજની કડવાશ તેમ જ દુશ્મનાવટની સ્થિતિને ઝટ અંત આવશે અને અહજીરિયા દુનિયાનાં મુક્ત તેમ જ સ્વતંત્ર રાષ્ટ્રના સમુદાયમાં પિતાનું હકનું સ્થાન મેળવશે.
૨૮. મારે ગાવાને સવાલો ઉલ્લેખ પણ કરવા જોઈએ. આપણે આપણા વિશાળ મુલકને તેમ જ ચારસેથીયે વધારે
.
દુનિયા મેચના તથા રાજ કરો. આ મન માટે પ્રકારનું દાન આજની કાછિિર્નયા સાવશે